________________
કર્મનું વિજ્ઞાન
કહીને સૂઈ ગયા અને પછી આત્માને કોથળામાં પૂર્યો, તે મોટામાં મોટું કર્મ !
કર્તાપદથી કર્મબંધત !
પ્રશ્નકર્તા : કર્મ શાથી બંધાય છે ? હજુ જરા વધુ સમજાવો.,
દાદાશ્રી : કર્મ શાથી બંધાય છે, એ તમને કહું ? કર્મ તમે કરતાં નથી છતાં ય તમે માનો છો કે ‘હું કરું છું.’ માટે બંધન તમારું જતું નથી. ભગવાન પણ કર્યા નથી. ભગવાન કર્તા હોત તો એમને બંધન થાત. એટલે ભગવાન કર્તા નથી ને તમે ય કર્તા નથી. પણ તમે માનો છો ‘હું કરું છું.’ તેથી કર્મ બંધાય છે.
કોલેજમાં પાસ થયા, તે બીજી શક્તિને આધારે થાય છે ને તમે કહો છો કે હું પાસ થયો. એ આરોપિત ભાવ છે. તેનાથી કર્મ બંધાય છે. વેદાંતે પણ સ્વીકાર્યો તિરીશ્વરવાદ !
પ્રશ્નકર્તા : તો પછી કોઈ શક્તિથી થતું હોય, તો કોઈ ચોરી કરે તો એ ગુનો નહીં અને કોઈ દાન આપે તો એ પણ, બધું સરખું જ કહેવાય ને !
દાદાશ્રી : હા. સરખું જ કહેવાય, પણ તે પાછું સરખું રાખતાં નથી. દાન આપનાર આમ છાતી કાઢીને ફરે છે, એટલે તો બંધાયો અને ચોરી કરનારો કહે છે, ‘મને કોઈ પકડે જ નહીં, ભલભલાની ચોરી કરું.' એટલે મૂઓ એ બંધાયો. ‘મેં કર્યું’ એવું કહે નહીં, તો કશું અડે નહીં.
પ્રશ્નકર્તા : એવી એક માન્યતા છે કે પ્રાથમિક કક્ષામાં આપણે એમ માનીએ છીએ કે ઇશ્વર કર્તા છે. આગળ જતાં નિરીશ્વરવાદ સિવાય, વેદમાં ય કંઈ છે નહીં. ઉપનિષદમાં પણ નિરીશ્વરવાદ જ છે. ઇશ્વર કર્તા નથી, કર્મનાં ફળ દરેકને ભોગવવાં પડે છે. હવે એ કર્મનાં ફળ ભવોભવનાં ચાલ્યા કરતાં હશે ?
કર્મનું વિજ્ઞાન
દાદાશ્રી : હાસ્તોને, કર્મ એવું છે ને આ કેરીમાંથી આંબો અને આંબામાંથી કેરી, કેરીમાંથી આંબો ને આંબામાંથી કેરી !
પ્રશ્નકર્તા : એ તો ઉત્ક્રાંતિનો નિયમ થયો, એ તો થયાં જ કરવાનું.
દાદાશ્રી : ના, એ જ કર્મફળ. એ કેરી ફળ આવી, તે ફળમાંથી બી પડે ને પાછું ઝાડ થાય ને ઝાડમાં પાછું ફળ થાય ને ! એ ચાલ્યા જ કરવાનું, કર્મમાંથી કર્મબીજ પડયાં જ કરે.
પ્રશ્નકર્તા : તો પછી એ શુભ-અશુભ કર્મ બંધાયા જ કરે, છૂટે જ
નહીં.
દાદાશ્રી : હા, ઉપર ગર્ભ ખઈ લે અને ગોટલો પાછો પડે. પ્રશ્નકર્તા : એ તો ફરી ત્યાં આંબો ઉત્પન્ન થાય.
દાદાશ્રી : છૂટે જ નહીં ને !
જો તમે ઈશ્વરને કર્તા માનો તો પછી તમે તમારી જાતને કર્તા શું કામ માનો છો ? આ તો પાછો પોતે હઉ કર્તા થઈ બેસે છે ! મનુષ્ય એકલો જ એવો છે કે જે ‘હું કર્તા છું’ એવું ભાન ધરાવે છે, અને જ્યાં કર્તા થયો ત્યાં આશ્રિતતા તૂટી જાય છે. તેને ભગવાન કહે છે, ‘ભઈ, તું કરી લે છે તો તું છૂટો ને હું છૂટો.' પછી ભગવાનને ને તમારે શું
લેવાદેવા ?
પોતે કર્તા માને છે તેથી કર્મ થાય છે. પોતે જો એ કર્મનો કર્તા ના માને તો કર્મનો વિલય થાય છે.
આ છે મહાભજતનો મર્મ !
તેથી અખા ભગત બોલ્યા કે,
જો તું જીવ તો કર્તા હરિ; જો તું શીવ તો વસ્તુ ખરી!