________________
કર્મનું વિજ્ઞાન
કે
કર્મનું વિજ્ઞાન
જ છે, એ તો ભાન નથી તેથી આ ગુસ્સો કરે છે ! આવું નિમિત્ત, સમજે તો દુઃખ જ નથી !
સુખ આપી સુખ લો ! જેમ આપણે બાવળીયા વાવીએ અને પછી એમાં આંબાની આશા રાખીએ તો ચાલે નહીં ને ? જેવું વાવીએ એવું ફળ મળે. જેવાં જેવાં કર્મ કર્યા છે એવું ફળ આપણે ભોગવવાનું છે. અત્યારે કો'કને ગાળ ભાંડી, તે દહાડાનું પેલાનાં ગાંઠમાં જ હોય કે ક્યારે ભેગો થાય ને આપી દઉં. લોક બદલા વાળે, માટે આવાં કર્મ ના કરવા કે લોકો દુઃખી થાય. આપણે જો સુખ જોઈતું હોય તો સુખ આપો.
કોઈ બે ગાળો ભાંડી જાય તો શું કરવું જોઈએ ? જમે કરી દેવાનું. પૂર્વે આપેલી છે તે પાછી આપી ગયો છે અને જો ગમતી હોય તો બીજી બે-પાંચ ગાળો ધીરવી અને ના ગમતી હોય તો ધીરવી-કરવી નહીં, નહીં તો એ પાછી આપે ત્યારે સહન નહીં થાય. માટે જે જે ધીરે એ જમે કરવું.
આ દુનિયામાં અન્યાય નથી. બિલકુલ એક સેકન્ડ પણ ન્યાયની બહાર ગઈ નથી આ દુનિયા. માટે એ તમે જો પદ્ધતિસર હશો તો તમારું કોઈ નામ દેનાર નથી. હા, બે ગાળો આપવા આવે તો લઈ લો. લઈને જમે કરી લેવાની અને કહી દેવાનું કે આ હિસાબ પતી ગયો.
ક્લેશ, એ નથી ઉદયકર્મ ! જાણ્યું તો કોનું નામ કહેવાય, ઘરમાં મતભેદ ના હોય, મનભેદ ના હોય, ક્લેશ-કંકાસ ના હોય. આ તો મહિનામાં એકાદ દહાડો ક્લેશ થઈ જાય કે ના થઈ જાય ઘરમાં ? પછી એ જીવન કેમ કહેવાય ? આથી તો આદિવાસીઓ સારી રીતે જીવે છે.
પ્રશ્નકર્તા: પણ ઉદયકર્મને આધીન હશે, તો ક્લેશ-કંકાસ થવાનો
જ ?
દાદાશ્રી : ના ક્લેશ ઉદયકર્મના આધીન નથી પણ અજ્ઞાનથી ઊભા થાય છે. ક્લેશ ઊભા થાય છે ને, તે નવા કર્મબીજ પડે છે. ઉદયકર્મ ક્લશવાળું હોતું નથી. અજ્ઞાનતાથી પોતે અહીં કેમ વર્તવું, તે જાણતો નથી એટલે ક્લેશ થઈ જાય.
અત્યારે મારા એક ખાસ ફ્રેન્ડ હોય, તે ઓફ થઈ ગયા એવી ખબર અહીં લાવીને મને આપે, એટલે તરત જ આ શું થયું, જ્ઞાનથી મને એનું પૃથ્થકરણ થઈ જાય, એટલે પછી મને ક્લેશ થવાનું કોઈ કારણ જ નથી ને ! આ તો અજ્ઞાન મુંઝાવી નાખે કે મારો ભઈબંધ મરી ગયો ને, એ બધું ક્લેશ કરાવે !
એટલે ક્લેશ એટલે અજ્ઞાનતા. અજ્ઞાનતાથી ક્લેશ બધા ઊભા થાય છે. અજ્ઞાનતા જાય તો ક્લેશ દૂર થઈ જાય !
બધું શું છે, એ જાણી લેવું જોઈએ. સાધારણ રીતે આપણે ઘરમાં એક માટલી હોય, તે છોકરો ફોડી નાખે તો કોઈ ક્લેશ કરતું નથી અને કાચનું આવડું વાસણ હોય એ ફોડી નાખે તો ? ધણી શું કહે બઈને ? તું સાચવતી નથી આ બાબાને, તો મૂઆ માટલીમાં કેમ ના બોલ્યા ? ત્યારે કહે, એ તો ડીવેલ્યુ હતી. એની કિંમત જ ન્હોતી. કિંમત ના હોય તો આપણે ક્લેશ નથી કરતાં અને કિંમતવાળામાં ક્લેશ કરીએ છીએને ! વસ્તુ તો બેઉ ઉદયકર્મને આધીન ફૂટે છે ને ! પણ જો આપણે માટલી ઉપર ક્લેશ નથી કરતાં !
એક માણસના બે હજાર રૂપિયા ખોવાઈ જાય, તે એને માનસિક ચિંતા-ઉપાધિ થાય. બીજા એક માણસને ખોવાઈ જાય તો એ કહેશે, ‘આ કર્મના ઉદય હશે તે થયું હવે.’ એટલે આમ સમજણ હોય તો નિવેડો લાવે, નહીં તો ક્લેશ થઈ જાય. પૂર્વજન્મના કર્મમાં ક્લેશ નથી હોતો. ક્લેશ તો અત્યારની અજ્ઞાનતાનું ફળ છે.
કેટલાંક માણસો બે હજાર જતાં રહે તો કશું અસર ના થાય. એવું