________________
૮૪ સ્થિરીકરણના અતિચાર વિષે ભવદેવનું કથાનક
( દૃષ્ટાંત ૭ મુ)
પ્રાણીને એક વાર સમ્યકત્વની પ્રાપ્તિ થઇ હાય તાપણુ કર્મના દોષને લીધે તે શુભ ભાવથી વિમુખ થઈ જાય છે. એવા કર્મના દોષથી વિમુખ થનારાને સમ્યક્ત્વમાં સ્થિર રાખવા તેના આદર, તેમના ગુણાની ખ્યાતિ તથા તેમનાં સારાં સારાં કામેાની વિશેષ પ્રશંસા કરવી જોઈ એ, એથી લેાકમાં પ્રતિષ્ઠા પામતા તેએ વળી સમ્યકત્વમાં સ્થિર થઇ જાય છે, માટે એ સ્થિરીકરણનુ સ્વરૂપ અહિં કહેવાનુ છે. સમ્યકત્વ પામ્યા પછી પણ રાગ અને દ્વેષના ઝપાટામાં આવી ગયેલા લાકા વૈરાગ્યના માર્ગને તજી દઈને ફરીવાર મૂળ સ્થાન ઉપર-સમ્યકત્વ પામ્યા પહેલાં હતા તે સ્થાન ઉપર-આવી જાય છે, અને એ રીતે તે મહાકષ્ટને પામે છે. ઊંચા ગુણસ્થાનક ઉપર .જેઓ પહોંચી ગયા હાય છતાં અજ્ઞાનના ઝપાટામાં આવતા અને નકામે આડંબર કરતા તેએ, જેમ ઊંચે ચડાવેલ ધજાગરા પવનથી નકામા ફડફડાટને આડંબર દેખાડતાં છતાં ય હલી જાય છે— પડી જાય છે તેમ નીચે પડી જાય છે એટલે સમ્યકત્વથી વિમુખ થઈ ધર્મમાર્ગથી ભ્રષ્ટ થાય છે. તેથી જ્ઞાન, દર્શન અને ચારિત્રમાં ગળીયા થયેલા-ભારે કટાળા પામતા એવા માનવેાને, તેમના ઉપર કરુણાભર્યાં મનથી જે કઇ જ્ઞાનાદિક ગુણામાં સ્થિરતા પમાડે છે, જેમ સ્વચ્છ મણિને સાફ કરનારી તેને અતિસુ દર અનાવી દે છે તેમ પાતે મેળવેલા ઉત્તમ સમ્યકત્વને ઉત્તમેાત્તમ કરે છે, તેથી જેએ સદ્ધર્મથી કંટાળી ગયા હોય તેવા માનવાને સદ્ધર્મમાં પાછા દૃઢરીતે સ્થિર કરવા તેનું નામ સ્થિરીકરણુ, આ સ્થિરીકરણ તે, ધર્મનું એક ઉત્તમ અંગ છે. વળી જે માનવ સામર્થ્ય વાળા હોય છતાં પેાતાના સ્વાર્થીપણાને લીધે બીજા એવા ધર્મથી વિચલિત થયેલાને ધમાં સ્થિર ન કરે તેને રાગ અને દ્વેષથી બ્યામૂઢ સમજવા. એવે એ સ્વાથી માનવ, ધર્મથી વિમુખ થયેલા બીજા માનવીની જે ઉપેક્ષા કરે છે તેથી તેના ચિત્તની વૃત્તિ કલુષિત બને છે, અને પરિણામે એ સ્વાથી, ભવદેવની પેઠે પેાતાના બધા લાભ ગુમાવી બેસે છે, અને સંસારમાં ભમ્યા કરે છે. આ ભવદેવની કથા નીચે પ્રમાણે છેઃ
અનેક ખીજા” નગરશ કરતાં વધારે અભ્યુદયના ગુણને--આંકને પામેલુ, ચેાભાયમાન અને સુંદર જનાના નિવાસને લીધે અતિશય શાભાવાળું, જેમાં અનેક વિબુધ-પંડિત-લાકે વસે છે એવું તથા જાણે કે જેમાં અનેક વિષુધલાકા-દેવા વસે છે એવું સૌધર્મ દેવાનુ નગર જેવું રમ્મપુર નામે નગર છે. એ નગરમાં નિરંતર અનેક નાચનારા, અનેક નાટ કીયાઓનાં અને અનેક દોરડા ઉપર રમનારાનાં તમાસાએ થયા કરતા હોવાથી તે વિશેષ
"Aho Shrutgyanam"