________________
કર્મનું વિજ્ઞાન
પ૧
કર્મનું વિજ્ઞાન
ગોદો ખાનારનો દોષ છે. મરચું એના સ્વભાવમાં જ છે.
પ્રશ્નકર્તા : આપણે પણ કોઈને ગોદો મારીએ અને એને દુઃખ થાય, તો શું કરવું ?
દાદાશ્રી : આપણે પ્રતિક્રમણ કરવું પડે. કપડાં તો ચોખ્ખા રાખવા પડે ને ! મેલાં કેમ કરાય તે !
છેલ્લામાં છેલ્લું વર્તન, કોઈને કિંચિત્માત્ર પણ દુ:ખ ન થાય એવું હોવું જોઈએ. તો અત્યારે દુ:ખ થાય, તેનું પ્રતિક્રમણ કરીએ તો છેલ્લી દશા આવે.
કોઈ કોઈનું દુઃખ લઈ શકે ? પ્રશ્નકર્તા એક મહાન સંત બે વર્ષ પહેલાં એક હોસ્પિટલમાં ખૂબ પીડાતા હતા. ત્યાં મેં પ્રશ્ન એમને પૂછેલો કે કેમ તમને આવું થાય છે ? તો એમ કહે કે મેં ઘણાં માણસોનાં દુઃખો લઈ લીધાં છે. એટલે આ બધું મને થાય છે. એવું કોઈ કરી શકે ?
દાદાશ્રી : કોઈનું દુઃખ કોઈ લઈ શકે નહીં. આ તો બહાના કાઢ્યા સંત તરીકે પૂજાઈને ! પોતાના જ કૉઝીઝના આ પરિણામ છે. આ તો બહાનું કાઢે છે, પોતાની આબરુ રહે એટલા માટે. મોટા દુ:ખ લેનારા પાક્યા ! સંડાસ જવાની શક્તિ નથી. એ શું દુ:ખ લેવાના હતા તે ! કોઈ કોઈનું લઈ શી રીતે શકે ?
પ્રશ્નકર્તા : હું ય નથી માનતો. દુઃખ લઈ શકાય જ નહીં.
દાદાશ્રી : ના, ના ! આ તો લોકોને મૂરખ બનાવે છે. કોઈ લઈ શકે જ નહીં. એટલે આ તો બધું એ બહાના કાઢવાના ! પછી પૂજાય ! હું તો મોઢા ઉપર કહી દઉં કે તમારા દુ:ખ તમે ભોગવી રહ્યા છો. શું જોઈને આવું બોલો છો ? મોટા દુઃખ લેવાવાળા આવ્યા.
પ્રશ્નકર્તા : દુઃખ આપી તો શકાય ને ?
દાદાશ્રી : એ દુઃખ લઈ શકતો નથી અને જે કોઈ આપણને દુઃખ આપી શકે, એ તો આપણું ઈફેક્ટ છે. આપી શકે તે ય ઈફેક્ટ છે ને લઈ શકે તે ય ઈફેક્ટ છે. ઈફેક્ટ એટલે ઈટ હેપન્સ, કોઈ કર્તા નહીં !
ભયાનક દર્દો, પાપકર્મે ! પ્રશ્નકર્તા : કોઈ પણ રોગ થવાથી મૃત્યુ પામે ત્યારે લોકો એમ બોલે કે પૂર્વજન્મનાં કોઈ પાપ નડે છે. એ સાચી વાત છે ?
દાદાશ્રી : હા. પાપથી રોગ થાય અને પાપ ના હોય તો રોગ ના થાય. તે કોઈ રોગવાળાને જોયેલાં ?
પ્રશ્નકર્તા : મારા માતૃશ્રી હમણાં જ બે મહિના ઉપર કેન્સરથી ગયા.
દાદાશ્રી: એ તો બધા પાપકર્મના ઉદયથી બને. પાપકર્મનો ઉદય હોય ત્યારે કેન્સર થાય, આ બધું હાર્ટએટેક ને એ પેલા પાપકર્મથી બધું થાય છે. નર્ધા પાપો જ બાંધ્યા છે, આ કાળના જીવોએ, ધંધા જ એ, આખો દહાડો પાપકર્મ જ કર્યા કરે છે. ભાન નથી એટલે. જો ભાન હોત તો આવું ના કરત !
પ્રશ્નકર્તા : એમણે આખી જિંદગી ભક્તિ કરેલી, તો એમને કેમ કેન્સર થયું ?
દાદાશ્રી : ભક્તિ કરી, એનું ફળ તો હજુ હવે આવશે. આવતાં જનમમાં મળશે. આ પાછલાં જન્મનું ફળ અત્યારે મળ્યું અને અત્યારે તમે સારા ઘઉં વાવી રહ્યા છો, તો આવતા ભવમાં તમને ઘઉં મળશે.
પ્રશ્નકર્તા : કર્મને લીધે રોગ થાય, તો દવાથી કેમ મટે છે ?
દાદાશ્રી : હા. એ રોગમાં એ જ પાપ કરેલાંને, તે પાપ અણસમજણથી કરેલા એટલે આ દવાથી મદદ મળી આવે અને હેલ્પ થઈ જાય. સમજણપૂર્વક કર્યા હોય તેની દવા-બવા કોઈ મળે નહીં, દવા ભેગી જ ના થાય. અણસમજણથી કરનારાં છે, બિચારા ! અણસમજણથી