Book Title: Katha Ratna Kosa Part 1
Author(s): Bechardas Doshi
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 314
________________ 1 કયારત્ન–ષ : હરિએ કરેલી યક્ષ પ્રતિમાની કદર્થના. ૨૭૮ અપમાનથી અનર્થ થાય છે એવું દેખાય છે, માટે દેવતાઓની આકૃતિ કશું કરી શકતી નથી એમ કેમ કહેવાય? વળી, તેં જે હમણાં કહ્યું કે રેખાથી રેલે સર્પ ડસી શકતા નથી અને રેખાથી ચીતરેલું શસ્ત્ર પણ શરીર ઉપર કશી ઈજા કરી શકતું નથી તે તારું કથન અયુકત છે, કારણ કે તેવા પ્રકારના ધ્યાનથી ઉદ્ભવેલા મહાભ્યને લીધે એટલે ચિત્રને જોઈને મનમાં પિદા થતા સંકલ્પબળને લીધે એવા પ્રકારના ભાવે થાય છે અને કુશળપુરુષ એમ કહે પણ છે. આ સાંભળીને વિમળ બે પગમાં કાંટે વાગતાં “સર્ષ કરડે” એ સંકલ્પ થાય અને તેથી ઝેર ચડે તે તારું કહેવું ખરું કહેવાય, નહીં તે નહીં. માટે એવા પ્રકારના ખરા અર્થનું કારણ તો શંકા જ છે, એથી શંકાને ત્યાગ કરતાં જ એ પ્રકારના અનર્થો આપોઆપ ટળી જાય છે. પછી રાજપુત્ર બેલ્યર તાર કહેવા પ્રમાણે શંકા જ દેનું મૂળ હોય તો કે માનવ નિઃશંક થઈને ઝેર ખાઓ અને પછી તું છે કે એના કેવા હાલહવાલ થાય છે? શંકા જ દેષનું મૂળ છે એવું તારું જે કથન છે તે અયુકત છે અને એમ કહેવું એ એક પ્રકારને નાસ્તિકવાદ છે અને કુશળ પુરુષને એમ કહેવું છે નહીં. વળી, જેઓ ભવિષ્યમાં કલ્યાણના વાંછુઓ છે તેઓના મનમાં આ ભાવ પ્રાયઃ સંભવતો નથી. આ ભાવ કદાચ સંભવે તો તે હરિને જેમ દુઃખકર થશે તેમ આપણને પણ દુઃખકર ન થાય એવું નથી. આ સાંભળીને અમાત્યને પુત્ર બેઃ હે રાજપુત્ર ! એ વળી હરિ કોણ છે? રાજકુમાર બે સાંભળ, એ હરિની વાત આ પ્રમાણે છે કુલાગપુર નામનું એક નગર છે. જેના વંશમાં હવે કઈ કુલપુત્ર બાકી નથી અર્થાત્ જેને કઈ હવે પછી વારસ થનાર રહ્યો નથી એ દુઃખથી હેરાન હેરાન થઇ ગયેલ અને લાકડાં અને ઘાસના ભારા વેચીને આજીવિકા ચલાવતો એક હરિ નામનો માણસ એ નગરીમાં છે. બીજે કઈ સમયે ત્યાં દુકાળ પડ–વરસાદ ન વર, તેથી કરીને પાસેના પ્રદેશનું ઘાસ તથા લાકડાં ખૂટી ગયાં એથી એ હરિ ઘરેથી ભાતું લઈને દૂર દૂરના ભાગમાંથી ઘાસ તથા લાકડાં વગેરે લાવીને આજીવિકા કરવા લાગ્યા. એક દિવસે તે ઘાસને તથા લાકડાને ઢગલે કરતો હતો એવામાં તેણે જેનું માત્ર માથું જ દેખાયું એવી ધૂળ અને કચરાથી ઢંકાઈ ગયેલી એક યક્ષની પ્રતિમા જોઈ. પ્રતિમાને જોઈને તે ખુશ થશે. સંભવ છે કે આ મૂર્તિને પૂજવાથી મારું દળદર ફીટે એમ ધારીને તે એ પ્રતિમાને ફૂલ વગેરેવડે પૂજવા લાગ્યું. એમ કરતાં કરતાં એને ઘણા દિવસો ચાલ્યા ગયા પરંતુ એ યક્ષ થડે પણ પ્રસન્ન ન થયું. પછી એને થયું કે આ બધા લકે મૂરખ છે કારણ કે એ દેવેની મૂર્તિની પૂજા કરીને વા બીજી રીતે તેને રાજી કરીને પિતાના કલ્યાણની માગણી કરે છે. આ વિચારીને તે આ યક્ષની મૂર્તિ ઉપર અરુચિવાળે થયે, એને પરિણામે તે યક્ષની મૂર્તિ ઉપર પત્થરા વિગેરે ફેંકવા લાગે અને તેની પાસે ઝાડને રસ, "Aho Shrutgyanam

Loading...

Page Navigation
1 ... 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336