Book Title: Karma Nu Vigyan
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 35
________________ કર્મનું વિજ્ઞાન ૫૭ કર્મનું વિજ્ઞાન પ્રશ્નકર્તા : શુભ અને અશુભ જે કર્મો છે, એનું જે પરિણામ છે એ હવે બીજી જે પણ કોઈ યોનિમાં જાય, ત્યાં એને ભોગવવું પડે ને ? દાદાશ્રી : ત્યાં ભોગવવું જ પડે. એટલે અહીંથી મૃત્યુ થાય એટલે મૂળ શુદ્ધાત્મા જાય છે. જોડે શુભાશુભ જે આખી જિંદગીમાં કર્મો કર્યા તે યોજનારૂપે, એટલે કારણ શરીર કહેવાય છે એને, કૉઝલ બોડી, પછી સૂક્ષ્મ બોડી એટલે ઈલેક્ટ્રિકલ બોડી. આ બધું સાથે જવાનું. બીજું કશું જતું નથી. પ્રશ્નકર્તા: મનુષ્ય જન્મ જે મળે છે, તે ફરી ફરી મળે છે કે પછી પાછો અમુક વખત મનુષ્યમાં આવીને પાછું બીજી યોનિમાં એને જવું પડે ? દાદાશ્રી : બધી યોનિઓમાં અહીંથી જવાનું. અત્યારે લગભગ સીત્તેર ટકા માણસો ચાર પગમાં જવાના છે. અહીંથી સીત્તેર ટકા !! અને વસ્તી ઝપાટાબંધ ખલાસ થઈ જશે. એટલે માણસમાંથી જાનવરે ય થાય, દેવ થાય, નર્કગતિ થાય અને ફરી મનુષ્ય ય થાય. જેવાં જેવાં કર્મ કર્યા હોય તેવાં તેવાં થાય. લોકો પાશવતાને લાયક એવાં કર્મો કરે છે ખરા અત્યારે ? પ્રશ્નકર્તા : ઘણાં લોકો પાશવતાના જ કર્મો અત્યારે તો કરી રહ્યાં દાદાશ્રી : મનુષ્યમાંથી પછી તો દેવમાં ય, મોટામાં મોટો દેવ થઈને ઊભો રહે, આ દુનિયામાં ટોપમોસ્ટ. અને નીચ યોનિ એટલે કેવી નીચ યોનિ તે ? ધૃણાજનક યોનિમાં જાય. એનું નામ સાંભળતા જ ધૃણા થાય. મનુષ્યભવમાં જ કર્મ બાંધી શકે છે માણસ. બાકી બીજા કોઈ અવતારમાં કર્મ બાંધતો નથી. બીજા બધા અવતારોમાં કર્મ ભોગવે છે. અને આ મનુષ્યમાં કર્મ બાંધે છે ય ખરો ને ભોગવે છે ય ખરો, બેઉ થાય છે. પાછલાં કર્મો ભોગવતા જાય છે ને નવા બાંધે છે. એટલે અહીંથી ચારગતિમાં ભટકવાનું, અહીંથી જવાનું થાય છે અને આ ગાયોભેંસો, આ બધા જાનવરો દેખાય છે, આ દેવલોકો, એમને કર્મ ભોગવવાના ખાલી, એને કર્મ કરવાના અધિકાર નથી. પ્રશ્નકર્તા : પણ લગભગ તો મનુષ્યના કર્મ સારા થતાં જ નથી ને ? દાદાશ્રી : આ તો કળિયુગ છે ને દુષમકાળ છે, એટલે ઘણાંખરાં કર્મ ખરાબ જ થાય. પ્રશ્નકર્તા : એટલે કે અહીંયા બીજા નવા કર્મો બંધાવાના જ ને ? દાદાશ્રી : રાત-દા'ડો બંધાયા જ કરે. જૂના ભોગવતો જાય ને નવા બાંધતો જાય. પ્રશ્નકર્તા : તો આનાથી હવે બીજો કોઈ સારો ભવ ખરો ? દાદાશ્રી : કોઈ જગ્યાએ નહીં. આટલો જ સારો છે. બીજા તો બે જાતના ભવો. અહીં જો દેવું થઈ ગયું હોય, એટલે ખરાબ કર્મો બંધાયા હોય, એનું નામ દેવું. તે પછી આ જાનવરોમાં જવું પડે, ડેબિટ ભોગવવા માટે અને નર્કગતિમાં જવાનું તો, ડેબિટ વધારે થઈ ગયું હોય તો તે ત્યાં આગળ દેવું ભોગવીને પાછું આવવાનું, ડેબિટ ભોગવીને. અહીં સારા કર્મ થયા હોય તો મોટા ઊંચી જાતના મનુષ્યો થાય, ત્યાં આખી જિંદગી સુખ હોય. એ ભોગવીને પાછો હતો તેવો ને તેવો અને દાદાશ્રી : તો ત્યાંની ટિકીટ આવી ગઈ, રીઝર્વેશન થઈ ગયા. એટલે ભેળસેળ કરતો હોય, અણહક્કનું ખાઈ જતો હોય, ભોગવી લેતો હોય, આ જૂઠું બોલતો હોય, ચોરીઓ કરતો હોય, એ બધાની હવે નિંદા કરવાનો અર્થ જ શું છે ? એ એમની ટિકીટો મળી ગઈ છે એમને ! ચાગતિમાં ભટકણ ! પ્રશ્નકર્તા : આ મનુષ્ય નીચ યોનિમાં જાય ખરો ?

Loading...

Page Navigation
1 ... 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46