________________
: યારત્ન-કોષ :
પિશાચે અચલને આપેલ વરદાન.
ગમતા નથી. એ સાંભળી અચલ બેઃ તું ખેદ ન પામ, હું તારી ઈચ્છા પાર પાડું છું, પરંતુ હું પણ મારી રુચિને પૂરી કરે છે એમ કહેતાં તેણે છરીને ખેંચીને પિતાના શરીરમાંથી માંસ લે કાપી તેને આપે “અહિ! આવું તે કઈ દિવસ ખાવા જ નથી મળ્યું.” એમ કહેતે તે પેલા માંસના લોચાને ખાવા લાગે.
એ રીતે અચલ જેમ જેમ પોતાના શરીરમાંથી કાપી કાપીને માંસના ટુકડા આપતો ગયો તેમ તેમ ચમત્કારિક દવાથી જેમ ભૂખ ઉઘડે તેમ તેની ભૂખ ઉઘડતી ગઈ અને વધવા લાગી. એમ કરતાં કરતાં અચલનું આખું શરીર ખાલી થઈ ગયું એટલે હવે તેણે પિતાના જીવનની દરકાર કર્યા વિના છેવટે પિતાનું માથું કાપી આપવાને વિચાર કર્યો અને એને કાપવા પણ લાગ્યો. એટલામાં એના (અચલના) બળથી સંતોષ પામેલા પેલા પિશાચે તેને જમણે હાથ પકડ્યો અને તે ( પિશાચ, બે હે મહાયશસ્વી ! હવે આવું સાહસ કરવાની જરૂર નથી. તું વરદાન માગી લે. એ સાંભળીને અચલે ઉત્તર આપેઃ હે દેવ ! મારા ઉપર કૃપા કરો અને આ મારું માથું તમે જરૂર સ્વીકારો, તમારા જેવા અતિથિ મને ફરી ફરીને કયાંથી મળશે? આ શરીર વિનાશ તે પામવાનું જ છે એટલે મારી સમજ પ્રમાણે એને પરના કાર્યમાં ઉપગ એ જ સાર છે એમ હું માનું છું; માટે તમે આ કામમાં મને વિશ્વ ન કરો. અચલે પેલા પિશાચને એ રીતે ઘણું ઘણું જણાવ્યું છતાં ય પિશાચ બે કે હે ભદ્ર! તારા જે ઉત્તમ પુરુષ આ પૃથ્વી ઉપરથી અકાળે નાશ ન પામે માટે તું જીવતો રહે અને વર માગી લે. જ્યારે પેલા પિશાચે ફરી ફરીને વર માગવા માટે આગ્રહ ચાલુ રાખે ત્યારે અચલ બોલે હે દેવ! મારે શું કામ છે એ બધુંય તું જાણે છે એટલે તને કશું કહેવાનું રહે ખરું? પછી પિશાચ બોલ્યઃ ખરી વાત છે, તારું ધારેલું સવારના પહોરમાં થઈ જશે એટલે તું ચાર વિશે બધી હકીકત જાણીને રાજાને પ્રણામ કરીને જણાવી શકીશ, માટે હમણાં તું લેશમાત્ર ઉચાટ કર્યા વિના તારે પોતાને ઘરે જા અને બધી ચિંતાનો ભાર ઉતારીને નિરાંતે ઉંઘ. હું (પિશાચ) પણ મારે સ્થાનકે જઈને મારું બાકીનું કામકાજ પતાવી દઉં. અચલે કહ્યું, “ભલે. અને પેલે પિશાચ અલોપ થઈ ગયે.
હવે આ પ્રમાણે વાતચિત થયા પછી અચલ પણ પિતાના ઘર ભણી રવાના થયે, એટલે પિતાના શરીરનું અસાધારણ લાવણ્ય અને વર્ણ જોયાં અને તેથી તે ખેદ પામીને વિચારવા લાગ્યું. હા! હા ! પેલા પિશાચે આ મારું શરીર આવું સુંદર અને આખું કરેલું લાગે છે. આ શરીર તે મહાનુભાવના ખપમાં ન આવ્યું, અરેરે હું કે પુણ્યહીન છું. હું આ રીતે પરોપકાર કરી ન શકયે, એમ સંતાપ કરતો કરતો તે પિતાને ઘેર પહોંચે અને સુખશયામાં પિઢી ગયે. “હવે તો મારું કામ બરાબર સિદ્ધ થઈ ગયું
"Aho Shrutgyanam