Book Title: Karma Nu Vigyan Author(s): Dada Bhagwan Publisher: Dada Bhagwan Foundation View full book textPage 8
________________ કર્મનું વિજ્ઞાન કર્મનું વિજ્ઞાન તમારું છે. આ દેહે ય તમે જ ઘડ્યો છે. તમને જે જે ભેગું થાય છે, તે બધું તમારું જ ઘડેલું છે. આમાં બીજા કોઈનો હાથ જ નથી. હૉલ એન્ડ સોલ રીસ્પોન્સીબીલિટી તમારી જ છે આ બધી, અનંત અવતારથી. આપણું જ “પ્રોજેક્શન' ! પ્રશ્નકર્તા : ચંદુભાઈ. દાદાશ્રી : ખરેખર ચંદુભાઈ છો ? પ્રશ્નકર્તા : એ કેમ કહી શકાય ? બધાને જે લાગે એ જ સાચું. દાદાશ્રી : તો પછી ખરેખર તો ચંદુભાઈ છો, નહીં ? તમને ખાત્રી નથી ? “માય નેમ ઈઝ ચંદુભાઈ બોલો છો તમે તો ? પ્રશ્નકર્તા: મને તો ખાત્રી જ છે. દાદાશ્રી : માય નેમ ઈઝ ચંદુભાઈ, નોટ આઈ. તો તમે ખરેખર ચંદુભાઈ છો કે બીજું છો ? પ્રશ્નકર્તા : એ બરાબર, કંઈક અલગ જ છીએ. એ તો હકીકત વાવમાં જઈને પ્રોજેક્ટ કરે, એનાં ઉપરથી લોક એમ કહેશે કે બસ, પ્રોજેક્ટ કરવાની જ જરૂર છે. આપણે પૂછીએ કે શાથી આવું કહો છો ? ત્યારે કહેશે કે વાવમાં જઈને હું પહેલાં બોલ્યો હતો કે ‘તું ચોર છે.’ તો વાવે મને એમ કીધું કે “તું ચોર છે.” પછી મેં પ્રોજેક્ટ ફેરવ્યો કે ‘તું રાજા છું.’ તો એણે પણ “રાજા” કહ્યું. ત્યારે અલ્યા, એ પ્રોજેક્ટ તારા હાથમાં જ ક્યાં છે તે ? પ્રોજેક્ટ ફેરવો એ વાત તો સાચી છે, પણ તે પાછું હાથમાં નથી. હા, સ્વતંત્ર છે ય ખરો અને નથી ય ખરો. ‘નથી વધારે અને “છે” ઓછું. એવું આ પરસત્તાવાળું જગત છે. સાચું જ્ઞાન જાણ્યા પછી સ્વતંત્ર છે, નહીં તો ત્યાં સુધી સ્વતંત્ર નથી ! પણ હવે પ્રોજેક્ટ બંધ કેમ થાય ? પોતાનું સ્વરૂપ જ્યાં સુધી જડે નહીં આમાંથી, આ બધા ભાગમાં, “હું આ છું કે તે છું ?” ત્યાં સુધી ભટકવાનું છે. આ દેહ તે હું હોય. આ આંખો ય હું ન્હોય. અંદર બીજા બધાં બહુ સ્પરસ્પાર્ટસ્ છે, એ બધામાં ‘હું ચંદુભાઈ છું’ એવું હજુ ભાન છે. આ સરવૈયું નથી કાઢી શકતા, એટલે એ શું જાણે છે? આ ત્યાગ કરું છું, તે જ હું છું. એટલે તો ક્યાંય ઠેકાણે ના રહ્યો એમને. એ જાણે છે કે આ તપ કરે છે, તે જ “હું છું. આ સામાયિક કરે છે, તે જ “. આ વ્યાખ્યાન કરે છે, તે જ ‘હું છું. હું કરું છું.” એવું ભાન છે ત્યાં સુધી નવો પ્રોજેક્ટ કર્યા કરે છે. જુના પ્રોજેક્ટ પ્રમાણે ભોગવ્યા કરે છે. કર્મનો સિદ્ધાંત સમજતા હોય ને, તો મોક્ષનો સિદ્ધાંત જાણી જાય. રોંગ બિલીફથી કર્મ બંધત ! તમારું નામ શું છે ? દાદાશ્રી : ના. આ ચંદુભાઈ તો ઓળખવાનું સાધન છે, કે ભઈ, આ દેહવાળા, આ ભઈ, તે ચંદુભાઈ છે. તમે ય એવું જાણો કે આ દેહનું નામ ચંદુભાઈ છે. પણ ‘તમે કોણ છો ?” એ જાણવાનું નહીં ? પ્રશ્નકર્તા : એ જાણવું જોઈએ. જાણવાનો પ્રયત્ન કરવો જોઈએ. દાદાશ્રી : એટલે શેનાં જેવું થયું કે તમે ચંદુભાઈ નથી છતાં તમે આરોપ કરો છો, ચંદુભાઈના નામથી બધો લાભ ઉઠાવી લો છો. આ બઈનો ધણી થઉં, આનો મામો થઉં, આનો કાકો થઉં. તે લાભ ઉઠાવો છો ને તેનાં નિરંતર કર્મ બંધાયા જ કરે છે. તમે આરોપિત ભાવમાં છો, ત્યાં સુધી કર્મ બંધાયા કરે. જ્યારે ‘હું કોણ છું ?” એ નક્કી થયા પછી તમને કર્મ બંધાય નહીં. એટલે અત્યારે ય કર્મ બંધાઈ રહ્યા છે ને રાતે ઊંઘમાં ય કર્મ બંધાય છે. કારણ કે હું ચંદુભાઈ છું એવું માનીને ઊંધે છે. “હું ચંદુભાઈ છું.” એ તમારી રોંગ બિલીફ છે, એનાંથી કર્મ બંધાય છે. ભગવાને મોટામાં મોટું કર્મ કર્યું કહ્યું ? રાત્રે ‘હું ચંદુભાઈ છું'Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46