________________
કર્મનું વિજ્ઞાન
કર્મનું વિજ્ઞાન
ને પાંચ ઉધારે ય કરે. બાદબાકી કરવાની નહીં. એટલે માણસને જમે કર્યું હોય તે પાછું ભોગવવું પડે, તે પુર્વે ગમે નહીં પાછું, બહુ પુણ્ય ભેગું થયેલું હોય ને, દસ દા'ડા, પંદર દા'ડા જમવાનું કરવાનું, બધું લગન-બગન ચાલતાં હોય, ગમે નહીં, કંટાળો આવે. બહુ પુણ્યમાં ય કંટાળો આવે. બહુ પાપમાં ય કંટાળો આવે. પંદર દા'ડા સુધી સેન્ટ ને અત્તરો આમ ઘસઘસ કરતાં હોય, જમાડો ખુબ, તો ય ખીચડી ખાવા ઘેર નાસી જાય. કારણ કે આ સાચું સુખ નથી. આ કલ્પેલું સુખ છે. સાચું સુખ કોઈ દા'ડો અભાવે ય ના થાય. એ આત્માનું જે સાચું સુખ છે, એનો અભાવ ક્યારે ય પણ ના થાય. આ તો કલ્પિત સુખ છે.
કર્મબંધનમાંથી મુક્તિનો માર્ગ.. પ્રશ્નકર્તા : પુર્નજન્મમાં કર્મબંધ ઉકેલવાનો રસ્તો શો ? આપણને એમ સાધારણ ખબર છે કે ગયા ભવમાં આપણે સારા કે ખોટા કર્મ બધા કરેલાં જ છે, તો એનાથી ઉકેલ લાવવાનો શો રસ્તો ?
દાદાશ્રી : આ કો'ક તને હેરાન કરતું હોય, તો તું હવે સમજી જઉં કે મેં એમની જોડે પૂર્વભવમાં ખરાબ કર્મ કર્યા છે, તેનું આ ફળ આપે છે. તો તારે શાંતિ અને સમતાથી એનો નિવેડો લાવવાનો. શાંતિ રહે નહીં પોતાથી ને ફરી બીજ નાખું તું. એટલે પૂર્વજન્મનાં બંધન ઉકેલવાનો એક જ રસ્તો, શાંતિ અને સમતા. એના માટે ખરાબ વિચાર પણ ન આવવો જોઈએ અને મારો જ હિસાબ ભોગવું છું એવું હોવું જોઈએ. આ જે કરી રહ્યો છે એ મારા પાપને આધારે જ, હું જ મારા પાપ ભોગવી રહ્યો છું, એવું લાગવું જોઈએ, તો છૂટકારો થાય. અને ખરેખર તમારા જ કર્મના ઉદયથી એ દુઃખ દે છે. એ તો નિમિત્ત છે. આખું જગત નિમિત્ત છે, દુ:ખ દેનાર ! સો ડોલર રસ્તામાં લઈ લેનારા બધા ય નિમિત્ત છે. તમારો જ હિસાબ છે. તમને આ ઈનામ ક્યાંથી પહેલા નંબરનું લાગ્યું ? આમને કેમ નથી લાગતું ? સો ડોલર લઈ લીધા, એ ઈનામ ના કહેવાય ?
પ્રાર્થતાનું મહત્વ, કર્મ ભોગવટામાં !
પ્રશ્નકર્તા: દાદા, હું પ્રશ્ન એમ પૂછતો હતો કે જે પ્રારબ્ધ તો બની ગયું છે, કોઈને માંદુ પડવાનું છે કે કોઈને કંઈ નુકસાન જવાનું છે, તો પ્રાર્થનાથી એ બદલાય ખરું ?
દાદાશ્રી : એવું છે ને, પ્રારબ્ધનો ભાગ છે. પ્રારબ્ધના પ્રકાર હોય છે. એક પ્રકાર એવો હોય છે એ પ્રાર્થના કરવાથી ઊડી જાય. બીજો પ્રકાર એવો છે કે તમે સાધારણ પુરુષાર્થ કરો તો ઉડી જાય અને ત્રીજો પ્રકાર એવો છે કે તમે ગમે તેટલો પુરુષાર્થ કરોને ભોગવ્યા વગર છૂટકો જ ના થાય. બહુ ચીકણો હોય. તે કોઈ માણસ આપણી ઉપર, કપડાં ઉપર થેંક્યો, એને આમ ધોવા જઈએ તો મોળું હોય તો પાણી રેડીએ તો ધોવાઈ જાય. બહુ ચીકણું હોય તો ?
પ્રશ્નકર્તા : ના નીકળે.
દાદાશ્રી : એવી જ રીતે કર્મો ચીકણાં હોય છે. એને નિકાચિત કર્મ કહ્યાં.
પ્રશ્નકર્તા : પણ કર્મ બહુ ચીકણું હોય તો ય પ્રાર્થનાથી કશો ફેર ના પડે ?
દાદાશ્રી : કશું ફેર ના પડે. પણ પ્રાર્થનાથી તે ઘડીએ સુખ થાય. પ્રશ્નકર્તા : ભોગવવાની શક્તિ મળે ?
દાદાશ્રી : નહીં, એ તમારે જે દુ:ખ આવ્યું છે ને ! દુ:ખમાં સુખનો ભાગ લાગે, પ્રાર્થનાને લઈને પણ પ્રાર્થના રહી શકવી, એ મુશ્કેલ છે. આ સંજોગો ખરાબ હોય અને મન જ્યારે બગડેલું હોય તે ઘડીએ પ્રાર્થના રહેવી મુશ્કેલ છે. રહે તો બહુ ઉત્તમતા કહેવાય. તે દાદા ભગવાન જેવાને સંભારીને બોલાવો ત્યારે, કે જે શરીરમાં પોતે રહેતા ના હોય. શરીરના માલિક ના હોય એમને જો સંભારીને બોલાવે તો રહે, નહીંતર ના રહે !
પ્રશ્નકર્તા : નહીં તો તે સંજોગોમાં પ્રાર્થના યાદ જ ના આવે.