________________
કર્મનું વિજ્ઞાન
કર્મનું વિજ્ઞાન
બને કે ના બને ? કોઈ દુ:ખ ઉદયકર્મને આધીન હોતું નથી. બધા દુઃખો એ આપણી અજ્ઞાનતાના છે.
કેટલાંક માણસને વીમો ના ઉતાર્યો હોય, છતાં એનું ગોડાઉન સળગે તે ઘડીએ શાંત રહી શકે છે, અંદર પણ શાંત રહી શકે છે, બહાર ને અંદર બેઉ રીતે અને કેટલાંક લોકો તો, અંદર દુ:ખે ને બાહ્ય પણ દુ:ખ દેખાડે. એ બધું અજ્ઞાનતા, અણસમજણ. એ ગોડાઉન તો સળગવાનું જ હતું. એમાં નવું છે જ નહીં. પછી તું માથા ફોડીને મરી જઉં તો ય એનો ફેરફાર થવાનો નથી.
પ્રશ્નકર્તા : આ કોઈ પણ વસ્તુના પરિણામને સારી રીતે લેવું જોઈએ.
દાદાશ્રી : હા, પોઝિટિવ લેવું, પણ તે જ્ઞાન હોય તો પોઝિટિવ લે. નહીં તો પછી બુદ્ધિ તો નેગેટિવ જ જુએ. આ જગત આખું દુઃખી છે. માછલાં તરફડે એમ તરફડી રહ્યું છે. આને જીવન કેમ કહેવાય છે ? સમજવાની જરૂર છે, જીવન જીવવાની કળા જાણવાની જરૂર છે. કંઈ બધાનો મોક્ષ હોતો નથી પણ જીવન જીવવાની કળા એ તો હોવી જોઈએ ને !
અમંગલ પત્ર, પોસ્ટમેતતો શું ગુનો ? દુઃખ બધું અણસમજણનું જ છે આ જગતમાં ! પોતે ઊભું કરેલું છે બધું, ના દેખાવાથી ! દાઝે ત્યારે કહેને કે ભઈ, કેમ તમે દાઝયા ? ત્યારે કહે, ‘ભૂલથી દાઝયો, કંઈ જાણી જોઈને દાખું ?” એવું આ બધું ભૂલથી દુ:ખ છે. બધા દુઃખ આપણી ભૂલનું પરિણામ. ભૂલ જતી રહેશે એટલે થઈ રહ્યું.
પ્રશ્નકર્તા : કર્મ ચીકણાં હોય છે, તેને લીધે આપણને દુઃખ ભોગવવું પડે છે ?
દાદાશ્રી : આપણાં જ કર્મ કરેલાં, તેથી આપણી જ ભૂલ છે. કોઈ
અન્યનો દોષ આ જગતમાં છે જ નહીં. બીજા તો નિમિત્ત માત્ર છે. દુ:ખ તમારું છે ને સામા નિમિત્તને હાથે અપાય છે. બાપ મરી ગયા ને કાગળ પોસ્ટમેન આપી જાય, તેમાં પોસ્ટમેનનો શો દોષ ?
પૂર્વભવતા ઋણાનુબંધીઓ... પ્રશ્નકર્તા આપણા જે સગાવહાલાં હોય અથવા તો વાઈફ હોય, છોકરાં હોય, આજે આપણાં જે સગા ઋણાનુબંધી હોય છે, એમની જોડે આપણે કંઈ પૂર્વભવનું કંઈ સંબંધ હોય છે માટે ભેગા થાય છે ?
દાદાશ્રી : ખરું. ઋણાનુબંધ વગર તો કશું હોય જ નહીં ને ! બધા હિસાબ છે. આપણે કાં તો એમને ગોદા માર્યા છે અગર ગોદા એમણે આપણને માર્યા છે. ઉપકાર કર્યા હશે, તો એનું ફળ અત્યારે મીઠું આવશે. ગોદા માર્યા હશે, તેનું કડવું આવશે.
પ્રશ્નકર્તા : ધારો કે અત્યારે મને કોઈ ભાઈ કંઈ ગોદો મારે છે અને મને દુઃખ થાય છે, તો એ દુ:ખ મને થાય છે એ તો મારા જ કર્મનાં ફળ છે. પણ એ ભાઈ જ મને ગોદો મારે છે, માટે એમને ગયા ભવમાં કંઈ મારી જોડે કંઈ એવો હિસાબ બંધાયો હશે, માટે એ જ મને ગોદો મારે છે, એવું કંઈ ખરું ?
દાદાશ્રી : ખરુંને. બધો હિસાબ. જેટલો હિસાબ હોય એટલાં વખત મારે. એનો હિસાબ હોય તો બે ગોદા મારે, ત્રણનો હિસાબ હોય તો ત્રણ મારે. આ મરચું ગોદો ના મારે ?
પ્રશ્નકર્તા : મારે.
દાદાશ્રી : મોઢે લ્હાય બળે, નહીં ? એવું આ બધું. પોતે નહીં મારતા, પુદ્ગલ ગોદા મારે છે અને આપણે જાણીએ કે આ એ મારે છે. એ ગુનો છે પાછો. પુદ્ગલ ગોદા મારે છે. મરચું ગોદા મારે છે તો પાછું ક્યાં નાખે છે એને ?!
મરચું કોઈ દી ગોદો મારે તેથી આપણે સમજી જવું કે ભઈ એમાં