________________
કર્મનું વિજ્ઞાન
૭૪
કર્મનું વિજ્ઞાન
દાદાશ્રી : યાદ જ ન આવે. યાદ જ ઉડાડી મેલે, ભાન જ ઊડી જાય બધું.
દેવ-દેવીની બાધાતું બંધત ? પ્રશ્નકર્તા : કોઈ પણ દેવ-દેવીની બાધા રાખવાથી કર્મબંધન થાય ખરું ?
દાદાશ્રી : બાધા રાખવાથી કર્મબંધન અવશ્ય થાય. બાધા એટલે શું કે એમની પાસેથી આપણે મહેરબાની માંગી. એટલે એ મહેરબાની કરે ય ખરાં, એટલે તમે એમને બદલો આપો. અને તેથી જ કર્મ બંધાય.
પ્રશ્નકર્તા : સંત પુરુષના સહવાસથી કર્મબંધન છૂટે ખરાં ?
દાદાશ્રી : કર્મબંધન ઓછાં થઈ જાય અને પુણ્યના કર્મ બંધાય પણ એ એને નુકસાન ન કરે. પેલા પાપના ના બંધાય.
જાગૃતિ કર્મબંધનતી સામે.... પ્રશ્નકર્તા : કર્મ ના બંધાય, એના માટે રસ્તો શું ?
દાદાશ્રી : આ કહ્યું ને, તરત જ ભગવાનને કહી દેવું , અરેરે ! મેં આવાં આવાં ખરાબ વિચાર કર્યા. હવે જે આવ્યા છે એ તો એનો હિસાબ હશે ત્યાં સુધી રહેશે પણ મારે તો આ અત્યારે ક્યાંથી મૂઆ ! એ મેં હિસાબ બાંધ્યો. તેની ક્ષમા માંગું છું, ફરી આવું નહીં કરું.
પ્રશ્નકર્તા : કોઈ ખૂન કરે અને પછી પાછો ભગવાનને આવો પસ્તાવો કરીને કહે, તો કેવી રીતના છૂટે કર્મ ?
દાદાશ્રી : હા, છૂટે. ખૂન કરીને રાજી થાય તો કર્મ ખરાબ બંધાય ને ખૂન કરીને આવો પસ્તાવો કરવાથી કર્મ હલકું થાય !
પ્રશ્નકર્તા ગમે તે કરે તો ય કર્મ તો બંધાયું જ ને ? દાદાશ્રી : બંધાઈ ને છૂટે ય છે. ખૂન થયું ને એ કર્મ છૂટયું છે.
તે વખતે બંધાય ક્યારે ? મનમાં એમ થાય કે આ ખૂન કરવાં જ જોઈએ. તો ફરી નવું બંધાયું. આ કર્મ પૂરું છૂટયું કે છૂટતી વખતે પસ્તાવો કરીએ ને, તો છૂટાશે. માર્યો એ બહુ મોટું નુકસાન કરે. આ માર્યો તેની અપકીર્તિ થશે, શરીરમાં જાત જાતનાં રોગ ઉત્પન્ન થઈ જશે, ભોગવવા પડશે. અહીંનું અહીં જ ભોગવવાનું. નવું કર્મ ચીકણું નહીં બંધાય. આ કર્મફળ છે, એ ભોગવવાનું. માર્યો તે જ કર્મના ઉદયથી માર્યો અને માર્યો એટલે કર્મફળ ભોગવવાનું પણ સાચા દિલથી પસ્તાવો લે તો નવાં કર્મ ઢીલાં થઈ જાય. મારવાથી નવું કર્મ બંધાય ક્યારે ? કે મારવો જ જોઈએ, એ નવું કર્મ. રાજીખુશીથી મારે તો કર્મ ચીકણું બંધાય અને પસ્તાવાપૂર્વક કરે તો કર્મ ઢીલાં થઈ જાય. ઉલ્હાસે બાંધેલાં કર્મ પશ્ચાત્તાપ કરીને નાશ પામે.
એક મુસલમાનને એનાં બીબી ને છોકરાં પજવતાં હોય કે માંસાહાર તમે ખવડાવતા નથી. ત્યારે કહે, પૈસા નથી, શું ખવડાવું ? તો કહે, હરણ મારી લાવો. તો છાનોમાનો જઈને હરણ મારી લાવ્યો અને ખવડાવ્યું. હવે એને દોષ બેઠો અને એવું ને એવું હરણ એક રાજાનો છોકરો હતો, તે શિકાર કરવા ગયો. તે શિકાર કરીને ખુશ થઈ ગયો. હવે પેલાં હરણ તો બેઉ મર્યા. આ એનાં મોજશોખની માટે મારે છે, પેલો ખાવા માટે મારે છે. હવે જે ખાય છે, એને આનું ફળ મનુષ્યમાંથી જાનવર થાય, તે મુસલમાન ! અને રાજાનો છોકરો શોખમોજ શોખ માટે કરે છે, ખાતો નથી, સામાને મારી નાખે છે. પોતાનાં કંઈ પણ લાભ વગર, પોતાને કંઈ લાભ બીજો થતો નથી અને નકામો શિકાર કરીને મારી નાખે છે. માટે એનું ફળ નર્કગતિ આવે છે. કર્મ એક જ પ્રકારનું પણ ભાવ જુદા જુદા. પેલો તો એના છોકરા માથાકૂટ કરે એટલાં હારું બિચારો અને આ તો મોજશોખની માટે જીવો મારે, શિકારનો શોખ હોય છે ને ! પછી ત્યાંનું ત્યાં હરણું પડી રહે, એની કંઈ પડેલી નહીં. પણ શું કહે પાછો ? જો એક્કેક્ટ ધાર્યું ને આવું પાડયું એને. આ ટ્રાફિકના લૉઝ આપણે ના સમજીએ, તો પછી ટ્રાફિકમાં મારી જ નાખને, સામસામી ! પણ એ તો આવડે બધાને ! ‘આ’ આવડે એવાં નથી, એટલે અમારા જેવા શીખવાડનારા જોઈએ.