Book Title: Katha Ratna Kosa Part 1
Author(s): Bechardas Doshi
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 316
________________ મા . . . . . . . . . - -- - 1 કથાનિં-કેષ : શુદ્ધ દાનનાં પ્રકારે. કેટલે ચતુર છે.” એમ વિચારતા મંત્રીએ એકાંતમાં બેઠેલા રાજાને બધી પેલા કુમારની ખરી હકીકત કહી સંભળાવી. રાજાએ મંત્રીના મનની ઉદાસીનતાનું કારણ ગોતી કાઢયું અને કહ્યું: હે ઉત્તમ પ્રધાન ! સંતાપને તજી દે અને તારા પુત્રને વિશેષ કેળવવા પ્રયત્ન કર. પછી પ્રધાન બોલ્યા હે દેવ ! જેની જે પ્રકૃતિ છે તેને સેંકડો વાર કેળવીએ તે પણ તેને ફેરવી શકાતી નથી. રાજા બલ્ય વાત ખરી છે, તો પણ કોઈ અતિશયવાળા પુરુષની સહાયતાથી અશુભ સ્વભાવ પણ શુભ સ્વભાવરૂપે ફરી શકે છે અને આ લેકમાં એનાં કેટલાક પ્રત્યક્ષ ઉદાહરણો પણ મળે છે. વિષ પ્રાણ હરી લેનારું છે છતાં કઈ અસાધારણ પુરુષના મંત્રજાપના પ્રભાવથી તે જ વિષ રસાયન બની જાય છે ન સહી શકાય એવી આગ પણ એવા જ કઈ અતિશયી પુરુષના પ્રભાવથી હિમાળા જેવી ઠંડી બની જાય છે, એ જ રીતે ભયાનક કણોને લીધે જેની સામે પણ જોઈ શકાતું નથી એવે સર્પ પણ દેરડી જે થઈ જાય છે. આવું આવું તો તને કેટલુંક કહીએ, માટે હવે વિકલ્પોને સર્વ પ્રકારે દૂર કરીને જે મુનિએ તને તારા છોકરાનું સ્વરૂપ જણાવેલું છે તેની જ કયાંય પણ ભાળ મેળવીને તેને જ તારા છોકરાની કેળવણી માટે વિનવ જેથી કરીને હજુ એ છેકરો ત્યાગ માર્ગ ઉપર ચડી જાય. ‘તમારું કહેવું ખરું છે, એમ કહીને તે મંત્રી રાજભવનમાંથી બહાર નીકળે. ખાસ ખાસ માણસને મોકલીને તે મુનિની બધે તપાસ કરાવી, છેવટે તે, કુસુમશેખર નામના બાગમાં મળી આવ્યું. પછી મટી ધામધૂમથી તે બને કુમારોને સાથે લઈને એ મંત્રી તે સાધુ પાસે ગયે અને વિશેષ આદર સાથે તેનાં ચરણે પડીને નમીને તે પ્રધાન ત્યાં બેઠે અને માથા ઉપર હાથ જોડીને તેને આ પ્રમાણે વિનવવા લાગે. હે ભગવંત ! દુર્નયના–કદાગ્રહના-સમુદ્રમાં પડેલા એવા અમારી જેવાઓને તારવા માટે તમારા ઉપદેશરૂપ વહાણ આપવાની કૃપા કરે. વળી વધારે તો એ કહેવાનું છે કે આ અમારા બન્ને કુમારે હજુ બાળ પ્રકૃતિના છે અને એમની શુદ્ધિ, બુદ્ધિ, ઐશ્વર્ય વગેરેના મહામદને લીધે ઢંકાઈ ગયેલી છે. પછી કરુણાના પૂરને લીધે જેમનાં નયનકમળ ઢીલાં પડી ગયાં છે એવા એ મુનિરાજે સાધારણ ધર્મને ઉપદેશ દેવા માંડશે. પ્રથમ ગુરુએ તરફ ભારે વિનય રાખવો જોઈએ અને તેમને નિરંતર નમન કરવું જોઈએ, દેવેની પૂજામાં અભિરુચિ રાખવી અને શાસ્ત્રના પરમાર્થોને સાંભળવા પ્રયત્ન કરે જોઈએ તથા તે પ્રમાણે યથાશકિત વર્તવું જોઈએ. માનનીયેનું માન સાચવવું જોઈએ અને તેમની સાથે ઉચિત રીતે વ્યવહાર કરવું જોઈએ. બીજાની નિંદાનો ત્યાગ કરે, અસતના કદાગ્રહને-કુહને છોડી દેવા માટે પ્રબળ પ્રયત્ન કરે. વાતચિત બધી મીઠી રીતે નેહપૂર્વક કરવાની ટેવ પાડવી, અયુત કામ કરવામાં ખૂબ શરમાવું જોઈએ. નીતિને ભંગ કરતાં બીવું જોઈએ. જે કાર્યો લેક વિરુદ્ધ છે તે બધાને તજી "Aho Shrutgyanam

Loading...

Page Navigation
1 ... 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336