________________
૨૫૯
સંગમકની સમુદ્ર-સફર.
: થાન-કેષ :
અને એ રીતે પિતાને સમય વિતાવે છે. એક વખત જ્યારે, તેણે લાંબા કાળે મેળવેલું ધન ખૂટી ગયું ત્યારે એ સંગમક વિચાર કરવા લાગેઃ “ધન એ તે મનુષ્યનું જીવન છે, ધન વગરને માણસ જીવતે હોય છતાં તેને મરેલા જે સમજીને બધા તેનું બધે સ્થળે અપમાન કરે છે, પિતાને સગો બાપ પણ નિધન માણસને ગણતે નથી, પિતાની સગી આ પણ નિર્ધન માણસની દરકાર કરતી નથી, સુધી-સમજદાર–લેક નિર્ધનને લેખામાં ગણતા નથી અને સગે દિકરો પણ નિર્ધન માનવને આદર કરતું નથી. અર્થાત સંસારમાં બધે ઠેકાણે નિર્ધન જનની માઠી દશા થાય છે.” આમ વિચારતાં તે સંગમકને એમ થયું કે-લાવને ત્યારે ધન ખૂટી જવા આવ્યું છે ત્યારે મારે બાપદાદાના વારાથી ચાલ્યો આવતે એ વહાણવટાને વ્યવસાય શરુ કરું અર્થાત્ દરિયામાં વહાણ દ્વારા પ્રવાસ કરી દેશદેશાંતરમાં પહોંચી વ્યાપાર ખેડું અને ધનને કમાઈ લાવું. આમ વિચારીને તે સંગમક નામના દરિયાઈ વેપારીએ વહાણને તૈયાર કરાવ્યું. તેમાં વિવિધ પ્રકારનાં કરિયાણ ભય. વહાણને હંકારનારા ખલાસી બે તૈયાર થયા. સંગમક પિતે નાહી કરી, પવિત્ર થઈ, દેવગુરુના ચરણકમળને પૂજી અને સમુદ્ર-પ્રવાસને લગતું બધું કામકાજ બરાબર પતાવી દઈ સારું મુહૂર્ત આવતાં વહાણ ઉપર ચડે.
ઊભા કરેલા ઊંચા ઉપભે ઉપર પહોળા પહેળા સઢ પવનથી ભૂલી ગયા છે, વાયુના વેગને લીધે આગળ ને આગળ ધકેલાઈ રહ્યું છે એવું એ વહાણ જાણે કે હસતું ન હોય એવા પહેલી પાંખવાળા પક્ષી જેવું લાગે છે. મોટા મોટા આવક-હલેસાંના વહેવાને લીધે વેગ ઉત્પન્ન થતાં મેટા મેટા તરંગે ઉછળી રહ્યા છે એવું એ વહાણ સામે કાંઠે જવાની હોંશને લીધે વેગથી કમણ-ગતિ કરવા લાગ્યું છે-કેમ જાણે ઊડતું ન હોય. વહાણમાં મંગળ વાજા વાગી રહ્યાં છે તેનાથી ફેલાતા પડછંદાને લીધે ચારેકેર વધારે ને વધારે ગાજી રહ્યું છે અને ગતિ કરવાની ઝડપને લીધે સશક થયેલી જલદેવતાના મનમાં ડર પેસી ગયા છે. આ પ્રકારનું તે વહાણ, અનુકૂળ પ્રચંડ પવનને સપાટે લાગતાં મોટા મોટા શકે ખૂબ ખૂબ પહોળા થતાં અને પવનના વેગથી વહાણની ગતિ વેગવાળી થતાં દરિયાને કાંઠે આવી પહોંચ્યું. વહાણે કાંઠે આવતાં લંગરે નંખાયાં, સઢ સંકેલાઈ ગયા, હાડીના બધા માણસે કાંઠે ઊતય, વહાણમાંથી કરિયાણું ઉતારીને બજારમાં પહોંચાડ્યાં. કરીયાણુના ગ્રાહકે આવી પહોંચ્યા, લેવડદેવડ થઈ, બધા કરીયાણાં વેચાઈ ગયા અને તેને બદલે બીજાં કરીયાણું ખરીદાયાં. આ વેપારમાં તે સંગમકને સારી કમાણી થઈ. જ્યારે “લે-વેચ”નું બધું કામ પૂરું થઈ ગયું ત્યારે સંગમકે પિતાનું વહાણ તૈયાર કરી પિતાના દેશ તરફ હાંકી મૂકયું. હવે જ્યારે તે બરાબર મધ્યદરિયે આવે ત્યારે તેનાં નશીબ અવળાં થયાં, મેટા પર્વતના શિખર જેવું એક મોટું સલિલપટલ-હિમને પહાડ-દરિયામાં ગતિ કરતા સંગમકના વહાણની સામે આવ્યું. આ વખતે કૂપસ્થભના
"Aho Shrutgyanam