Page #1
--------------------------------------------------------------------------
________________
દાદા ભગવાન ફચિલી
કનું વિજ્ઞાન
भावथी गर्भपंधन !
કર્મોનાચી બંધાય છે ?
શું કરું છું’ એ કતfભાવ છે. કરે છે બીજા કોઈ ને આરોપ કરે છે કે મે કર્યું. એ કતભાવથી કર્મ બંધાયછે.
હવે ‘કત કોણ છે? એ જાણવું પડે. એટલે पछी भनाधाय ने मुन्ति थाय!
-કાશ્રી
Page #2
--------------------------------------------------------------------------
________________
પ્રકાશક
દાદા ભગવાન પ્રરૂપિત
: દાદા ભગવાન ફાઉન્ડેશન વતી
શ્રી અજિત સી. પટેલ ૫, મમતાપાર્ક સોસાયટી, નવગુજરાત કોલેજ પાછળ, ઉસ્માનપુરા, અમદાવાદ-૩૮0૧૪. ફેન : (૦૯) ૭૫૪,૪૦૮, ૭૫૪૩૯૭૯.
: સંપાદકને સ્વાધીન
કર્મનું વિજ્ઞાન
પ્રથમ આવૃતિ : ૫,OOO દ્વિતીય આવૃતિઃ પ,000 તૃતીય આવૃતિઃ ૧,000 ચતુર્થ આવૃતિઃ ૪,000 પંચમ આવૃતિ : ૨,૦૦૦
મે, ૧૯૯૭ સપ્ટેમ્બર, ૧૯૯૭ એપ્રિલ, ૧૯૯૯ ઑગષ્ટ, ૧૯૯૯ એપ્રિલ, ૨૦૦૩
ભાવ મૂલ્ય : “પરમ વિનય”
અને
‘હું કંઈ જ જાણતો નથી', એ ભાવ ! દ્રવ્ય મૂલ્ય : ૧૫ રૂપિયા (રાહત દરે)
લેસર કંપોઝ : દાદા ભગવાન ફાઉન્ડેશન, અમદાવાદ.
સંકલન : ડૉ. નીરુબહેન અમીત
મુદ્રક
: મહાવિદેહ ફાઉન્ડેશન (પ્રિન્ટીંગ ડીવીઝન),
ભોંયરામાં, પાર્શ્વનાથ ચેમ્બર્સ, રિઝર્વ બેંક પાસે, ઈન્કમટેક્સ, અમદાવાદ. ફોન : ૭૫૪૨૯૬૪
Page #3
--------------------------------------------------------------------------
________________
(દાદા ભગવાન ફાઉન્ડેશનના પ્રકાશનો ૧. ભોગવે તેની ભૂલ (ગુ., અં., હિં.) ૨૪. સત્ય-અસત્યના રહસ્યો ૨. બન્યું તે જ ન્યાય (ગુ., અંગ, હિં.) ૨૫. અહિંસા ૩. એડજસ્ટ એવરીવ્હેર (ગુ, અંત,હિં.) ૨૬. પ્રેમ
અથડામણ ટાળો (ગુ, અં., હિં.) ૨૭. ચમત્કાર ચિંતા (ગુજરાતી, અંગ્રેજી) ૨૮. વાણી, વ્યવહારમાં....
ક્રોધ (ગુજરાતી, અંગ્રેજી) ૨૯, નિજદોષ દર્શનથી, નિર્દોષ ૭. માનવધર્મ
૩૦. ગુરુ-શિષ્ય સેવા-પરોપકાર
૩૧. આપ્તવાણી - ૧ થી ૧૩ ૯. હું કોણ છું ?
૩૨. આપ્તસ્ત્ર ૧૦. દાદા ભગવાન?
33. The essence of all religion ૧૧. ત્રિમંત્ર
34. Generation Gap ૧૨. ધન
34. Who am I? ૧૩. મૃત્યુ સમયે, પહેલાં અને પછી
3. Ultimate Knowledge ૧૪. ભાવના સુધારે ભવોભવ (ગુ..અં.) ૩૭. Harmony inMarraige ૧૫. વર્તમાનતીર્થકર શ્રી સીમંધર સ્વામી (ગુ.હિ.) ૩૮. Pratikraman. ૧૬. પૈસાનો વ્યવહાર (ગ્રં, સં.) ૩૯. FlawlessVision, ૧૭. પતિ-પત્નીનોદિવ્ય વ્યવહાર (ઝં., સં.) ૪૦. TheScience of Karma ૧૮. મા-બાપ છોકરાંનો વ્યવહર(,સ) ૪૧. સૂતા પ્રવાન શ્રી ગાત્મવિજ્ઞાન ૧૯. પ્રતિક્રમણ (ગ્રંથ, સંક્ષિપ્ત) ૪૨. સર્વસુઃર્વો સે મુક્ત ૨૦. સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય(ઝં., સં.) ૪૩. #4 #ા વિજ્ઞાન ૨૧. વાણીનો સિદ્ધાંત
४४. ज्ञानी पुरुष की पहचान ૨૨. કર્મનું વિજ્ઞાન
૪૫. માત્મવોય ૨૩. પાપ-પુણ્ય (ગુ.-ગુજરાતી, હિ.-હિન્દી, અં.-અંગ્રેજી,ગં.-ગ્રંથ, સં.-સંક્ષિપ્ત)
‘દાદાવાણી' મેગેઝિન દર મહિને પ્રકાશિત થાય છે)
(દાદા ભગવાન ફાઉન્ડેશનના પ્રકાશનો ૧. ભોગવે તેની ભૂલ (ગુ, અં., હિં.) ૨૪. સત્ય-અસત્યના રહસ્યો
બન્યું તે જ ન્યાય (ગુ., એ., હિં.) ૨૫. અહિંસા ૩. એડજસ્ટ એવરીવ્હેર (ગુ.મં, હિં.) ૨૬. પ્રેમ ૪. અથડામણ ટાળો (ગુ., એ., હિં.) ૨૭. ચમત્કાર ૫. ચિંતા (ગુજરાતી, અંગ્રેજી) ૨૮. વાણી, વ્યવહારમાં.... ૬. ક્રોધ (ગુજરાતી, અંગ્રેજી) ૨૯. નિજદોષ દર્શનથી, નિર્દોષ ૭. માનવધર્મ
૩૦. ગુરુ-શિષ્ય ૮. સેવા-પરોપકાર
૩૧. આપ્તવાણી - ૧ થી ૧૩ ૯. હું કોણ છું ?
૩૨, આપ્તસૂત્ર ૧૦. દાદા ભગવાન?
33. The essence of all religion ૧૧. ત્રિમંત્ર
38. Generation Gap ૧૨. દાન
34. Who am I? ૧૩. મૃત્યુ સમયે, પહેલાં અને પછી
3€. Ultimate Knowledge ૧૪. ભાવના સુધારે ભવોભવ(ગુ.,.) ૩૭. HarmonyinMarraige ૧૫. વર્તમાનતીર્થકર શ્રી સીમંધર સ્વામી (ગુ.હિ.) ૩૮. Pratilaman ૧૬. પૈસાનો વ્યવહાર (ઝં., સં.) ૯. FlawlessVision ૧૭. પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર (9, સં.) ૪૦. TheScience of Karma ૧૮. મા-બાપ છોકરાંનો વ્યવહાર (ઉ,સ) ૪૧. રૂદ્રા બનવાન વશ આત્મવિજ્ઞાન ૧૯. પ્રતિક્રમણ (ગ્રંથ, સંક્ષિપ્ત) ૪૨. સર્વદુ:ë સે મુક્ત ૨૦. સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય (ઝં., સં.) ૪૩. # #ા વિજ્ઞાન ૨૧. વાણીનો સિદ્ધાંત
૪૪. જ્ઞાની પુરુષ વશી પદવાન ૨૨. કર્મનું વિજ્ઞાન
૪૫. આત્મવધ ૨૩. પાપ-પુણ્ય (ગુ.-ગુજરાતી, હિ.-હિન્દી, અં.-અંગ્રેજી,ગં.-ગ્રંથ, સં.-સંક્ષિપ્ત)
(“દાદાવાણી' મેગેઝિન દર મહિને પ્રકાશિત થાય છે )
Page #4
--------------------------------------------------------------------------
________________
સંપાદકીય
પરણતી વખતે માથેથી સાફો ખસ્યો ને વિચાર આવ્યો, ‘ આ લગ્નનું એન્ડ રીઝલ્ટ શું? બેમાંથી એકને તો રાંડવાનું જ ને!' પૈણ ચઢયું હોય એવા મોહના પ્રસંગે ઉત્કૃષ્ટ વૈરાગ્યનો કેવો અદ્ભૂત વિચાર!
બાબો-બેબી જમ્યા પછી .... વીસમે વરસે બાબો જમ્યો. મિત્રોને હોટલમાં પાર્ટી આપી. બે વરસ પછી પાછી હોટલમાં પાર્ટી આપી. બધાએ પૂછ્યું, “શેની પાર્ટી?'પૂજ્યશ્રીએ કહ્યું, ‘મહેમાન આવ્યા તે ગયા!' પાછી બેબી જન્મી તે વખતે પણ પાર્ટી આપી. છ મહિના પછી બીજી પાર્ટી આપી. શેની? ‘મહેમાન આવ્યાં, તે ગયાં!'
અધ્યાત્મ તરફ વળ્યું જીવન ! બાવીસમે વર્ષે શ્રીમદ્ રાજચંદ્રનું પુસ્તક વાંચવામાં આવ્યું. ત્યારથી આત્માની ખોજ ચાલુ થઇ, તે પૂરી થઈ ૧૯૫૮માં, હજારોને ત્યારબાદ જ્ઞાન આપી મોક્ષનાં દ્વારે પહોંચાડ્યા! જીવન સાદું, સરળ, કોઈપણ જાતનાં બાહ્ય આડંબર રહિત, કોઇના ગુરૂ થયા નહીં. લઘુત્તમ પદમાં જ સદા રહ્યા. કોઈ વાડો નહિ, સંપ્રદાય નહિ. કેવળ આત્મધર્મની જ પ્રાપ્તિ કરાવવાનો અભૂતપૂર્વ સિધ્ધાંત !
૧૯૮૮માં ધૂળ દેહવિલય. સૂમદેહે વિશ્વમાં વ્યાપી જગત કલ્યાણનું અવિરત કાર્ય વધુ વેગે વધારી રહ્યા છે!
પૈસાના વ્યવહારતો દાદાશ્રીતો સિધ્ધાંત ‘વેપારમાં ધર્મ ઘટે, ધર્મમાં વેપાર ન ઘટે' એ સિધ્ધાંતથી તેઓ આખું જીવન જીવી ગયાં. જીવનમાં ક્યારે ય એમણે કોઈની પાસેથી પૈસો લીધો નથી. ઉર્દુ ધંધાની વધારાની કમાણીથી ભક્તોને જાત્રા કરાવતા!
આત્મજ્ઞાન પ્રાપ્તિની વર્તમાને પ્રત્યક્ષ લીંક પરમ પૂજ્ય દાદાશ્રી ગામેગામ-દેશવિદેશ પરિભ્રમણ કરીને મુમુક્ષુ જીવોને સત્સંગ તથા સ્વરૂપજ્ઞાનની પ્રાપ્તિ કરાવતાં હતાં. તેઓશ્રીએ પોતાની હયાતીમાં જ પૂજ્ય ડૉ. નીરુબહેન અમીનને સ્વરૂપજ્ઞાન પ્રાપ્તિ કરાવવાની જ્ઞાનસિદ્ધિ આપેલ. તેઓશ્રીના દેહવિલય બાદ આજે પણ પૂ. ડૉ. નીરુબેન અમીન ગામેગામ દેશવિદેશ ફરીને મુમુક્ષુ જીવોને સત્સંગ તથા સ્વરૂપજ્ઞાનની પ્રાતિ નિમિત્ત ભાવે કરાવી રહ્યા છે, જેનો લાભ હજારો મુમુક્ષો લઈને ધન્યતા અનુભવે છે.
- જય સચ્ચિદાનંદ.
અણકલ્પલાં, અણધારેલાં બનાવો અવારનવાર ટી.વી કે છાપામાં જાણવા મળે છે, જેવાં કે પ્લેનક્રેશ થયું ને ૪0 માણસ મરી ગયાં, મોટો બોમ્બ બ્લાસ્ટ થયો, આગ લાગી, ધરતીકંપ, વાવાઝોડા થયાં હજારો લોકો માર્યા ગયા ! કેટલાંય એક્સિડંટમાં માર્યા ગયા, કેટલાં રોગથી મર્યા ને જન્મતાં જ મયાં ! કેટલાંયે આપઘાત કર્યો ભૂખમરાથી ! ધર્માત્મા કાળા કરતૂતો કરતાં પકડાયા, કેટલાંય ભિખારીઓ ભૂખે મર્યા ! ત્યારે સંતો ભક્તો જ્ઞાનીઓ જેવા ઉચ્ચ મહાત્માઓ નિજાનંદમાં જીવી રહ્યાં છે ! દરરોજ દિલ્હીના કૌભાંડો ઉઘાડા પડે આવાં સમાચારોથી પ્રત્યેક માનવીના હૃદયમાં એક મોટું પ્રશ્નાર્થ ચિહ્ન ખડું થઈ જાય છે કે આનું રહસ્ય શું ? આની પાછળ કશું ગુહ્ય કારણ રહેલું હશે ? નિર્દોષ બાળક જન્મતાં જ કેમ અપંગ થયું ? હૃદય દ્રવી જાય, ખૂબ મથામણ છતાં સમાધાન નથી થતું અને અંતે સહુ સહુનાં કર્મો એમ કરીને અસમાધાનને વરેલા ભારે મન સાથે ચૂપ થઈ જવાય છે ! કર્મો કહીએ છતાં ય કર્મ શું હશે ? કેવી રીતે બંધાતું હશે ? એની શરુઆત શું ? પહેલું કર્મ ક્યાંથી થયું ? કર્મમાંથી મુક્તિ મળી શકે ? કર્મના ભોગવટાને ટાળી શકાય ? ભગવાન કરતો હશે કે કર્મ કરાવતું હશે ? મૃત્યુ પછી શું ? કર્મ કોણ બાંધતુ હશે ! ભોગવે છે કોણ ? આત્મા કે દેહ ?
આપણા લોકો કર્મ કોને કહે છે ? કામ-ધંધો કરે, સત્કાર્ય કરે, દાન-ધરમ કરે એ બધુ કર્મ કર્યું કહે, જ્ઞાનીઓ અને કર્મ નહીં પણ કર્મફળ કહે છે. જે પાંચ ઇન્દ્રિયોથી જોઈ શકાય, અનુભવી શકાય એ બધું ધૂળમાં છે તે કર્મફળ એટલે કે ડિસ્ચાર્જ કર્મ કહેવાય. ગયા ભવમાં જે ચાર્જ કર્યું હતું તેનું આજે ડિસ્ચાર્જમાં આવ્યું, રૂપકમાં આવ્યું અને અત્યારે જે નવું કર્મ ચાર્જ કરે છે તે તો સૂક્ષ્મમાં થાય છે એ ચાગ
Page #5
--------------------------------------------------------------------------
________________
પોઈન્ટની કોઈને ય ખબર પડે એમ નથી.
એક શેઠ પાસે એક સંસ્થાવાળા ટ્રસ્ટીઓ ધર્માદા માટે દાન આપવા દબાણ કરે છે તેથી શેઠ પાંચ લાખ રૂપિયા દાનમાં આપે છે. ત્યાર પછી એ શેઠના મિત્ર શેઠને પૂછે છે કે અલ્યા, આ લોકોને તેં કયાં આપ્યા ? આ બધા ચોર છે, ખાઈ જશે તારા પૈસા.' ત્યારે શેઠ કહે છે, એ બધાંને, એકે એકને હું સારી રીતે ઓળખું પણ શું કરું એ સંસ્થાના ચેરમેન મારા વેવાઈ થાય તે તેમના દબાણથી આપવા પડ્યા, નહીં તો હું પાંચ રૂપિયા ય આપું એવો નથી !’ હવે પાંચ લાખ રૂપિયા દાનમાં આપ્યા તે બહાર લોકોને શેઠ માટે ધન્ય ધન્ય થઈ ગયું પણ એ એમનું ડિસ્ચાર્જ કર્મ હતું, અને ચાર્જ શું કર્યું શેઠે ? પાંચ રૂપિયા ય ના આપું ! તે મહીં સૂક્ષ્મમાં અવળું ચાર્જ કરે છે. તે આવતા ભવમાં પાંચ રૂપિયા ય નહીં આપી શકે કોઈને ! અને બીજો ગરીબ માણસ એ જ સંસ્થાના લોકોને પાંચ જ રૂપિયા આપે છે ને કહે છે કે મારી પાસે પાંચ લાખ હોત તો તે બધા જ આપી દેત ! જે દિલથી આપે છે તે આવતા ભવે પાંચ લાખ આપી શકે. આમ બહાર દેખાય છે તે તો ફળ છે ને મહીં સૂક્ષ્મમાં બીજ નંખાય છે તે કોઈને ય ખબર પડે એમ નથી. એ તો અંતર્મુખ દ્રષ્ટિ થાય ત્યારે દેખાય. હવે આ સમજાય તો ભાવ
બગાડવાના રહે ?
ગયા ભવમાં, ખાઈ પીને મઝા કરવી છે એવા કર્મ બાંધીને લાવ્યો તે સંચિત કર્મ. તે સૂક્ષ્મમાં સ્ટોકમાં હોય છે તે ફળ આપવા સન્મુખ થાય ત્યારે જંગ ફૂડ (કચરો) ખાવા પ્રેરાય અને ખાઈ નાખે તે પ્રારબ્ધ કર્મ અને એનું પાછું ફળ આવે એટલે કે ઈફેક્ટની ઈફેક્ટ આવે કે એને મરડો થઈ જાય, માંદો પડે એ ક્રિયમાણ કર્મ !
પરમ પૂજ્ય દાદાશ્રીએ કર્મના સિદ્ધાંતની આગળ વ્યવસ્થિત શક્તિને જગત નિયંતા કહી છે, જેનો કર્મ તો અંશ માત્ર કહેવાય. ‘વ્યવસ્થિત’માં કર્મ સમાય પણ કર્મમાં ‘વ્યવસ્થિત’ ના સમાય. કર્મ તો બી સ્વરૂપે આપણે સૂક્ષ્મમાં પૂર્વભવથી બાંધીને લાવ્યા તે. હવે એટલાથી કંઈ ના પતે. એ કર્મનું ફળ આવે એટલે કે બીમાંથી ઝાડ થાય ને ફળ આવે ત્યાં સુધી બીજા કેટલાં ય સંયોગોની એમાં જરૂર પડે છે. બી માટે
જમીન, પાણી, ખાતર, ટાઢ, તડકો, ટાઈમ બધાં સંજોગો ભેગાં થાય પછી કેરી પાકે ને આંબો મળે ! દાદાશ્રીએ ખૂબ જ સુંદર ફોડ પાડ્યો કે આ બધું તો ફળ છે. કર્મબીજ તો મહીં સૂક્ષ્મમાં કામ કરે છે !
ઘણાંને પ્રશ્ન એ થાય છે કે પહેલું કર્મ કેવી રીતે બંધાયું ? પહેલા દેહ કે પહેલું કર્મ ? પહેલું ઇંડુ કે પહેલી મરઘી ? એના જેવી આ વાત થઈ ! ખરેખર વાસ્તવિકતામાં પહેલું કર્મ જેવી વસ્તુ જ નથી વર્લ્ડમાં કોઈ ! કર્મ અને આત્મા બધા અનાદિ કાળથી છે. જેને આપણે કર્મ કહીએ છીએ એ જડ તત્ત્વનું છે અને આત્મા ચેતન તત્ત્વ છે. બન્ને તત્ત્વો જુદા જ છે અને તત્ત્વ એટલે સનાતન વસ્તુ કહેવાય. જે સનાતન હોય તેના આદિ ક્યાંથી ? આ તો આત્મા ને જડ તત્ત્વનો સંયોગ થયો ને તેમાં આરોપીત ભાવોનું આરોપણ થયા જ કર્યું. તેનું આ ફળ આવીને ઊભું રહ્યું. સંયોગ વિયોગી સ્વભાવના છે. તેથી સંયોગો આવે ને જાય.
તેથી જાત જાતની અવસ્થાઓ ઊભી થાય ને જાય. તેમાં રોંગ બિલીફ
ઊભી થાય છે કે ‘આ હું છું ને આ મારું છે.’ તેનાથી તેનું આ રુપી જગત ભાસ્યમાન થાય છે. આ રહસ્ય સમજાય તો શુદ્ધાત્મા ને સંયોગ બે જ વસ્તુ છે જગતમાં. આટલું નહીં સમજાવાથી જાત જાતની જાડી ભાષામાં કર્મ, નસીબ પ્રારબ્ધ બધું કહેવું પડ્યું છે. પણ વિજ્ઞાન આટલું
જ કહે છે. માત્ર સંયોગો જે છે બધાં એમાંથી પર થાય તો આત્મામાં જ રહી શકે ! તો પછી કર્મ જેવું કશું જ નથી.
કર્મ કેવી રીતે બંધાય ?
કર્તાભાવથી કર્મ બંધાય.
કર્તાભાવ કોને કહેવાય ?
કરે કોઈ ને માને ‘હું કરું છું' એનું નામ કર્તાભાવ. કર્તાભાવ શેનાથી થાય ?
અહંકારથી.
અહંકાર કોને કહેવાય ?
જે પોતે નથી ત્યાં આરોપ કરે ‘હું’પણાનો, એનું નામ અહંકાર. આરોપિત ભાવ એનું નામ અહંકાર, ‘હું ચંદુભાઈ છું’ એવું માને છે એ જ અહંકાર છે. ખરેખર પોતે ચંદુલાલ છે ? કે ચંદુલાલ નામ છે ? નામને
Page #6
--------------------------------------------------------------------------
________________
‘હું માને છે, શરીરને ‘હું માને છે, હું ધણી છું, આ બધી રોંગ બિલીફો છે. ખરેખર તો પોતે આત્મા જ છે, શુદ્ધાત્મા જ છે પણ એનું ભાન નથી, જ્ઞાન નથી તેથી હું ચંદુલાલ, હું જ દેહ છું એવું માને છે. એ જ અજ્ઞાનતા છે ! અને એનાથી જ કર્મ બંધાય છે.
છૂટે દેહાધ્યાસ તો નહીં કત તું કર્મ નહીં ભોક્તા તું તેહનો એ છે ધર્મનો મર્મ.
- શ્રીમદ્ રાજચંદ્ર જો તું જીવ તો કર્તા હરિ, જો તું શીવ તો વસ્તુ ખરી.
- અખા ભગત હું ચંદુલાલ છું” એવું ભાન છે તેને જીવદશા કહી અને હું ચંદુલાલ નથી પણ ખરેખર હું તો શુદ્ધાત્મા છું એનું ભાન, જ્ઞાન વર્તે તેને શીવ પદ કહ્યું. પોતે જ શીવ છે, આત્મા એ જ પરમાત્મા છે અને એનો સ્વભાવ સંસારી કોઈ ચીજ કરવાનો નથી. સ્વભાવથી જ આત્મા અક્રિય છે, અસંગ છે. ‘આત્મા છું' ને હું કંઈ જ કરતો નથી એવો નિરંતર ખ્યાલ રહે તેને જ્ઞાની કહ્યા અને તે પછી એકુંય કર્મ નવું બંધાતું નથી. જૂનાં ડિસ્ચાર્જ કર્મ ફળ આપીને ખલાસ થયા કરે છે.
ખાવાનાં કારણો બાંધીને લાવ્યો છે તેનું ફળ, તેની ઈફેક્ટ આવીને ઊભી રહે છે ત્યારે બીજા કેટલાંય દેખાતાં નિમિત્તો એમાં ભેગાં થવાં જોઈએ. એકલા બી થી જ ફળ ના પાક પણ બધું જ નિમિત્તો ભેગાં થાય તો બીજમાંથી વૃક્ષ થાય ને ફળ ચાખવા મળે. એટલે આ જે ફળ આવે છે તેમાં બીજા નિમિત્તો વિના ફળ શી રીતે આવે ? અપમાન ખાવાનું બીજ આપણે જ વાવેલું તેનું ફળ આવે, અપમાન મળે તે માટે બીજા નિમિત્તો ભેગાં થવાં જ જોઈએ. હવે એ નિમિત્તોને દોષિત દેખી કષાય કરી નવાં કર્મો બાંધે છે મનુષ્યો, અજ્ઞાનતાથી અને જ્ઞાન હાજર રહે કે સામો નિમિત્ત જ છે, નિર્દોષ છે અને આ અપમાન મળે છે તે મારા જ કર્મનું ફળ છે, તો નવું કર્મ ના બંધાય અને એટલું મુક્ત રહેવાય અને સામો દોષિત દેખાઈ જાય તો તુર્ત જ તેને નિર્દોષ જોવો અને દોષીત જોયાના પ્રતિક્રમણ શૂટ એટ સાઈટ કરી નાખવાં, જેથી બીજ શેકાઈ જાય ને ઉગે જ નહીં.
બીજા બધા નિમિત્ત ભેગા થઈને પોતે નાખેલા બીજનું ફળ આવવું ને પોતાને ભોગવવું પડે, એ આખી પ્રોસેસ ઓન્લી સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ છે અને તેને જ દાદાશ્રીએ કહ્યું કે ‘વ્યવસ્થિત શક્તિ' ફળ આપે છે.
આત્મજ્ઞાની પુરુષ પરમ પૂજ્ય શ્રી દાદા ભગવાને પોતાના જ્ઞાનમાં અવલોકન કરીને દુનિયાને ‘કર્મનું વિજ્ઞાન આપ્યું છે, જે દાદાશ્રીની વાણીમાં અત્રે સંક્ષિપ્તમાં પુસ્તક રૂપે મૂક્યું છે, જે વાચકને જીવનમાં મૂંઝવતા કોયડા સામે સમાધાની ઉકેલ બક્ષશે !
- ડૉ. નીરુબહેન અમીનના
જય સચ્ચિદાનંદ.
કર્મબીજ ગયા ભવમાં વાવે છે, તે કર્મનું ફળ આ ભવમાં આવે છે. ત્યારે એ ફળ કોણ આપે છે ? ભગવાન ? ના. એ કુદરત આપે છે. જેને પરમ પૂજ્ય દાદાશ્રી સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ‘વ્યવસ્થિત શક્તિ' કહે છે. જે ચાર્જનું ડિસ્ચાર્જ નેચરલી અને ઓટોમેટીકલી, થાય. એ ફળ ભોગવતી વખતે પાછો ગમો-અણગમો, રાગ-દ્વેષ અજ્ઞાનતાને કારણે કર્યા વગર રહેતો નથી. જે નવું બીજ નાખે છે. જેનું ફળ આવતા ભવે ભોગવવું પડે. જ્ઞાનીઓ નવું બીજ પડતું અટકાવે છે, જેથી પાછલાં ફળ પૂરા થઈ મોક્ષ પદને પમાય છે !
કોઈ આપણું અપમાન કરે, નુકસાન કરે, એ તો નિમિત્ત છે, નિર્દોષ છે. કારણ વગર કાર્યમાં કેવી રીતે આવે ? પોતે અપમાન
Page #7
--------------------------------------------------------------------------
________________
કર્મતું વિજ્ઞાન
કરીએ છીએ કે કરવું પડે છે ?
દાદાશ્રી : તારે કોઈ વસ્તુ એવી થાય છે કે તારી ઈચ્છા ના હોય છતાં ય તારે એવું કંઈ કરવું પડે ? એવું કંઈ થાય છે તારે કોઈ દહાડો ય ? એવું બને કે નહીં ?
પ્રશ્નકર્તા : હા. એવું બને છે.
દાદાશ્રી : લોકોને થતું હશે કે નહીં ? એનું શું કારણ ? કે ઈચ્છા ના હોય ને કરવું પડે છે. એ પૂર્વકર્મ કરેલું છે, તેની આ ઈફેક્ટ આવી. પરાણે કરીએ, તેનું શું કારણ ?
જગતના લોકો આ ઈફેક્ટને જ કૉઝ કહે છે અને પેલી ઈફેક્ટ તો સમજતા જ નથી ને ! આ જગતના લોકો આને કૉઝ કહે, તો આપણે કહીએ નહીં કે મારી ઈચ્છા નથી તે શી રીતે આ કાર્ય કર્યું મેં ? હવે જે ઈચ્છા નથી એ કર્મ ‘મેં કર્યું,’ એ શી રીતે કહો છો ? કારણ કે જગત શાથી કહે છે એને, ‘તમે કર્મ કર્યું' એમ ? કારણ કે દેખીતી ક્રિયાને જ જગતના લોકો કર્મ કર્યું કહે છે. લોક કહેશે કે આ આણે જ કર્મ બાંધ્યું. જ્યારે જ્ઞાનીઓ એને સમજી જાય કે આ તો પરિણામ આવ્યું.
કોણે મોકલ્યા પૃથ્વી પર ?
પ્રશ્નકર્તા : આપણે આપણી મેળે જન્મ્યા છીએ કે આપણને કોઈ મોકલનાર છે ?
કર્મનું વિજ્ઞાન
દાદાશ્રી : કોઈ મોકલનાર છે નહીં. તમારા કર્મો જ તમને લઈ જાય છે. ને તરત જ ત્યાં અવતાર મળે છે. સારાં કર્મો હોય તો સારી જ જગ્યાએ જન્મ થાય, ખોટાં કર્યો હોય તો ખોટી જગ્યાએ થાય. કર્મતો સિદ્ધાંત શું ?
પ્રશ્નકર્તા ઃ કર્મની વ્યાખ્યા શું ?
દાદાશ્રી : કોઈ પણ કાર્ય કરો, એને ‘હું કરું છું’ એવો આધાર આપે એ કર્મની વ્યાખ્યા. ‘હું કરું છું’ એવો આધાર આપે, એનું નામ કર્મ બાંધ્યું કહેવાય. ‘હું કરતો નથી’ અને ‘કોણ કરે છે’ એ જાણો એટલે આને નિરાધાર કરે ને, તો કર્મ પડી જાય.
પ્રશ્નકર્તા : કર્મનો સિદ્ધાંત એટલે શું ?
દાદાશ્રી : તું વાવમાં અંદર ઉતરી જઈને બોલું કે ‘તું ચોર છે.’ એટલે વાવ શું બોલે ?
પ્રશ્નકર્તા : ‘તું ચોર છે.’ એમ આપણે બોલેલાનો પડઘો પાડે છે.
દાદાશ્રી : બસ, બસ. જો તને આ ના ગમતું હોય, તો આપણે કહીએ કે ‘તું બાદશાહ છે.’ એટલે એ તને ‘બાદશાહ' કહે. તને ગમે એ કહે, એ કર્મનો સિદ્ધાંત ! તને વકીલાત ગમે તો વકીલાત કર. ડૉકટરી ગમે તો ડૉક્ટરી કર. કર્મ એટલે એક્શન ! રિએક્શન એટલે શું ? એ પડઘો છે. રિએક્શન પડઘાવાળું છે. એનું ફળ આવ્યા વગર રહે નહીં.
એ વાવ શું કહેશે ? તે આ જગત બધું પ્રોજેક્ટ આપણું જ છે. જે તમે કર્મ કહેતા'તાને, એ પ્રોજેક્ટ છે.
પ્રશ્નકર્તા : કર્મનો સિદ્ધાંત ખરો કે નહીં ?
દાદાશ્રી : આખું જગત કર્મનો સિદ્ધાંત જ છે, બીજું કશું છે જ નહીં. અને તમારી જ જોખમદારીથી બંધન છે. આ બધું પ્રોજેક્શન જ
Page #8
--------------------------------------------------------------------------
________________
કર્મનું વિજ્ઞાન
કર્મનું વિજ્ઞાન
તમારું છે. આ દેહે ય તમે જ ઘડ્યો છે. તમને જે જે ભેગું થાય છે, તે બધું તમારું જ ઘડેલું છે. આમાં બીજા કોઈનો હાથ જ નથી. હૉલ એન્ડ સોલ રીસ્પોન્સીબીલિટી તમારી જ છે આ બધી, અનંત અવતારથી.
આપણું જ “પ્રોજેક્શન' !
પ્રશ્નકર્તા : ચંદુભાઈ. દાદાશ્રી : ખરેખર ચંદુભાઈ છો ? પ્રશ્નકર્તા : એ કેમ કહી શકાય ? બધાને જે લાગે એ જ સાચું.
દાદાશ્રી : તો પછી ખરેખર તો ચંદુભાઈ છો, નહીં ? તમને ખાત્રી નથી ? “માય નેમ ઈઝ ચંદુભાઈ બોલો છો તમે તો ?
પ્રશ્નકર્તા: મને તો ખાત્રી જ છે.
દાદાશ્રી : માય નેમ ઈઝ ચંદુભાઈ, નોટ આઈ. તો તમે ખરેખર ચંદુભાઈ છો કે બીજું છો ?
પ્રશ્નકર્તા : એ બરાબર, કંઈક અલગ જ છીએ. એ તો હકીકત
વાવમાં જઈને પ્રોજેક્ટ કરે, એનાં ઉપરથી લોક એમ કહેશે કે બસ, પ્રોજેક્ટ કરવાની જ જરૂર છે. આપણે પૂછીએ કે શાથી આવું કહો છો ? ત્યારે કહેશે કે વાવમાં જઈને હું પહેલાં બોલ્યો હતો કે ‘તું ચોર છે.’ તો વાવે મને એમ કીધું કે “તું ચોર છે.” પછી મેં પ્રોજેક્ટ ફેરવ્યો કે ‘તું રાજા છું.’ તો એણે પણ “રાજા” કહ્યું. ત્યારે અલ્યા, એ પ્રોજેક્ટ તારા હાથમાં જ ક્યાં છે તે ? પ્રોજેક્ટ ફેરવો એ વાત તો સાચી છે, પણ તે પાછું હાથમાં નથી. હા, સ્વતંત્ર છે ય ખરો અને નથી ય ખરો. ‘નથી વધારે અને “છે” ઓછું. એવું આ પરસત્તાવાળું જગત છે. સાચું જ્ઞાન જાણ્યા પછી સ્વતંત્ર છે, નહીં તો ત્યાં સુધી સ્વતંત્ર નથી !
પણ હવે પ્રોજેક્ટ બંધ કેમ થાય ? પોતાનું સ્વરૂપ જ્યાં સુધી જડે નહીં આમાંથી, આ બધા ભાગમાં, “હું આ છું કે તે છું ?” ત્યાં સુધી ભટકવાનું છે. આ દેહ તે હું હોય. આ આંખો ય હું ન્હોય. અંદર બીજા બધાં બહુ સ્પરસ્પાર્ટસ્ છે, એ બધામાં ‘હું ચંદુભાઈ છું’ એવું હજુ ભાન છે. આ સરવૈયું નથી કાઢી શકતા, એટલે એ શું જાણે છે? આ ત્યાગ કરું છું, તે જ હું છું. એટલે તો ક્યાંય ઠેકાણે ના રહ્યો એમને. એ જાણે છે કે આ તપ કરે છે, તે જ “હું છું. આ સામાયિક કરે છે, તે જ “. આ વ્યાખ્યાન કરે છે, તે જ ‘હું છું. હું કરું છું.” એવું ભાન છે ત્યાં સુધી નવો પ્રોજેક્ટ કર્યા કરે છે. જુના પ્રોજેક્ટ પ્રમાણે ભોગવ્યા કરે છે. કર્મનો સિદ્ધાંત સમજતા હોય ને, તો મોક્ષનો સિદ્ધાંત જાણી જાય.
રોંગ બિલીફથી કર્મ બંધત ! તમારું નામ શું છે ?
દાદાશ્રી : ના. આ ચંદુભાઈ તો ઓળખવાનું સાધન છે, કે ભઈ, આ દેહવાળા, આ ભઈ, તે ચંદુભાઈ છે. તમે ય એવું જાણો કે આ દેહનું નામ ચંદુભાઈ છે. પણ ‘તમે કોણ છો ?” એ જાણવાનું નહીં ?
પ્રશ્નકર્તા : એ જાણવું જોઈએ. જાણવાનો પ્રયત્ન કરવો જોઈએ.
દાદાશ્રી : એટલે શેનાં જેવું થયું કે તમે ચંદુભાઈ નથી છતાં તમે આરોપ કરો છો, ચંદુભાઈના નામથી બધો લાભ ઉઠાવી લો છો. આ બઈનો ધણી થઉં, આનો મામો થઉં, આનો કાકો થઉં. તે લાભ ઉઠાવો છો ને તેનાં નિરંતર કર્મ બંધાયા જ કરે છે. તમે આરોપિત ભાવમાં છો, ત્યાં સુધી કર્મ બંધાયા કરે. જ્યારે ‘હું કોણ છું ?” એ નક્કી થયા પછી તમને કર્મ બંધાય નહીં.
એટલે અત્યારે ય કર્મ બંધાઈ રહ્યા છે ને રાતે ઊંઘમાં ય કર્મ બંધાય છે. કારણ કે હું ચંદુભાઈ છું એવું માનીને ઊંધે છે. “હું ચંદુભાઈ છું.” એ તમારી રોંગ બિલીફ છે, એનાંથી કર્મ બંધાય છે.
ભગવાને મોટામાં મોટું કર્મ કર્યું કહ્યું ? રાત્રે ‘હું ચંદુભાઈ છું'
Page #9
--------------------------------------------------------------------------
________________
કર્મનું વિજ્ઞાન
કહીને સૂઈ ગયા અને પછી આત્માને કોથળામાં પૂર્યો, તે મોટામાં મોટું કર્મ !
કર્તાપદથી કર્મબંધત !
પ્રશ્નકર્તા : કર્મ શાથી બંધાય છે ? હજુ જરા વધુ સમજાવો.,
દાદાશ્રી : કર્મ શાથી બંધાય છે, એ તમને કહું ? કર્મ તમે કરતાં નથી છતાં ય તમે માનો છો કે ‘હું કરું છું.’ માટે બંધન તમારું જતું નથી. ભગવાન પણ કર્યા નથી. ભગવાન કર્તા હોત તો એમને બંધન થાત. એટલે ભગવાન કર્તા નથી ને તમે ય કર્તા નથી. પણ તમે માનો છો ‘હું કરું છું.’ તેથી કર્મ બંધાય છે.
કોલેજમાં પાસ થયા, તે બીજી શક્તિને આધારે થાય છે ને તમે કહો છો કે હું પાસ થયો. એ આરોપિત ભાવ છે. તેનાથી કર્મ બંધાય છે. વેદાંતે પણ સ્વીકાર્યો તિરીશ્વરવાદ !
પ્રશ્નકર્તા : તો પછી કોઈ શક્તિથી થતું હોય, તો કોઈ ચોરી કરે તો એ ગુનો નહીં અને કોઈ દાન આપે તો એ પણ, બધું સરખું જ કહેવાય ને !
દાદાશ્રી : હા. સરખું જ કહેવાય, પણ તે પાછું સરખું રાખતાં નથી. દાન આપનાર આમ છાતી કાઢીને ફરે છે, એટલે તો બંધાયો અને ચોરી કરનારો કહે છે, ‘મને કોઈ પકડે જ નહીં, ભલભલાની ચોરી કરું.' એટલે મૂઓ એ બંધાયો. ‘મેં કર્યું’ એવું કહે નહીં, તો કશું અડે નહીં.
પ્રશ્નકર્તા : એવી એક માન્યતા છે કે પ્રાથમિક કક્ષામાં આપણે એમ માનીએ છીએ કે ઇશ્વર કર્તા છે. આગળ જતાં નિરીશ્વરવાદ સિવાય, વેદમાં ય કંઈ છે નહીં. ઉપનિષદમાં પણ નિરીશ્વરવાદ જ છે. ઇશ્વર કર્તા નથી, કર્મનાં ફળ દરેકને ભોગવવાં પડે છે. હવે એ કર્મનાં ફળ ભવોભવનાં ચાલ્યા કરતાં હશે ?
કર્મનું વિજ્ઞાન
દાદાશ્રી : હાસ્તોને, કર્મ એવું છે ને આ કેરીમાંથી આંબો અને આંબામાંથી કેરી, કેરીમાંથી આંબો ને આંબામાંથી કેરી !
પ્રશ્નકર્તા : એ તો ઉત્ક્રાંતિનો નિયમ થયો, એ તો થયાં જ કરવાનું.
દાદાશ્રી : ના, એ જ કર્મફળ. એ કેરી ફળ આવી, તે ફળમાંથી બી પડે ને પાછું ઝાડ થાય ને ઝાડમાં પાછું ફળ થાય ને ! એ ચાલ્યા જ કરવાનું, કર્મમાંથી કર્મબીજ પડયાં જ કરે.
પ્રશ્નકર્તા : તો પછી એ શુભ-અશુભ કર્મ બંધાયા જ કરે, છૂટે જ
નહીં.
દાદાશ્રી : હા, ઉપર ગર્ભ ખઈ લે અને ગોટલો પાછો પડે. પ્રશ્નકર્તા : એ તો ફરી ત્યાં આંબો ઉત્પન્ન થાય.
દાદાશ્રી : છૂટે જ નહીં ને !
જો તમે ઈશ્વરને કર્તા માનો તો પછી તમે તમારી જાતને કર્તા શું કામ માનો છો ? આ તો પાછો પોતે હઉ કર્તા થઈ બેસે છે ! મનુષ્ય એકલો જ એવો છે કે જે ‘હું કર્તા છું’ એવું ભાન ધરાવે છે, અને જ્યાં કર્તા થયો ત્યાં આશ્રિતતા તૂટી જાય છે. તેને ભગવાન કહે છે, ‘ભઈ, તું કરી લે છે તો તું છૂટો ને હું છૂટો.' પછી ભગવાનને ને તમારે શું
લેવાદેવા ?
પોતે કર્તા માને છે તેથી કર્મ થાય છે. પોતે જો એ કર્મનો કર્તા ના માને તો કર્મનો વિલય થાય છે.
આ છે મહાભજતનો મર્મ !
તેથી અખા ભગત બોલ્યા કે,
જો તું જીવ તો કર્તા હરિ; જો તું શીવ તો વસ્તુ ખરી!
Page #10
--------------------------------------------------------------------------
________________
કર્મનું વિજ્ઞાન
એટલે જો ‘તું શુદ્ધાત્મા’ તો સાચી વાત છે. અને જો ‘જીવ છું’, તો ઉપર કર્તા હિર છે. અને જો ‘તું શીવ છું’ તો વસ્તુ ખરી છે. ઉપર હિર નામનું કોઈ છે જ નહીં. એટલે જીવ-શીવનો ભેદ ગયો. એ પરમાત્મા થવાની તૈયારી થઈ. આ બધા ય ભગવાનને ભજે, એ જીવશીવનો ભેદ છે અને આપણે અહીં આ જ્ઞાન મળ્યા પછી જીવ-શિવનો ભેદ ગયો.
કર્તા છૂટે તો છૂટે કર્મ; એ છે મહાભજનનો મર્મ!
6
૭
ચાર્જ ક્યારે થાય કે ‘હું ચંદુભાઈ છું અને આ મેં કર્યું.' એટલે જે ઊંધી માન્યતા છે તેનાથી કર્મ બંધાયું. હવે આત્માનું જ્ઞાન મળે તો ‘તમે’ ચંદુભાઈ નથી. ચંદુભાઈ તો વ્યવહારથી, નિશ્ચયથી ખરેખર નહીં અને આ ‘મેં કર્યું’ તે વ્યવહારથી. એટલે કર્તાપણું મટી જાય તો કર્મ પછી છૂટે, કર્મ બંધાય નહીં.
‘હું કર્તા નથી’ એ ભાન થયું, એ શ્રદ્ધા બેઠી, ત્યારથી કર્મ છૂટયા,
કર્મ બંધાતા અટક્યા. એટલે ચાર્જ થતાં બંધ થઈ ગયા. એ છે મહાભજનનો મર્મ. મહાભજન શેને કહેવાય ? સર્વશાસ્ત્રોનાં સારને મહાભજન કહેવાય. એ મહાભજનનો ય સાર છે.
કરે તે જ ભોગવે !
પ્રશ્નકર્તા : આપણા શાસ્ત્રો એમ કહે છે કે દરેકને કર્મ પ્રમાણે ફળ મળે છે !
દાદાશ્રી : એ તો પોતે પોતાનો જ જવાબદાર છે. ભગવાને આમાં હાથ ઘાલ્યો જ નથી. બાકી, આ જગતમાં તમે સ્વતંત્ર જ છો. ઉપરી કોણ છે? તમારે અન્ડરહેન્ડની ટેવ છે એટલે તમારે ઉપરી મળે છે, નહિ તો તમારો કોઈ ઉપરી નથી ને તમારો કોઈ અન્ડરહેન્ડ નથી, એવું આ વર્લ્ડ (જગત) છે ! આ તો સમજવાની જરૂર છે, બીજું કશું છે નહિ.
કર્મનું વિજ્ઞાન
આખા વર્લ્ડમાં બધે ફરી આવ્યો, એવી કોઈ જગ્યા નથી કે જ્યાં આગળ ઉપરીપણું હોય. ભગવાન નામનો કોઈ તમારો ઉપરી છે નહિ. તમારા જોખમદાર તમે પોતે જ છો. આખા વર્લ્ડના લોકો માને છે કે જગત ભગવાને બનાવ્યું. પણ જે પુનર્જન્મનો સિદ્ધાંત સમજે છે એણે એવું ન માની શકાય કે ભગવાને બનાવ્યું છે. પુનર્જન્મ એટલે શું કે ‘હું કરું છું અને હું ભોગવું છું. અને મારાં જ કર્મનાં ફળ ભોગવું છું. આમાં ભગવાનની આડખીલી જ નથી.' પોતે જે કરે છે, પોતાની જવાબદારી પર જ આ બધું કરવામાં આવે છે. કોની જવાબદારી પર છે આ, સમજાયું ને ?
પ્રશ્નકર્તા ઃ આજ સુધી એમ સમજતો હતો કે ભગવાનની જવાબદારી
८
છે.
દાદાશ્રી : ના. પોતાની જ જવાબદારી છે ! હૉલ એન્ડ સોલ રીસ્પોન્સીબીલિટી પોતાની છે, પણ પેલા માણસને ગોળી કેમ મારી ? એ રિસ્પોન્સીબલ હતા. તેનું આ ફળ મળ્યું અને એ મારનાર રિસ્પોન્સીબલ થશે, ત્યારે એનું ફળ મળશે. એ ટાઈમ થશે ત્યારે પાકશે.
જેમ કેરી આજે થઈ, તે આજ ને આજ કેરી લાવીને પછી એનો રસ ના નીકળે. એ તો ટાઈમ થાય, મોટી થાય, પાકે, ત્યારે એ રસ નીકળે. એવી રીતે આ ગોળી વાગીને, તે પહેલાં પાકીને તૈયાર થાય
ત્યારે વાગે. એમ ને એમ ના વાગે. અને પેલાએ ગોળી મારી તેને જ આવડી નાની કેરી થયેલી છે, એ મોટી થયા પછી પાકશે. ત્યાર પછી એનો રસ નીકળશે.
કર્મબંધત, આત્માતે કે દેહને ?
પ્રશ્નકર્તા : હવે તો પછી કર્મબંધન કોને હોય છે, આત્માને કે દેહને ?
દાદાશ્રી : દેહ તો એ પોતે જ કર્મ છે. પછી બીજુ બંધન એને હોય ક્યાંથી ? આ તો જેને બંધન લાગતું હોય, જે જેલમાં બેઠો હોય
Page #11
--------------------------------------------------------------------------
________________
કર્મનું વિજ્ઞાન
કર્મનું વિજ્ઞાન
તેને બંધન. જેલને બંધન હોય કે જેલમાં બેઠો હોય એને બંધન ? એટલે આ દેહ તો જેલ છે અને તેની મહીં બેઠો છે ને તેને બંધન છે. “હું બંધાયો છું, હું દેહ છું, હું ચંદુભાઈ છું.” માને છે, તેને બંધન છે.
પ્રશ્નકર્તા : એટલે આપ કહેવા માંગો છો કે આત્મા દેહ થકી કર્મ બાંધે છે, ને દેહ થકી કર્મ છોડે છે ?
દાદાશ્રી : ના, એવું નથી. આત્મા તો આમાં હાથ ઘાલતો જ નથી. ખરી રીતે તો આત્મા છુટ્ટો જ છે, સ્વતંત્ર છે. વિશેષભાવથી જ આ અહંકાર ઊભો થાય છે ને તે કર્મ બાંધે છે ને તે જ કર્મ ભોગવે છે. ‘તમે છો શુદ્ધાત્મા’ પણ બોલો છો કે “હું ચંદુભાઈ છું.' જ્યાં પોતે નથી,
ત્યાં આરોપ કરવો કે “હું છું.’ તે અહંકાર કહેવાય છે. પારકાંના સ્થાનને પોતાનું સ્થાન માને છે, એ ઈગોઈઝમ છે. આ અહંકાર છૂટે એટલે પોતાના સ્થાનમાં અવાય. ત્યાં બંધન છે જ નહીં !
કર્મ અતાદિથી આત્માસંગે પ્રશ્નકર્તા : તો કર્મ વગરની આત્માની સ્થિતિ થતી હશે ને? તે ક્યારે થાય ?
દાદાશ્રી : એક પણ સંજોગોની વળગણાં ના હોય ને, એને કર્મ વળગે જ નહિ કોઈ દહાડો ય ! જેને વળગણાં કોઈ પણ પ્રકારની હોય નહિ, તેને કોઈ પણ પ્રકારનો એવો કર્મોનો હિસાબ નથી કે એને કર્મ વળગે ! અત્યારે સિદ્ધગતિમાં જે સિદ્ધ ભગવંતો છે એમને કોઈ જાતનાં કર્મ વળગે નહિ. વળગણાં ખલાસ થઈ ગઈ કે વળગે નહિ.
આ તો સંસારમાં વળગણાં ઊભી થઈ છે અને તે અનાદિ કાળની કર્મની વળગણાં છે. અને તે સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સથી છે એ બધું. બધાં તત્ત્વો ગતિમાન થયા કરે છે ને તત્ત્વો ગતિમાન થવાથી જ આ બધું ઊભું થયું છે. આ બધી ભ્રાંતિ ઉત્પન્ન થઈ છે. એનાથી આ બધાં વિશેષ ભાવ ઉત્પન્ન થયા છે. ભ્રાંતિ એટલે જ વિશેષભાવ. એનો મૂળ જે સ્વભાવ હતો, તેનાં કરતાં વિશેષભાવ ઉત્પન્ન થયો અને
તેને લઈને આ બધો ફેરફાર થયો છે. એટલે પહેલાં કંઈ આત્મા કર્મ વગરનો હતો, એવું ક્યારેય બન્યું નથી. એટલે એ જ્યારે જ્ઞાની પુરુષની પાસે આવે છે ત્યારે ઘણો ખરો કર્મનો બોજો હલકો થયો હોય છે અને હળુકર્મી થયેલો હોય છે. હળુકર્મી છે ત્યારે તો જ્ઞાની પુરુષ ભેગા થાય. ભગા થાય તે ય સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ છે. પોતાનાં પ્રયત્નથી જ કરવા જાય તો એવું થાય જ નહિ, સહજ પ્રયત્નો, સહેજા સહેજ મળી જાય, ત્યારે કામ થઈ જાય ! કર્મ એ સંયોગ છે, ને વિયોગી એનો સ્વભાવ છે.
સંબંધ આત્મા તે કર્મ તણાં. પ્રશ્નકર્તા: તો આત્મા અને કર્મ, એની વચ્ચે સંબંધ શું છે ?
દાદાશ્રી : બેઉની વચ્ચે કર્તારૂપી આંકડો ના હોય તો બેઉ છૂટા પડી જાય. આત્મા, આત્માની જગ્યાએ અને કર્મ, કર્મની જગ્યાએ છૂટાં પડી જાય.
પ્રશ્નકર્તા : સમજાયું નહીં બરોબર.
દાદાશ્રી : કર્તા ના બને, તો કર્મ છે નહિ. કર્તા છે, તો કર્મ છે. કર્તા ના હોય ને, તમે આ કાર્ય કરતાં હોય ને, તો ય તમને કર્મ બંધાય નહીં. આ તો કર્તાપદ છે તમને, “કર્યું.” તેથી બંધાયું.
પ્રશ્નકર્તા: તો કર્મ જ કર્તા છે ?
દાદાશ્રી : ‘ક’ એ કર્તા છે. ‘કર્મ એ કર્તા નથી. તમે મેં કર્યું કહો છો કે ‘કર્મ કર્યું” કહો છો ?
પ્રશ્નકર્તા : ‘હું કરું છું’ એવું તો મહીં રહે છે જ ને ! “મેં કર્યું એમ જ કહીએ છીએ.
દાદાશ્રી : હા, એ “કર્તા’ ‘હું કરું છું” એમ કહે છે. આ તમે કર્તા
Page #12
--------------------------------------------------------------------------
________________
કર્મનું વિજ્ઞાન
કર્મનું વિજ્ઞાન
થાવ છો. બાકી ‘કર્મ” કર્તા નથી. ‘આત્મા’ ય કર્તા નથી.
પ્રશ્નકર્તા કર્મ એક બાજુ છે ને આત્મા એક બાજુ છે. તો આ બેને જુદાં કઈ રીતે પાડવાં ?
દાદાશ્રી : જુદાં જ છે. આ આંકડો નીકળી જાય ને તો, પણ આ તો કર્તાપદનો આંકડો જ છે. આ આંકડાને લીધે બંધાયેલું લાગે છે. કર્તાપદ ગયું, કર્તાપદ કરનારો ગયો, “મેં કર્યું” એવું બોલનારો ગયો તો થઈ રહ્યું, ખલાસ થઈ ગયું. બે છૂટ્ટા જ છે પછી તો !
કર્મ બંધાય એ તો અંતઃક્રિયા ! પ્રશ્નકર્તા : મનુષ્યને કર્મ લાગુ પડતાં હશે કે નહીં ?
દાદાશ્રી : નિરંતર કર્મ બાંધ્યા જ કરે છે. બીજું કશું કરતા જ નથી. મનુષ્યનો અહંકાર એવો છે કે ખાતો નથી, પીતો નથી, સંસાર કરતો નથી, વેપાર કરતો નથી. તો ય માત્ર અહમૂકાર જ કરે છે કે “હું કરું છું', તેથી બધા કર્મો બાંધ્યા કરે છે. એ ય અજાયબી છે ને ?! એ પ્રવા (સાબિત) થઈ શકે એમ છે ! ખાતો નથી, પીતો નથી એ મુવ થઈ શકે એમ છે. છતાં ય કર્મો કરે છે એ પણ ધ્રુવ થઈ શકે છે. તે મનુષ્ય એકલાં જ કર્મ બાંધે છે.
પ્રશ્નકર્તા શરીરને લીધે ખાતાં-પીતાં હોય, પણ છતાં પોતે કર્મ ના પણ કરતાં હોય ને ?
દાદાશ્રી : એવું છે ને, કોઈ માણસ કર્મ કરતો હોય ને તો આંખે દેખાય નહીં. દેખાય છે તમને ? આ જે આંખે દેખાય છે ને, એને આપણાં જગતના લોકો કર્મ કહે છે. આમણે આ કર્યું, આમણે આ કર્યું, આણે આને માર્યો, એવું કર્મ બાંધ્યું. હવે જગતના લોકો એવું જ કહે છે ને ?
પ્રશ્નકર્તા : હા, જેવું દેખાતું હોય તે એવું કહે.
દાદાશ્રી : કર્મ એટલે એમની હિલચાલ શું થઈ, એને ગાળ દીધી તો ય કર્મ બાંધ્યું, એને માર્યો તો ય કર્મ બાંધ્યું. ખાધું તો ય કર્મ બાંધ્યું.
સૂઈ ગયો તો ય કર્મ બાંધ્યું, હિલચાલ શું કરે છે, એને આપણાં લોકો કર્મ કહે છે. પણ હકીકતમાં દેખાય છે એ કર્મફળ છે, એ કર્મ નથી.
કર્મ બંધાય ત્યારે અંતરદાહ બળ્યા કરે. નાનાં છોકરાંને કડવી દવા પીવડાવો, ત્યારે શું કરે ? મોઢું બગાડે ને ! અને ગળી ખવડાવીએ તો ? ખુશ થાય. આ જગતમાં જીવમાત્ર રાગ-દ્વેષ કરે છે એ કૉઝ છે બધાં અને તેમાંથી આ કર્મો ઊભાં થયા છે. જે પોતાને ગમે છે એ અને ના ગમતાં, એ બેઉ કર્મ આવે છે. ના ગમતા કેડીને જાય. એટલે દુઃખ આપીને જાય અને ગમતા સુખ આપીને જાય. એટલે કૉઝીઝ ગયા અવતારે થયેલા છે, તે આ ભવમાં ફળ આપે છે.
કર્મબીજતા નિયમો! પ્રશ્નકર્તા : કર્મબીજની એવી કોઈ સમજણ છે કે આ બીજ પડશે ને આ નહીં પડે ?
દાદાશ્રી : હા, તમે કહો કે “આ નાસ્તો કેવો સરસ થયો છે, તે મેં ખાધું.’ તો બીજ પડ્યું. મેં ખાધું' બોલવામાં વાંધો નથી. ‘કોણ ખાય છે, તે તમારે જાણવું જોઈએ કે હું નથી ખાતો, ખાનારો ખાય છે. પણ આ તો પોતે કર્તા થાય અને કર્તા થાય તો જ બીજ પડે.
ગાળો ભાંડે તો એની પર દ્વેષ નહીં, ફૂલ ચઢાવે કે ઊંચકીને ફરે તો એની પર રાગ નહીં, તો કર્મ ના બંધાય એને.
પ્રશ્નકર્તા: રાગ-દ્વેષ થાય અને ખબર ના પડે, એનો ઉપાય શો?
દાદાશ્રી : આ ઈનામ મળે છે તે, આવતા ભવનું ભટકવાનું ચાલુ જ રહે એનું.
સંબંધ દેહ તે આત્માતો... પ્રશ્નકર્તા : દેહ ને આત્મા વચ્ચે સંબંધ વધુ વિગતથી સમજાવો
ને ?
Page #13
--------------------------------------------------------------------------
________________
કર્મનું વિજ્ઞાન
દાદાશ્રી : આ દેહ છે તે આત્માની અજ્ઞાનતાથી ઊભું થયેલું પરિણામ છે. જે જે ‘કૉઝીઝ’ કર્યા, તેની આ ‘ઈફેક્ટ’ છે. કોઈ તમને ફૂલ ચઢાવે તો તમે ખુશ થઈ જાવ, અને તમને ગાળ દે એટલે તમે ચીઢાઈ જાવ. તે ચીઢાવામાં ને ખુશ થવામાં બાહ્ય દર્શનની કિંમત નથી, અંતર-ભાવથી કર્મ ચાર્જ થાય છે. તેનું પછી આવતે ભવે ડિસ્ચાર્જ થાય છે, તે વખતે તે ‘ઈફેક્ટિવ' છે. આ મન-વચન-કાયા ત્રણેય ‘ઈફેક્ટિવ’ છે. ‘ઈફેક્ટ' ભોગવતી વખતે બીજા નવાં કૉઝીઝ ઊભાં થાય છે. જે આવતા ભવે પાછાં ‘ઈફેક્ટિવ’ થાય છે. આમ ‘કૉઝીઝ’ એન્ડ ‘ઈફેક્ટ', ‘ઈફેક્ટ’ એન્ડ કૉઝીઝ એમ ઘટમાળ નિરંતર ચાલ્યા જ કરે છે.એટલે ફોરેનના સાયન્ટિસ્ટોને ય સમજાય કે ભઈ આ રીતે પુનર્જન્મ છે ! એટલે બહુ ખુશ થઈ જાય છે કે ઈફેક્ટ એન્ડ કૉઝીઝ છે આ !
૧૩
તે આ બધી ઈફેક્ટ છે. તમે વકીલાત કરો, એ બધી ઈફેક્ટ છે. ઈફેક્ટમાં અહંકાર ના કરાય કે ‘મેં કર્યું !’ ઈફેક્ટ તો એની મેળે જ આવે ! આ પાણી નીચે જાય, એ પાણી એમ ના બોલે કે ‘હું જઉં છું’,
તે દરિયા તરફ ચારસો માઈલ આમ તેમ ચાલીને જાય જ છે ને ! અને મનુષ્યો તો કોઈનો કેસ જીતાડી આપે તો ‘મેં કેવો જીતાડી આપ્યો’, બોલે. હવે એનો પોતે અહંકાર કર્યો, તે કર્મ બંધાયું, કૉઝ થયું. એનું ફળ પાછું ઈફેક્ટમાં આવશે.
કારણ-કાર્ય તણા રહસ્યો !
ઈફેક્ટ તમે સમજી ગયા ? એની મેળે થયા જ કરે તે ઈફેક્ટ. આપણે પરીક્ષા આપીએ ને, એ કૉઝ કહેવાય. પછી પરિણામની ચિંતા આપણે કરવાની ન હોય. એ તો ઈફેક્ટ છે. તે જગત આખું ઈફેક્ટની ચિંતા કરે છે. ખરેખર તો કૉઝ માટે ચિંતા કરાય !
આ વિજ્ઞાન તને સમજાયું ? વિજ્ઞાન સૈદ્ધાંતિક હોય. અવિરોધાભાસ હોય. તેં બીઝનેસ કર્યો ને બે લાખ કમાયો, તે કૉઝ છે કે ઈફેક્ટ ? પ્રશ્નકર્તા : કૉઝીઝ છે.
૧૪
શકે ?
કર્મનું વિજ્ઞાન
દાદાશ્રી : કેવી રીતે કૉઝીઝ તે મને સમજાવ ? ધાર્યા પ્રમાણે કરી
પ્રશ્નકર્તા : તમે બીઝનેસ કરો અને જે થવાનું છે એ થવાનું છે, એ ઈફેક્ટ થાય. પણ બીઝનેસ કરવા માટે કૉઝીઝ તો કરવાં પડે ને ? તો બીઝનેસ કરી શકીએને ?
દાદાશ્રી : ના, કૉઝીઝમાં રિલેટિવ વસ્તુ ના વપરાય બીજી. બીઝનેસ તો શરીર સારું હોય, મગજ સારું હોય, બધું હોય ત્યારે થાય ને ! બધાના આધારે જે થતું હોય, એ ઈફેક્ટ અને જે માણસ સૂતો સૂતો આનું ખરાબ થશે, આમ થશે.’ એ કરે એ બધું કૉઝીઝ. કારણ કે એમાં આધાર કે કોઈ ચીજની જરૂર નથી.
પ્રશ્નકર્તા : આપણે જે બીઝનેસ કરીએ છીએ, તો એ ઈફેક્ટ કહેવાય ?
દાદાશ્રી : ઈફેક્ટ જ કહીએ છીએ ને ! બીઝનેસ એ ઈફેક્ટ જ છે. પરીક્ષાનું પરિણામ આવે, એમાં કશું કરવું પડે ? પરીક્ષામાં કરવું પડે, એ કૉઝીઝ કહેવાય. કંઈ કરવું પડે, તે પણ પરિણામમાં કંઈ કરવું
પડે ?
પ્રશ્નકર્તા : ના.
દાદાશ્રી : એમ આમાં કંઈ કરવું ના પડે. એ બધું થયા જ કરે. આપણું શરીર બધું વપરાય અને થયા જ કરે, કૉઝમાં તો પોતાને કરવું પડે. કર્તાભાવ છે એ કૉઝ છે. બીજું બધું ઈફેક્ટ છે. ભોક્તાભાવ એ
કૉઝ છે.
પ્રશ્નકર્તા : જે ભાવ એ બધાં કૉઝીઝ, બરાબર.
દાદાશ્રી : હું. જ્યાં બીજા કોઈની હેલ્પની જરૂર નહીં. તમે રસોઈ બનાવો ફર્સ્ટ કલાસ, તે બધી જ ઈફેક્ટ છે. અને એની મહીં તમે ભાવ કરો કે ‘કેવી સરસ રસોઈ મેં બનાવી, કેવી સરસ બનાવી.’ એ ભાવ
Page #14
--------------------------------------------------------------------------
________________
કર્મનું વિજ્ઞાન
૧૫
કર્મનું વિજ્ઞાન
તમારો કૉઝ. જો ભાવ ન કરો તો બધું ઈફેક્ટ જ છે. સાંભળી શકાય, દેખી શકાય, એ બધી ઈફેક્ટ. કૉઝીઝ દેખી ના શકાય.
પ્રશ્નકર્તા : તો પાંચ ઈન્દ્રિયથી જે બધું થાય એ ઈફેક્ટ.
દાદાશ્રી : હા, આ બધી ઈફેક્ટ છે. આખી લાઈફ જ ઈફેક્ટ છે. એની મહીં જે ભાવ થાય છે એ ભાવ કૉઝ છે અને ભાવનો કર્તા હોવો જોઈએ. એ તો કર્તા છે જગતના લોકો !
કર્મ બંધાતા અટકી ગયાં એટલે થઈ ગયું. એવું તમને સમજાય ખરું ! તમને કર્મ બંધાતા અટકતાં હશે ? કોઈ દહાડો જોયું છે એ ? શુભમાં પડો તો શુભ બંધાય, નહીં તો અશુભ તો હોય છે જ. કર્મ છોડે જ નહીં ! અને “પોતે કોણ છે, આ બધું કોણ કરે છે તે બધું જાણે, પછી કર્મ બંધાય જ નહીં ને !
પહેલું કર્મ કેવી રીતે આવ્યું ? પ્રશ્નકર્તા કર્મની થીયરી મુજબ કર્મ બંધાય અને એનો ભોગવટો કરવો પડે. હવે એ રીતે આપણે કૉઝ અને ઈફેક્ટ કહ્યા તો એ પહેલું કૉઝ પછી એની ઈફેક્ટ, તો આપણે તર્કની દ્રષ્ટિએ વિચાર કરીએ અને પાછાં જતાં જઈએ તો સહુ પ્રથમ કૉઝ કેવી રીતે આવ્યું હશે ?
દાદાશ્રી : અનાદિમાં પહેલું ના હોય ને ! આ માળા તમે જોયેલી ગોળ ? આ સૂર્યનારાયણ ફરે તો એની બિગિનિંગ ક્યાંથી કરતાં હશે ?
પ્રશ્નકર્તા એને બિગિનિંગ હોય જ નહીં.
દાદાશ્રી : એટલે આ દુનિયાની બિગિનિંગ કોઈ જગ્યાએ છે નહીં. બધી જ ગોળ છે, રાઉન્ડ જ છે. આમાં છૂટકારો છે પણ. બિગિનિંગ નથી આનું ! આત્મા છે એટલે છૂટકારો થઈ શકે છે. પણ એની બિગિનિંગ નથી, રાઉન્ડ છે બધું ય, હરેક ચીજ રાઉન્ડ. કોઈ ચીજ ચોરસ નથી. ચોરસ હોય તો આપણે એને કહીએ કે આ ખૂણેથી શરૂ થયું છે અને આ ખૂણે ભેગું થયું. રાઉન્ડમાં ક્યો ખુણો ? આખું જગત જ રાઉન્ડ
છે એમાં બુદ્ધિ કામ કરી શકે એમ નથી. માટે બુદ્ધિને કહીએ, બેસ છેટી ! બુદ્ધિ પહોંચી વળે એમ નથી. જ્ઞાનથી સમજાય એવું છે.
ઈડું પહેલું કે મુરઘી પહેલી. મૂઆ મેલને પૂળો. અહીંથી એ બાજુએ મૂકીને બીજી આગળની વાત કરને ! નહીં તો ઈડા ને મરઘુ થવું પડશે વારેઘડીએ અને છોડે નહીં મૂઓ. જેનું સમાધાન ના હોય એ બધું ગોળ. તે આપણાં લોક નહીં કહેતાં, ગોળ ગોળ વાત કરે છે આ ભઈ !
પ્રશ્નકર્તા : છતાં આ પ્રશ્ન રહ્યા જ કરે કે જન્મ પહેલા કર્મ ક્યાંથી ? ચોરાસી લાખ ફેરા શરૂ થયા. આ પાપ-પુણ્ય ક્યાંથી ક્યારથી શરૂ થયું ?
દાદાશ્રી : અનાદિથી. પ્રશ્નકર્તા એની શરૂઆત તો કંઈક હોય ને ?
દાદાશ્રી : જ્યારથી બુદ્ધિ શરૂ થઈને ત્યાંથી શરૂઆત અને બુદ્ધિ એન્ડ થાય ત્યાં પૂરું થઈ જાય. સમજ પડીને ? બાકી છે અનાદિથી !
પ્રશ્નકર્તા : આ જે બુદ્ધિ છે તે કોણે આપી ?
દાદાશ્રી : આપનારું જ કોણ છે ? કોઈ જ ઉપરી જ નથી ને ! કોઈ છે નહીંને બીજો કોઈ. કોઈ આપનાર હોય તો તો ઉપરી ઠર્યો. ઉપરી ઠર્યો એટલે કાયમ એ આપણે માથે રહ્યો. પછી મોક્ષ હોય જ નહીં, દુનિયામાં. ઉપરી હોય ત્યાં મોક્ષ હોતો હશે ?
પ્રશ્નકર્તા : પણ સૌથી પહેલું કર્મ કર્યું થયું ? જેને લીધે આ શરીર મળ્યું ?
દાદાશ્રી : આ શરીર તો કોઈએ આપ્યું નથી. આ છ તત્ત્વો બધા ભેગા થવાથી, એ આમ સામસામે જોઈન્ટ થવાથી ‘એને’ આ બધી અવસ્થા ઉત્પન્ન થઈ છે. તે શરીર મળ્યું ય નથી. આ તો તમને દેખાય છે તે જ ભૂલ છે. ભ્રાંતિથી દેખાય છે. આ ભ્રાંતિ જાયને, તો કશું ય નહીં
Page #15
--------------------------------------------------------------------------
________________
કર્મનું વિજ્ઞાન
૧૭
12
કર્મનું વિજ્ઞાન
હોય. આ તમે જે “હું ચંદુભાઈ છું' એવું જાણો છો. તેથી આ ઉભું થયું છે બધું !
કર્મો એક કે અનેક ભવતા ? પ્રશ્નકર્તા : આ બધાં કર્મો છે તે આ એક જ જન્મમાં ભોગવાતાં નથી. એટલે અનેક જન્મો લેવાં પડે છેને એને ભોગવવા માટે ? જ્યાં સુધી કર્મો પૂરાં ના થાય ત્યાં સુધી મોક્ષ ક્યાં છે ?
દાદાશ્રી : મોક્ષની તો વાત ક્યાં ગઈ ! એ ભવનાં કર્મ જયારે પૂરાં થાય ત્યારે દેહ છૂટે. અને ત્યારે મહીં બીજા નવાં કર્મ બંધાઈ જ ગયેલાં હોય. એટલે મોક્ષની તો વાત જ ક્યાં કરવી રહી ? જૂનાં, બીજાં કંઈ પાછલાં કર્મો નથી આવતા. તમે અત્યારે હલ કર્મો બાંધી રહ્યાં છો. અત્યારે તમે આ વાત કરો છો ને તે ઘડીએ પણ પુણ્યકર્મ બાંધી રહ્યા છો. પુણ્યાનુબંધી પુણ્યકર્મ બાંધી રહ્યા છો.
કરે કોણ તે ભોગવે કોણ ? પ્રશ્નકર્તા : દાદા, ગયા ભવમાં જે કર્મ કર્યા એ આ ભવમાં ભોગવવાં પડે, તો ગયા ભવની અંદર જે દેહે ભોગવેલા એ તો લાકડામાં ગયો, આત્મા તો નિર્વિકાર સ્વરૂપ છે, એ આત્મા બીજો દેહ લઈને આવે છે. પણ આ દેહને ગયા દેહનું કરેલું કર્મ શા માટે ભોગવવાનું ?
દાદાશ્રી : એ દેહના કરેલાં કર્મો તો એ દેહ ભોગવીને જ જાય. પ્રશ્નકર્તા : તો ?
દાદાશ્રી : આ તો ચિતરેલાં, એ માનસિક કર્મ. સૂક્ષ્મ કર્મો. એટલે જેને આપણે કોકલ બોડી કહીએ છીએને, કૉઝીઝ.
પ્રશ્નકર્તા : બરોબર છે, પણ એ દેહ ભાવ કરેલાં ને ? દાદાશ્રી : દેહે ભાવ નથી કર્યા.
પ્રશ્નકર્તા : તો ?
દાદાશ્રી : દેહે તો એનું પોતે ફળ ભોગવ્યું ને ! બે ધોલો મારી એટલે દેહને ફળ મળી જ જાય. પણ એને યોજનામાં હતું, તે આ રૂપકમાં આવ્યું.
પ્રશ્નકર્તા : હા, પણ યોજના કરી કોણે ? પેલા દેહે યોજના કરીને !
દાદાશ્રી : દેહને તો લેવા-દેવા નહીં ને ! બસ, અહંકાર જ કરે છે આ બધું.
આ જન્મતું આ જન્મમાં ? પ્રશ્નકર્તા : આ બધા કર્મોનાં ફળ આપણા આ જીવનમાં જ ભોગવવાના કે પછી આવતા જન્મમાં પણ ભોગવવા પડે છે ?
દાદાશ્રી : ગયા અવતારે જે કર્મ કરેલાં, તે યોજના રૂપે હતા. એટલે કાગળ ઉપર લખેલી યોજના. હવે એ રૂપક રૂપે અત્યારે આવે તે ફળ આપવા સન્મુખ થાય ત્યારે એ પ્રારબ્ધ કહેવાય. કેટલા કાળે પાકે, તે પચાસ, પોણોસો, સો વર્ષે પાકવા આવે, તો ફળ આપવા સન્મુખ થાય.
એટલે ગયા અવતારે કર્મ બાંધ્યા, તે કેટલે વર્ષે પાકે ત્યારે અહીં ફળ આપે અને એ ફળ આપતી વખતે જગતના લોકો શું કહે કે આમણે કર્મ બાંધ્યું. આણે આ માણસને બે ધોલ મારી દીધી, એને જગતના લોક શું કહે ? કર્મ બાંધ્યું એણે. કયું કર્મ બાંધ્યું ? ત્યારે કહે, બે ધોલ મારી દીધી. એને એનું ફળ ભોગવવું પડશે. તે અહીં પાછું મળે જ. કારણ કે ધોલો મારી, પણ આજે પેલો ઢીલો પડી ગયો, પણ ફરી તાલ આવે એટલે વેર વાળ્યા વગર રહે નહીં ને ! ત્યારે લોકો કહે કે જો કર્મનું ફળ ભોગવ્યુંને છેવટે ! તે આનું નામ અહીં ને અહીં ફળ ભોગવ્યું. પણ આપણે એને કહીએ કે તારી વાત સાચી છે. આનું ફળ ભોગવવાનું,
Page #16
--------------------------------------------------------------------------
________________
કર્મનું વિજ્ઞાન
to
કર્મનું વિજ્ઞાન
અને જગતના લોકો જેને કહે કે આ ક્રોધ કરે છે, માન કરે છે, અહંકાર કરે છે, હવે એનું ફળ અહીંનું અહીં જ ભોગવવું પડે છે. માનનું ફળ અહીંનું અહીં શું આવે કે અપકીર્તિ ફેલાય, અપયશ ફેલાય, તે અહીં જ ભોગવવું પડે. આ માન કરીએ તે વખતે જો મનમાં એમ હોય કે આ ખોટું થઈ રહ્યું છે, આવું ના હોવું જોઈએ, આપણે માન ઓગાળવાની જરૂર છે, એવા ભાવ હોય તો તે નવું કર્મ બાંધે છે. તેનાં હિસાબે આવતે ભવ પાછું માન ઓછું થાય.
કર્મની થિયરી આવી છે ! ખોટું થતી વખતે મહીં ભાવ ફરી જાય તો નવું કર્મ તેવું બંધાય. ને ખોટું કરે ને ઉપરથી રાજી થાય કે “આવું કરવા જેવું જ છે.” તે પાછું નવું કર્મ મજબૂત થઈ જાય, નિકાચિત થઈ જાય. એ પછી ભોગવ્યે જ છૂટકો !
આખું સાયન્સ જ સમજવા જેવું છે. વીતરાગોનું વિજ્ઞાન બહુ ગુહ્ય
પણ એ બે ધોલો કેમ મારી એણે ? એ શા આધારે ? એ આધાર એને જડે નહીં. એ તો એણે જ મારી કહેશે. એ ઉદયકર્મ એની પાસે નચાવડાવે આ. એટલે આગળ કર્મ કર્યું છે, તે નચાવડાવે છે.
પ્રશ્નકર્તા : એ જે ધોલ મારી એ કર્મનું ફળ છે, કર્મ નથી, એ બરોબર ને ?
દાદાશ્રી : હા, એ કર્મફળ છે. એટલે ઉદયકર્મ આ એને કરાવડાવે છે અને એ બે ધોલ મારી દે છે. પછી પેલો માર ખાનાર શું કહે, કે “ભઈ, બીજી એક-બે આપને ? ત્યારે કહે “હું કંઈ અક્કલ વગરનો મૂખ્ખ !” ઊલ્ટો વઢે. પેલો માર્યો તે, એનું કારણ છે, બેનો હિસાબ હોય ને તે હિસાબની બહાર થાય નહીં કશું ય. એટલે આ જગત એવું છે કે હિસાબ વસ્તુ એક આના પઈ સાથેનો હિસાબ છે. એટલે ભડકવા જેવું આ જગત જ નથી, બિલકુલે ય નિરાંતે સૂઈ જવા જેવું છે. તેમ છતાં બિલકુલ એવું નહીં થઈ જવું જોઈએ નીડર કે મને કશું નહીં થાય !
કર્મફળ - લોકભાષામાં, જ્ઞાતીતી ભાષામાં! પ્રશ્નકર્તા : બધું અહીંનું અહીં ભોગવવાનું છે એમ કહે છે, તે શું ખોટું છે ?
દાદાશ્રી : ભોગવવાનું અહીંનું અહીં જ છે પણ તે આ જગતની ભાષામાં. અલૌકિક ભાષામાં એનો અર્થ શો થાય ?
ગયા અવતારે કર્મ અહંકારનું, માનનું બંધાયેલું હોય, તે આ અવતારમાં એનાં બધાં બિલ્ડિંગ બંધાતા હોય, તો પછી એ એમાં માની થાય. શાથી માની થાય છે ? કર્મના હિસાબે એ માની થાય છે. હવે માની થયો, તેને જગતના લોક શું કહે છે કે, “આ કર્મ બાંધે છે, આ આવું માન કરે છે.’ જગતના લોકો આને કર્મ કહે છે. જ્યારે ભગવાનની ભાષામાં તો આ કર્મનું ફળ આવ્યું છે. ફળ એટલે માન ના કરવું હોય તો ય કરવું જ પડે, થઈ જ જાય.
કે આ જન્મતું આવતા જન્મમાં ? પ્રશ્નકર્તા ઃ તો આ જન્મમાં કરેલાં કર્મોનું ફળ શું આવતા જન્મમાં મળી શકે ?
દાદાશ્રી : હા, આ ભવમાં ના મળે.
પ્રશ્નકર્તા : તો અત્યારે જે આપણે ભોગવીએ છીએ, એ ગયા જન્મનું ફળ છે ?
દાદાશ્રી : હા. આગલાં અવતારનું છે અને જોડે જોડે નવા કર્મ આવતાં અવતાર માટે બંધાઈ રહ્યા છે. એટલે નવા કર્મ તમારે સારાં કરવાં જોઈએ. આ તો બગડયું છે પણ આવતું ના બગડે, એટલું જોતું રહેવાનું.
પ્રશ્નકર્તા: અત્યારે કળિયુગ ચાલી રહ્યો છે, અત્યારે માણસ સારાં કર્મો તો કરી શક્તો નથી, કળિયુગના પ્રભાવથી.
Page #17
--------------------------------------------------------------------------
________________
કર્મનું વિજ્ઞાન
૨૧
કર્મનું વિજ્ઞાન
દાદાશ્રી : સારા કર્મોની જરૂર નથી. પ્રશ્નકર્તા : તો શેની જરૂર છે ?
દાદાશ્રી : મહીં સભાવનાની જરૂર છે. સારા કર્મો તો પ્રારબ્ધ સારું હોય તો થઈ શકે. નહીં તો થઈ શકે નહીં. પણ સારી ભાવના તો થઈ શકે, પ્રારબ્ધ સારું ના હોય તો ય.
ખોટા કર્મનું ફળ ક્યારે ? પ્રશ્નકર્તા : સારાં અને ખોટાં કર્મનું ફળ આ જ જન્મમાં કે આવતા જન્મમાં ભોગવવું પડે છે, તો તેવાં જીવો મોક્ષગતિને કઈ રીતે પામે ?
દાદાશ્રી : કર્મના ફળ નુકસાન કરતા નથી. કર્મના બીજ નુકસાન કરે છે. મોક્ષે જતાં કર્મબીજ પડતાં બંધ થઈ ગયા તો કર્મફળ એને આંતરે નહીં, કર્મબીજ આંતરે. બીજ શાથી આંતરે ? કે તે નાખ્યું એટલે હવે એનો સ્વાદ તું લઈને જા, એનું ફળ ચાખીને જા. એ ચાખ્યા વગર જવાય નહીં. એટલે એ આંતરનાર છે, બાકી આ કર્મફળ આંતરતા નથી. ફળ તો કહે છે તું તારી મેળે ખાઈને ચાલ્યો જા.
પ્રશ્નકર્તા : પણ આપશ્રીએ કહ્યું હતું કે એક ટકો પણ કર્મ કર્યું હોય તો તે ભોગવવું જ પડે છે !
દાદાશ્રી : હા, ભોગવે જ છૂટકો, ભોગવ્યા વગર ચાલે નહીં. કર્મનાં ફળ ભોગવતાં ય મોક્ષ થાય એવો રસ્તો હોય છે. પણ કર્મ બાંધતી વખતે મોક્ષ ના થાય. કારણ કે એ કર્મ બાંધતા હોય તો હજુ ફળ ખાવા રહેવું પડે ને !
પ્રશ્નકર્તા : સારા-ખરાબ કર્મો આપણે કરીએ, તે ભોગવવાનાં આ જન્મમાં જ હોય છે કે પછી આવતાં જન્મમાં ?
દાદાશ્રી: લોકો દેખે કે આણે ખરાબ કર્મ કર્યું, આણે ચોરી કરી, આણે લુચ્ચાઈ કરી, આણે દગો દીધો, એ બધાં અહીં જ ભોગવવાનાં અને એ કર્મથી જ રાગ-દ્વેષ મહીં ઉત્પન્ન થાય છે. એનું આવતાં ભવમાં
ભોગવવાનું.
પ્રત્યેક અવતાર પૂર્વ અવતારોનું સરવૈયું ! પ્રશ્નકર્તા : આ કર્મો અત્યારે છે, તે અનંત અવતારના છે ?
દાદાશ્રી : દરેક અવતાર, અનંત અવતારના સરવૈયા રૂપે હોય છે. બધા અવતારનું ભેગું ના થાય. કારણ કે નિયમ એવો છે કે પરિપાક કાળે ફળ પાકવું જ જોઈએ, નહીં તો કેટલા બધાં કર્મો રહી જાય !
પ્રશ્નકર્તા : આ બધું ગયા જન્મ સાથે સંકળાયેલું છે ને ?
દાદાશ્રી : હા, એવું છે કે એક જન્મમાં બે કામ કરી શકતો નથી, કૉઝીઝ અને ઈફેક્ટ સાથે નથી કરી શકતો. કારણ કે કૉઝીઝ અને ઈફેક્ટ એની મુદત સાથે કેવી રીતે થાય ? પૂર્વે એની મુદત થાય ત્યારે કૉઝીઝ ઈફેક્ટીવ થાય. મુદત વગર ના થાય. જેમ આ આંબો હોય છે ને, તે એને મોર આવ્યા પછી આવડી કેરી બેસે, તે પાકતાં સુધીની અંદર મુદત ખરી કે નહીં ? આપણે બીજે દા'ડે બાધા રાખીએ કે પાકી જાય, તો પાકે ? એટલે આ કર્મ જે બાંધીએ છીએ, એને પાક કરવા માટે સો વર્ષ જોઈએ ત્યારે ફળ આપવા લાયક સન્મુખ થાય.
પ્રશ્નકર્તા : એટલે આ ભવનાં કર્મો જે છે, તે છેલ્લા અવતારનાં જ આ હોય છે કે આગલા અનંત અવતારનાં હોય ?
દાદાશ્રી : ના, એવું નથી આ કુદરતનું. બહુ ચોખ્ખી કુદરત તો, જેવી વેપારીઓને રીત ના આવડે એવી સરસ રીત ! આજથી દસમા અવતાર પર કર્મ હોયને તેનું સરવૈયું કાઢીને તે નફો-નુકસાન આગળ ખેંચી જાય, નવમા અવતારમાં. હવે એમાં એ બધા કર્મો નહીં આવવાનાં, ફક્ત સરવૈયું કાઢીને કર્મો આવવાનાં. નવમામાંથી આઠમામાં, આઠમામાંથી સાતમામાં. મહીં આમ જેટલા વર્ષનું આયુષ્ય હોય પછી આ એટલા વર્ષના કર્મો હોય. પણ તે તે તેવાં રૂપે મહીં આવે, પણ તે એક અવતારના જ કહેવાય. બે અવતારનાં ભેગા ના કહી શકાય.
Page #18
--------------------------------------------------------------------------
________________
કર્મનું વિજ્ઞાન
કર્મ પાકવાને વાર લાગે એવાં હોય, કેટલાંક લોકોને પાંચસો વર્ષે, હજાર હજાર વર્ષે પાકે. તો ય પણ આમાં ચોપડે નવું જ થાય. પ્રશ્નકર્તા : કેરી ફોરવર્ડ થઈ જાય.
૨૩
દાદાશ્રી : હા, ચોપડાની તમને વસ્તુ સમજાઈ ? જૂના ચોપડાનું નવા ચોપડામાં આવી જાય અને હવે ભઈ નવા ચોપડે એમાં આવી જવાનાં. કશું બાકી રહ્યા સિવાય. એટલે આ કૉઝીઝ રૂપે કર્મ બંધાય છે તે ઈફેક્ટિવ ક્યારે થાય છે ? પચાસ-સાઈઠ-પોણોસો વર્ષ થાય ત્યારે ફળ આપવા માટે ઈફેક્ટિવ થાય છે !
આ બધાંતો સંચાલક કોણ ?
પ્રશ્નકર્તા : તો આ બધું ચલાવે છે કોણ ?
દાદાશ્રી : આ તો બધું આ કર્મનો નિયમ એવો છે કે તમે જે કર્મ કરો છો, એનાં પરિણામ એની મેળે કુદરતી રીતે આવે છે.
પ્રશ્નકર્તા : આ કર્મના ફળ આપણને ભોગવવા પડે. એ કોણ નક્કી કરે ? કોણ ભોગાવડાવે ?
દાદાશ્રી : નક્કી કરવાની જરૂરત જ નથી. કર્મ ‘ઈટસેલ્ફ' કર્યા કરે. એની મેળે પોતે જ થઈ જાય છે.
પ્રશ્નકર્તા : તો પછી કર્મના નિયમને કોણ ચલાવે છે ?
દાદાશ્રી : 2H ને ૦ ભેગા થઈ જાય એ વરસાદ થઈ જાય, એ કર્મનો નિયમ.
પ્રશ્નકર્તા : પણ કોઈએ એને કર્યો હશેને, એ નિયમ ?
દાદાશ્રી : નિયમ કોઈ કરે નહીં. તો તો પછી માલિક ઠરે પાછો. કોઈને ક૨વાની જરૂર નથી. ઈટસેલ્ફ પઝલ થયેલું છે અને તે વિજ્ઞાનના નિયમથી થાય છે અને અમે ‘ઓન્લી સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ
કર્મનું વિજ્ઞાન
એવિડન્સ' થી જગત ચાલે છે એમ કહીએ છીએ ! એને ગુજરાતીમાં કહ્યું કે ‘વ્યવસ્થિત શક્તિ' જગત ચલાવે છે.
‘વ્યવસ્થિત શક્તિ' અને કર્મ !
૨૪
પ્રશ્નકર્તા : આપ જે વ્યવસ્થિત’ કહો છો તે કર્મ પ્રમાણે છે ?
દાદાશ્રી : કર્મથી કંઈ જગત ચાલતું નથી. જગત ‘વ્યવસ્થિત શક્તિ’ ચલાવે છે. તમને અહીં કોણ તેડી લાવ્યું ? કર્મ ? ના. તમને ‘વ્યવસ્થિત’ તેડી લાવ્યું. કર્મ તો મહીં પડ્યું જ હતું. તે ગઈ કાલે કેમ ના તેડી લાવ્યું ને આજે લાવ્યું ? ‘વ્યવસ્થિત’ કાળ ભેગો કરે, ભાવ ભેગો કરે. બધાં જ સંયોગો ભેગા થયા, તે તું અહીં આવ્યો. કર્મ તો ‘વ્યવસ્થિત’નો એક અંશ છે. આ તો સંજોગ બાઝે ત્યારે કહે, મેં કર્યું’ અને સંજોગ ના બાઝે ત્યારે ?!
ફળ મળે ઓટોમેટિક !
પ્રશ્નકર્તા : કર્મનું ફળ બીજો કોઈ આપે તો પાછું એ કર્મ જ થયું ?
દાદાશ્રી : કર્મનું ફળ બીજો કોઈ આપે જ નહીં. કર્મનું ફળ કોઈ આપનારો જન્મ્યો નથી. ફક્ત અહીંયા આગળ માંકણ મારવાની દવા પી જાય એટલે મરી જ જાય, એમાં વચ્ચે ફળ આપનારની કોઈ જરુર નથી.
ફળ આપનાર હોય ને તો તો બહુ મોટી ઓફિસ કરવી પડત. આ તો સાયન્ટિફિક રીતે ચાલે છે. કોઈની જરુર નથી વચ્ચે ! કર્મ એનું પરિપક્વ થાય છે એટલે ફળ આપીને ઊભું જ રહે છે, પોતે પોતાની મેળે જ. જેમ આ કાચી કેરીઓ તો એની મેળે પાકે છે ને ! નથી પાકતી ?
પ્રશ્નકર્તા : હા, હા.
દાદાશ્રી : આંબા ઉપર નથી પાકતી ? હા. સાખ થાય છે ને, એવી રીતે આ કર્મ પાકે છે, એનો ટાઈમ આવેને ત્યારે પાકીને તૈયાર થઈને ફળ આપવાને માટે લાયક થાય.
Page #19
--------------------------------------------------------------------------
________________
કર્મનું વિજ્ઞાન
કર્મનું વિજ્ઞાન
પ્રશ્નકર્તા : ગયા ભવમાં જે આપણે કર્મો કર્યા, આ ભવમાં એનું ફળ આવ્યું, તો આ બધા કર્મોનો હિસાબ કોણ રાખે છે ? એનો ચોપડો કોણ રાખે છે ?
દાદાશ્રી : ઠંડી પડે છે, ત્યારે પાઈપની અંદર પાણી હોય છે તે બરફ કોણ કરી નાખે છે ? એ ઠંડું વાતાવરણ થયું એટલે. ઓન્લી સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ. આ બધું કર્મો-બર્મો કરે છે તે. તેનું ફળ આવે છે તે ય એવિડન્સ છે. તને ભૂખ કોણ લગાડે છે ? બધું સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ છે. એનાથી બધું ચાલે છે !
કર્મફળમાં “ઓર્ડર'નો આધાર ! પ્રશ્નકર્તા : કયા ઓર્ડરમાં કર્મોનું ફળ આવે છે ? જેવાં ઓર્ડરમાં એ એનું બંધાયું હોય, એવાં જ ઓર્ડરમાં એનું ફળ આવે ? એટલે પહેલાં આ કર્મ બાંધ્યું, પછી આ કર્મ બાંધ્યું, પછી આ કર્મ બાંધ્યું. એક નંબરનું કર્મ આ બાંધ્યું, તો એનું ડિસ્ચાર્જ પણ પછી પહેલું એ જ આવે. પછી બે નંબરનું બાંધ્યું, એનું ડિસ્ચાર્જ બીજા નંબરે આવે, એવું છે ?
દાદાશ્રી : ના, એવું નહીં. પ્રશ્નકર્તા : હં, તો કેવું છે એ જરા સમજાવો.
દાદાશ્રી : ના, એવું નહીં. એ બધા એના સ્વભાવ પ્રમાણે બધું ગોઠવાઈ જાય કે દિવસે ભોગવવાનાં ક, આ રાત્રે ભોગવવાનાં કર્મો, આ બધાં..... એમ ગોઠવાઈ જાય. આ છે તે દુ:ખમાં ભોગવવાનાં કર્મો, આ સુખમાં ભોગવવાનાં કર્મ, એ ગોઠવાઈ જાય. એ બધું ગોઠવણી થઈ જાય એની !
પ્રશ્નકર્તા : આ કર્મ નવું છે કે જૂનું છે, એ શી રીતે દેખાય ?
દાદાશ્રી : કર્મ કર્યું કે ના કર્યું, એ તો કોઈનાથી ના દેખાય. એ તો ભગવાન કે જેમને કેવળજ્ઞાન છે તે જ જાણી શકે. આ જગતમાં જે તમને કર્મો દેખાય છે, તેમાં એક રાઈ જેટલું પણ કર્મ નવું નથી. આ કર્મોના જ્ઞાતા-દ્રષ્ટા રહો તો નવું કર્મ ના થાય ને તન્મયાકાર રહો તો નવું કર્મ બંધાય. આત્મજ્ઞાની થાય ત્યાર પછી જ કર્મ ના બંધાય.
આ જગતમાં આત્મા દેખાતો નથી, કર્મ ય દેખાતા નથી પણ કર્મફળ દેખાય છે.
લોકોને કર્મફળ આવે તેમાં ‘ટેસ્ટ’ પડે એટલે તેમાં તન્મયાકાર થઈ જાય, તેનાથી ભોગવવું પડે.
અત્યારે મૂઆ ક્યાંથી ?' પ્રશ્નકર્તા : ઘણી વખતે એમ થાય કે આપણે અશુભ કર્મ બાંધતા હોઈએ અને તે વખતે ઉદય છે તો બહાર શુભ કર્મોનો હોય !
દાદાશ્રી : હા. એવું બને. અત્યારે તમારે શુભ કર્મનો ઉદય હોય પણ મહીં અશુભ કર્મ બાંધતા હો.
તમે બહારગામથી અહીં સીટીમાં આવ્યા હોય ને રાતે મોડું થઈ ગયું હોય તો મહીં થાય કે આપણે ક્યાં સૂઈ જઈશું ? તે પછી તમે કહો કે અહીંયા મારા એક મિત્ર રહે છે, ત્યાં આપણે જઈએ. એટલે ચાર જણ એ ને તમે પાંચમાં, સાડા અગિયાર વાગે પેલાં મિત્રને ત્યાં જઈને બારણું ઠોક્યું. એ કોણ ? ત્યારે કહે, ‘હું.’ ત્યારે કહે, ‘ઉઘાડું.” એ બારણું ઉઘાડે પછી શું કહે આપણને ? પાંચ જણ દેખે. આપણને એકલાને ના દેખે, ચાર-પાંચ જણને દેખે એટલે આપણને શું કહે ? ‘પાછા જાવ' એવું કહે ? શું કહે ?
‘આવો, પધારો!! આપણાં તો ખાનદાન લોકો ‘આવો, પધારો’ કહીને બેસાડે.
પ્રશ્નકર્તા : એ ગોઠવણી કયા આધાર પર થાય ?
દાદાશ્રી : સ્વભાવના આધારે. આપણે બધા ભેગાં થાય, તો બધાં સ્વભાવને મળતાં આવતાં હોય તો જ ભેગું થાય. નહીં તો થાય નહીં.
કેવળજ્ઞાતમાં જ એ દેખાય !
Page #20
--------------------------------------------------------------------------
________________
કર્મનું વિજ્ઞાન
૨૮
કર્મનું વિજ્ઞાન
પ્રશ્નકર્તા : એ એમે ય કહે, ક્યારે આવ્યા ને ક્યારે જવાનાં ?
દાદાશ્રી : ના. ખાનદાન એવું ના બોલે. તે ‘આવો, પધારો’ કરીને બેસાડે પણ એના મનમાં શું થતું હોય ? કે અત્યારે ક્યાંથી મૂઆ ! એ કર્મ. એ કરવાની જરૂર નથી. એ આવ્યા છે, એનો હિસાબ હશે ત્યાં સુધી રહેશે. પછી જતાં રહેશે. એણે જો આ ડહાપણ કર્યું એ, “અત્યારે ક્યાંથી મૂઆ’ એ કર્મ બાંધ્યું. હવે એ કર્મ બાંધ્યું ત્યારે મને પૂછવું” તું કે આવું થઈ જાય છે મારે, તો શું કરવું ? ત્યારે હું કહું, કે તે ઘડીએ કૃષ્ણ ભગવાનને માનતો હોય, ગમે તેને માનતો હોય તેમનું નામ લઈ “હે ભગવાન ! મારી ભૂલ થઈ” આવું ફરી નહીં કરું. એવી માફી માંગ એટલે ભૂંસાઈ જાય. બાંધેલું કર્મ તરત ને તરત ભૂંસાઈ જાય. જ્યાં સુધી કાગળ પોસ્ટમાં ના નાખીએ, ફેરફાર થઈ શકે. પોસ્ટમાં પડી ગયો એટલે કે આ દેહ છૂટી ગયો, પછી બંધાઈ ગયું. દેહ છૂટે એ પહેલાં છે તે આપણે બધું ભૂંસી નાખીએ તો ભૂંસાઈ જાય. હવે એક તો પેલાએ કર્મ તો બાંધ્યું ને ?
હવે પછી પાછાં તને શું કહે છે ? ‘ચંદુભાઈ આટલી આટલી.” શું બોલ્યા આટલી તે ? તે કોફી કે ચા કંઈ બોલે નહીં, પણ આપણે સમજી જઈએ કે ચાનું કહે છે. પણ એ “આટલી થોડીક થોડીક....' એટલે તમે કહો, અત્યારે રહેવા દો ને ચા-બા અત્યારે ખીચડી-કઢી હશે તો ચાલશે. તે મહીં બૈરા પછી કૂદાકૂદ. એ કર્મ બંધાયા બધા. હવે તે ઘડીએ આ કુદરતનો કાયદો છે. તે હિસાબે આવ્યો છે, તો એને માટે ભાવ નહીં બગાડવાનો. આવાં નિયમમાં રહે ને ભલે ખીચડી ને કઢી, જે આપણી પાસે હોય એ આપવું. પેલાં એવું નથી કહેતાં કે તમે બાસુંદી ખવડાવો. ખીચડી-કઢી, શાક જે હોય તે પીરસો. આ તો પાછાં આબરુ જતી રહે એટલાં હારું આ પાછો ખીચડી-કઢી ના મૂકે બીજું શીરો કે કશું મૂકે. પણ અંદર મનમાં પાછી ગાળો ભાંડે. અત્યારે ક્યાંથી મૂઆ ! એ એનું નામ કર્મ. એટલે આવું ના હોવું જોઈએ.
માટે ન બગાડો ભાવ કદિ ! પ્રશ્નકર્તા : પુણ્યકર્મ ને પાપકર્મ કેવી રીતે બંધાય ?
દાદાશ્રી : બીજાને સુખ આપવાનો ભાવ કર્યો, એનાથી પુણ્ય બંધાય અને દુઃખ આપવાનો ભાવ કર્યો, એનાથી પાપ બંધાય. માત્ર ભાવથી જ કર્મ બંધાય છે, ક્રિયાથી નહીં. ક્રિયામાં એવું હોય કે ના પણ હોય, પણ ભાવમાં જેવું હોય તેવું કર્મ બંધાય. માટે ભાવને બગાડશો નહી.
કોઈ પણ કાર્ય સ્વાર્થ ભાવે કરે ત્યારે પાપકર્મ બંધાય અને નિઃસ્વાર્થ ભાવે કરે ત્યારે પુણ્યકર્મ બંધાય. પણ બન્ને ય કર્મ છે ને ! પેલું પુણ્યકર્મનું ફળ છે તે સોનાની બેડી અને પાપકર્મનું ફળ લોઢાની બેડી. પણ બેઉ બેડીઓ જ છે ને ?
સ્થૂળકર્મ : સૂક્ષ્મકર્મ ! એક શેઠે પચાસ હજાર રૂપિયા દાનમાં આપ્યાં. તે તેના મિત્રે તેને પૂછ્યું, ‘આટલા બધા રૂપિયા આપી દીધા ?” ત્યારે શેઠ બોલ્યા, ‘હું તો એક પૈસો ય આપું તેવો નથી. આ તો આ મેયરનાં દબાણને લઈને આપવા પડ્યાં.’ હવે આનું ફળ ત્યાં શું મળે ? પચાસ હજાર દાન કર્યું. તે સ્થૂળકર્મ, તે તેનું ફળ અહીંનું અહીં શેઠને મળી જાય. લોકો “વાહ વાહ’ બોલાવે. કીર્તિ ગાય અને શેઠે મહીં, સૂક્ષ્મકર્મમાં શું ચાર્જ કર્યું ? ત્યારે કહે “એક પૈસો ય આપું તેવો નથી.’ તેનું ફળ આવતા ભવમાં મળે. તે આવતા ભવે શેઠ પૈસો ય દાનમાં આપી ના શકે. હવે આવી ઝીણી વાત કોને સમજાય ?
ત્યાં બીજો કોઈ ગરીબ હોય, તેની પાસે પણ એ જ લોકો ગયા હોય દાન લેવા, ત્યારે એ ગરીબ માણસ શું કહે કે, “મારી પાસે તો અત્યારે પાંચ જ રૂપિયા છે તે બધા ય લઈ લો. પણ અત્યારે જો મારી પાસે પાંચ લાખ હોત તો તે બધા ય આપી દેત !” આમ દીલથી કહે.
Page #21
--------------------------------------------------------------------------
________________
કર્મનું વિજ્ઞાન
કર્મનું વિજ્ઞાન
હવે આણે પાંચ જ રૂપિયા આપ્યા, તે ડિસ્ચાર્જમાં કર્મફળ આવ્યું. પણ મહીં સૂક્ષ્મમાં શું ચાર્જ કર્યું ? પાંચ લાખ રૂપિયા આપવાના, તે આવતા ભવે પાંચ લાખ આપી શકશે, ડિસ્ચાર્જ થશે ત્યારે.
એક માણસ દાન આપ્યા કરતો હોય, ધર્મની ભક્તિ કર્યા કરે, મંદિરોમાં પૈસા આપે, બીજું બધું આખોય દહાડો ધર્મ કર્યા કરતો હોય, તેને જગતના લોક શું કહે કે આ ધર્મિષ્ઠ છે. હવે એ માણસનાં અંદરખાને શું વિચાર હોય કે કેમ કરીને ભેગું કરું ને કેમ કરીને ભોગવી લઉં ! અંદર તો એને અણહક્કની લક્ષ્મી પડાવી લેવાની ઈચ્છા બહુ હોય. અણહક્કનાં વિષય ભોગવી લેવામાં જ તૈયાર હોય !
એટલે ભગવાન એનો એક પૈસો ય જમે કરતાં નથી. એનું શું કારણ ? કારણ એ કે દાન-ધર્મ-ક્રિયા એ બધાં સ્થૂળકર્મ છે. એ સ્થૂળકર્મનું ફળ અહીંનું અહીં જ મળી જાય છે. લોકો આ સ્થૂળકર્મને જ આવતા ભવનાં કર્મ માને છે. પણ એનું ફળ તો અહીંનું અહીં જ મળી જાય છે અને સૂક્ષ્મકર્મ કે જે અંદર બંધાઈ રહ્યું છે, જેની લોકોને ખબર જ નથી. તેનું ફળ આવતા ભવે મળે છે !
આજે કોઈ માણસે ચોરી કરી, તે ચોરી એ સ્થૂળકર્મ છે. તેનું ફળ આ ભવમાં જ મળી જાય છે. જેમ કે એને અપજશ મળે, પોલીસવાળો મારે વિગેરે તે બધું ફળ, એને અહીનું અહીં મળી જ જવાનું.
એટલે આજે સ્થૂળકર્મ દેખાય છે, સ્થળ આચાર દેખાય છે તે ‘ત્યાં’ કામ લાગે નહીં. ‘ત્યાં’ તો સૂક્ષ્મ ભાવ શું છે ? સૂક્ષ્મકર્મ શું છે ? એટલું જ ‘ત્યાં’ કામ લાગે. હવે જગત આખું સ્થૂળકર્મ ઉપર જ એડજસ્ટ થઈ ગયું છે.
આ સાધુ-સન્યાસીઓ બધા ત્યાગ કરે, તપ કરે, જપ કરે, પણ એ તો બધું ધૂળકર્મ છે. એમાં સૂક્ષ્મકર્મ કયાં છે ? આ દેખાય છે એમાં આવતા ભવ માટેનું સૂક્ષ્મકર્મ નથી. આ કરે છે એ સ્થૂળકર્મના, એમને જશ અહીં જ મળી જાય.
ક્રિયા નહીં પણ ધ્યાનથી ચાર્જિંગ ! આચાર્ય મહારાજ પ્રતિક્રમણ કરે, સામાયિક કરે, વ્યાખ્યાન આપે, પ્રવચન કરે, પણ એ તો એમનો આચાર છે, એ સ્થૂળકર્મ છે. પણ મહીં શું એ જોવાનું છે. મહીં જે ચાર્જ થાય છે, તે ‘ત્યાં’ કામ લાગશે. અત્યારે જે આચાર પાળે છે, એ ડિસ્ચાર્જ છે. આખો બાહ્યાચાર જ ડિસ્ચાર્જ સ્વરૂપ છે. ત્યાં આ લોકો કહે કે “મેં સામાયિક કર્યું, ધ્યાન કર્યું, દાન કર્યું.’ તે એનો તને જશ અહીં મળશે. તેમાં આવતા ભવને શું લેવાદેવા ? ભગવાન એવી કંઈ કાચી માયા નથી કે તારા આવાં પોલને ચાલવા દે. બહાર સામાયિક કરતો હોય ને મહીં શું ય કરતો હોય.
એક શેઠ સામાયિક કરવા બેઠા હતા, તે બહાર કોઈએ બારણું ઠોક્યું. શેઠાણીએ જઈને બારણું ખોલ્યું. એક ભાઈ આવેલા. તેમણે પુછયું,
શેઠ ક્યાં ગયા છે ?” ત્યારે શેઠાણીએ જવાબ આપ્યો, ‘ઢેડવાડે.’ શેઠે મહીં રહ્યા રહ્યા આ સાંભળ્યું ને અંદર તપાસ કરી તો ખરેખર એ ઢેડવાડે જ ગયેલા હતા ! અંદર તો ખરાબ વિચારો જ ચાલતા હતા તે સૂર્યમકર્મ ને બહાર સામાયિક કરતા હતા, તે સ્થૂળકર્મ. ભગવાન આવાં પોલને ચાલવા ના દે, અંદર સામાયિક રહેતું હોય ને બહાર સામાયિક ના પણ હોય તો તેનું ‘ત્યાં’ ચાલે. આ બહારના ઠઠારા ‘ત્યાં ચાલે એવાં નથી.
મહીં ફેરવો ભાવ આમ ! સ્થૂળકર્મ એટલે તને એકદમ ગુસ્સો આવ્યો, ત્યારે ગુસ્સો નથી લાવવો છતાં તે આવે. એવું બને કે ના બને ?
પ્રશ્નકર્તા : બને.
દાદાશ્રી : એ ગુસ્સો આવ્યો, એનું ફળ અહીંનું અહીં તરત મળી જાય. લોકો કહે કે “જવા દો ને એને, એ તો છે જ બહુ ક્રોધી.’ કોઈ વળી એને સામી ધોલ પણ મારી દે. એટલે અપજશનું કે બીજી રીતે એને અહીંનું અહીં ફળ મળી જાય. એટલે ગુસ્સો થવો એ સ્થૂળકર્મ છે
Page #22
--------------------------------------------------------------------------
________________
કર્મનું વિજ્ઞાન
અને ગુસ્સો આવ્યો તેની મહીં આજનો તારો ભાવ શું છે કે ગુસ્સો કરવો જ જોઈએ. તે આવતાં ભવનો ફરી ગુસ્સાનો હિસાબ છે અને તારો આજનો ભાવ છે કે ગુસ્સો ના કરવો જોઈએ. તારા મનમાં નક્કી હોય કે ગુસ્સો નથી જ કરવો, છતાં પણ થઈ જાય છે તો તને આવતાં ભવ માટે બંધન ના રહ્યું.
૩૧
આ સ્થૂળકર્મમાં તને ગુસ્સો થયો, તો તેનો તારે આ ભવમાં માર ખાવો પડશે. તેમ છતાં પણ તને બંધન નહીં થાય. કારણ સૂક્ષ્મકર્મમાં તારો નિશ્ચય છે કે ગુસ્સો ના જ કરવો જોઈએ અને કોઈ માણસ કોઈની ઉપરે ય ગુસ્સે નથી થતો. છતાં મનમાં કહેશે કે આ લોકોની ઉપર ગુસ્સો
કરીએ તો જ એ સીધા થાય એવાં છે. તે આનાથી આવતા ભવે પાછો ગુસ્સાવાળો થઈ જાય ! એટલે બહાર જે ગુસ્સો થાય છે, તે સ્થૂળકર્મ છે ને તે વખતે મહીં જે ભાવ થાય છે, તે સૂક્ષ્મકર્મ છે. સ્થૂળકર્મને બિલકુલ બંધન નથી, જો આ સમજે તો ! તેથી આ સાયન્સ મેં નવી રીતે મૂક્યું છે. અત્યાર સુધી સ્થૂળકર્મથી બંધન છે એવું જગતને ઠસાવી દીધું છે અને તેથી લોકો ભડક ભડક થાય છે.
આ જ્ઞાતે સંસાર સાથે મોક્ષ !
હવે ઘરમાં સ્ત્રી હોય, પૈણ્યા હોય અને મોક્ષે જવું છે, તે મનમાં થયા કરે કે હું પૈણ્યો છું, તે હવે શી રીતે મોક્ષે જવાય ? અલ્યા, સ્ત્રી નથી નડતી, તારા સૂક્ષ્મકર્મ નડે છે. આ તારા સ્થૂળકર્મ કોઈ નડતા નથી. એ મેં ઓપન કર્યું છે અને આ સાયન્સ ઓપન ના કરું તો મહીં ભડકાટ, ભડકાટ, ભડકાટ રહે. મહીં અજંપો, અજંપો, અજંપો રહે. પેલા સાધુઓ કહે કે અમે મોક્ષે જઈશું. અલ્યા, તમે શી રીતે મોક્ષે જવાના છો તે ? શું છોડવાનું છે, તે તો તમે જાણતાં નથી. તમે તો સ્થૂળને છોડયું. આંખે દેખાય, કાને સંભળાય એ છોડ્યું. એનું ફળ તો આ ભવમાં જ મળી જશે. આ સાયન્સ નવી જ જાતનું છે ! આ તો અક્રમ વિજ્ઞાન છે. જેનાથી આ લોકોને બધી રીતે ફેસીલિટી થઈ પડે. કંઈ બૈરી છોડીને નાસી જવાય ? અને બૈરી છોડીને નાસી જઈએ અને આપણો મોક્ષ થાય એ બન્ને
કર્મનું વિજ્ઞાન
ખરું ? કો'કને દુઃખ દઈને આપણો મોક્ષ થાય એ બને ખરું ?
એટલે બૈરી-છોકરાંની ફરજો બધી જ બજાવો અને સ્ત્રી જે ‘જમવા’નું આપે, તે નિરાંતે ખાવ એ બધું સ્થૂળ છે. એ સમજી જજો. સ્થૂળની પાછળ તમારો અભિપ્રાય એવો ના રહેવો જોઈએ કે જેથી કરીને સૂક્ષ્મમાં ચાર્જ થાય. એટલા માટે મેં તમને પાંચ વાક્યો આજ્ઞા રૂપે આપ્યાં છે. મહીં અભિપ્રાય એવો ના રહેવો જોઈએ કે આ કરેક્ટ છે, હું જે કરું છું, જે ભોગવું છું, એ કરેક્ટ છે. એવો અભિપ્રાય ના હોવો જોઈએ. બસ આટલો જ તમારો અભિપ્રાય ફર્યો કે બધું ફેરફાર થઈ ગયું. આ રીતે ફેરવો બાળકોને !
૩૨
છોકરામાં ખરાબ ગુણો હોય તો મા-બાપ તેને ટૈડકાવે છે અને કહેતા ફરે કે ‘મારો છોકરો તો આવો છે, નાલાયક છે, ચોર છે.’ અલ્યા, એ એવું કરે છે, તે કરેલાને મેલને પૂળો. પણ અત્યારે એનાં ભાવ ફેરવને ! એનાં મહીંના અભિપ્રાય ફેરવને ! એનાં ભાવ કેમ ફેરવવા, તે મા-બાપને આવડતું નથી. કારણ કે સર્ટિફાઈડ મા-બાપ નથી અને મા-બાપ થઈ ગયા છે ! છોકરાને ચોરીની કુટેવ પડી ગઈ હોય તો માબાપ તેને ટૈડકાવ ટૈડકાવ કરે. માર માર કરે. આમ મા-બાપ એક્સેસ બોલે હંમેશા એકસેસ બોલેલું હેલ્પ ના કરે. એટલે છોકરો શું કરે ? મનમાં નક્કી કરે કે ‘છો ને બોલ્યાં કરે. આપણે તો એવું કરવાનાં જ.’ તે આ છોકરાને મા-બાપ વધારે ચોર બનાવે છે. દ્વાપર ને ત્રેતા ને સત્યુગમાં જે હથિયારો હતાં, તે આજે કળિયુગમાં લોકોએ વાપરવા માંડ્યા. છોકરાને ફેરવવાની રીત જુદી છે. એના ભાવ ફેરવવાના. એના પર પ્રેમથી હાથ ફેરવીને કહેવું કે ‘આવ બેટા, છો તારી બા બૂમાબૂમ કરતી. એ બૂમાબૂમ કરે, પણ તે આવી રીતે કોઈની ચોરી કરી તેમ કોઈ તારા ગજવામાંથી ચોરી કરે તો તને સુખ લાગે ? તે વખતે તને મહીં કેવું દુઃખ થાય ? એમ સામાને ય દુઃખ ના થાય ?! તેવી આખી થિયરી છોકરાને સમજાવવી પડે. એક વખત તેને ઠસી જવું જોઈએ કે આ ખોટું છે, તમે એને મારમાર કરો છો, એનાથી તો છોકરા હઠે ચડે છે. ખાલી
Page #23
--------------------------------------------------------------------------
________________
કર્મનું વિજ્ઞાન
રીત જ ફેરવવાની. જગત આખું સ્થૂળકર્મને જ સમજ્યું છે. સૂક્ષ્મકર્મને સમજ્યું જ નથી. સૂક્ષ્મને સમજ્યું હોત તો આ દશા ના હોત ! ચાર્જ અને ડિસ્ચાર્જ કર્મ !
૩૩
પ્રશ્નકર્તા : સ્થૂળકર્મ અને સૂક્ષ્મકર્મના કર્તા જુદા જુદા છે ? દાદાશ્રી : બંનેનાં કર્તા જુદા છે. આ જે સ્થૂળ કર્યો છે, તે ડિસ્ચાર્જ કર્યો છે. આ બેટરીઓ હોય ને, તેને ચાર્જ કર્યા પછી ડિસ્ચાર્જ થયા કરે ને ? આપણે ડિસ્ચાર્જ ના કરવી હોય તો ય તે થયા જ કરે ને ?
પ્રશ્નકર્તા : હા.
દાદાશ્રી : એવું આ સ્થૂળ કર્મો એ ડિસ્ચાર્જ કર્યો છે ને બીજા મહીં નવા ચાર્જ થઈ રહ્યાં છે તે સૂક્ષ્મ કર્યો છે. આ ભવમાં જે ચાર્જ થઈ રહ્યાં છે તે આવતા ભવમાં ડિસ્ચાર્જ થયા કરશે અને આ અવતારમાં ગયા અવતારની બેટરીઓ ડિસ્ચાર્જ થયા કરે છે, એક મનની બેટરી, એક વાણીની બેટરી અને એક દેહની બેટરી - આ ત્રણેય બેટરીઓ અત્યારે ડિસ્ચાર્જ થયાં જ કરે છે અને મહીં નવી ત્રણ બેટરીઓ ભરાઈ રહી છે. આ બોલું છું, તે તને એમ થાય કે ‘હું’ જ બોલું છું. પણ ના, આ તો રેકર્ડ બોલી રહી છે. આ તો વાણીની બેટરી ડિસ્ચાર્જ થઈ રહી છે. હું બોલતો જ નથી અને આ બધા જગતનાં લોકો શું કહે કે ‘મેં કેવી વાત કરી, કેવું હું બોલ્યો !’ એ બધા કલ્પિત ભાવો છે, ઈગોઈઝમ છે. ખાલી એ ઈગોઈઝમ (અહંકાર) જાય તો પછી બીજું કશું રહ્યું ? આ ઈગોઈઝમ એ જ અજ્ઞાનતા છે અને એ જ ભગવાનની માયા છે. કારણ કે કરે છે બીજા ને પોતાને એવું એડજસ્ટમેન્ટ થાય છે કે ‘હું જ કરું છું !'
આ સૂક્ષ્મકર્મો જે મહીં ચાર્જ થાય છે, તે પછી કોમ્પ્યુટરમાં જાય છે. એક વ્યષ્ટિ કોમ્પ્યુટર છે ને બીજુ સમષ્ટિ કોમ્પ્યુટર છે. તે વ્યષ્ટિમાં પહેલાં સૂક્ષ્મકર્મો જાય ને ત્યાંથી પછી સમષ્ટિ કોમ્પ્યુટરમાં જાય. પછી
કર્મનું વિજ્ઞાન
સમષ્ટિ કામ કર્યા કરે. ‘હું ચંદુભાઈ છું’ એમ રિયલી સ્પિકીંગ બોલવું એ જ કર્મ બંધાય છે. ‘હું કોણ છું' એટલું જ જો સમજ્યો તો ત્યારથી બધાં જ કર્મોથી છૂટ્યા. એટલે આ વિજ્ઞાન સરળ ને સીધું મૂક્યું છે, નહીં તો કરોડો ઉપાયે એબ્સોલ્યુટ થવાય એવું નથી અને આ તો તદન એબ્સોલ્યુટ થિયરમ છે.
કર્મ - કર્મફળ - કર્મફળ પરિણામ !
પ્રશ્નકર્તા : ગયા ભવનાં કર્મો જે છે ચાર્જ થયેલાં, એ ડિસ્ચાર્જરૂપે આ ભવમાં આવે છે. તો આ ભવનાં જે કર્મો છે, એ આ ભવમાં જ ડિસ્ચાર્જરૂપે આવે કે નહીં ?
દાદાશ્રી : ના.
પ્રશ્નકર્તા : તો ક્યારે આવે ?
દાદાશ્રી : ગયા અવતારનાં કૉઝીઝ છે ને તે આ અવતારની ઈફેક્ટ છે. આ અવતારના કૉઝીઝ આવતા અવતારની ઈફેક્ટ છે.
૩૪
પ્રશ્નકર્તા : પણ કેટલાંક કર્મો એવાં હોય છે ને કે અહીંયા ને અહીંયા ભોગવી લેવાનાં હોય છે ને, આપે એવું કહ્યું છે, એક વખત.
દાદાશ્રી : એ તો આ જગતનાં લોકોને એવું લાગે. જગતનાં લોકોને શું લાગે ‘........ જો, હોટલમાં બહુ ખાતો હતો ને તે મરડો થઈ ગયો.’ હોટલોમાં ખાતો હતો એ કર્મ બાંધ્યા, તેથી આ મરડો થઈ ગયો કહેશે. ત્યારે જ્ઞાનીઓ શું કહે, એ હોટલમાં શા માટે ખાતો હતો ? એ કોણે શીખવાડ્યું એને હોટલમાં ખાવાનું ? કેવી રીતે બન્યું ? સંજોગો ઊભા થઈ ગયા. પહેલાં જે યોજના કરેલી, તે આ યોજના આવી એટલે એ હોટલમાં ગયો. એ જવાનાં સંજોગો બધાં ભેગા થઈ જાય. એટલે
હવે છૂટવું હોય તો છૂટાય નહીં. એનાં મનમાં એમ થાય કે સાલું આવું કેમ થતું હશે ?!
તે અહીંના ભ્રાંતિવાળાને એમ લાગે કે આ કામ કર્યું એટલે આ
Page #24
--------------------------------------------------------------------------
________________
કર્મનું વિજ્ઞાન
૩૫
૩૬
કર્મનું વિજ્ઞાન
થયું. ભ્રાંતિવાળા એવું સમજે કે અહીં કર્મ બાંધે છે કે અહીં ભોગવે. એવું સમજે. પણ આ શોધખોળ નહીં કરેલી કે એને નથી જવું તો ય શી રીતે જાય છે ? એને શી રીતે નથી જવું છતાં એ કયા કાયદાથી જાય છે, તે હિસાબ છે.
તે આપણે વધારાનું શીખવાડીએ છીએ કે આ છોકરાને માર-માર ના કરશો વગર કામનું, ફરી ભાવ ના કરે એવું કરો. ફરી યોજના ન કરે એવું કરો. ચોરી એ ખરાબ છે.... હોટલમાં ખાવું એ ખરાબ છે, એવું એને જ્ઞાન ઉત્પન્ન થાય એવું કરો. એટલે ફરીથી આવતે ભવ એવું બને નહીં. આ તો માર-માર કરે ને છોકરાને કહેશે, “જો નહીં જવાનું તારે', તો એનું મન અવળું ફરે છે, એ છોને કહે, આપણે તો જવાનાં, બસ. ઊલ્ટો હઠે ચઢે ને તેથી જ આ કર્મો ઊંધા થાય છે ને ! મા-બાપ ઊંધા કરાવડાવે છે.
પ્રશ્નકર્તા : જે આગલાં ભાવ કર્યા હતા એટલે હોટલમાં ગયો, હવે હોટલમાં ગયો, પછી ત્યાં ખાધું અને પછી મરડો થયો, આ બધું ડિસ્ચાર્જ
સંચિત કર્મને આધારે, અત્યારે મહીં ખૂબ ના છે છતાં ય હોટલમાં જઈને ખાઈ આવે છે તે પ્રારબ્ધ કર્મ અને એનું ફરી પાછું આ ભવમાં જ પરિણામ આવે ને મરડો થઈ જાય એ ક્રિયમાણ કર્મ !
હોટલમાં ખાય ત્યારે મજા આવી તે વખતે ય બીજ નાખે છે અને મરડો થાય ત્યારે ભોગવતી વખતે ય ફરી બીજ નાખે છે. એટલે કર્મફળ વખતે અને કર્મફળ પરિણામ વખતે, બે બીજ નાખે છે.
સંચિત, પ્રારબ્ધ તે ક્રિયમાણકર્મ ! પ્રશ્નકર્તા એ બધું પૂર્વભવના સંચિતકર્મ ઉપર આધારિત છે ?'
દાદાશ્રી : એવું છે ને સંચિત કર્મને એ બધા શબ્દો સમજવાની જરુર છે. એટલે સંચિતકર્મો એ કૉઝીઝ છે અને પ્રારબ્ધકર્મ એ સંચિતકર્મની ઈફેક્ટ છે અને ઈફેક્ટનું ફળ તરત જ મળે એ ક્રિયમાણકર્મ અને સંચિતકર્મનું ફળ પચાસ-સાઠ-સો વર્ષ પછી એનો કાળ પરિપક્વ થાય ત્યારે મળે.
સંચિતકર્મનું આ ફળ છે. સંચિતકર્મ ફળ આપતી વખતે સંચિત ના કહેવાય. ફળ આપતી વખતે પ્રારબ્ધકર્મ કહેવાય. એના એ જ સંચિત કર્મ જ્યારે ફળ આપવા તૈયાર થાય, ત્યારે એ પ્રારબ્ધકર્મ કહેવાય. સંચિત એટલે પેટીમાં મૂકેલી થોકડીઓ. એ જે થોકડી બહાર કાઢીએ એ પ્રારબ્ધ. એટલે પ્રારબ્ધનો અર્થ શું કે જે ફળ આપવા સન્મુખ થયું તે પ્રારબ્ધ અને ફળ આપવા સન્મુખ નહીં થયું, હજુ તો કેટલાંય કાળ પછી ફળ આપશે ત્યાં સુધી એ સંચિત બધા. સંચિત પડી રહેલા હોય બધા. ધીમે ધીમે ઉકેલ આવતો જાય, તેમ તેમ ફળ આપે.
અને ક્રિયમાણ તે આંખે દેખાય છે. પાંચ ઇન્દ્રિયથી અનુભવમાં આવે છે તે ક્રિયમાણ કર્મ. એટલે આ ત્રણ રીતે ઓળખાય કર્મ. લોકો કહે જુઓને, આને બે ધોલ મારી દીધી. ધોલ મારનારને દેખે, ધોલ ખાનારને દેખે, તે આ ક્રિયમાણકર્મ. હવે ક્રિયમાણકર્મ એટલે શું? ફળ આપવા જે સન્મુખ થયું તે આ ફળ. પેલાને ફળ એવું આવ્યું કે બે ધોલો
દાદાશ્રી : એ હોટલમાં ગયો એ ડિસ્ચાર્જ છે અને પેલું મરડો થયો તે ય ડિસ્ચાર્જ છે. ડિસ્ચાર્જ પોતાનાં તાબામાં ના રહે, કંટ્રોલ ના રહે, આઉટ ઓફ કંટ્રોલ થઈ જાય. - હવે એક્કેક્ટ જો કર્મની થિયરી કોને કહેવાય એવું જો સમજે, તો એ માણસ પુરુષાર્થ ધર્મને સમજી શકે. આ જગતના લોકો જેને કર્મ કહે છે, એને કર્મની થિયરી કર્મફળ કહે છે. હોટલમાં ખાવાનો ભાવ થાય છે. પૂર્વભવે કર્મ બાંધ્યું હતું, તેના આધારે ખાય છે. ત્યાં એ કર્મ કહેવાય. એ કર્મના આધારે આ ભવમાં એ હોટલમાં ખા ખા કરે છે. એ કર્મફળ આવ્યું કહેવાય અને આ મરડો થયો, એને જગતના લોકો કર્મફળ આવ્યું એવું માને. ત્યારે કર્મની થિયરી શું કહે છે આ મરડો થયો, એ કર્મફળનું પરિણામ આવ્યું.
વેદાંતની ભાષામાં હોટલમાં ખાવા ખેંચાય છે તે પૂર્વે બાંધેલા
Page #25
--------------------------------------------------------------------------
________________
કર્મનું વિજ્ઞાન
કર્મનું વિજ્ઞાન
આપી દીધી. અને પેલાને ફળ એવું આવ્યું તે બે ધોલો ખાધી. હવે એ ક્રિયમાણનું પાછુ ફળ આવે. તો પેલી ધોલ મારી એટલે પછી મનમાં રીસ રાખે કે મારા લાગમાં આવે તે ઘડીએ જોઈ લઈશ. એટલે પછી પાછું એ એનો બદલો આપે ! અને પછી નવા પાછાં બીજ પડતા જ જાય. નવા બીજ તો નાખતો જ જાય મહીં. બાકી સંચિત એકલા તો એમ ને એમ પડી રહેલો, સ્ટોકમાં રહેલો માલ. પુરુષાર્થ એ વસ્તુ જુદી છે. ક્રિયમાણ તો પ્રારબ્ધનું રિઝલ્ટ છે, પ્રારબ્ધનું ફળ છે.
પ્રશ્નકર્તા : આ પુરુષાર્થને આપ કર્મયોગ કહો છો?
દાદાશ્રી : કર્મયોગ સમજવો જોઈએ. કર્મયોગ જે ભગવાને લખ્યો અને લોકો જેને કર્મયોગ કહે છે એ બેમાં આકાશ-પાતાળ જેટલો ફેર
છે.
પુરુષાર્થ એટલે કર્મયોગ ખરો, પણ કર્મયોગ કેવો ? ઓન પેપર. યોજના, એ કર્મયોગ કહેવાય. એ કર્મયોગ જે થયો, એ પછી હિસાબ પડયો એનું ફળ એ સંચિત કહેવાય અને સંચિત એ ય છે તે યોજનામાં જ છે, પણ જ્યારે ફળ આપવા સન્મુખ થાય ત્યારે પ્રારબ્ધ કહેવાય અને પ્રારબ્ધ ફળ આપે ત્યારે ક્રિયમાણ ઊભા થાય. પુષ્ય હોય તો ક્રિયમાણ સારું થાય, પાપ આવે ત્યારે ક્રિયમાણ અવળા થાય.
અજાણ્યે કરેલાં કર્મોનું ફળ ખરું? પ્રશ્નકર્તા : જાણીને કરેલો ગુનાનો દોષ કેટલો લાગે ? અને અજાણ્યા કરેલી ભૂલોનો કેટલો દોષ લાગતો હશે ? અજાણમાં કરેલી ભૂલોને માફી થતી હશે ને ?
દાદાશ્રી : કોઈ કંઈ એવા ગાંડા નથી કે આવું માફ કરે. તમારા અજાણપણાથી કોઈ માણસ મરી ગયો. કોઈ કંઈ નવરો નથી કે માફ કરવા આવે. હવે અજાણતાથી દેવતામાં હાથ પડે તો શું થાય ?
પ્રશ્નકર્તા : દાઝી જવાય.
દાદાશ્રી : તરત ફળ ! અજાણથી કરો કે જાણીને કરો.
પ્રશ્નકર્તા : અજાણમાં કરેલી ભૂલોને આ રીતે ભોગવવી પડે, તો જાણ્યા પછી કેટલું ભોગવવું પડે ?
દાદાશ્રી : હા, એટલે એ જ હું તમને સમજાયું કે અજાણથી કરેલા કર્મ, એ કેવી રીતે ભોગવવાના ? ત્યારે કહે, એક માણસે બહુ પુણ્યકર્મ કર્યા હોય. રાજા થવાના પુણ્યકર્મ કર્યા પણ અજાણમાં કર્યા હોય, સમજીને નહીં. લોકોને જોઈ જોઈને એવાય કર્મ પોતે કર્યા. તે પછી સમજયા વગર રાજા થાય એવા કર્મો બાંધે છે. હવે એ પાંચ વર્ષની ઉંમરે રાજા ગાદી પર આવ્યો હોય. ફાધર ઓફ થઈ ગયા એટલે અને ૧૧મે વર્ષે એને છે તે છ વર્ષ રાજ કરવાનું હતું, તે ૧૧ વર્ષ છૂટો કર્યો. હવે બીજા માણસને ૨૮ વર્ષે જ રાજા થયો અને ૩૪ વર્ષ છૂટો થયો. એમાં કોણે વધારે સુખ ભોગવ્યું ? છ વર્ષ બેઉને રાજ મળ્યું.
પ્રશ્નકર્તા : ૨૮ વર્ષે આવ્યો ને એ ૩૪ વર્ષે ગયો એ.
દાદાશ્રી : એણે જાણીને પુણ્ય બાંધેલું, તેથી આ જાણીને ભોગવ્યું. પેલાએ અજાણ્યા પુણ્ય કરેલું, તે અજાણે ભોગવ્યું. એવું અજાણ્યા પાપ બાંધો તો અજાણથી ભોગવાઈ જાય અને અજાણ્યું પુણ્ય કરો તો અજાણે ભોગવાઈ જાય. મજા ના આવે. સમજમાં આવે છે ને ?
અજાણે કરેલા પાપ હું તમને સમજાવું. આ બાજુ બે વંદા જતા હતા, મોટા-મોટા વંદા અને આ બાજુ આ બે ભઈબંધો જતા હતા. તે એક ભઈબંધનો પગ છે તે વંદા ઉપર પડ્યો, તે વંદો કચડાઈ ગયો અને બીજા ભઈબંધે વંદો જોયો કે ઘસી ઘસીને માર્યો. બેઉ જણે શું કામ કર્યું?
પ્રશ્નકર્તા : વંદાને માર્યો.
દાદાશ્રી : બંને ખૂની ગણાય, કુદરતને ત્યાં. તે વંદાના ઘરના માણસોએ કરી ફરિયાદ કે અમારા બંનેના ધણીને આ છોકરાઓએ મારી નાખ્યા છે. બન્નેનો ગુનો સરખો છે. બંને ગુનેગાર ખૂની તરીકે જ પકડાયા. ખૂન કરવાની રીત જુદી જુદી છે. પણ હવે એનું ફળ આપતી
Page #26
--------------------------------------------------------------------------
________________
કર્મનું વિજ્ઞાન
વખતે બંનેને શું ફળ મળે છે ? ત્યારે કહે, બંનેને બે ધોલ અને ચાર ગાળો એવી સજા થઈ. હવે પેલો જેણે અજાણથી કરેલું આ બધું, તે માણસ બીજે જન્મે મજૂર તરીકે હતો. તે એને કો’કે બે ધોલ મારી દીધી
૩૯
અને ચાર ગાળો ચોપડી દીધી. તે થોડેક છેટે જઈને કે આમ આમ ખંખેરી દીધું ને પેલો બીજે જન્મે ગામમાં આગેવાન હતો, બહુ મોટો સારામાં સારો માણસ. એને કો’કે બે ધોલ મારી અને ચાર ગાળો દીધી, તે કેટલાંય દહાડા સુધી ઊંઘ્યો નથી એ. કેટલાં દા'ડા ભોગવ્યું ! આ તો જાણીને મારેલું, પેલાએ આ અજાણતા કરેલું. માટે સમજીને કરો આ બધું. જે કરોને એ જવાબદારી આપણી છે. યુ આર હોલ એન્ડ સોલ રિસ્પોન્સિબલ. ગોડ ઈઝ નોટ રિસ્પોન્સિબલ એટ ઓલ.
પ્રારબ્ધ ભોગવ્યે જ છૂટકો !
*
પ્રશ્નકર્તા : મુખ્ય તો આપણા જ કર્મ નડે.
દાદાશ્રી : બીજું કોણ ત્યારે ! બીજુ કોઈ કરતું નથી. બહારનું કોઈ કરતું નથી. તમારા જ કર્મ પજવે છે તમને. વાઈફ ડાહી લાવે અને પછી ગાંડી થઈ જાય. તે કંઈ કો’કે કરી ? એ આપણાં જ કર્મના ઉદયે એ ગાંડી થઈ જાય. એટલે આપણે એ મનમાં સમજી જવાનું કે મારા જ ભોગ છે, મારા જ હિસાબ છે ને મારે ચૂકવી દેવા છે જેને તેને. આઈ ફસાયા ભઈ, આઈ ફસાયા.
પોતાને ભોગવ્યા વગર છૂટકો નહીં. પ્રારબ્ધ અમારે ય ભોગવવું પડે, બધાંને, મહાવીર પ્રભુ હઉ ભોગવતા. ભગવાન મહાવીરને તો દેવલોકો હેરાન કરતાં, તે ય ભોગવતા’તા. મોટા મોટા દેવલોકો માંકણ નાખતાં હતાં.
પ્રશ્નકર્તા : એ એમને પ્રારબ્ધ ભોગવવાનું થયું ને ?
દાદાશ્રી : છૂટકો જ નહીં ને ! એ પોતે સમજતા હતા કે આ દેવલોકો કરે છે ત્યારે કહે, છતાં પ્રારબ્ધ મારું છે.
४०
કર્મનું વિજ્ઞાન
કયા કર્મોથી દેહને ભોગવટો ?
પ્રશ્નકર્તા : કયા કર્મના આધારે શરીરનાં રોગો થાય ?
દાદાશ્રી : લૂલો-લંગડો થઈ જાય છે ને ! હા, તે બધું શું થયું છે ? એ શેનું ફળ છે ? એ આપણે કાનનો દુરુપયોગ કરીએ તો કાનનું નુકસાન થઈ જાય. આંખનો દુરુપયોગ કરીએ તો આંખ જતી રહે, નાકનો દુરુપયોગ કરે તો નાક જતું રહે, જીભનો દુરુપયોગ કરે તો જીભ ખરાબ થાય, મગજનો દુરુપયોગ કરે તો મગજ ખરાબ થાય, પગનો દુરુપયોગ કરે તો પગ ભાંગી જાય, હાથનો દુરુપયોગ કરે તો હાથ તૂટી જાય. એટલે જેનો દુરુપયોગ કરે તે ફળ ભોગવવું પડે, અહીં આગળ. નિર્દોષ બાળકોને કેમ ભોગવવાનું ?
પ્રશ્નકર્તા : ઘણી વખત એવું જોવામાં આવે છે કે નાના બાળકો જન્મે છે ત્યાંથી જ અપંગ ને એવાં હોય છે. પાંગળા હોય છે. કેટલાંક નાના છોકરાંઓ કુતુબિમનાર ને હિમાલય દર્શનની દુર્ઘટનાઓમાં મરી જાય છે. તો કહે, આ નાના નાના બાળકોએ શું પાપ કરેલું હશે, તે એમને એવું થાય છે ?
દાદાશ્રી : પાપ કરેલું જ, એનો હિસાબ ચૂકતે થયો. એટલે દોઢ વર્ષનો થયો, મા-બાપ જોડે ને બધાનો હિસાબ પૂરો થયો એટલે જતો રહ્યો. હિસાબ ચૂકતે કરવો જોઈએ. આ હિસાબ ચૂકતે કરવા માટે આવે
છે.
પ્રશ્નકર્તા : મા-બાપે કરેલા દુષ્કૃત્યનું ફળ આપવા માટે પેલું બાળક આવેલું હતું ?
દાદાશ્રી : મા-બાપ જોડે જે હિસાબ ગોઠવાયેલો છે. જેટલું દુઃખ આપવાનું હોય તો દુઃખ આપી જાય અને સુખ આપવાનું હોય તો સુખ આપીને જાય અને એક-બે વર્ષનો મરી જાય, તે થોડુંક જ દુઃખ આપીને જાય અને એક બાવીસ વર્ષનો પરણીને મરી જાય તો વધારે દુઃખ આપે.
Page #27
--------------------------------------------------------------------------
________________
કર્મનું વિજ્ઞાન
કર્મનું વિજ્ઞાન
એવું બને કે ના બને ?
પ્રશ્નકર્તા : એ તો બને, બરોબર છે.
દાદાશ્રી : એટલે આ દુ:ખ આપવા માટે હોય છે ને કેટલાંક છે તે મોટી ઉંમરના થઈને સુખ આપે છે. છેક સુધી આખી જીંદગી સુખ આપે છે. એ દુઃખ ને સુખ આપવા માટે જ બધા સામસામી સંબંધ છે ! આ રિલેટિવ સંબંધ છે.
આજતા કુકર્મોનું ફળ આ ભવમાં જ ? પ્રશ્નકર્તા: આ જે કર્મનું ફળ આવે છે. તો ધારો કે દાખલા તરીકે આપણે કો'કનાં વિવાહમાં ફાચર મારી. તો પછી પાછું એવું જ ફળ આપણને આવતા ભવમાં મળે ? આપણાં વિવાહમાં કોઈ એ જ માણસ ફાચર મારે ? એવી રીતનું બને ખરું, કર્મનું ફળ ? એવાં જ પ્રકારે અને એવી ડીગ્રી ?
દાદાશ્રી : ના, આ ભવમાં મળે. વિવાહમાં ફાચર મારો, એ તો પ્રત્યક્ષ જેવું જ કહેવાય અને પ્રત્યક્ષનાં ફળ અહીં જ મળે.
પ્રશ્નકર્તા: આપણે કોઈનાં વિવાહમાં ફાચર મારી, તે પહેલાં આપણે વિવાહ કરી લીધાં હોય તો ક્યાંથી મળે ?
દાદાશ્રી : ના, એ એવું એ જ જાતનું ફળ મળે, એવું નહીં. એ તમે એનું જે મન દુખાડ્યું એવું તમારું મન દુખવાનો રસ્તો જડશે. એ તો કો'કને છોડીઓ ના હોય, શી રીતે ફળ આપે ? બીજા લોકોની છોડીઓને ફાચર મારે અને પોતાને છોડીઓ હોય નહીં ! અને આ ભવમાં જ કર્મનું ફળ મળે. આ ભવમાં જ ફળ મળ્યા વગર રહે નહીં. એવું છે ને, પરોક્ષ કર્મનું ફળ આવતા ભવમાં મળે અને પ્રત્યક્ષનું ફળ આ ભવમાં મળે.
પ્રશ્નકર્તા : પરોક્ષ શબ્દનો અર્થ શું ? દાદાશ્રી : જે આપણને જણાતું નથી તે કર્મ.
પ્રશ્નકર્તા : કોઈ માણસનું દસ લાખ રૂપિયાનું નુક્સાન કરવાનાં મેં ભાવ કર્યા હોય તો મને એવું જ નુકસાન પાછું મળે ? - દાદાશ્રી : ના, નુકસાન નહીં. એ તો બીજા રૂપમાં, તમારું એટલું જ દુ:ખ થાય. જેટલું દુઃખ એને તમે ધયું એટલું જ દુઃખ તમને થાય. પછી છોકરો રૂપિયા વાપરી નાખીને દુઃખી કરે કે ગમે તે રસ્તે, પણ એટલું જ દુઃખ થાય તમને. એ બધો આ હિસાબ નહીં, બહારનો હિસાબ નહીં. એટલે આ ભીખારાં બોલે છે ને બધાં અહીં, રસ્તામાં બોલતો'તો એક જણ, ‘એ તો અમે ભીખ માંગીએ છીએ, તે અમે આપેલું છે, તે તમે પાછું આપો છો.’ નાગું બોલે એ તો, ‘તમે આપો છો, તે અમે આપેલું છે તે આપો છો અને નહીં તો અમે તમને આપીશું” કહે છે. બેમાંથી એક તો થાય ! ના, એવું નથી. તમે કોઈની આંતરડી ઠારી, તમારી આંતરડી ઠારશે. તમે એની આંતરડી દુખાડી તો દુખાશે, બસ. આ બધાં કર્મ છેવટે રાગ-દ્વેષમાં જાય છે. રાગ-દ્વેષનું ફળ મળે છે. રાગનું ફળ સુખ અને દ્વેષનું ફળ દુઃખ મળશે.
પ્રશ્નકર્તા : આ જે આપે કહ્યું ને કે રાગનું ફળ સુખ અને દ્વેષનું ફળ દુ:ખ તો આ છે તો પરોક્ષ ફળની વાત છે કે પ્રત્યક્ષ ફળની ?
દાદાશ્રી : પ્રત્યક્ષ નર્યું ! એવું છે ને, રાગથી પુર્વે બંધાય અને પુણ્યથી લક્ષ્મી મળી. હવે લક્ષ્મી મળી, પણ વપરાતી વખતે પાછું દુ:ખ આપીને જાય એટલે આ બધાં સુખ જે તમે લો છો, એ લોન ઉપરનાં સુખ છે. માટે જો ફરી પેમેન્ટ કરવાનાં હોય તો જ લેજો આ સુખ. હા, તો જ સુખ ચાખજો, નહીં તો ચાખશો નહીં. હવે આપણે ભરવાની શક્તિ નથી, હવે પાછું પેમેન્ટ કરવાની, તો એ ચાખવાનું બંધ કરી દો. બાકી, આ લોન ઉપરનાં સુખ છે બધાં. કોઈ પણ પ્રકારનું સુખ એ લોન ઉપર લીધેલું છે.
પુણ્યનું ફળ સુખ, પણ સુખે ય લોન ઉપરનું અને પાપનું ફળ દુઃખ, દુ:ખે ય લોન ઉપરનું. એટલે બધું લોન ઉપર છે આ બધું. તો
Page #28
--------------------------------------------------------------------------
________________
કર્મનું વિજ્ઞાન
૪૩
કર્મનું વિજ્ઞાન
સોદો ના કરવો હોય તો ના કરશો. તેથી પુણ્ય ને પાપ હેય (ત્યજવા યોગ્ય) ગણ્યું.
પ્રશ્નકર્તા : આ પહેલાં આપેલું હોય અને અત્યારે પાછું લઈએ, એટલે હિસાબ ચૂકતે થયો. એટલે એને તો લોન પર લીધેલું ના કહેવાય ને ?
દાદાશ્રી : અત્યારે જે સુખો ચાખો છો, એ બધાં પાછાં આવેલાં નથી, પણ ચાખો છો આ બધાં. તે પેમેન્ટ કરવું પડશે. હવે પેમેન્ટ તે કેવી રીતે કરવું પડે ? કેરી સરસ ખાધી, તો તે દહાડે ખુશ થઈ ગયાં અને સુખ ઉત્પન્ન થયું આપણને. આનંદમાં દિવસ ગયો. પણ બીજી વખતે કેરી ખરાબ આવશે, તે એટલું જ દુ:ખ આવશે. પણ જો આમાં સુખ ના લો, તો એ દુઃખ નહીં આવે.
પ્રશ્નકર્તા : એમાં મૂર્છા ન હોય તો ? દાદાશ્રી : તો પછી કેરી ખાવામાં વાંધો નહીં.
સાધો સાસુ સાથે સુમેળ ! પ્રશ્નકર્તા : સાસુ સાથે મારે ખૂબ અથડામણો થાય છે, તેનાથી શી રીતે છૂટવું ?
- દાદાશ્રી : એકે એક કર્મની મુક્તિ થવી જોઈએ. સાસુ પજવે ત્યારે એકે એક વખત કર્મથી મુક્તિ મળવી જોઈએ. તો તે માટે આપણે શું કરવું જોઈએ ? સાસુને નિર્દોષ જોવા જોઈએ, કે સાસુનો તો શો દોષ ? મારા કર્મનો ઉદય તેથી એ મળ્યા છે. એ તો બિચારાં નિમિત્ત છે. તો એ કર્મની મુક્તિ થઈ ને જો સાસુનો દોષ જોયો એટલે કર્મ વધ્યાં, પછી એને તો કોઈ શું કરે ? સામાના દોષ દેખાય તો કર્મ બંધાય ને પોતાના દોષ દેખાય તો કર્મ છૂટે !
આપણે આપણું કર્મ બંધાય નહીં એવી રીતે રહેવું, આ દુનિયાથી છેટે રહેવું. આ કર્મ બાંધેલા તેથી તો આ ભેગાં થયેલા છે. આ આપણાં ઘરે ભેગાં કોણ થયેલા છે ? કર્મના હિસાબ બંધાયેલા છે, તે જ બધા
ભેગાં થયાં છે અને પછી આપણને બાંધીને મારે હઉ ! આપણે નક્કી કર્યું હોય કે મારે એની જોડે બોલવું નથી, તો ય સામો આંગળા ઘાલી ઘાલીને બોલાવ બોલાવ કરે. અલ્યા, આંગળા ઘાલીને શું કરવા બોલાવે છે ? આનું નામ વેર ! બધા પૂર્વનાં વેર ! કોઈ જગ્યાએ જોયેલું છે કે ?
પ્રશ્નકર્તા : બધે એ જ દેખાય છે ને !
દાદાશ્રી : તેથી હું કહું છું ને, કે ખસી જાવ અને મારી પાસે આવો. આ હું જે પામ્યો છું તે તમને આપી દઉં, તમારું કામ થઈ જશે અને છૂટકારો થઈ જશે. બાકી, છૂટકારો થાય નહીં.
અમે કોઈના દોષ ના કાઢીએ, પણ નોંધ કરીએ કે જુઓ આ દુનિયા શું છે ? બધી રીતે આ દુનિયાને મેં જોયેલી, બહુ રીતે જોયેલી. કોઈ દોષિત દેખાય છે એ આપણી હજી ભૂલ છે. જયારે ત્યારે તો નિર્દોષ જોવું પડશેને ? આપણા હિસાબથી જ છે આ બધું. આટલું ટૂંકુ સમજી જાવને, તો ય બધું બહુ કામ લાગે.
જ્યાં આપણું ચીકણું હોય ત્યાં આપણને ચીકણાં કર્મોનો ઉદય આવે અને તે આપણી ચીકાશ છોડાવવા આવે છે. બધો જ આપણો હિસાબ છે. કોઈએ ગાળ ભાંડી તો તે શું અવ્યવહાર છે ? વ્યવહાર છે. ‘જ્ઞાની” તો કોઈ ગાળ ભાંડે તો પોતે રાજી થાય કે બંધનથી મુક્ત થયા, જ્યારે અજ્ઞાની ધક્કા મારે ને નવા કર્મ બાંધે. સામો ગાળો ભાંડે છે એ તો આપણા જ કર્મનો ઉદય છે, સામો તો નિમિત્ત માત્ર છે. એવી જાગૃતિ રહે તો નવું કર્મ ના બંધાય. દરેક કર્મ એના નિર્જરાનું નિમિત્ત લઈને આવેલું હોય છે. કોના કોના નિમિત્તે નિર્જરા થશે એ નક્કી હોય છે. ઉદયકર્મમાં રાગ-દ્વેષ ના કરવા, એનું નામ ધર્મ.
પોતે જ પાડ્યાં અંતરાયો ? પ્રશ્નકર્તા: આપણે સત્સંગમાં આવીએ છીએ તો ત્યાં કોઈ માણસ અવરોધ કરે છે. તે અવરોધ આપણા કર્મને લીધે છે ?
Page #29
--------------------------------------------------------------------------
________________
કર્મનું વિજ્ઞાન
૪૫
કર્મનું વિજ્ઞાન
દાદાશ્રી : હા. તમારી ભૂલ ના હોય તો કોઈ નામ ના લે. તમારી ભૂલના જ પરિણામ છે. પોતાનાં જ બાંધેલા અંતરાય કર્મ છે. કરેલાં કર્મના હિસાબ બધાં ભોગવવાના છે.
પ્રશ્નકર્તા : એ ભૂલ આપણે ગયા જનમમાં કરેલી ? દાદાશ્રી : હા, ગયા જનમમાં.
પ્રશ્નકર્તા: અત્યારનું મારું વર્તન એમની પ્રત્યે સારું છે. છતાં ય પેલાં બોલે, ખરાબ વર્તન કરે છે, તો ગયા જનમનું છે ?
દાદાશ્રી : ગયા અવતારના કર્મ એટલે શું? યોજના રૂપે કરેલા હોય. એટલે મનના વિચારથી કર્મ કરેલાં હોય, તે અત્યારે રૂપકમાં આવે અને તે આપણે કાર્ય કરવું પડે. ન કરવું હોય તો ય કરવું જ પડે. આપણે છૂટકો જ ના થાય. એવાં કાર્ય કરીએ છીએ. તે પાછલાં યોજનારૂપના આધારે કરીએ છીએ અને પછી તેનું ફળ પાછું ભોગવવું પડે.
પતિ-પત્નીતી અથડામણો... માકણ કૈડે છે, એ તો બિચારા બહુ સારા છે પણ આ ધણી બૈરીને કેડે છે, બૈરી ધણીને કેડે છે એ બહુ વસમું હોય છે. કૈડે કે ના કંડે ?
પ્રશ્નકર્તા : કૈડે.
દાદાશ્રી : તો એ કેડવાનું બંધ કરવાનું છે. માકણ કેડે છે, એ તો કેડીને જતાં રહે. બિચારો એ મહીં ધરાઈ ગયો એટલે જતો રહે. પણ બૈરી તો કાયમ કેડતી જ હોય. એક જણ તો મને કહે છે, મારી વાઈફ મને સાપણની પેઠ કેડે છે ! ત્યારે મૂઆ, પૈણ્યો તો શું કરવા તે સાપણની જોડે ?! તે એ સાપ નહીં હોય મૂઓ ?! એમ ને એમ સાપણ આવતી હશે ? સાપ હોય ત્યારે સાપણ આવે ને !
પ્રશ્નકર્તા : એનાં કર્મમાં લખ્યું હશે એટલે એને ભોગવવું જ રહ્યું, એટલે એ કરડે છે, એમાં વાઈફનો વાંક નથી !
દાદાશ્રી : બસ. એટલે આ કર્મના ભોગવટા છે બધા. તેથી એવી વાઈફ મળી આવે, એવો ધણી મળી આવે. સાસુ એવાં મળી આવે. નહીં તો આ દુનિયામાં કેવી કેવી સારી સાસુઓ હોય છે ! ધણી કેવા કેવા સારા હોય છે ! બૈરી કેવી કેવી સારી હોય છે ! ને આપણને જ આવાં વાંકા કેમ ભેગા થયા ?!
આ તો બૈરી જોડે લઢવાડ કર્યા કરે. અલ્યા, તારા કર્મનો દોષ. એટલે આપણા લોકો નિમિત્તને બચકાં ભરે. બૈરી, તે નિમિત્ત છે. નિમિત્તને શું કરવા બચકાં ભરે છે ? નિમિત્તને બચકાં ભરે, તેમાં ભલીવાર આવે કોઈ દહાડો ? અવળી ગતિઓ થાય બધી. આ તો લોકોની શું ગતિ થવાની છે, એ કહેતાં નથી એટલે ભડકતાં નથી. જો કહી દે ને કે ચાર પગ ને પૂંછડું વધારાનું મળશે, તો હમણા ડાહ્યા થઈ જાય.
પ્રશ્નકર્તા : એમાં કોનું કર્મ ખરાબ સમજવું ? બન્ને ધણીધણીયાણી લઢતા હોય તેમાં ?
દાદાશ્રી : બેમાંથી જે કંટાળે એનું ? પ્રશ્નકર્તા : તે એમાં તો કોઈ કંટાળે જ નહીં, એ તો લડ્યા જ
દાદાશ્રી : તો બન્નેનું ભેગું. અણસમજણથી બધું થાય છે. પ્રશ્નકર્તા અને એ સમજ આવી જાય તો દુ:ખ જ નથીને કંઈ !
દાદાશ્રી : એ સમજે તો કશું દુ:ખ જ નથી. આ તો એવું છે, એક છોકરો કાંકરો મારે, તો પછી એને મારવા ફરી વળે અને ગુસ્સે થઈ જાય એકદમ. ગુસ્સે થાય કે ના થાય ? અને ડુંગર ઉપરથી કાંકરો માથે પડે ને લોહી નીકળે તો ? કોની જોડે ગુસ્સો કરે ?
પ્રશ્નકર્તા : કોઈ ઉપર નહીં. દાદાશ્રી : એવી રીતે આ છે. હંમેશાં જે મારનાર છેને એ નિમિત્ત
Page #30
--------------------------------------------------------------------------
________________
કર્મનું વિજ્ઞાન
કે
કર્મનું વિજ્ઞાન
જ છે, એ તો ભાન નથી તેથી આ ગુસ્સો કરે છે ! આવું નિમિત્ત, સમજે તો દુઃખ જ નથી !
સુખ આપી સુખ લો ! જેમ આપણે બાવળીયા વાવીએ અને પછી એમાં આંબાની આશા રાખીએ તો ચાલે નહીં ને ? જેવું વાવીએ એવું ફળ મળે. જેવાં જેવાં કર્મ કર્યા છે એવું ફળ આપણે ભોગવવાનું છે. અત્યારે કો'કને ગાળ ભાંડી, તે દહાડાનું પેલાનાં ગાંઠમાં જ હોય કે ક્યારે ભેગો થાય ને આપી દઉં. લોક બદલા વાળે, માટે આવાં કર્મ ના કરવા કે લોકો દુઃખી થાય. આપણે જો સુખ જોઈતું હોય તો સુખ આપો.
કોઈ બે ગાળો ભાંડી જાય તો શું કરવું જોઈએ ? જમે કરી દેવાનું. પૂર્વે આપેલી છે તે પાછી આપી ગયો છે અને જો ગમતી હોય તો બીજી બે-પાંચ ગાળો ધીરવી અને ના ગમતી હોય તો ધીરવી-કરવી નહીં, નહીં તો એ પાછી આપે ત્યારે સહન નહીં થાય. માટે જે જે ધીરે એ જમે કરવું.
આ દુનિયામાં અન્યાય નથી. બિલકુલ એક સેકન્ડ પણ ન્યાયની બહાર ગઈ નથી આ દુનિયા. માટે એ તમે જો પદ્ધતિસર હશો તો તમારું કોઈ નામ દેનાર નથી. હા, બે ગાળો આપવા આવે તો લઈ લો. લઈને જમે કરી લેવાની અને કહી દેવાનું કે આ હિસાબ પતી ગયો.
ક્લેશ, એ નથી ઉદયકર્મ ! જાણ્યું તો કોનું નામ કહેવાય, ઘરમાં મતભેદ ના હોય, મનભેદ ના હોય, ક્લેશ-કંકાસ ના હોય. આ તો મહિનામાં એકાદ દહાડો ક્લેશ થઈ જાય કે ના થઈ જાય ઘરમાં ? પછી એ જીવન કેમ કહેવાય ? આથી તો આદિવાસીઓ સારી રીતે જીવે છે.
પ્રશ્નકર્તા: પણ ઉદયકર્મને આધીન હશે, તો ક્લેશ-કંકાસ થવાનો
જ ?
દાદાશ્રી : ના ક્લેશ ઉદયકર્મના આધીન નથી પણ અજ્ઞાનથી ઊભા થાય છે. ક્લેશ ઊભા થાય છે ને, તે નવા કર્મબીજ પડે છે. ઉદયકર્મ ક્લશવાળું હોતું નથી. અજ્ઞાનતાથી પોતે અહીં કેમ વર્તવું, તે જાણતો નથી એટલે ક્લેશ થઈ જાય.
અત્યારે મારા એક ખાસ ફ્રેન્ડ હોય, તે ઓફ થઈ ગયા એવી ખબર અહીં લાવીને મને આપે, એટલે તરત જ આ શું થયું, જ્ઞાનથી મને એનું પૃથ્થકરણ થઈ જાય, એટલે પછી મને ક્લેશ થવાનું કોઈ કારણ જ નથી ને ! આ તો અજ્ઞાન મુંઝાવી નાખે કે મારો ભઈબંધ મરી ગયો ને, એ બધું ક્લેશ કરાવે !
એટલે ક્લેશ એટલે અજ્ઞાનતા. અજ્ઞાનતાથી ક્લેશ બધા ઊભા થાય છે. અજ્ઞાનતા જાય તો ક્લેશ દૂર થઈ જાય !
બધું શું છે, એ જાણી લેવું જોઈએ. સાધારણ રીતે આપણે ઘરમાં એક માટલી હોય, તે છોકરો ફોડી નાખે તો કોઈ ક્લેશ કરતું નથી અને કાચનું આવડું વાસણ હોય એ ફોડી નાખે તો ? ધણી શું કહે બઈને ? તું સાચવતી નથી આ બાબાને, તો મૂઆ માટલીમાં કેમ ના બોલ્યા ? ત્યારે કહે, એ તો ડીવેલ્યુ હતી. એની કિંમત જ ન્હોતી. કિંમત ના હોય તો આપણે ક્લેશ નથી કરતાં અને કિંમતવાળામાં ક્લેશ કરીએ છીએને ! વસ્તુ તો બેઉ ઉદયકર્મને આધીન ફૂટે છે ને ! પણ જો આપણે માટલી ઉપર ક્લેશ નથી કરતાં !
એક માણસના બે હજાર રૂપિયા ખોવાઈ જાય, તે એને માનસિક ચિંતા-ઉપાધિ થાય. બીજા એક માણસને ખોવાઈ જાય તો એ કહેશે, ‘આ કર્મના ઉદય હશે તે થયું હવે.’ એટલે આમ સમજણ હોય તો નિવેડો લાવે, નહીં તો ક્લેશ થઈ જાય. પૂર્વજન્મના કર્મમાં ક્લેશ નથી હોતો. ક્લેશ તો અત્યારની અજ્ઞાનતાનું ફળ છે.
કેટલાંક માણસો બે હજાર જતાં રહે તો કશું અસર ના થાય. એવું
Page #31
--------------------------------------------------------------------------
________________
કર્મનું વિજ્ઞાન
કર્મનું વિજ્ઞાન
બને કે ના બને ? કોઈ દુ:ખ ઉદયકર્મને આધીન હોતું નથી. બધા દુઃખો એ આપણી અજ્ઞાનતાના છે.
કેટલાંક માણસને વીમો ના ઉતાર્યો હોય, છતાં એનું ગોડાઉન સળગે તે ઘડીએ શાંત રહી શકે છે, અંદર પણ શાંત રહી શકે છે, બહાર ને અંદર બેઉ રીતે અને કેટલાંક લોકો તો, અંદર દુ:ખે ને બાહ્ય પણ દુ:ખ દેખાડે. એ બધું અજ્ઞાનતા, અણસમજણ. એ ગોડાઉન તો સળગવાનું જ હતું. એમાં નવું છે જ નહીં. પછી તું માથા ફોડીને મરી જઉં તો ય એનો ફેરફાર થવાનો નથી.
પ્રશ્નકર્તા : આ કોઈ પણ વસ્તુના પરિણામને સારી રીતે લેવું જોઈએ.
દાદાશ્રી : હા, પોઝિટિવ લેવું, પણ તે જ્ઞાન હોય તો પોઝિટિવ લે. નહીં તો પછી બુદ્ધિ તો નેગેટિવ જ જુએ. આ જગત આખું દુઃખી છે. માછલાં તરફડે એમ તરફડી રહ્યું છે. આને જીવન કેમ કહેવાય છે ? સમજવાની જરૂર છે, જીવન જીવવાની કળા જાણવાની જરૂર છે. કંઈ બધાનો મોક્ષ હોતો નથી પણ જીવન જીવવાની કળા એ તો હોવી જોઈએ ને !
અમંગલ પત્ર, પોસ્ટમેતતો શું ગુનો ? દુઃખ બધું અણસમજણનું જ છે આ જગતમાં ! પોતે ઊભું કરેલું છે બધું, ના દેખાવાથી ! દાઝે ત્યારે કહેને કે ભઈ, કેમ તમે દાઝયા ? ત્યારે કહે, ‘ભૂલથી દાઝયો, કંઈ જાણી જોઈને દાખું ?” એવું આ બધું ભૂલથી દુ:ખ છે. બધા દુઃખ આપણી ભૂલનું પરિણામ. ભૂલ જતી રહેશે એટલે થઈ રહ્યું.
પ્રશ્નકર્તા : કર્મ ચીકણાં હોય છે, તેને લીધે આપણને દુઃખ ભોગવવું પડે છે ?
દાદાશ્રી : આપણાં જ કર્મ કરેલાં, તેથી આપણી જ ભૂલ છે. કોઈ
અન્યનો દોષ આ જગતમાં છે જ નહીં. બીજા તો નિમિત્ત માત્ર છે. દુ:ખ તમારું છે ને સામા નિમિત્તને હાથે અપાય છે. બાપ મરી ગયા ને કાગળ પોસ્ટમેન આપી જાય, તેમાં પોસ્ટમેનનો શો દોષ ?
પૂર્વભવતા ઋણાનુબંધીઓ... પ્રશ્નકર્તા આપણા જે સગાવહાલાં હોય અથવા તો વાઈફ હોય, છોકરાં હોય, આજે આપણાં જે સગા ઋણાનુબંધી હોય છે, એમની જોડે આપણે કંઈ પૂર્વભવનું કંઈ સંબંધ હોય છે માટે ભેગા થાય છે ?
દાદાશ્રી : ખરું. ઋણાનુબંધ વગર તો કશું હોય જ નહીં ને ! બધા હિસાબ છે. આપણે કાં તો એમને ગોદા માર્યા છે અગર ગોદા એમણે આપણને માર્યા છે. ઉપકાર કર્યા હશે, તો એનું ફળ અત્યારે મીઠું આવશે. ગોદા માર્યા હશે, તેનું કડવું આવશે.
પ્રશ્નકર્તા : ધારો કે અત્યારે મને કોઈ ભાઈ કંઈ ગોદો મારે છે અને મને દુઃખ થાય છે, તો એ દુ:ખ મને થાય છે એ તો મારા જ કર્મનાં ફળ છે. પણ એ ભાઈ જ મને ગોદો મારે છે, માટે એમને ગયા ભવમાં કંઈ મારી જોડે કંઈ એવો હિસાબ બંધાયો હશે, માટે એ જ મને ગોદો મારે છે, એવું કંઈ ખરું ?
દાદાશ્રી : ખરુંને. બધો હિસાબ. જેટલો હિસાબ હોય એટલાં વખત મારે. એનો હિસાબ હોય તો બે ગોદા મારે, ત્રણનો હિસાબ હોય તો ત્રણ મારે. આ મરચું ગોદો ના મારે ?
પ્રશ્નકર્તા : મારે.
દાદાશ્રી : મોઢે લ્હાય બળે, નહીં ? એવું આ બધું. પોતે નહીં મારતા, પુદ્ગલ ગોદા મારે છે અને આપણે જાણીએ કે આ એ મારે છે. એ ગુનો છે પાછો. પુદ્ગલ ગોદા મારે છે. મરચું ગોદા મારે છે તો પાછું ક્યાં નાખે છે એને ?!
મરચું કોઈ દી ગોદો મારે તેથી આપણે સમજી જવું કે ભઈ એમાં
Page #32
--------------------------------------------------------------------------
________________
કર્મનું વિજ્ઞાન
પ૧
કર્મનું વિજ્ઞાન
ગોદો ખાનારનો દોષ છે. મરચું એના સ્વભાવમાં જ છે.
પ્રશ્નકર્તા : આપણે પણ કોઈને ગોદો મારીએ અને એને દુઃખ થાય, તો શું કરવું ?
દાદાશ્રી : આપણે પ્રતિક્રમણ કરવું પડે. કપડાં તો ચોખ્ખા રાખવા પડે ને ! મેલાં કેમ કરાય તે !
છેલ્લામાં છેલ્લું વર્તન, કોઈને કિંચિત્માત્ર પણ દુ:ખ ન થાય એવું હોવું જોઈએ. તો અત્યારે દુ:ખ થાય, તેનું પ્રતિક્રમણ કરીએ તો છેલ્લી દશા આવે.
કોઈ કોઈનું દુઃખ લઈ શકે ? પ્રશ્નકર્તા એક મહાન સંત બે વર્ષ પહેલાં એક હોસ્પિટલમાં ખૂબ પીડાતા હતા. ત્યાં મેં પ્રશ્ન એમને પૂછેલો કે કેમ તમને આવું થાય છે ? તો એમ કહે કે મેં ઘણાં માણસોનાં દુઃખો લઈ લીધાં છે. એટલે આ બધું મને થાય છે. એવું કોઈ કરી શકે ?
દાદાશ્રી : કોઈનું દુઃખ કોઈ લઈ શકે નહીં. આ તો બહાના કાઢ્યા સંત તરીકે પૂજાઈને ! પોતાના જ કૉઝીઝના આ પરિણામ છે. આ તો બહાનું કાઢે છે, પોતાની આબરુ રહે એટલા માટે. મોટા દુ:ખ લેનારા પાક્યા ! સંડાસ જવાની શક્તિ નથી. એ શું દુ:ખ લેવાના હતા તે ! કોઈ કોઈનું લઈ શી રીતે શકે ?
પ્રશ્નકર્તા : હું ય નથી માનતો. દુઃખ લઈ શકાય જ નહીં.
દાદાશ્રી : ના, ના ! આ તો લોકોને મૂરખ બનાવે છે. કોઈ લઈ શકે જ નહીં. એટલે આ તો બધું એ બહાના કાઢવાના ! પછી પૂજાય ! હું તો મોઢા ઉપર કહી દઉં કે તમારા દુ:ખ તમે ભોગવી રહ્યા છો. શું જોઈને આવું બોલો છો ? મોટા દુઃખ લેવાવાળા આવ્યા.
પ્રશ્નકર્તા : દુઃખ આપી તો શકાય ને ?
દાદાશ્રી : એ દુઃખ લઈ શકતો નથી અને જે કોઈ આપણને દુઃખ આપી શકે, એ તો આપણું ઈફેક્ટ છે. આપી શકે તે ય ઈફેક્ટ છે ને લઈ શકે તે ય ઈફેક્ટ છે. ઈફેક્ટ એટલે ઈટ હેપન્સ, કોઈ કર્તા નહીં !
ભયાનક દર્દો, પાપકર્મે ! પ્રશ્નકર્તા : કોઈ પણ રોગ થવાથી મૃત્યુ પામે ત્યારે લોકો એમ બોલે કે પૂર્વજન્મનાં કોઈ પાપ નડે છે. એ સાચી વાત છે ?
દાદાશ્રી : હા. પાપથી રોગ થાય અને પાપ ના હોય તો રોગ ના થાય. તે કોઈ રોગવાળાને જોયેલાં ?
પ્રશ્નકર્તા : મારા માતૃશ્રી હમણાં જ બે મહિના ઉપર કેન્સરથી ગયા.
દાદાશ્રી: એ તો બધા પાપકર્મના ઉદયથી બને. પાપકર્મનો ઉદય હોય ત્યારે કેન્સર થાય, આ બધું હાર્ટએટેક ને એ પેલા પાપકર્મથી બધું થાય છે. નર્ધા પાપો જ બાંધ્યા છે, આ કાળના જીવોએ, ધંધા જ એ, આખો દહાડો પાપકર્મ જ કર્યા કરે છે. ભાન નથી એટલે. જો ભાન હોત તો આવું ના કરત !
પ્રશ્નકર્તા : એમણે આખી જિંદગી ભક્તિ કરેલી, તો એમને કેમ કેન્સર થયું ?
દાદાશ્રી : ભક્તિ કરી, એનું ફળ તો હજુ હવે આવશે. આવતાં જનમમાં મળશે. આ પાછલાં જન્મનું ફળ અત્યારે મળ્યું અને અત્યારે તમે સારા ઘઉં વાવી રહ્યા છો, તો આવતા ભવમાં તમને ઘઉં મળશે.
પ્રશ્નકર્તા : કર્મને લીધે રોગ થાય, તો દવાથી કેમ મટે છે ?
દાદાશ્રી : હા. એ રોગમાં એ જ પાપ કરેલાંને, તે પાપ અણસમજણથી કરેલા એટલે આ દવાથી મદદ મળી આવે અને હેલ્પ થઈ જાય. સમજણપૂર્વક કર્યા હોય તેની દવા-બવા કોઈ મળે નહીં, દવા ભેગી જ ના થાય. અણસમજણથી કરનારાં છે, બિચારા ! અણસમજણથી
Page #33
--------------------------------------------------------------------------
________________
કર્મનું વિજ્ઞાન
પ૩
૫૪
કર્મનું વિજ્ઞાન
પાપ કરેલાં છોડે નહીં અને સમજણવાળાને ય છોડે નહીં. પણ અણસમજણવાળાને કંઈક મદદ મળી આવે અને સમજણવાળાને ના મળે.
એ છે પારકાંતે પજવ્યાનું પરિણામ ! પ્રશ્નકર્તા ઃ શરીરના સુખ-દુઃખ આપણે ભોગવીએ છીએ એ વ્યાધિ હોય કે ગમે તે આવતું હોય, તે પૂર્વેના ક્યા પ્રકારના કર્મોના પરિણામો હોય ?
દાદાશ્રી : આમાં તો એવું છે, કેટલાંય લોકો અણસમજણમાં બિલાડીને મારી નાખે. કૂતરાને મારી નાખે, ખૂબ દુ:ખ દે છે, હેરાન કરે છે. એ તો દુ:ખ દે છે, એ ઘડીએ પોતાને ભાન નથી હોતું કે જવાબદારી શું આવશે ? નાની ઉંમરમાં બિલાડીનાં બચ્ચાં મારી નાખે. કૂતરાના બચ્ચાં મારી નાખે અને બીજું આ દાક્તરો દેડકાં કાપે છે, એ એનો પડઘો એના શરીર પર પડવાનો. જે તમે કરી રહ્યા છો, તેનો જ પડઘો પડશે. પડઘા છે આ બધા.
પ્રશ્નકર્તા : એટલે અન્યના શરીર સાથે કરેલા ચેડાંના પડઘા પડે
તેથી ભગવાને કહ્યું કે મન-વચન-કાયાથી અહિંસા પાળ. કોઈ જીવને કિંચિત્માત્ર દુઃખ ના થાય એવું કર, જો તમારે સુખી થવું હોય તો !
પ્રશ્નકર્તા : કોઈ મહાત્મા હોય તેણે ડૉકટર ના બનવું જોઈએ ?
દાદાશ્રી : થવું ના જોઈએ કે થવું જોઈએ, એ ડિફરન્ટ મેટર છે. એ તો એની પ્રકૃતિ પ્રમાણે થયા જ કરવાનું. બાકી, મનમાં ભાવ આવો હોવો જોઈએ. એટલે એ દાકતરની લાઈનમાં જવાય જ નહીં પછી. કોઈને કિંચિત્માત્ર દુઃખ ના થાય એવો ભાવ જેનો છે, એ ત્યાં આગળ કેમ દેડકાં મારે ?
પ્રશ્નકર્તા : બીજી બાજુ ડૉકટરી શીખીને હજારો લોકોના દર્દ મટાડીને ફાયદો પણ કરે છે ને ? દાદાશ્રી : એ દુનિયાનો વ્યવહાર છે. એ ફાયદો ના કહેવાય.
મંદ મગજતાંતે કર્મ બંધત કેવું ? પ્રશ્નકર્તા : જે સારો માણસ હોય તો એને જાતજાતના વિચારો આવે, મિનિટમાં કેટલાંય વિચાર કરી નાખે. કર્મ બાંધી નાખે અને મંદ મગજનાંને તો સમજણ જ ના હોય કશી ! એટલે એને તો કશું હોય જ નહીં, નિર્દોષ હોય ને !
દાદાશ્રી : એ સમજણવાળા સમજણના કર્મ બાંધે ને ના સમજણવાળા ના સમજણના કર્મ બાંધે. પણ ના સમજણવાળાના કર્મ બહુ જાડા હોય અને સમજણવાળા તો વિવેક સહિત આમ બાંધે. એટલે પેલો છે એનાં કર્મ બધા જંગલી જેવાં હોય, જાનવર જેવાં, એને સમજણ જ નથી, ભાન જ નહીં પછી ! એ તો કો'ક દેખે ને ઢેખાળો મારવા તૈયાર થઈ જાય.
પ્રશ્નકર્તા : આપણે એવા માણસની દયા ન કરવી જોઈએ ?
દાદાશ્રી : રાખવી જ જોઈએ. જેને સમજણ ના હોય, તેનાં તરફ દયાભાવ રાખવો જોઈએ. એને હેલ્પ કરવી જોઈએ કંઈક. મગજની
દાદાશ્રી : હા. એ જ. કોઈ જીવને કિંચિત્માત્ર દુ:ખ દેવું, એ તમારા જ શરીર પર આવશે.
પ્રશ્નકર્તા : એટલે એણે જ્યારે આ બધું કર્યું હોય, જીવોને ચીર્યા હોય તો તે વખતે તે અજ્ઞાન દશામાં હોય ને ! એને એવો વેરભાવ પણ ના હોય, તો ય એને ભોગવવું પડે ?
દાદાશ્રી : ભૂલથી, અજ્ઞાન દશામાં હાથ દેવતામાં પડે ને, તે દેવતા ફળ આપે જ. એટલે કોઈ છોડે નહીં. અજ્ઞાન કે અજ્ઞાન, અભાનતા કે સભાનતા, ભોગવવાની રીત જુદી હોય છે. પણ બાકી કશું છોડે નહીં ! આ બધા લોકો દુઃખ ભોગવી રહ્યા છે એ પોતાનો જ હિસાબ છે બધો.
Page #34
--------------------------------------------------------------------------
________________
કર્મનું વિજ્ઞાન
ખરાબી, એને લઈને બિચારો આવો હોય, તેમાં પછી એનો શો દોષ ?! એ ઢેખાળો મારી જાય તો ય આપણે એની સાથે વેર નહીં રાખતા, એની પર કરુણા રાખવી જોઈએ !
૫૫
ગરીબ-અમીર ક્યા કર્મે ?
જે બને છે તે જ ન્યાય માનવામાં આવે તો કલ્યાણ થઈ જાય.
પ્રશ્નકર્તા : તો દાદા, તમને નથી લાગતું કે, બે માણસ હોય, એક માણસ જોતો હોય કે આ માણસ આટલો બધો ખરાબ, છતાં પણ આટલી સારી સ્થિતિમાં છે અને હું આટલો ધર્મપારાયણ છું તો આવો દુ:ખી છું. તો એનું મન ધર્મમાંથી નહીં ફરી જાય ?
દાદાશ્રી : એવું છે ને આ જે દુઃખી છે એ કંઈ બધાંય ધર્મ પારાયણવાળા દુઃખી હોતા નથી. સેકડે પાંચ ટકા સુખી ય હોય છે.
આજે જે દુઃખ આવ્યું છે, તે આપણા જ કર્મનું પરિણામ છે. આજે એ જે સુખી થયેલો છે, આજે એની પાસે પૈસા છે ને એ સુખ ભોગવી રહ્યો છે, એ એના કર્મનું પરિણામ છે. અને હવે જે ખરાબ કરી રહ્યો છે એનું પરિણામ આવશે, ત્યારે એ ભોગવશે. આપણે જે હવે સારા કરી રહ્યા છે, તેનું પરિણામ આપણે આવશે ત્યારે ભોગવીશું.
પ્રશ્નકર્તા : દાદા, આ તમારી વાત સાચી છે. પણ એક વ્યવહારિક દ્રષ્ટિએ જોઈએ કે એક માણસ ઝૂંપડપટ્ટીમાં રહેતો હોય, ભૂખ્યો હોય, તરસ્યો હોય. સામે મહેલમાં એક માણસ રહેતો હોય. ઝૂંપડીવાળો જુએ છે કે મારી આમ દશા કેવી છે. હું તો આટલો બધો પ્રમાણિક છું. નોકરી કરું છું. તો મારા છોકરાંને ખાવા નથી મળતું. ત્યારે આ માણસ તો આટલું બધું ઊંધું કરે છે છતાં એ મહેલમાં રહે છે. તો એને ગુસ્સો ના થાય ? એ કેમ સ્થિરતા રાખી શકે ?
દાદાશ્રી : અત્યારે જે દુઃખ ભોગવી રહ્યો છે, તે પહેલાંની પરીક્ષા આપી છે તેનું પરિણામ આવી રહ્યું છે અને પેલાં એણે ય પરીક્ષા આપી છે, તેનું આ પરિણામ આવ્યું છે. પાસ થયો છે ને હવે ફરી નાપાસ
કર્મનું વિજ્ઞાન
થવાનાં પાછાં લક્ષણો ઊભા થયા છે એને. અને આને પાસ થવાના લક્ષણો ઊભા થયા છે.
૫૬
પ્રશ્નકર્તા : પણ પેલો ગરીબ માણસ, એની પોતાની માનસિક સ્થિતિ જ્યાં સુધી પરિપક્વ ન હોય ત્યાં સુધી ક્યાંથી સમજે એ ?
દાદાશ્રી : એ આવે જ નહીં માન્યામાં. એટલે આમાં ઉલટું છે તે વધારે પાપ બાંધે. એણે એ જાણવું જ જોઈએ કે મારા જ કર્મનું પરિણામ છે.
કરીએ સારું તે ફળ ખરાબ !
પ્રશ્નકર્તા : આપણે સારું કરીએ પણ એનું ફળ સારું ના મળે. એનો અર્થ એવો થયો કે પૂર્વજન્મનાં કંઈક ખરાબ કર્મ હશે. તે એને કેન્સલ કરી નાખે છે.
દાદાશ્રી : હા, કરી નાખે. આપણે છે તે જુવાર તો વાવી અને મોટી થઈ અને પૂર્વભવનું આપણું ખરાબ કર્મ ઉદય થાય, તે છેલ્લો વરસાદ ના પડે, તે સૂકાઈ જાય બધું ય અને પુણ્ય જોર કરે તો થઈ જાય તૈયાર. હાથમાં આવેલું ખૂંચવાઈ જાય. માટે સારા કર્મો કરો. નહીં તો મુક્તિ ખોળો. બેમાંથી એક રસ્તો લો ! આ દુનિયામાંથી છૂટી જવાનું ખોળો, કાં તો સારા કર્મ કરો, કાયમને માટે. પણ કાયમને માટે સારા કર્મ થાય નહીં માણસથી, ઊંધે રસ્તે ચઢી જ જવાનો. કુસંગ મળ્યા જ
કરે.
પ્રશ્નકર્તા : શુભ કર્મ ને અશુભ કર્મ ઓળખવાનું થર્મોમીટર ક્યું ? દાદાશ્રી : શુભ કર્મ આવે ત્યારે આપણને મીઠાશ લાગે, શાંતિ લાગે, વાતાવરણ શાંત લાગે અને અશુભ આવે ત્યારે કડવાટ ઉત્પન્ન થાય, મનને ચેન પડે નહીં. અયુક્ત કર્મ તપાવડાવે અને યુક્ત કર્મ
હૃદયને આનંદ આપે.
મૃત્યુ પછી જોડે શું જાય ?
Page #35
--------------------------------------------------------------------------
________________
કર્મનું વિજ્ઞાન
૫૭
કર્મનું વિજ્ઞાન
પ્રશ્નકર્તા : શુભ અને અશુભ જે કર્મો છે, એનું જે પરિણામ છે એ હવે બીજી જે પણ કોઈ યોનિમાં જાય, ત્યાં એને ભોગવવું પડે ને ?
દાદાશ્રી : ત્યાં ભોગવવું જ પડે. એટલે અહીંથી મૃત્યુ થાય એટલે મૂળ શુદ્ધાત્મા જાય છે. જોડે શુભાશુભ જે આખી જિંદગીમાં કર્મો કર્યા તે યોજનારૂપે, એટલે કારણ શરીર કહેવાય છે એને, કૉઝલ બોડી, પછી સૂક્ષ્મ બોડી એટલે ઈલેક્ટ્રિકલ બોડી. આ બધું સાથે જવાનું. બીજું કશું જતું નથી.
પ્રશ્નકર્તા: મનુષ્ય જન્મ જે મળે છે, તે ફરી ફરી મળે છે કે પછી પાછો અમુક વખત મનુષ્યમાં આવીને પાછું બીજી યોનિમાં એને જવું પડે ?
દાદાશ્રી : બધી યોનિઓમાં અહીંથી જવાનું. અત્યારે લગભગ સીત્તેર ટકા માણસો ચાર પગમાં જવાના છે. અહીંથી સીત્તેર ટકા !! અને વસ્તી ઝપાટાબંધ ખલાસ થઈ જશે.
એટલે માણસમાંથી જાનવરે ય થાય, દેવ થાય, નર્કગતિ થાય અને ફરી મનુષ્ય ય થાય. જેવાં જેવાં કર્મ કર્યા હોય તેવાં તેવાં થાય. લોકો પાશવતાને લાયક એવાં કર્મો કરે છે ખરા અત્યારે ?
પ્રશ્નકર્તા : ઘણાં લોકો પાશવતાના જ કર્મો અત્યારે તો કરી રહ્યાં
દાદાશ્રી : મનુષ્યમાંથી પછી તો દેવમાં ય, મોટામાં મોટો દેવ થઈને ઊભો રહે, આ દુનિયામાં ટોપમોસ્ટ. અને નીચ યોનિ એટલે કેવી નીચ યોનિ તે ? ધૃણાજનક યોનિમાં જાય. એનું નામ સાંભળતા જ ધૃણા થાય.
મનુષ્યભવમાં જ કર્મ બાંધી શકે છે માણસ. બાકી બીજા કોઈ અવતારમાં કર્મ બાંધતો નથી. બીજા બધા અવતારોમાં કર્મ ભોગવે છે. અને આ મનુષ્યમાં કર્મ બાંધે છે ય ખરો ને ભોગવે છે ય ખરો, બેઉ થાય છે. પાછલાં કર્મો ભોગવતા જાય છે ને નવા બાંધે છે. એટલે અહીંથી ચારગતિમાં ભટકવાનું, અહીંથી જવાનું થાય છે અને આ ગાયોભેંસો, આ બધા જાનવરો દેખાય છે, આ દેવલોકો, એમને કર્મ ભોગવવાના ખાલી, એને કર્મ કરવાના અધિકાર નથી.
પ્રશ્નકર્તા : પણ લગભગ તો મનુષ્યના કર્મ સારા થતાં જ નથી ને ?
દાદાશ્રી : આ તો કળિયુગ છે ને દુષમકાળ છે, એટલે ઘણાંખરાં કર્મ ખરાબ જ થાય.
પ્રશ્નકર્તા : એટલે કે અહીંયા બીજા નવા કર્મો બંધાવાના જ ને ?
દાદાશ્રી : રાત-દા'ડો બંધાયા જ કરે. જૂના ભોગવતો જાય ને નવા બાંધતો જાય.
પ્રશ્નકર્તા : તો આનાથી હવે બીજો કોઈ સારો ભવ ખરો ?
દાદાશ્રી : કોઈ જગ્યાએ નહીં. આટલો જ સારો છે. બીજા તો બે જાતના ભવો. અહીં જો દેવું થઈ ગયું હોય, એટલે ખરાબ કર્મો બંધાયા હોય, એનું નામ દેવું. તે પછી આ જાનવરોમાં જવું પડે, ડેબિટ ભોગવવા માટે અને નર્કગતિમાં જવાનું તો, ડેબિટ વધારે થઈ ગયું હોય તો તે ત્યાં આગળ દેવું ભોગવીને પાછું આવવાનું, ડેબિટ ભોગવીને. અહીં સારા કર્મ થયા હોય તો મોટા ઊંચી જાતના મનુષ્યો થાય, ત્યાં આખી જિંદગી સુખ હોય. એ ભોગવીને પાછો હતો તેવો ને તેવો અને
દાદાશ્રી : તો ત્યાંની ટિકીટ આવી ગઈ, રીઝર્વેશન થઈ ગયા. એટલે ભેળસેળ કરતો હોય, અણહક્કનું ખાઈ જતો હોય, ભોગવી લેતો હોય, આ જૂઠું બોલતો હોય, ચોરીઓ કરતો હોય, એ બધાની હવે નિંદા કરવાનો અર્થ જ શું છે ? એ એમની ટિકીટો મળી ગઈ છે એમને !
ચાગતિમાં ભટકણ ! પ્રશ્નકર્તા : આ મનુષ્ય નીચ યોનિમાં જાય ખરો ?
Page #36
--------------------------------------------------------------------------
________________
કર્મનું વિજ્ઞાન
કર્મનું વિજ્ઞાન
નહીં તો દેવગતિમાં જાય. ક્રેડિટના સુખો ભોગવવા માટે. પણ ક્રેડિટ પૂરી થઈ ગઈ, લાખ રૂપિયા પૂરા થઈ ગયા, વપરાઈ ગયા એટલે પાછો અહીં મૂઓ !
પ્રશ્નકર્તા : બીજા બધા ભવો કરતાં આ મનુષ્ય ભવનું આયુષ્ય વધારે ને ?
દાદાશ્રી : ના, એવું કંઈ નહીં. આ દેવલોકોને લાખો વર્ષનું આયુષ્ય.
પ્રશ્નકર્તા: પણ દેવ થવા માટે તો આ બધા કર્મો પૂરા થાય પછી નંબર લાગે ને ?
દાદાશ્રી : ના, એવું કશું નહીં. એ કોઈ સુપરહ્યુમન હોય તો દેવ જ થાય. પોતાનું સુખ પોતે ભોગવે નહીં ને બીજાને આપી દે, એ સુપરહ્યુમન કહેવાય. તે દેવગતિમાં જાય !
પ્રશ્નકર્તા : પોતાને સુખ ના હોય, તો પછી એ બીજાને કેવી રીતના સુખ આપી શકે ?
દાદાશ્રી : એટલે જ ના આપી શકે ને પણ કો’ક એવો માણસ હોય. કરોડોમાં એકાદ માણસ તે પોતાનું સુખ બીજાને આપી દેતો હોય, તે દેવગતિમાં જાય. પહેલાં તો આવાં બહુ માણસો હતા. સેકડે બબ્બેત્રણ ટકા, પાંચ-પાંચ ટકા હતા. અત્યારે તો કરોડોમાં બે-ચાર નીકળે વખતે. અત્યારે તો દુ:ખ ના આપે તો ય ડાહ્યો કહેવાય. બીજાને કંઈ પણ દુઃખ ના આપે તો ફરી મનુષ્યમાં આવે, મનુષ્યમાં સારી જગ્યાએ કે જ્યાં બંગલો તૈયાર હોય, ગાડીઓ તૈયાર હોય ત્યાં જન્મ થાય અને પાશવતાના કર્મો કરે, આ ભેળસેળ કરે, લુચ્ચાઈઓ કરે, ચોરીઓ કરે તો પશુમાં જવું પડે.
પ્રશ્નકર્તા : તો કાયદો કેવો છે ? દાદાશ્રી : અધોગતિમાં જવાનો હોય પકડાઈ જતો નથી અને
ઉર્ધ્વગતિમાં જે જાય એવાનાં હલકા કર્મ હોય ને, તો એને પોલીસવાળાને પકડાવી જ દે તરત જ તે આગળ ઊંધું જતાં અટકી જાય ને એના ભાવ ફરી જાય. કુદરત હેલ્પ કોને કરે છે ? કે જે ભારે છે તેને ભારે થવા દે છે. હલકો છે તેને હલકો થવા દે. હલકાવાળા ઉર્ધ્વગતિમાં જાય. ભારેવાળો અધોગતિમાં જાય. એટલે આ કુદરતના નિયમ છે એવા. હમણાં કોઈકે જેમ કોઈ દહાડો ચોરી ના કરી હોય ને એક વખત ચોરી કરેને તો તરત પકડાઈ જાય અને અઠંગ ચોર પકડાય નહીં. કારણ કે એના ભારે કર્યો છે એટલે એમાં પૂરા માર્કસ જોઈએ ને ! માઈનસ માર્ક ય પણ પૂરા જોઈએ ને ! તો જ દુનિયા ચાલે ને ?
મનુષ્યમાં જ બંધાય કર્મ ! પ્રશ્નકર્તા : હું એટલે જ પૂછું છું કે મનુષ્ય ભવ સિવાય બીજો કોઈ એવો ભવ ખરો કે નહીં કે જેમાં ઓછા કર્મો બંધાતા હોય.
દાદાશ્રી : બીજે કર્મ જ બંધાતા નથી. બીજા કોઈ અવતારમાં કર્મ બંધાતા નથી, અહીં એકલા જ બંધાય છે અને જ્યાં નથી બંધાતા એ લોકો શું કહે છે ? કે અહીં ક્યાં આ જેલમાં આયા ? કર્મ બંધાય એવી જગ્યા એ તો મુક્તપણું કહેવાય, આ તો જેલ કહેવાય.
પ્રશ્નકર્તા : મનુષ્યભવમાં જ કર્મ બંધાય. સારા કર્મો પણ અહીંયા જ બંધાય ને ?
દાદાશ્રી : સારા કર્મો પણ અહીં જ બંધાય ને ખોટાં ય અહીં બંધાય.
આ મનુષ્યો કર્મ બાંધે છે. તેમાં જો લોકોને નુકસાન કરનારા, લોકોને દુઃખ દેનારા કર્મ હોય તો છે તે જનાવરમાં જાય ને નર્કગતિમાં જાય. લોકોને સુખ આપનારા કર્મ હોય તો માણસમાં આવે ને દેવગતિમાં જાય. એટલે જેવાં કર્મ એ કરે છે તેના ઉપરથી ગતિ થાય છે. હવે ગતિ થઈ એટલે પછી ભોગવીને પછી પાછું અહીં આવવાનું.
Page #37
--------------------------------------------------------------------------
________________
કર્મનું વિજ્ઞાન
કર્મનું વિજ્ઞાન
કર્મ બાંધવાનો અધિકાર મનુષ્યોને જ છે, બીજા કોઈને નથી, અને જેને બાંધવાનો અધિકાર છે તેને ચારેય ગતિમાં રખડવું પડે છે. અને જો કર્મ ના કરે, બિલકુલે ય કર્મ જ ના કરે તો મોક્ષે જાય. મનુષ્યમાંથી મોક્ષે જવાય. બીજી કોઈ જગ્યાએથી મોક્ષે ના જવાય. કર્મ ના કરે એવું તમે જોયેલું ?
પ્રશ્નકર્તા : ના, એવું નથી જોયું.
દાદાશ્રી : તમે જોયેલા કર્મ ના કરે એવાં ? એમણે જોયેલાં છે ને તમે નથી જોયા ?!
આ જાનવરો-બાનવરો બધા છે તે ખાય છે, પીએ છે, મારમારા કરે છે, લઢમૂલઢા કરે છે તો ય કર્મ બંધાય નહીં એમને. એવું માણસને કર્મ ના બંધાય એવી સ્થિતિ છે. પણ પોતે કર્મનો કર્તા ના થાય તો ને કર્મ ભોગવે એટલું જ ! એટલે અહીં અમારે ત્યાં આવે અને “સેલ્ફ રિયલાઈઝ’નું જ્ઞાન પ્રાપ્ત થાય તો કર્મનું કર્તાપણું છૂટી જાય, કરવાપણું છૂટી જાય, ભોગવવાનું રહે પછી. અહંકાર હોય ત્યાં સુધી કર્મનો કર્તા.
આઠ અવતાર સુધીની સિલ્લક સાથે ! પ્રશ્નકર્તા : જે જે અવતારમાં કર્મ બંધાતા નથી, ખાલી કર્મ ભોગવવા જ પડે છે, તો તે જીવનો પછીનો ભવ કેવી રીતે થાય ?
દાદાશ્રી : આ એટલું બધું છે કે માણસ અહીંથી ગયો, તે ગાયનો અવતાર આવ્યો. તે ગાયનો અવતાર ભોગવે. પૂરો થઈ જાય, ત્યાર પછી બકરીનો અવતાર આવે, એ બકરીનો જ આવે એવું નહીં, ગમે તે અવતાર એનો હિસાબ હોય એ પ્રમાણે આવે. ડિઝાઈન હોય એ પ્રમાણે આવે. પછી, ગધેડાનો અવતાર આવે. સો-બસો વર્ષ આવું ભટકી આવે. એટલે બધું ભોગવાઈ જાય ડેબીટ. એટલે અહીંયા મનુષ્ય જન્મમાં પાછો આવે. બીજે બધે એક અવતાર પછી બીજો અવતાર થાય, તે એમાં કર્મ કરવાથી નથી થતો. એ કર્મ ભોગવાઈ ગયા તેથી થાય છે. એક આ પડ ગયું ને બીજું
પડ આવ્યું, બીજું પડી ગયું ને ત્રીજું પડ આવ્યું, એવું બધા પડ ભોગવાઈ જાય એટલે બધા આઠ અવતાર પૂરા થાય ને અહીં મનુષ્યમાં આવતો રહે. વધુમાં વધુ આઠ અવતાર બીજી ગતિમાં ભટકીને પાછો મનુષ્યમાં આવી જ જાય. એવો કર્મનો નિયમ છે !
મનુષ્યોને લાયકનું કર્મ તો એની પાસે સિલ્લક રહે છે જ. જ્યાં જાય, દેવગતિમાં જાય તો ય. એટલે સિલ્લકના આધારે પાછો ફરે છે. એટલે આ સિલ્લક રાખીને બીજા બધા કર્મ ભોગવાઈ જાય છે.
પ્રશ્નકર્તા: મનુષ્યમાં આવે છે, પછી એનું જીવન કઈ રીતે ચાલે ? એ એનાં ભાવ પર જ ચાલે ને ? એના કયા કર્મના આધારે એનું જીવન ચાલે ?
દાદાશ્રી : એની પાસે મનુષ્યના કર્મ તો સિલ્લક છે જ આ તો. આ સિલ્લક તો આપણી પાસે છે જ, પણ દેવું થઈ ગયું હોય તો દેવું ભોગવી આવો ને પછી પાછા આવો, કહે છે. ક્રેડિટ થઈ ગઈ હોય ત્યારે ક્રેડિટ ભોગવી પાછા અહીં આવો. આ તો સિલ્લક છે જ આપણી પાસે. આ સિલ્લક તો ખટે એવી નથી. આ સિલ્લક ક્યારે ખટે ? કે જ્યારે કર્તાપદ છૂટે ત્યારે છૂટે. ત્યારે મોક્ષે ચાલ્યો જાય. નહીં તો કર્તાપદ છૂટે જ નહીં ને ! અહંકાર ખલાસ થાય એટલે છૂટે. અહંકાર હોય એટલે પેલાં ભોગવીને પાછો અહીં ને અહીં મૂઓ હોય.
પ્રશ્નકર્તા : બીજી બધી યોનિઓમાંથી પાછો મનુષ્યમાં આવે, તો આવે તો ક્યાં આગળ જન્મ લે ? માછીમારમાં લે કે રાજામાં લે ?
દાદાશ્રી : અહીં મનુષ્યમાં એની પાસે જે સામાન તૈયાર મૂકી ગયો છે ને તે બીજું આ દેવું ઉભું થયું છે તે દેવું વાળી આવે અને પછી ત્યાં નો ત્યાં જ આવે અને એ સામાનમાં (પાછું) ચાલુ કરે. એટલે આપણે જે બજારમાં જઈએ છીએ, તે બધા કામ પતાવીને પાછા ઘેરનાં ઘેર આવીએ છીએ. એવી રીતે આ ઘર છે. અહીંનું અહીં પાછું આવવાનું. અહીં આ ઘર છે. અહીં જ્યારે અહંકાર ખલાસ થઈ જશે ત્યારે અહીં પણ નહીં રહેવાનું. મોક્ષમાં જતું રહેવાનું બસ. હવે બીજા અવતારમાં
Page #38
--------------------------------------------------------------------------
________________
કર્મનું વિજ્ઞાન
કર્મનું વિજ્ઞાન
અહંકાર વપરાતો નથી. જ્યાં ભોગવવાનું છે ત્યાં અહંકાર વપરાતો નથી. એટલે કર્મ જ બંધાતા નથી. આ પાડાને, ગાયને, કોઈને અહંકાર ના હોય. દેખાય ખરાં કે આ ઘોડો અહંકારી છે પણ એ ડિસ્ચાર્જ અહંકાર. સાચો અહંકાર નથી. સાચો અહંકાર હોય તો કર્મ બંધાય. એટલે અહંકારને લઈને પાછો અહીં આવ્યો છે. અહંકાર જો ખલાસ થઈ જાય તો મોક્ષે ચાલ્યો જાય.
રીર્ટન ટિક્ટિ લીધેલી, જાતવરમાંથી ! પ્રશ્નકર્તા આપે કહ્યું કે કર્મોનું ફળ મળે છે, તો આ જે જાનવરો છે તે પછી મનુષ્યમાં આવી શકે ખરાં ?
દાદાશ્રી : એ જ આવે છે. એ જ અત્યારે આવ્યા છે, તેની વસ્તી વધી છે ને ! અને તે જ ભેળસેળ કરે છે આ બધા.
પ્રશ્નકર્તા : એમણે પેલા જાનવરોએ કયા સત્કર્મ કર્યા હશે કે એ માનવ થયા ?
દાદાશ્રી : એને સત્કર્મ કરવાનું ના હોય. હું તમને સમજાવું. એક માણસ દેવાદાર થયો. દેવાદાર થયો એટલે નાદાર કહેવાય. લોકો નાદાર કહે એને, તો પછી એણે દેવું આપી દીધું એટલે એને ફરી નાદાર કહે ખરાં ?
પ્રશ્નકર્તા : ના, પછી ના કહે.
દાદાશ્રી : તેવી રીતે અહીંથી જાનવરમાં જાયને, દેવું પતાવવા પૂરતું જ. દેવું ભોગવીને અહીં પાછો આવતો રહે અને દેવગતિમાં જાય તો ક્રેડિટ (લેણું) ભોગવીને પાછો અહીં જ આવે.
આમ તોંતરે અધોગતિ ! પ્રશ્નકર્તા મનુષ્યને જાનવરનો જ અવતાર મળે, એ કેવી રીતે ખબર પડે ?
દાદાશ્રી : બધાં લક્ષણ જ કહી આપે એનાં. અત્યારે એનાં વિચાર છેને, તે વિચારો જ પાશવતાનાં આવે. કેવાં આવે ? કોનું ભોગવી લઉં, કોનું ખઈ જઉં, કોનું એ કરું ? મરણ થતી વખતે ફોટો પણ જાનવરનો પડે.
પ્રશ્નકર્તા: આંબાની ગોટલી આપણે વાવીએ તો આંબો જ થાય, એવું મનુષ્ય મરે તો મનુષ્યમાંથી પછી મનુષ્ય જ થાય ?
દાદાશ્રી : હા, મનુષ્યમાંથી પછી એટલે આ મેટરનિટી વોર્ડમાં મનુષ્યની સ્ત્રીનાં પેટે કતરું ના આવે. સમજાય છે ને ! પણ મનુષ્યમાં જેને સજજનતાનાં વિચાર હોય એટલે માનવતાનાં ગુણો હોય તો ફરી મનુષ્યમાં આવે અને પોતાનાં હક્કનું ભોગવવાં લોકોને આપી દે તો દેવગતિમાં જાય, સુપર હ્યુમન કહેવાય. અને પોતાની સ્ત્રી ભોગવવા માટે વાંધો નથી, એ હક્કનું કહેવાય, પણ અણહક્કનું ના ભોગવાય. એ ભોગવવાનાં વિચાર છે એ જ મનુષ્યમાંથી બીજે ભવે જાનવરમાં જવાની નિશાની છે એની એ વિઝા છે, આપણે એનો વિઝા જોઈ લઈએ ને, તે ખબર પડી જાય.
પ્રશ્નકર્તા : કર્મનો સિદ્ધાંત એવો છે કે મનુષ્યને એનાં કર્મો મનુષ્યયોનિમાં જ ભોગવવા પડે છે.
દાદાશ્રી : ના. કર્મો તો અહીં ને અહીં જ ભોગવવાનાં. પણ જે વિચારો કરેલાં હોય કે કોનું ભોગવી લઉં ને કોનું લઈ લઉં ને કોનું એ કરી લઉં, એવાં સંકલ્પ-વિકલ્પ કર્યા હોય, તે એને લઈ જાય ત્યાં. પેલાં તો અહીં ને અહીં જ ભોગવી લે. પાશવતાનું કર્મ કર્યું હોય, તે તો અહીંનું અહીં ભોગવી લે. એનો વાંધો નહીં. આંખે દેખાય એવા પાશવતાના કર્મ કર્યા હોય તે અહીંનાં અહીં જ ભોગવવાં પડે. એ ભોગવે કેવી રીતે ? લોકોમાં નિંદા થાય, લોકોમાં હડધૂત થાય. પણ જે પાશવતાનાં વિચારો કર્યા, સંકલ્પ-વિકલ્પ ખરાબ કર્યા કે આમ કરવું જોઈએ, આમ કરવું જોઈએ, આમ ભોગવવું જોઈએ. યોજનાઓ કરી. એ યોજના એને જાનવરગતિમાં લઈ જાય. યોજના ઘડે છેને મહીં ? નથી ઘડતાં ? એ
Page #39
--------------------------------------------------------------------------
________________
કર્મનું વિજ્ઞાન
કર્મનું વિજ્ઞાન
જાનવરગતિમાં લઈ જાય.
આમાં ભોગવતારો કોણ ? પ્રશ્નકર્તા : સારા કર્મ કરે તો પુણ્ય બંધાય અને ખોટા કર્મ કરે તો પાપ. આ પાપ-પુણ્ય કોણ ભોગવે શરીર કે આત્મા ?
દાદાશ્રી : આ પાપ-પુણ્ય જે કરે છે એ ભોગવે છે. કોણ ભોગવે છે ? અહંકાર કરે છે ને અહંકાર ભોગવે છે. શરીર ભોગવતું નથી ને આત્મા ય ભોગવતો નથી. એ અહંકાર ભોગવે છે. શરીર સાથેનો અહંકાર હોય તો શરીર સાથે ભોગવે. શરીર વગરનો અહંકાર શરીર વગર ભોગવે. માનસિક ખાલી ભોગવે.
પ્રશ્નકર્તા : મૃત્યુ પછી સ્વર્ગ કે નર્ક જેવું છે ખરું ? દાદાશ્રી : મૃત્યુ પછી સ્વર્ગ કે નર્ક બન્ને ય છે.
પ્રશ્નકર્તા : એટલે ખરાબ કર્મ કર્યા હોય તો નર્કમાં કોણ જાય ? આત્મા જાય ?
દાદાશ્રી : વળી આત્મા ને શરીર બે ભેગું જ હોય ને ! પ્રશ્નકર્તા : મરી જાય ત્યારે શરીર તો અહીંયા છૂટી ગયું હોય ને ?
દાદાશ્રી ત્યાં શરીર પછી નવું બંધાય. નર્કનું શરીર જુદું બંધાય, ત્યાં પારા જેવું શરીર હોય.
પ્રશ્નકર્તા : ત્યાં શરીર ભોગવે કે આત્મા ભોગવે ?
દાદાશ્રી : અહંકાર ભોગવે. જેણે કરેલાં હોય ને ! નર્કના કામ કર્યા એ ભોગવે.
હિટલરે બાંધ્યાં કેવાં કર્મ ?' હિટલરે આ લોકોને માર્યા, તેનું ફળ કેમ ના મળ્યું ? એણે માર્યા, એ બધાં ભેગાં ક્યાંથી થયા ? એને આ પ્લેન ક્યાંથી ભેગા થયા? આ
બધું ભેગું ક્યાંથી થયું ? ભેગું થયું તો માર્યા એટલે આ કર્મફળ હતું એનું બિચારાનું ? આનું ય ફળ પાછું નર્કગતિ આવશે. શાસ્ત્રકારોએ પાછું કહ્યું, અહીં જે મરી ગયા અને જગતમાં નિંદનીય થઈ પડ્યા તો નર્કગતિ કે જાનવરમાં આવશે. જગતમાં જો કદી વખાણવા રૂપ થયાં અને ખ્યાતિ એની ફેલાય તો દેવગતિ અગર મનુષ્યમાં મૂકાય બહુ તો ! એટલે આનું પાછું ફળ તો આવે. એટલે આ લોકોને તોલે જોઈ લેવું.
ખોખેતીનાં હિસાબો પ્રજાસંગ ! પ્રશ્નકર્તા : આ ઇરાનનાં ખોર્મની છે ને, ખોર્મની, ત્યાંના ધર્મગુરુ કહો કે અત્યારે સત્તા બધી એના હાથમાં છે. ઈરાનના મેઈન કહેવાય અત્યારે એ. અત્યારે લાખો માણસો મરે છે. દુનિયાના બધાં દેશોએ એને વિનંતી કરી કે તમે સમાધાન કરો. પણ એ સમાધાન કરવા તૈયાર નથી અને લાખો માણસોનું નિકંદન થાય જ છે. એ કેવું કર્મ ? એની સાથે ઋણાનુબંધ, લાખો માણસો સાથેનો ઋણાનુબંધ શો ?
દાદાશ્રી : માણસો તો એ એનાં કર્મ ભોગવી રહ્યા છે અને એ બાંધી રહ્યા નથી. એ ભોગવી રહ્યા છે.
પ્રશ્નકર્તા : અને પેલો જે મારી રહ્યો છે તેનું ? દાદાશ્રી : એ છે તો કર્મ બાંધી રહ્યો છે. એ નર્કગતિમાં જશે.
પ્રશ્નકર્તા: આ બધાં મરી જાય છે. એનો નિમિત્ત તો આ મારનાર બને છે ને ? એ કયા કારણે ?
દાદાશ્રી : નિમિત્ત બને છે અને તેથી એ નર્ક જશે.
પ્રશ્નકર્તા: નર્ક જશે બરોબર છે. પણ આ બન્યું કેવી રીતે ? કયા હિસાબે બન્યું હોય ?
દાદાશ્રી : લોકોનો હિસાબ ! પેલા જોડેનો હિસાબ નહીં, લોકોએ ગુના કરેલા તેથી એવો નિમિત્ત મળી આવ્યો.
Page #40
--------------------------------------------------------------------------
________________
કર્મનું વિજ્ઞાન
કર્મનું વિજ્ઞાન
પ્રશ્નકર્તા : જેને ભોગવવાનો છે એનો ઉદય ?
દાદાશ્રી : મનુષ્યોનો ઉદય, જાનવરો ને બધાને. હા, સામુહિક ઉદય આવે. જુઓને, આ હીરોશીમા ને નાગાસાકીને ઉદય આવ્યો હતો
લોકોએ ગુના કરેલાં, એ કોઈ પણ નિમિત્ત મળી આવ્યું તે એમણે ખલાસ કરી નાખ્યા. આ બધાનું કર્મ એ વ્યક્તિગત નહીં. આ વ્યક્તિગત તો ક્યારે કહેવાય ? આમ તમે અમથાં વાતચીત ના કરો અને તમને જોઉં અને મને મહીં ઉકળાટ થાય એ વ્યક્તિગત. છેટાં રહીને કામ થાય એ વ્યક્તિગત ના કહેવાય.
એ કહેવાય સામુહિક કર્મોય ! પ્રશ્નકર્તા ઃ હવે આ જગતમાં જે ધરતીકંપ થાય અને જ્વાળામુખી ફાટે, એ બધું કઈ શક્તિ કરે છે ?
દાદાશ્રી : બધું વ્યવસ્થિત શક્તિ. વ્યવસ્થિત શક્તિ દરેક ચીજ કરે. એવિડન્સ ઊભો થવો જોઈએ. બધી ભેગી થઈ કે જરાક કંઈ કાચું રહ્યું હોયને થોડુંક ભેગું થયું કે ફૂટ્યું હડહડાટ.
પ્રશ્નકર્તા : આ વાવાઝોડું વ્યવસ્થિત મોકલે ?
દાદાશ્રી : તો બીજું કોણ મોકલે ? એ તો વાવાઝોડું આખા મુંબઈ પર હોય, પણ કેટલાંય માણસને, વાવાઝોડું આવ્યું છે કે નહીં ? એમ કરીને પૂછે. “અલ્યા મૂઆ, પૂછો છો ?” ત્યારે કહે, ‘અમે જોયેલું નથી હજુ તો ! અહીં આવ્યું નથી અમારે ત્યાં.” એવું બધું આ તો. વાવાઝોડું મુંબઈમાં બધાને ના સ્પર્શે. કોઈને અમુક જાતનું સ્પર્શ, કોઈને આખું મકાન ઊડાડી દે હડહડાટ અને કોઈની સાદડીઓ પડી રહેલી નામ ના દે. બધું પદ્ધતિસર કામ કરી રહ્યું છે. વાવાઝોડું આવે તેથી ભો રાખવાનો નથી. બધું વ્યવસ્થિત મોકલે છે.
પ્રશ્નકર્તા : આ બધા ધરતીકંપ થાય, સાયક્લોન (વાવાઝોડા) થાય, લડાઈ થાય, એ બધું હાનિ-વૃદ્ધિના આધારે નહીં ?
દાદાશ્રી : ના. કર્મના ઉદયને આધારે એ બધાં. બધાં ઉદય ભોગવી રહ્યાં છે. મનુષ્યોની વૃદ્ધિ થતી હોય ને તો ય ધરતીકંપ થયા કરે. જો હાનિ-વૃદ્ધિનાં આધીન હોય તો ના થાયને ?
પ્રશ્નકર્તા : જેવી રીતે એક જણે પાપ કર્યું, એવી રીતે સામુહિક પાપ કરે, એનો બદલો સામુહિક રીતે મળે ? એક જણ એ પોતે ચોરી કરવા ગયો અને દસ જણાં સાથે ધાડ પાડવા ગયા. તો એનો દંડ સામુહિક મળતો હશે ?
દાદાશ્રી : હા. ફળ સંપૂર્ણ ય મળવાનું, પણ દસેયને ઓછું-વધતું. એના કેવાં ભાવ છે તે ઉપર. કોઈક માણસ તો એમ કહેતો હોય કે આ મારા કાકાની જગ્યાએ મારે પરાણે જવું પડ્યું. એવાં ભાવ હોય. એટલે જેવો સ્ટ્રોંગ ભાવ છે, એ ઉપર હિસાબ બધા ચૂકવવાના. બિલકુલ કરેક્ટ. ધર્મના કાંટા જેવું.
પ્રશ્નકર્તા : પણ જે આ કુદરતી કોપ થતાં હશે, આ કોઈ જગ્યાએ પ્લેન પડ્યું ને આટલાં મરી ગયા ને કોઈ જગ્યાએ કોઈ પેલો જવાળામુખી ફાટ્યો ને બે હજાર જણ મરી ગયા, એ બધા એક સાથેના એ સામુહિક દંડનું પરિણામ હશે એ ?
દાદાશ્રી : એ બધાનો હિસાબ બધો. એટલાં હિસાબવાળા જ પકડાઈ જાય એમાં, કોઈ બીજો પકડાય નહીં. આજ મુંબઈ ગયો હોયને ત્યાર પછી કાલે ધરતીકંપ અહીં થાય અને મુંબઈવાળા અહીં આવ્યા હોય. તે મુંબઈવાળા અહીં મૂઆ હોય, એટલે બધો હિસાબ.
પ્રશ્નકર્તા : એટલે અત્યારે જે આટલું બધું જ્યાં ત્યાં બધા મરે છે, તે કોઈ પાંચસો-બસો ને બધી સંખ્યાઓ. જે પહેલાં કોઈ દહાડો આટલાં બધાં, સમૂહમાં મરતા જોવામાં હોતા આવતાં. તો આટલું બધું સમૂહ પાપ થતું હશે ?
દાદાશ્રી : પહેલાં સમૂહ હતાં ય નહીં ને ! અત્યારે તો લાલ
Page #41
--------------------------------------------------------------------------
________________
કર્મનું વિજ્ઞાન
૭૦
કર્મનું વિજ્ઞાન
વાવટાવાળા નીકળ્યા હોય તો કેટલાં હોય ? એ ધોળા વાવટાવાળા કેટલાં હોય ? અત્યારે સમૂહ છે તે સમૂહના કામ. પહેલાં સમૂહ હતાં ય નહીં ને !
પ્રશ્નકર્તા : હં... એટલે કુદરતી કોપ એ સમૂહનું જ પરિણામ ને ! આ અનાવૃષ્ટિ થવી, આ કોઈ જગ્યાએ ખૂબ પૂર આવી જવા, કોઈ જગ્યાએ ધરતીકંપ થઈને લાખો મરી જવા.
દાદાશ્રી : બધું આ લોકોનું પરિણામ.
પ્રશ્નકર્તા : એટલે જે વખતે દંડમાં આવવાનો હોય, ત્યારે ગમે ત્યાંથી ખેંચાઈને અહીં આવી જ ગયો હોય.
દાદાશ્રી : એ કુદરત જ લાવી નાખે ત્યાં અને બાફી નાખે, શેકી નાખે. એને પ્લેનમાં લાવીને પ્લેન પાડે.
પ્રશ્નકર્તા : હા દાદા. એવાં દાખલા જોવામાં આવે છે કે જે જનારો હોય, તે કોઈ કારણસર રહી જાય અને કોઈ દહાડો ના જનારો હોય, તે પેલાની ટિકિટ લઈને મહીં બેસી ગયો હોય. પછી પ્લેન પડી ભાંગે.
દાદાશ્રી : ના, પ્લસ-માઈનસ ના થાય. પણ એને ભોગવટામાં ઓછા કરી શકાય. પ્લસ-માઈનસનો તો આ દુનિયા છે ને ત્યારથી કાયદો જ નથી. નહીં તો લોકો અક્કલવાળા જ લાભ ઉઠાવી જાત એમ કરીને. કારણ કે સો પુણ્યના કરે અને દસ પાપ કરે, એ દસ બાદ કરીને મારા નેવું છે, જમે કરજો, કહેશે. તે અક્કલવાળા તો ફાવી જાય બધા. આ તો કહે છે, આ પુણ્ય ભોગવ અને પછી આ દસ પાપ ભોગવ.
પ્રશ્નકર્તા : દાદા, આપણે અહંકાર વગર કોઈ પણ સત્કર્મ થાય અથવા કોઈ સંસ્થાને હોસ્પિટલ કે એને પૈસા આપે તો આપણા કર્મો પ્રમાણે જે ભોગવવું પડે એ ઓછું થાય એ સાચી વાત ?
દાદાશ્રી : ના, ઓછું ના થાય. ઓછું-વધતું ના થાય. એ બીજા કર્મ બંધાય. બીજા પુણ્યના કર્મ બંધાય. પણ તે આપણે કો'કને ગોદો મારી આવ્યા એનું ફળ તો ભોગવવું પડે, નહીં તો જાણે બધા વેપારી લોકો પેલા બાદ કરીને પછી નફો એકલો જ રાખે. એ એવું નથી. કાયદા બહુ સુંદર છે. એક ગોદો માર્યો હોય તેનું ફળ આવશે. સો પુણ્યમાંથી બે બાદ નહીં થાય. બે પાપે ખરું અને સો પેલું પુણ્ય પણ ખરું. બન્ને જુદા ભોગવવાના.
પ્રશ્નકર્તા : એટલે આ શુભ કર્મ કરીએ અને અશુભ કર્મ કરીએ, બન્નેનું ફળ જુદું મળે ?
- દાદાશ્રી : અશુભનું અશુભ ફળ આપે જ. શુભનું શુભ આપશે. કશું ઓછું-વતું થાય નહીં. ભગવાનને ત્યાં કાયદો કેવો છે ? કે તમે આજે શુભકર્મ કર્યું એટલે સો રૂપિયા દાન આપ્યા, તો સો રૂપિયા જમે કરે એ અને પાછા પાંચ રૂપિયા કો'કને ગાળ ભાંડી ઉધાર્યા, તમારે ખાતે ઉધારે એ. એ પંચાણું જમે ના કરે. એ પાંચ ઉધારે ય કરે ને સો જમે ય કરે. બહુ પાકાં છે. નહીં તો આ વેપારી લોકો, ફરી દુઃખ જ ના પડે એવું હોય ને, એ તો જમેઉધાર કરીને એમનું જમે જ હોય અને તો પછી કોઈ મોક્ષે જાય જ નહીં. અહીં આગળ આખો દા'ડો પુણ્ય ને પુણ્ય હોય. પછી કોણ જાય મોક્ષે ? આ કાયદો જ એવો છે કે સો જમે કરે
દાદાશ્રી : હિસાબ બધો. પધ્ધતસર ન્યાય. બિલકુલ ધર્મના કાંટા જેવું. કારણ કે એનો માલિક નથી, માલિક હોય તો તો અન્યાય થાય.
પ્રશ્નકર્તા : એર ઇન્ડિયાનું પ્લેન તૂટી ગયું. એ બધાનું નિમિત્ત હતું, આ વ્યવસ્થિત હતું ? દાદાશ્રી : હિસાબ જ. હિસાબ વગર કશું બને નહીં.
પાપ-પુણ્યનું ન થાય પ્લસ-માઈનસ ! પ્રશ્નકર્તા : પાપકર્મ અને પુણ્યકર્મનું પ્લસ-માઈનસ થઈને નેટમાં રીઝલ્ટ આવે છે ભોગવટામાં ?
Page #42
--------------------------------------------------------------------------
________________
કર્મનું વિજ્ઞાન
કર્મનું વિજ્ઞાન
ને પાંચ ઉધારે ય કરે. બાદબાકી કરવાની નહીં. એટલે માણસને જમે કર્યું હોય તે પાછું ભોગવવું પડે, તે પુર્વે ગમે નહીં પાછું, બહુ પુણ્ય ભેગું થયેલું હોય ને, દસ દા'ડા, પંદર દા'ડા જમવાનું કરવાનું, બધું લગન-બગન ચાલતાં હોય, ગમે નહીં, કંટાળો આવે. બહુ પુણ્યમાં ય કંટાળો આવે. બહુ પાપમાં ય કંટાળો આવે. પંદર દા'ડા સુધી સેન્ટ ને અત્તરો આમ ઘસઘસ કરતાં હોય, જમાડો ખુબ, તો ય ખીચડી ખાવા ઘેર નાસી જાય. કારણ કે આ સાચું સુખ નથી. આ કલ્પેલું સુખ છે. સાચું સુખ કોઈ દા'ડો અભાવે ય ના થાય. એ આત્માનું જે સાચું સુખ છે, એનો અભાવ ક્યારે ય પણ ના થાય. આ તો કલ્પિત સુખ છે.
કર્મબંધનમાંથી મુક્તિનો માર્ગ.. પ્રશ્નકર્તા : પુર્નજન્મમાં કર્મબંધ ઉકેલવાનો રસ્તો શો ? આપણને એમ સાધારણ ખબર છે કે ગયા ભવમાં આપણે સારા કે ખોટા કર્મ બધા કરેલાં જ છે, તો એનાથી ઉકેલ લાવવાનો શો રસ્તો ?
દાદાશ્રી : આ કો'ક તને હેરાન કરતું હોય, તો તું હવે સમજી જઉં કે મેં એમની જોડે પૂર્વભવમાં ખરાબ કર્મ કર્યા છે, તેનું આ ફળ આપે છે. તો તારે શાંતિ અને સમતાથી એનો નિવેડો લાવવાનો. શાંતિ રહે નહીં પોતાથી ને ફરી બીજ નાખું તું. એટલે પૂર્વજન્મનાં બંધન ઉકેલવાનો એક જ રસ્તો, શાંતિ અને સમતા. એના માટે ખરાબ વિચાર પણ ન આવવો જોઈએ અને મારો જ હિસાબ ભોગવું છું એવું હોવું જોઈએ. આ જે કરી રહ્યો છે એ મારા પાપને આધારે જ, હું જ મારા પાપ ભોગવી રહ્યો છું, એવું લાગવું જોઈએ, તો છૂટકારો થાય. અને ખરેખર તમારા જ કર્મના ઉદયથી એ દુઃખ દે છે. એ તો નિમિત્ત છે. આખું જગત નિમિત્ત છે, દુ:ખ દેનાર ! સો ડોલર રસ્તામાં લઈ લેનારા બધા ય નિમિત્ત છે. તમારો જ હિસાબ છે. તમને આ ઈનામ ક્યાંથી પહેલા નંબરનું લાગ્યું ? આમને કેમ નથી લાગતું ? સો ડોલર લઈ લીધા, એ ઈનામ ના કહેવાય ?
પ્રાર્થતાનું મહત્વ, કર્મ ભોગવટામાં !
પ્રશ્નકર્તા: દાદા, હું પ્રશ્ન એમ પૂછતો હતો કે જે પ્રારબ્ધ તો બની ગયું છે, કોઈને માંદુ પડવાનું છે કે કોઈને કંઈ નુકસાન જવાનું છે, તો પ્રાર્થનાથી એ બદલાય ખરું ?
દાદાશ્રી : એવું છે ને, પ્રારબ્ધનો ભાગ છે. પ્રારબ્ધના પ્રકાર હોય છે. એક પ્રકાર એવો હોય છે એ પ્રાર્થના કરવાથી ઊડી જાય. બીજો પ્રકાર એવો છે કે તમે સાધારણ પુરુષાર્થ કરો તો ઉડી જાય અને ત્રીજો પ્રકાર એવો છે કે તમે ગમે તેટલો પુરુષાર્થ કરોને ભોગવ્યા વગર છૂટકો જ ના થાય. બહુ ચીકણો હોય. તે કોઈ માણસ આપણી ઉપર, કપડાં ઉપર થેંક્યો, એને આમ ધોવા જઈએ તો મોળું હોય તો પાણી રેડીએ તો ધોવાઈ જાય. બહુ ચીકણું હોય તો ?
પ્રશ્નકર્તા : ના નીકળે.
દાદાશ્રી : એવી જ રીતે કર્મો ચીકણાં હોય છે. એને નિકાચિત કર્મ કહ્યાં.
પ્રશ્નકર્તા : પણ કર્મ બહુ ચીકણું હોય તો ય પ્રાર્થનાથી કશો ફેર ના પડે ?
દાદાશ્રી : કશું ફેર ના પડે. પણ પ્રાર્થનાથી તે ઘડીએ સુખ થાય. પ્રશ્નકર્તા : ભોગવવાની શક્તિ મળે ?
દાદાશ્રી : નહીં, એ તમારે જે દુ:ખ આવ્યું છે ને ! દુ:ખમાં સુખનો ભાગ લાગે, પ્રાર્થનાને લઈને પણ પ્રાર્થના રહી શકવી, એ મુશ્કેલ છે. આ સંજોગો ખરાબ હોય અને મન જ્યારે બગડેલું હોય તે ઘડીએ પ્રાર્થના રહેવી મુશ્કેલ છે. રહે તો બહુ ઉત્તમતા કહેવાય. તે દાદા ભગવાન જેવાને સંભારીને બોલાવો ત્યારે, કે જે શરીરમાં પોતે રહેતા ના હોય. શરીરના માલિક ના હોય એમને જો સંભારીને બોલાવે તો રહે, નહીંતર ના રહે !
પ્રશ્નકર્તા : નહીં તો તે સંજોગોમાં પ્રાર્થના યાદ જ ના આવે.
Page #43
--------------------------------------------------------------------------
________________
કર્મનું વિજ્ઞાન
૭૪
કર્મનું વિજ્ઞાન
દાદાશ્રી : યાદ જ ન આવે. યાદ જ ઉડાડી મેલે, ભાન જ ઊડી જાય બધું.
દેવ-દેવીની બાધાતું બંધત ? પ્રશ્નકર્તા : કોઈ પણ દેવ-દેવીની બાધા રાખવાથી કર્મબંધન થાય ખરું ?
દાદાશ્રી : બાધા રાખવાથી કર્મબંધન અવશ્ય થાય. બાધા એટલે શું કે એમની પાસેથી આપણે મહેરબાની માંગી. એટલે એ મહેરબાની કરે ય ખરાં, એટલે તમે એમને બદલો આપો. અને તેથી જ કર્મ બંધાય.
પ્રશ્નકર્તા : સંત પુરુષના સહવાસથી કર્મબંધન છૂટે ખરાં ?
દાદાશ્રી : કર્મબંધન ઓછાં થઈ જાય અને પુણ્યના કર્મ બંધાય પણ એ એને નુકસાન ન કરે. પેલા પાપના ના બંધાય.
જાગૃતિ કર્મબંધનતી સામે.... પ્રશ્નકર્તા : કર્મ ના બંધાય, એના માટે રસ્તો શું ?
દાદાશ્રી : આ કહ્યું ને, તરત જ ભગવાનને કહી દેવું , અરેરે ! મેં આવાં આવાં ખરાબ વિચાર કર્યા. હવે જે આવ્યા છે એ તો એનો હિસાબ હશે ત્યાં સુધી રહેશે પણ મારે તો આ અત્યારે ક્યાંથી મૂઆ ! એ મેં હિસાબ બાંધ્યો. તેની ક્ષમા માંગું છું, ફરી આવું નહીં કરું.
પ્રશ્નકર્તા : કોઈ ખૂન કરે અને પછી પાછો ભગવાનને આવો પસ્તાવો કરીને કહે, તો કેવી રીતના છૂટે કર્મ ?
દાદાશ્રી : હા, છૂટે. ખૂન કરીને રાજી થાય તો કર્મ ખરાબ બંધાય ને ખૂન કરીને આવો પસ્તાવો કરવાથી કર્મ હલકું થાય !
પ્રશ્નકર્તા ગમે તે કરે તો ય કર્મ તો બંધાયું જ ને ? દાદાશ્રી : બંધાઈ ને છૂટે ય છે. ખૂન થયું ને એ કર્મ છૂટયું છે.
તે વખતે બંધાય ક્યારે ? મનમાં એમ થાય કે આ ખૂન કરવાં જ જોઈએ. તો ફરી નવું બંધાયું. આ કર્મ પૂરું છૂટયું કે છૂટતી વખતે પસ્તાવો કરીએ ને, તો છૂટાશે. માર્યો એ બહુ મોટું નુકસાન કરે. આ માર્યો તેની અપકીર્તિ થશે, શરીરમાં જાત જાતનાં રોગ ઉત્પન્ન થઈ જશે, ભોગવવા પડશે. અહીંનું અહીં જ ભોગવવાનું. નવું કર્મ ચીકણું નહીં બંધાય. આ કર્મફળ છે, એ ભોગવવાનું. માર્યો તે જ કર્મના ઉદયથી માર્યો અને માર્યો એટલે કર્મફળ ભોગવવાનું પણ સાચા દિલથી પસ્તાવો લે તો નવાં કર્મ ઢીલાં થઈ જાય. મારવાથી નવું કર્મ બંધાય ક્યારે ? કે મારવો જ જોઈએ, એ નવું કર્મ. રાજીખુશીથી મારે તો કર્મ ચીકણું બંધાય અને પસ્તાવાપૂર્વક કરે તો કર્મ ઢીલાં થઈ જાય. ઉલ્હાસે બાંધેલાં કર્મ પશ્ચાત્તાપ કરીને નાશ પામે.
એક મુસલમાનને એનાં બીબી ને છોકરાં પજવતાં હોય કે માંસાહાર તમે ખવડાવતા નથી. ત્યારે કહે, પૈસા નથી, શું ખવડાવું ? તો કહે, હરણ મારી લાવો. તો છાનોમાનો જઈને હરણ મારી લાવ્યો અને ખવડાવ્યું. હવે એને દોષ બેઠો અને એવું ને એવું હરણ એક રાજાનો છોકરો હતો, તે શિકાર કરવા ગયો. તે શિકાર કરીને ખુશ થઈ ગયો. હવે પેલાં હરણ તો બેઉ મર્યા. આ એનાં મોજશોખની માટે મારે છે, પેલો ખાવા માટે મારે છે. હવે જે ખાય છે, એને આનું ફળ મનુષ્યમાંથી જાનવર થાય, તે મુસલમાન ! અને રાજાનો છોકરો શોખમોજ શોખ માટે કરે છે, ખાતો નથી, સામાને મારી નાખે છે. પોતાનાં કંઈ પણ લાભ વગર, પોતાને કંઈ લાભ બીજો થતો નથી અને નકામો શિકાર કરીને મારી નાખે છે. માટે એનું ફળ નર્કગતિ આવે છે. કર્મ એક જ પ્રકારનું પણ ભાવ જુદા જુદા. પેલો તો એના છોકરા માથાકૂટ કરે એટલાં હારું બિચારો અને આ તો મોજશોખની માટે જીવો મારે, શિકારનો શોખ હોય છે ને ! પછી ત્યાંનું ત્યાં હરણું પડી રહે, એની કંઈ પડેલી નહીં. પણ શું કહે પાછો ? જો એક્કેક્ટ ધાર્યું ને આવું પાડયું એને. આ ટ્રાફિકના લૉઝ આપણે ના સમજીએ, તો પછી ટ્રાફિકમાં મારી જ નાખને, સામસામી ! પણ એ તો આવડે બધાને ! ‘આ’ આવડે એવાં નથી, એટલે અમારા જેવા શીખવાડનારા જોઈએ.
Page #44
--------------------------------------------------------------------------
________________
કર્મનું વિજ્ઞાન
૭૫
કર્મનું વિજ્ઞાન
ફાંસીની સજાનું જજતે શું બંધત ? એક જજ મને કહે કે, “સાહેબ, તમે મને જ્ઞાન તો આપ્યું અને હવે મારે કોર્ટમાં ત્યાં દેહાન્તદંડની શિક્ષા કરવી કે નહીં ? ત્યારે મેં એને કહ્યું, “એને શું કરશો, દેહાન્તદંડની શિક્ષા નહીં આપો તો ?!' એણે કહ્યું, ‘પણ આપું તો મારે દોષ બેસે.’
પછી એને રીત બતાવી કે તમારે આ કહેવું કે, “હે ભગવાન, મારે ભાગે આ કામ ક્યાં આવ્યું તે ?” અને તેનું દિલથી પ્રતિક્રમણ કરજો ને બીજું ગવર્મેન્ટના (સરકારના) કાયદા પ્રમાણે કામ કર્યું જજો.
પ્રશ્નકર્તા: કોઈને આપણે દુ:ખ પહોંચાડીએ અને પછી આપણે પ્રતિક્રમણ કરી લઈએ, પણ એને જબરજસ્ત આઘાત-ઠેસ લાગી હોય તો એનાથી આપણને કર્મ ના બંધાય ?
દાદાશ્રી : આપણે એના નામનાં પ્રતિક્રમણ કર્યા કરીએ, ને એને જેટલાં પ્રમાણમાં દુઃખ થયું હોય, એટલા પ્રમાણમાં પ્રતિક્રમણ કરવાં પડે. આપણે તો પ્રતિક્રમણ કર્યા કરવાનાં, બીજી જવાબદારી આપણી નથી.
હંમેશાં કોઈ પણ કાર્યનો પસ્તાવો કરો, એટલે એ કાર્યનું ફળ બાર આની નાશ જ થઈ જાય છે. પછી બળેલી દોરી હોયને, એનાં જેવું ફળ આવે. તે બળેલી દોરડી આવતે ભવ આમ જ કરીએ, તે ઊડી જાય. કોઈ ક્રિયા એમ ને એમ નકામી તો જાય જ નહીં. પ્રતિક્રમણ કરવાથી એ દોરડી સળગી જાય છે. પણ ડિઝાઈન તેની તે જ રહે છે. પણ આવતે ભવે શું કરવું પડે ? આમ જ કર્યું. ખંખેરી કે ઊડી ગઈ.
જપ-તપથી કર્મ બંધાય કે ખપે ? પ્રશ્નકર્તા જપ-તપમાં કર્મ બંધાય કે કર્મ ખપે ?
દાદાશ્રી: એમાં કર્મ જ બંધાય ને ! દરેક બાબતમાં કર્મ જ બંધાય. રાત્રે સૂઈ જાય તો ય કર્મ બંધાય અને આ જપ-તપ કરે, એમાં તો મોટા કર્મ બંધાય. પણ એ પુણ્યના બંધાય. તેનાંથી આવતા ભવે ભૌતિક સુખો
મળે છે.
પ્રશ્નકર્તા : તો કર્મ ખપાવવા માટે ધર્મની શક્તિ કેટલી ?
દાદાશ્રી : ધર્મ-અધર્મ બેઉ કર્મો ખપાવી આપે, સંસારિક બંધાયેલા કર્મો ને ! વિજ્ઞાન હોય તો તરત કર્મને નાશ કરી દે. વિજ્ઞાન હોય તો કર્મ નાશ થાય. ધર્મથી પુણ્યકર્મ બંધાય અને અધર્મથી પાપકર્મ બંધાય અને આત્મજ્ઞાનથી કર્મો નાશ, ભસ્મિભૂત થઈ જાય.
પ્રશ્નકર્તા : ધર્મ અને અધર્મ, બેઉને ખપાવતો હોય તો એને ધર્મ કેમ કહેવાય ?
દાદાશ્રી : ધર્મથી પુણ્યના કર્મ બંધાય અને અધર્મથી પાપના કર્મ બંધાય. હમણાં ધોલ મારે ત્યારે શું થાય ? કો'ક ધોલ મારે તો શું કરો તમે ? એને બે આપી દો ને ! ડબલ કરીને આપે. ખોટ ખવડાવ્યા વિના આપે છે, એટલું ડબલ કરીને. એ તમારા પાપનો ઉદય આવ્યો, તેથી પેલાને ધોલ મારવાનું મન થયું. તમારો કર્મનો ઉદય તમને બીજા પાસે ધોલ મરાવડાવે છે, પેલો નિમિત્ત બન્યો. હવે એક ધોલ આપે, તો આપણે કહી દેવાનું કે પતી ગયો હિસાબ આપણો. હું જમે કરી દઉં છું ને જમે કરી દેવાનો. પહેલાં આપેલી, તે પાછો આપી ગયો. જમે કરી દેવાનું, નવું ધીરવું નહીં. ગમતું હોય તો ધીરવું. ગમે ખરું ? નહીં ? તો ધીરવું નહીં.
આપણાં પુણ્યનો ઉદયકર્મ હોય તો સામો સારું બોલે ને પાપનો ઉદયકર્મ હોય તો સામો ગાળ આપે છે. એમાં કોનો દોષ ? માટે આપણે કહેલું કે ઉદયકર્મ મારો જ છે અને સામો તો નિમિત્ત. આમ કરવાથી આપણો દોષ નિર્જરી જશે. ને નવો નહીં બંધાય.
કર્મ અકર્મ દશાની સ્થિતિ ! પ્રશ્નકર્તા : કોઈ પણ ખોટું કામ કરીએ એટલે કર્મ તો બંધાય જ એવું હું માનું છું.
Page #45
--------------------------------------------------------------------------
________________
કર્મનું વિજ્ઞાન
૭૮
કર્મનું વિજ્ઞાન
દાદાશ્રી : તો સારા કર્મનું બંધન નથી ? પ્રશ્નકર્તા : સારું ને ખોટું, બેઉથી કર્મ બંધાયને !
દાદાશ્રી : અરે ! અત્યારે હઉ તમે કર્મ બાંધી રહ્યો છો ! અત્યારે તમે બહુ પુણ્યનું કર્મ બાંધી રહ્યા છો ! પણ કર્મ ક્યારે ય બંધાય નહીં એવો દિવસ નથી આવતો ને ? એનું શું કારણ હશે ?
પ્રશ્નકર્તા : કંઈ પ્રવૃતિ તો કરતા જ હોઈશું ને સારી અગર ખરાબ ?
દાદાશ્રી : હા, પણ કર્મ બંધાય નહીં, એવો રસ્તો નહીં હોય ? ભગવાન મહાવીર શી રીતે કર્મ બાંધ્યા વગર છુટ્યા હશે ? આ દેહ હોય તો કર્મ તો થયા જ કરવાના ! સંડાસ જવું પડે, બધું ના કરવું પડે ?
પ્રશ્નકર્તા : હા, પણ જે કર્મ બાંધ્યા હોય, એનાં ફળ પાછાં ભોગવવાં પડે ને !
દાદાશ્રી : કર્મ બાંધે તો તો પાછો આવતો ભવ થયા વગર રહે નહીં ! એટલે કર્મ બાંધે તો આવતા ભવમાં જવું પડે ! પણ આ ભવમાં મહાવીરને આવતા ભવમાં જવું નહોતું પડ્યું ! તો કંઈક રસ્તો તો હશે ને ! કર્મ કરીએ છતાં કર્મ ના બંધાય એવો ?
પ્રશ્નકર્તા : હશે.
દાદાશ્રી : તમને એવી ઈચ્છા થાય છે કે કર્મ ના બંધાય ? કર્મ કરવા છતાં કર્મ બંધાય નહીં એવું વિજ્ઞાન હોય છે. એ વિજ્ઞાન જાણો. એટલે છૂટો થાય !
તડે અજ્ઞાનતા, નહીં કર્મ રે. પ્રશ્નકર્તા : આપણાં કર્મના ફળને લીધે આ જન્મ મળે છે ને ? દાદાશ્રી : હા, આ આખી જિંદગી કર્મના ફળ ભોગવવાનો છે !
અને એમાંથી નવા કર્મ ઊભાં થાય છે, જો રાગ-દ્વેષ કરે તો ! જો રાગદ્વષ ના કરે તો કશું ય નથી.
કર્મનો વાંધો નથી, કર્મ તો આ શરીર છે એટલે થવાનાં જ, પણ રાગ-દ્વેષ કરે તેનો વાંધો છે. વીતરાગો શું કહે છે કે વીતરાગ થાવ !
આ જગતમાં કંઈ પણ કામ કરો છો, તેમાં કામની કિંમત નથી પણ એની પાછળ રાગ-દ્વેષ થાય તો જ આવતા ભવનો હિસાબ બંધાય છે. રાગ-દ્વેષ થતાં ના હોય તો જવાબદાર નથી !
આખો દેહ, જન્મથી તે મરણ સુધી ફરજિયાત છે. એમાંથી રાગદ્વેષ જે થાય છે, એટલો જ હિસાબ બંધાય છે.
એટલે વીતરાગો શું કહે છે કે વીતરાગ થઈને મોક્ષે ચાલ્યા જાવ !
અમને તો કોઈ ગાળ ભાંડે તો અમે જાણીએ કે એ અંબાલાલ પટેલને ગાળો ભાંડે છે, પુદ્ગલને ગાળો ભાંડે છે. આત્માને તો એ જાણી શકે નહીં, ઓળખી શકે નહીં ને, એટલે “અમે” સ્વીકારીએ નહીં. અમને અડે જ નહીં, અમે વીતરાગ રહીએ ! અમને એની પર રાગદ્વેષ ના થાય. એટલે પછી એક અવતારી કે બે અવતારી થઈને બધું ખલાસ થઈ જાય !
વીતરાગ એટલું જ કહેવા માંગે છે કે કર્મ નડતાં નથી, તારી અજ્ઞાનતા નડે છે ! અજ્ઞાનતા શેની? ‘હું કોણ છું” એની. દેહ છે ત્યાં સુધી કર્મ તો થયા જ કરવાનાં, પણ અજ્ઞાન જાય એટલે કર્મ બંધાતા બંધ થઈ જાય !
કર્મતી નિર્જરા ક્યારે થાય ? પ્રશ્નકર્તા : કર્મ થતાં ક્યારે અટકે ?
દાદાશ્રી : ‘શુદ્ધાત્મા છું’ એનો અનુભવ હોવો જોઈએ. એટલે તું શુદ્ધાત્મા થઉં ત્યાર પછી કર્મબંધ અટકશે, કર્મની નિર્જરા થયા કરે
Page #46
--------------------------------------------------------------------------
________________ કર્મનું વિજ્ઞાન 79 અને કર્મ થતાં અટકે ! એટલે કર્મ ના બંધાય, તેનો રસ્તો શું ? સ્વભાવ ભાવમાં આવવું તે. ‘જ્ઞાની પુરુષ' પોતાના સ્વરૂપનું ભાન કરાવડાવે, પછી કર્મ ના બંધાય. પછી નવા કર્મો ચાર્જ ના થાય. જૂના કર્મો ડિસ્ચાર્જ થયા કરે ને બધાં જ કર્મો પૂરા થઈ જાય એટલે અંતે મોક્ષ થાય ! આ કર્મની વાત તમને સમજણ પડી આમાં ! જો કર્તા થાય તો કર્મ બંધાય. હવે કર્તાપણું છૂટી જાય, એટલે પછી કર્મ બાંધે નહીં. એટલે તમે આજે કર્મ બાંધો છો, પણ જ્યારે હું તમને કર્તાપણું છોડાવી દઈશ એટલે તમને કર્મ બંધાશે નહીં અને જૂના છે તે ભોગવી લેવાના. જૂનો હિસાબ એટલે ચૂકતે થઈ જાય અને “કૉઝ' ઊભાં નહીં થાય. “ઈફેક્ટ એકલી રહેશે અને પછી ઈફેક્ટ પણ પૂરેપૂરી ભોગવાઈ જાય કે સંપૂર્ણ મોક્ષ થઈ ગયો ! - જય સચ્ચિદાનંદ સંપર્ક સૂત્રો પૂજ્ય ડૉ. નીરુબહેન અમીન તથા આપ્તપુત્ર દીપકભાઈ દેસાઈ અમદાવાદ મુંબઈ દાદા દર્શન, 5, મમતાપાર્ક સોસાયટી, ૯૦૪-બી, નવીનઆશા એપાર્ટમેન્ટ, નવગુજરાત કોલેજની પાછળ, દાદાસાહેબ ફાળકે રોડ, ઉસ્માનપુરા, અમદાવાદ - 380014. | દાદર (સે.રે.), ફોનઃ (079)7540408, 7543979 મુંબઈ - 400014. E-Mail: info @dadabhagwan.org | ફોન : (022) 241376 16 અડાલજ : ત્રિમંદિર સંકુલ, સીમંધર સીટી, અમદાવાદ-કલોલ હાઈવે, અડાલજ, જી.ગાંધીનગર-૩૮૨૪૨૧. ફોનઃ (079) 397 102 થી 106 રાજકોટ : શ્રી અતુલ માલધારી, માધવપ્રેમ એપાર્ટમેન્ટ, માઈ મંદિરની સામે, 11, મનહર પ્લોટ, રાજકોટ. ફોન:(૦૨૮૧)૪૬૮૮૩૦, 238925 સુરત : શ્રી વિઠ્ઠલભાઈ પટેલ, 35, શાંતિવન સોસાયટી, લંબે હનુમાન રોડ, પંચરત્ન ટાવર પાછળ, સુરત. ફોન : (0261) 8544964 ગોધરા : શ્રી ઘનશ્યામ વરીયા, સી-૧૧, આનંદનગર સોસાયટી, સાયન્સ કોલેજની પાછળ, ગોધરા. ફોન : (02672) 51875 U.S.A. : Dada Bhagwan Vignan Institue : Dr. Bachu Amin, 902 SW Mifflin Rd, Topeka, Kansas 66606, U.S.A. Tel : 785-271-0869, E-mail: bamin@cox.net Dr. Shirish Patel, 2659, Raven Circle, Corona, CA 92882 Tel. : 909-734-4715, E-mail : spatelspatel@yahoo.com U.K. : Mr. Maganbhai Patel, 2, Winifred Terrace, Enfield, Great Cambridge Road, London, Middlesex, ENI 1HH, U.K. Tel: 020-8245-1751 Mr. Ramesh Patel, 636, Kenton Road, Kenton Harrow Tel.:020-8204-0746, E-mail: dadabhagwan_uk@yahoo.com Canada : Mr. Bipin Purohit, 151, Trillium Road, Montreal, Quebec HoB 1T3. Tel. : 514-421-0522 Africa : Mr. Manu Savla, PISU & Co., Box No. 18219, Nairobi, Kenya. Tel: (R) 254-2-744943 (O) 254-2-554836 Website : www.dadabhagwan.org, www.dadashri.org