________________
..
.
.
૨૧૩
રાજાએ કરેલ મૃત્યુને નિર્ણય.
: કારત્ન-કેષ :
બાદ ધર્માધિકારી લોકોના દેખતાં એણે આદરપૂર્વક પિતાને હાથે એ ધગધગતા લેવાના ફળાને ઉપાડયું, પરંતુ તે માત્ર પણ દાઝ નહીં અને ઊલટું એ ફળું તેને બરફના ટુકડા જેવું કંડું લાગ્યું. મણિ અને મંત્રને પ્રભાવ અદૂભૂત હોય છે એટલે અગ્નિસ્ત. ભની વિદ્યાના પ્રભાવને લીધે એ શ્રીગુપ્ત પણ જરાય દાઝ નહીં. ન્યાયાધીશે તેની પાસે આવીને તેની બન્ને હથેળીઓ તપાસી તે જણાયું કે તે એવી ને એવી જ દેખી છે, તેના ઉપર કયાંય પણ એક ફલ્લો સરખે પણ ઉપડે નથી અથત પિલા ધગધગતા ફળાની અસર તે હથેળીઓ ઉપર લેશમાત્ર પણ થઈ નથી. આ જોઈ ચારે બાજુના પ્રેક્ષકોએ તાળીઓ પાડી અને “આ શુદ્ધ છે–આ શુદ્ધ છે' એવી ઘોષણ ત્યાં જવા માટે નિમાયેલા પરીક્ષક બ્રાહ્મણોએ કરી. ન્યાયાધીશોએ શ્રીગુસના ગાળામાં સુગંધી ધેળાં ફૂલેની માળા પહેરાવી અને આ બધી હકીકત તેઓએ રાજાને પણ નિવેદિત કરી. તે સાંભળીને રાજા તે ચેંકી ઊઠ અને “એના બદલામાં પિતે માથું આપશે એવી જે એણે (રાજાએ) વગરવિચાર્યું પ્રતિજ્ઞા કરી હતી તે બાબત વિચારવા લાગે.
ચિર ઉપર દિત્યને પ્રવેગ થયા છતાં જે તે સર્વથા શુદ્ધ છે.' એવું સાબિત થાય તે તેને રાજા છોડી મૂકે અને તેને બદલે જેણે માથું આપવાનું માથે લીધું હોય એવા માણસને રાજા ચેરની પેઠે જ જાહેરમાં દંડ અર્થાત એ માણસ ઉપર જ રાજા જાહેરમાં દિવ્ય પ્રગ કર.
મેં પિતે બધા લેકેની દેખતા બદલામાં મારું માથું આપવાને પક્ષ સ્વીકારે છે, હવે જે હું મારી જાતને મારી જાતે જ ચેરની પેઠે દંડ નથી આપતો તે “રાજાઓ સત્યવાદી હેય છે” એવો જે પ્રવાદ ચાલ્યા આવે છે તે ધૂળમાં મળશે. એવા પ્રવાદને આજથી જલાંજલિ મળશે અર્થાત્ એ વાત ખેટી પડશે. આખો સંસાર ફરવા લાગશે અને અપકીર્તિ પણું ફેલાશે. એમ થયું તે પછી ન્યાય જ ક્યાં રહેશે? ન્યાયની વાત જ તજી દેવી. માનવસમૂહને ભલે કલિકાળનું પાપ ખાઈ જાય અને ઉત્તમ, મધ્યમ તથા કનિષ્ઠ એવા ત્રણ માર્ગોને વિભાગ પણ મટી જાય. અર્થાત્ બધું સારું અને –એક સરખું થઈ જાય. વળી, નીતિ વગરના માનવને જીવીને પણ શું કરવું? અર્થાત્ જે પછી પણ મરવાનું ચકકસ છે તે હમણાં જ મરી જવું ઉત્તમ છે.
આ રીતે વિચાર કરતાં રાજાએ પિતે પણ મરવાને જ નિશ્ચય કર્યો. દેવ અને ગુરુજનને સવિશેષપણે યાદ ક્ય, પોતાના પ્રધાનને લાવ્યા અને તેમને રાજાએ પોતે કરેલે મરવાનો નિશ્ચય જણાવ્યું. પ્રધાનો શોકાતુર બન્યા અને કહેવા લાગ્યા - હે દેવ ! તમારે આ માર્ગ ચગ્ય નથી અથત તમારે માથે આખા ભૂમંડળનો ભાર છે અને તમે એ ભારને ધીરપણે વહી રહ્યા છે એટલે તમારે મરવાને વિચાર કરવો ઉચિત નથી. વળી,
"Aho Shrutgyanam