________________
કર્મનું વિજ્ઞાન
કર્મનું વિજ્ઞાન
જાનવરગતિમાં લઈ જાય.
આમાં ભોગવતારો કોણ ? પ્રશ્નકર્તા : સારા કર્મ કરે તો પુણ્ય બંધાય અને ખોટા કર્મ કરે તો પાપ. આ પાપ-પુણ્ય કોણ ભોગવે શરીર કે આત્મા ?
દાદાશ્રી : આ પાપ-પુણ્ય જે કરે છે એ ભોગવે છે. કોણ ભોગવે છે ? અહંકાર કરે છે ને અહંકાર ભોગવે છે. શરીર ભોગવતું નથી ને આત્મા ય ભોગવતો નથી. એ અહંકાર ભોગવે છે. શરીર સાથેનો અહંકાર હોય તો શરીર સાથે ભોગવે. શરીર વગરનો અહંકાર શરીર વગર ભોગવે. માનસિક ખાલી ભોગવે.
પ્રશ્નકર્તા : મૃત્યુ પછી સ્વર્ગ કે નર્ક જેવું છે ખરું ? દાદાશ્રી : મૃત્યુ પછી સ્વર્ગ કે નર્ક બન્ને ય છે.
પ્રશ્નકર્તા : એટલે ખરાબ કર્મ કર્યા હોય તો નર્કમાં કોણ જાય ? આત્મા જાય ?
દાદાશ્રી : વળી આત્મા ને શરીર બે ભેગું જ હોય ને ! પ્રશ્નકર્તા : મરી જાય ત્યારે શરીર તો અહીંયા છૂટી ગયું હોય ને ?
દાદાશ્રી ત્યાં શરીર પછી નવું બંધાય. નર્કનું શરીર જુદું બંધાય, ત્યાં પારા જેવું શરીર હોય.
પ્રશ્નકર્તા : ત્યાં શરીર ભોગવે કે આત્મા ભોગવે ?
દાદાશ્રી : અહંકાર ભોગવે. જેણે કરેલાં હોય ને ! નર્કના કામ કર્યા એ ભોગવે.
હિટલરે બાંધ્યાં કેવાં કર્મ ?' હિટલરે આ લોકોને માર્યા, તેનું ફળ કેમ ના મળ્યું ? એણે માર્યા, એ બધાં ભેગાં ક્યાંથી થયા ? એને આ પ્લેન ક્યાંથી ભેગા થયા? આ
બધું ભેગું ક્યાંથી થયું ? ભેગું થયું તો માર્યા એટલે આ કર્મફળ હતું એનું બિચારાનું ? આનું ય ફળ પાછું નર્કગતિ આવશે. શાસ્ત્રકારોએ પાછું કહ્યું, અહીં જે મરી ગયા અને જગતમાં નિંદનીય થઈ પડ્યા તો નર્કગતિ કે જાનવરમાં આવશે. જગતમાં જો કદી વખાણવા રૂપ થયાં અને ખ્યાતિ એની ફેલાય તો દેવગતિ અગર મનુષ્યમાં મૂકાય બહુ તો ! એટલે આનું પાછું ફળ તો આવે. એટલે આ લોકોને તોલે જોઈ લેવું.
ખોખેતીનાં હિસાબો પ્રજાસંગ ! પ્રશ્નકર્તા : આ ઇરાનનાં ખોર્મની છે ને, ખોર્મની, ત્યાંના ધર્મગુરુ કહો કે અત્યારે સત્તા બધી એના હાથમાં છે. ઈરાનના મેઈન કહેવાય અત્યારે એ. અત્યારે લાખો માણસો મરે છે. દુનિયાના બધાં દેશોએ એને વિનંતી કરી કે તમે સમાધાન કરો. પણ એ સમાધાન કરવા તૈયાર નથી અને લાખો માણસોનું નિકંદન થાય જ છે. એ કેવું કર્મ ? એની સાથે ઋણાનુબંધ, લાખો માણસો સાથેનો ઋણાનુબંધ શો ?
દાદાશ્રી : માણસો તો એ એનાં કર્મ ભોગવી રહ્યા છે અને એ બાંધી રહ્યા નથી. એ ભોગવી રહ્યા છે.
પ્રશ્નકર્તા : અને પેલો જે મારી રહ્યો છે તેનું ? દાદાશ્રી : એ છે તો કર્મ બાંધી રહ્યો છે. એ નર્કગતિમાં જશે.
પ્રશ્નકર્તા: આ બધાં મરી જાય છે. એનો નિમિત્ત તો આ મારનાર બને છે ને ? એ કયા કારણે ?
દાદાશ્રી : નિમિત્ત બને છે અને તેથી એ નર્ક જશે.
પ્રશ્નકર્તા: નર્ક જશે બરોબર છે. પણ આ બન્યું કેવી રીતે ? કયા હિસાબે બન્યું હોય ?
દાદાશ્રી : લોકોનો હિસાબ ! પેલા જોડેનો હિસાબ નહીં, લોકોએ ગુના કરેલા તેથી એવો નિમિત્ત મળી આવ્યો.