________________
કર્મનું વિજ્ઞાન
કર્મ પાકવાને વાર લાગે એવાં હોય, કેટલાંક લોકોને પાંચસો વર્ષે, હજાર હજાર વર્ષે પાકે. તો ય પણ આમાં ચોપડે નવું જ થાય. પ્રશ્નકર્તા : કેરી ફોરવર્ડ થઈ જાય.
૨૩
દાદાશ્રી : હા, ચોપડાની તમને વસ્તુ સમજાઈ ? જૂના ચોપડાનું નવા ચોપડામાં આવી જાય અને હવે ભઈ નવા ચોપડે એમાં આવી જવાનાં. કશું બાકી રહ્યા સિવાય. એટલે આ કૉઝીઝ રૂપે કર્મ બંધાય છે તે ઈફેક્ટિવ ક્યારે થાય છે ? પચાસ-સાઈઠ-પોણોસો વર્ષ થાય ત્યારે ફળ આપવા માટે ઈફેક્ટિવ થાય છે !
આ બધાંતો સંચાલક કોણ ?
પ્રશ્નકર્તા : તો આ બધું ચલાવે છે કોણ ?
દાદાશ્રી : આ તો બધું આ કર્મનો નિયમ એવો છે કે તમે જે કર્મ કરો છો, એનાં પરિણામ એની મેળે કુદરતી રીતે આવે છે.
પ્રશ્નકર્તા : આ કર્મના ફળ આપણને ભોગવવા પડે. એ કોણ નક્કી કરે ? કોણ ભોગાવડાવે ?
દાદાશ્રી : નક્કી કરવાની જરૂરત જ નથી. કર્મ ‘ઈટસેલ્ફ' કર્યા કરે. એની મેળે પોતે જ થઈ જાય છે.
પ્રશ્નકર્તા : તો પછી કર્મના નિયમને કોણ ચલાવે છે ?
દાદાશ્રી : 2H ને ૦ ભેગા થઈ જાય એ વરસાદ થઈ જાય, એ કર્મનો નિયમ.
પ્રશ્નકર્તા : પણ કોઈએ એને કર્યો હશેને, એ નિયમ ?
દાદાશ્રી : નિયમ કોઈ કરે નહીં. તો તો પછી માલિક ઠરે પાછો. કોઈને ક૨વાની જરૂર નથી. ઈટસેલ્ફ પઝલ થયેલું છે અને તે વિજ્ઞાનના નિયમથી થાય છે અને અમે ‘ઓન્લી સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ
કર્મનું વિજ્ઞાન
એવિડન્સ' થી જગત ચાલે છે એમ કહીએ છીએ ! એને ગુજરાતીમાં કહ્યું કે ‘વ્યવસ્થિત શક્તિ' જગત ચલાવે છે.
‘વ્યવસ્થિત શક્તિ' અને કર્મ !
૨૪
પ્રશ્નકર્તા : આપ જે વ્યવસ્થિત’ કહો છો તે કર્મ પ્રમાણે છે ?
દાદાશ્રી : કર્મથી કંઈ જગત ચાલતું નથી. જગત ‘વ્યવસ્થિત શક્તિ’ ચલાવે છે. તમને અહીં કોણ તેડી લાવ્યું ? કર્મ ? ના. તમને ‘વ્યવસ્થિત’ તેડી લાવ્યું. કર્મ તો મહીં પડ્યું જ હતું. તે ગઈ કાલે કેમ ના તેડી લાવ્યું ને આજે લાવ્યું ? ‘વ્યવસ્થિત’ કાળ ભેગો કરે, ભાવ ભેગો કરે. બધાં જ સંયોગો ભેગા થયા, તે તું અહીં આવ્યો. કર્મ તો ‘વ્યવસ્થિત’નો એક અંશ છે. આ તો સંજોગ બાઝે ત્યારે કહે, મેં કર્યું’ અને સંજોગ ના બાઝે ત્યારે ?!
ફળ મળે ઓટોમેટિક !
પ્રશ્નકર્તા : કર્મનું ફળ બીજો કોઈ આપે તો પાછું એ કર્મ જ થયું ?
દાદાશ્રી : કર્મનું ફળ બીજો કોઈ આપે જ નહીં. કર્મનું ફળ કોઈ આપનારો જન્મ્યો નથી. ફક્ત અહીંયા આગળ માંકણ મારવાની દવા પી જાય એટલે મરી જ જાય, એમાં વચ્ચે ફળ આપનારની કોઈ જરુર નથી.
ફળ આપનાર હોય ને તો તો બહુ મોટી ઓફિસ કરવી પડત. આ તો સાયન્ટિફિક રીતે ચાલે છે. કોઈની જરુર નથી વચ્ચે ! કર્મ એનું પરિપક્વ થાય છે એટલે ફળ આપીને ઊભું જ રહે છે, પોતે પોતાની મેળે જ. જેમ આ કાચી કેરીઓ તો એની મેળે પાકે છે ને ! નથી પાકતી ?
પ્રશ્નકર્તા : હા, હા.
દાદાશ્રી : આંબા ઉપર નથી પાકતી ? હા. સાખ થાય છે ને, એવી રીતે આ કર્મ પાકે છે, એનો ટાઈમ આવેને ત્યારે પાકીને તૈયાર થઈને ફળ આપવાને માટે લાયક થાય.