Book Title: Karma Nu Vigyan
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 45
________________ કર્મનું વિજ્ઞાન ૭૮ કર્મનું વિજ્ઞાન દાદાશ્રી : તો સારા કર્મનું બંધન નથી ? પ્રશ્નકર્તા : સારું ને ખોટું, બેઉથી કર્મ બંધાયને ! દાદાશ્રી : અરે ! અત્યારે હઉ તમે કર્મ બાંધી રહ્યો છો ! અત્યારે તમે બહુ પુણ્યનું કર્મ બાંધી રહ્યા છો ! પણ કર્મ ક્યારે ય બંધાય નહીં એવો દિવસ નથી આવતો ને ? એનું શું કારણ હશે ? પ્રશ્નકર્તા : કંઈ પ્રવૃતિ તો કરતા જ હોઈશું ને સારી અગર ખરાબ ? દાદાશ્રી : હા, પણ કર્મ બંધાય નહીં, એવો રસ્તો નહીં હોય ? ભગવાન મહાવીર શી રીતે કર્મ બાંધ્યા વગર છુટ્યા હશે ? આ દેહ હોય તો કર્મ તો થયા જ કરવાના ! સંડાસ જવું પડે, બધું ના કરવું પડે ? પ્રશ્નકર્તા : હા, પણ જે કર્મ બાંધ્યા હોય, એનાં ફળ પાછાં ભોગવવાં પડે ને ! દાદાશ્રી : કર્મ બાંધે તો તો પાછો આવતો ભવ થયા વગર રહે નહીં ! એટલે કર્મ બાંધે તો આવતા ભવમાં જવું પડે ! પણ આ ભવમાં મહાવીરને આવતા ભવમાં જવું નહોતું પડ્યું ! તો કંઈક રસ્તો તો હશે ને ! કર્મ કરીએ છતાં કર્મ ના બંધાય એવો ? પ્રશ્નકર્તા : હશે. દાદાશ્રી : તમને એવી ઈચ્છા થાય છે કે કર્મ ના બંધાય ? કર્મ કરવા છતાં કર્મ બંધાય નહીં એવું વિજ્ઞાન હોય છે. એ વિજ્ઞાન જાણો. એટલે છૂટો થાય ! તડે અજ્ઞાનતા, નહીં કર્મ રે. પ્રશ્નકર્તા : આપણાં કર્મના ફળને લીધે આ જન્મ મળે છે ને ? દાદાશ્રી : હા, આ આખી જિંદગી કર્મના ફળ ભોગવવાનો છે ! અને એમાંથી નવા કર્મ ઊભાં થાય છે, જો રાગ-દ્વેષ કરે તો ! જો રાગદ્વષ ના કરે તો કશું ય નથી. કર્મનો વાંધો નથી, કર્મ તો આ શરીર છે એટલે થવાનાં જ, પણ રાગ-દ્વેષ કરે તેનો વાંધો છે. વીતરાગો શું કહે છે કે વીતરાગ થાવ ! આ જગતમાં કંઈ પણ કામ કરો છો, તેમાં કામની કિંમત નથી પણ એની પાછળ રાગ-દ્વેષ થાય તો જ આવતા ભવનો હિસાબ બંધાય છે. રાગ-દ્વેષ થતાં ના હોય તો જવાબદાર નથી ! આખો દેહ, જન્મથી તે મરણ સુધી ફરજિયાત છે. એમાંથી રાગદ્વેષ જે થાય છે, એટલો જ હિસાબ બંધાય છે. એટલે વીતરાગો શું કહે છે કે વીતરાગ થઈને મોક્ષે ચાલ્યા જાવ ! અમને તો કોઈ ગાળ ભાંડે તો અમે જાણીએ કે એ અંબાલાલ પટેલને ગાળો ભાંડે છે, પુદ્ગલને ગાળો ભાંડે છે. આત્માને તો એ જાણી શકે નહીં, ઓળખી શકે નહીં ને, એટલે “અમે” સ્વીકારીએ નહીં. અમને અડે જ નહીં, અમે વીતરાગ રહીએ ! અમને એની પર રાગદ્વેષ ના થાય. એટલે પછી એક અવતારી કે બે અવતારી થઈને બધું ખલાસ થઈ જાય ! વીતરાગ એટલું જ કહેવા માંગે છે કે કર્મ નડતાં નથી, તારી અજ્ઞાનતા નડે છે ! અજ્ઞાનતા શેની? ‘હું કોણ છું” એની. દેહ છે ત્યાં સુધી કર્મ તો થયા જ કરવાનાં, પણ અજ્ઞાન જાય એટલે કર્મ બંધાતા બંધ થઈ જાય ! કર્મતી નિર્જરા ક્યારે થાય ? પ્રશ્નકર્તા : કર્મ થતાં ક્યારે અટકે ? દાદાશ્રી : ‘શુદ્ધાત્મા છું’ એનો અનુભવ હોવો જોઈએ. એટલે તું શુદ્ધાત્મા થઉં ત્યાર પછી કર્મબંધ અટકશે, કર્મની નિર્જરા થયા કરે

Loading...

Page Navigation
1 ... 43 44 45 46