Book Title: Katha Ratna Kosa Part 1
Author(s): Bechardas Doshi
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 313
________________ ૨૭૭ રાજપુત્રે વિમળને આપેલ શિખામણ. : કારત્ન-કોષ : કાર્યો મંગળરૂપ થશે. આ સાંભળીને રાજપુત્ર વિચારવા લાગે. આ ચિત્રને ઉલંઘને જવું સારું નથી. જે મૂર્તિ પૂજનીય છે તેની પૂજાને લેપ કરવાથી એટલે તેને ટપીનેઉલ્લંઘીને જવાથી ઊલટું કુશળ કાર્યોમાં અનેક વિઘો આવવાને સંભવ છે. એમ વિચા રીને તેણે એ મૂર્તિને ટપવાની ના પાડી. પછી બીજા કુમારને એ ચિત્રને ટપીને આવવાનું કહ્યું પ્રધાનનું વચન સાંભળતાં વેંત જ તે એ ચિત્રને ટપીને ચાલ્યા આવ્યા. આ જોઈને પ્રધાન તે એકદમ ચમકી ગયું અને તેના મનમાં ભારે સંતાપ થયે છતાં મેઢા ઉપર એ કશું ન જવા દઈ તેણે રાજપુત્રને પૂછયું હે પુત્ર! તે આ મૂર્તિને ટપવાની ના કેમ પાડી ? રાજપુત્ર બેલ્યોઃ નમતી વખતે નમનારનાં માથાના વાળ જમીન ઉપર ફરફરે એ રીતે જે પ્રણામ કરવા યોગ્ય છે, પૂજવા ગ્ય છે, વંદન કરવા ચોગ્ય છે અને સ્તવન કરવા ગ્ય છે, એવી મૂર્તિ ભલે જમીન ઉપર આળેખેલી હોય છે અક્ષ વગેરેમાં કેતરેલી હોય છતાં તેને ટપી જ કેમ શકાય? તેને ટપવું એ અભક્તિનું સૂચક છે, માટે તેમ કરવું યુક્ત નથી. જેનાં ચરણની કૃપાથી આપણું ધારેલાં કાર્યોની પ્રાપ્તિ આપણે વાંછીએ છીએ તેનું મનથી પણ ઉલ્લંઘન કરવું અયુક્ત છે તે પછી વાણીથી કે શરીરથી તે તેને ઉલ્લંઘી જ કેમ શકાય ? પૂજા કરતાં જે પ્રસન્ન થાય તે અપમાન કરતાં ચક્કસ રેષે ભરાય, માટે પૂજનીયની પૂજાના ક્રમને લેપ કરે તે સર્વથા અગ્ય છે. પછી મંત્રીએ પિતાના પુત્રને એ ચિત્રને ટપી જવા માટે પૂછયું. હે પુત્ર! જે એમ છે તે તું એ દેવના ચિત્રને કેમ ટપી ગ? તે બે હે પિતાજી! જેમ તેમ રેખાઓ કરીને આલેખવામાં આવેલા એવા એ દેવના ચિત્રને ટપી જવામાં શું છેષ છે? એમ ધારીને એ દેવની આકૃતિને હું ટપી ગયે, એ મારી ખરી હકીકત છે. માત્ર રેખાથી આળેખાએલા ચિત્રને પણ ટપી જવામાં દોષ હોય તે અર્થાત્ ચીતરેલા પદાર્થમાં પણું મૂળ પદાર્થ જેટલી જ શક્તિ હોય તે જેવી તેવી રેખાઓ દ્વારા દર્શાવવામાં આવેલા સર્પના ચિત્રમાં પણ તેને અડતાં જ ડસવાની શક્તિ આવવી જોઈએ. એ જ રીતે ચિત્રમાં ચીતરેલાં તીણ તરવાર વગેરે શાને અડતાં જ આપણાં અંગે કપાવા જોઈએ, છેદાવાં જોઈએ એમ થતું નથી માટે ચીતરેલા પદાર્થો અને મૂળ પદાર્થો એ બેમાં સરખી શક્તિ હોતી નથી, માટે આ જેવી તેવી રેખાઓથી દેરેલા દેવના આકારને હું ટપી ગયે જેથી કોઈ પ્રકારે અકલ્યાણની શંકા લાવવી ઉચિત નથી. પછી મંત્રીએ રાજપુત્રના મેં સામું જોયું એટલે રાજપુત્રે પેલા વિમળને ઉદ્દેશીને આ પ્રમાણે કહ્યું, હે ભદ્ર! તું અનુચિત લે છે, સાંભળ. પૂનાં નામની આકૃતિ બરાબર સરખા આકારવાળી હોય કે સરખા આકારવાળી ન હોય તે પણ એ આકૃતિ જોઈને આપણા મનમાં એ પૂજની સ્મૃતિ જાગે છે, માટે પૂની ગમે તેવી પણ આકૃતિ પૂજવા ગ્ય છે. તેમની પૂજા ફળ આપે છે અને તેમના "Aho Shrutgyanam

Loading...

Page Navigation
1 ... 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336