________________
કર્મનું વિજ્ઞાન
to
કર્મનું વિજ્ઞાન
અને જગતના લોકો જેને કહે કે આ ક્રોધ કરે છે, માન કરે છે, અહંકાર કરે છે, હવે એનું ફળ અહીંનું અહીં જ ભોગવવું પડે છે. માનનું ફળ અહીંનું અહીં શું આવે કે અપકીર્તિ ફેલાય, અપયશ ફેલાય, તે અહીં જ ભોગવવું પડે. આ માન કરીએ તે વખતે જો મનમાં એમ હોય કે આ ખોટું થઈ રહ્યું છે, આવું ના હોવું જોઈએ, આપણે માન ઓગાળવાની જરૂર છે, એવા ભાવ હોય તો તે નવું કર્મ બાંધે છે. તેનાં હિસાબે આવતે ભવ પાછું માન ઓછું થાય.
કર્મની થિયરી આવી છે ! ખોટું થતી વખતે મહીં ભાવ ફરી જાય તો નવું કર્મ તેવું બંધાય. ને ખોટું કરે ને ઉપરથી રાજી થાય કે “આવું કરવા જેવું જ છે.” તે પાછું નવું કર્મ મજબૂત થઈ જાય, નિકાચિત થઈ જાય. એ પછી ભોગવ્યે જ છૂટકો !
આખું સાયન્સ જ સમજવા જેવું છે. વીતરાગોનું વિજ્ઞાન બહુ ગુહ્ય
પણ એ બે ધોલો કેમ મારી એણે ? એ શા આધારે ? એ આધાર એને જડે નહીં. એ તો એણે જ મારી કહેશે. એ ઉદયકર્મ એની પાસે નચાવડાવે આ. એટલે આગળ કર્મ કર્યું છે, તે નચાવડાવે છે.
પ્રશ્નકર્તા : એ જે ધોલ મારી એ કર્મનું ફળ છે, કર્મ નથી, એ બરોબર ને ?
દાદાશ્રી : હા, એ કર્મફળ છે. એટલે ઉદયકર્મ આ એને કરાવડાવે છે અને એ બે ધોલ મારી દે છે. પછી પેલો માર ખાનાર શું કહે, કે “ભઈ, બીજી એક-બે આપને ? ત્યારે કહે “હું કંઈ અક્કલ વગરનો મૂખ્ખ !” ઊલ્ટો વઢે. પેલો માર્યો તે, એનું કારણ છે, બેનો હિસાબ હોય ને તે હિસાબની બહાર થાય નહીં કશું ય. એટલે આ જગત એવું છે કે હિસાબ વસ્તુ એક આના પઈ સાથેનો હિસાબ છે. એટલે ભડકવા જેવું આ જગત જ નથી, બિલકુલે ય નિરાંતે સૂઈ જવા જેવું છે. તેમ છતાં બિલકુલ એવું નહીં થઈ જવું જોઈએ નીડર કે મને કશું નહીં થાય !
કર્મફળ - લોકભાષામાં, જ્ઞાતીતી ભાષામાં! પ્રશ્નકર્તા : બધું અહીંનું અહીં ભોગવવાનું છે એમ કહે છે, તે શું ખોટું છે ?
દાદાશ્રી : ભોગવવાનું અહીંનું અહીં જ છે પણ તે આ જગતની ભાષામાં. અલૌકિક ભાષામાં એનો અર્થ શો થાય ?
ગયા અવતારે કર્મ અહંકારનું, માનનું બંધાયેલું હોય, તે આ અવતારમાં એનાં બધાં બિલ્ડિંગ બંધાતા હોય, તો પછી એ એમાં માની થાય. શાથી માની થાય છે ? કર્મના હિસાબે એ માની થાય છે. હવે માની થયો, તેને જગતના લોક શું કહે છે કે, “આ કર્મ બાંધે છે, આ આવું માન કરે છે.’ જગતના લોકો આને કર્મ કહે છે. જ્યારે ભગવાનની ભાષામાં તો આ કર્મનું ફળ આવ્યું છે. ફળ એટલે માન ના કરવું હોય તો ય કરવું જ પડે, થઈ જ જાય.
કે આ જન્મતું આવતા જન્મમાં ? પ્રશ્નકર્તા ઃ તો આ જન્મમાં કરેલાં કર્મોનું ફળ શું આવતા જન્મમાં મળી શકે ?
દાદાશ્રી : હા, આ ભવમાં ના મળે.
પ્રશ્નકર્તા : તો અત્યારે જે આપણે ભોગવીએ છીએ, એ ગયા જન્મનું ફળ છે ?
દાદાશ્રી : હા. આગલાં અવતારનું છે અને જોડે જોડે નવા કર્મ આવતાં અવતાર માટે બંધાઈ રહ્યા છે. એટલે નવા કર્મ તમારે સારાં કરવાં જોઈએ. આ તો બગડયું છે પણ આવતું ના બગડે, એટલું જોતું રહેવાનું.
પ્રશ્નકર્તા: અત્યારે કળિયુગ ચાલી રહ્યો છે, અત્યારે માણસ સારાં કર્મો તો કરી શક્તો નથી, કળિયુગના પ્રભાવથી.