________________
થારન-કેષ :
ગંગાધર પિશાચને વાર્તાલાપ.
કરી શકાય? પુરુષાર્થ તે ત્યાં પહોંચી શકતું નથી. યંત્રો અને તંત્રો પણ ત્યાં નકામા છે. એમ કરીને રાજા ભારે શોક કરવા લાગ્યા ત્યારે મંત્રીઓ બેલ્યાઃ હે દેવ ! સાંભળે. અહીં આ પ્રસંગે સંતાપ કરે નકામે છે. જે કરવા ચોગ્ય હોય તે જ કરવું જોઈએ. રાજા બે હે પરમમિત્ર! તું કહે કે કઈ પ્રકારની વિધિ કરવાથી તેને સુગતિને લાભ થાય. ગમે તે દુષ્કર ઉપાય બતાવીશ તે પણ હું કરીશ, માટે અઘરે હાય તેપણુ ઉપાય બતાવ. પિશાચ બે હે મહારાજ! હવે વિધિ ઉપાય કરવાને વખત વીતી ગયો છે તેથી મારે મારાં કર્મોનાં ફળ ભેગવી લેવાં જોઈએ એટલે મારે મારું કર્યું જોગવ્યે જ છૂટકે છેઃ
હે રાજા! દેને, નારકેને તેમણે ઘણુ લાંબા સમય પહેલાં જે કર્મો કરેલાં હોય છે તેને ઉપભોગ કરવાનું હોય છે, અને પછી જ્યારે એ દે ને નારકે કર્મભૂમિમાં અવતાર
છે ત્યારે સારાં કમેનું ઉપાર્જન કરી શકે છે. જે લેકે એમ કહે છે કે પિંડપ્રદાન, શ્રાદ્ધ અને હોમહવન વગેરેથી મરેલા પ્રાણીને સુગતિએ પહોંચાડી શકાય છે, તેમનું કથન મૂઢતાભરેલું છે, કારણ કે જે પ્રા મૃત્યુ પામે છે તે ક્યાં ગમે છે અને કેટલે દૂર જઈને અવતાર લીધે છે તેની જ આપણને ખબર નથી હોતી. પછી તે મૃત્યુ પામેલાને શ્રાદ્ધ વગેરેથી સુગતિ શી રીતે આપી શકાય? વળી, મૃત્યુ પામેલા પ્રાણી એ રીતે શ્રાદ્ધ વગેરે દ્વારા સુગતિ પામી શક્તિ હોય તો પછી એ રીતે તો કઈ પણ પ્રાણીની અસદ્ગતિ ન જ થવી જોઈએ. અને વળી શ્રાદ્ધ વગેરે જેવા સરલ ઉપાથી સદગતિ મળી જ જતી હોય તે પછી તપશ્ચર્યા કે સંન્યાસ વગેરે જેવી દુષ્કર ક્રિયાઓ શા માટે કરવી પડે? માટે ખરી વાત તે એમ છે કે જેમ રેગી તે જાતે જ વિરેચન લે, ઔષધ ખાય અને આરોગ્ય માટે બંધન વગેરેના ઉપાય કરે તો જ તે રાગી પિતે જતે આરોગ્ય મેળવી શકે છે, અને જાતે કરાએલી એ વિરેચન વગેરે ક્રિયાઓ ચોક્કસ રીતે રોગને નાશ કરે છે, પરંતુ જેને રોગ હોય તે પિતે વિરેચન ન લે, ઔષધ ન ખાય અને એને બદલે બીજે માણસ વિરેચન લે અને ઔષધ ખાય તે પેલા રોગીને કશે ફાયદો થતો નથી તેમ મરેલા પ્રાણીને બદલે બીજે માણસ શ્રાદ્ધ વગેરે ક્રિયાઓ કરે તે તે મરેલા પ્રાણીને સદ્ગતિ મળવાને સંભવ જ નથી જ, માટે હે રાજા! જાતે જ આચરેલાં તપ, જપ, જ્ઞાન, ધ્યાન વગેરે ઉપાદ્વારા અને સદાચરણ દ્વારા અશુભ કર્મ નાશ થઈ શકે છે અને તેથી નિર્મળ ગતિનો લાભ પણ મળી શકે છે.
પેલા ભૂતે એમ કહ્યા પછી રાજાએ એ વાતને સ્વીકારી નેહપૂર્વક આ રીતે વાતચિત કરીને પિલે પિશાચ જ્યાંથી આવ્યું હતું ત્યાં પાછો ચાલ્યો ગયો, અને રાજપુત્ર મહીચંદ્ર પિતાની સ્વાભાવિક દશાને પામે–એટલે તેને વળગાડ ચાલે ગયે. આ રીતે
"Aho Shrutgyanam