________________
કર્મનું વિજ્ઞાન
કર્મનું વિજ્ઞાન
કર્મ બાંધવાનો અધિકાર મનુષ્યોને જ છે, બીજા કોઈને નથી, અને જેને બાંધવાનો અધિકાર છે તેને ચારેય ગતિમાં રખડવું પડે છે. અને જો કર્મ ના કરે, બિલકુલે ય કર્મ જ ના કરે તો મોક્ષે જાય. મનુષ્યમાંથી મોક્ષે જવાય. બીજી કોઈ જગ્યાએથી મોક્ષે ના જવાય. કર્મ ના કરે એવું તમે જોયેલું ?
પ્રશ્નકર્તા : ના, એવું નથી જોયું.
દાદાશ્રી : તમે જોયેલા કર્મ ના કરે એવાં ? એમણે જોયેલાં છે ને તમે નથી જોયા ?!
આ જાનવરો-બાનવરો બધા છે તે ખાય છે, પીએ છે, મારમારા કરે છે, લઢમૂલઢા કરે છે તો ય કર્મ બંધાય નહીં એમને. એવું માણસને કર્મ ના બંધાય એવી સ્થિતિ છે. પણ પોતે કર્મનો કર્તા ના થાય તો ને કર્મ ભોગવે એટલું જ ! એટલે અહીં અમારે ત્યાં આવે અને “સેલ્ફ રિયલાઈઝ’નું જ્ઞાન પ્રાપ્ત થાય તો કર્મનું કર્તાપણું છૂટી જાય, કરવાપણું છૂટી જાય, ભોગવવાનું રહે પછી. અહંકાર હોય ત્યાં સુધી કર્મનો કર્તા.
આઠ અવતાર સુધીની સિલ્લક સાથે ! પ્રશ્નકર્તા : જે જે અવતારમાં કર્મ બંધાતા નથી, ખાલી કર્મ ભોગવવા જ પડે છે, તો તે જીવનો પછીનો ભવ કેવી રીતે થાય ?
દાદાશ્રી : આ એટલું બધું છે કે માણસ અહીંથી ગયો, તે ગાયનો અવતાર આવ્યો. તે ગાયનો અવતાર ભોગવે. પૂરો થઈ જાય, ત્યાર પછી બકરીનો અવતાર આવે, એ બકરીનો જ આવે એવું નહીં, ગમે તે અવતાર એનો હિસાબ હોય એ પ્રમાણે આવે. ડિઝાઈન હોય એ પ્રમાણે આવે. પછી, ગધેડાનો અવતાર આવે. સો-બસો વર્ષ આવું ભટકી આવે. એટલે બધું ભોગવાઈ જાય ડેબીટ. એટલે અહીંયા મનુષ્ય જન્મમાં પાછો આવે. બીજે બધે એક અવતાર પછી બીજો અવતાર થાય, તે એમાં કર્મ કરવાથી નથી થતો. એ કર્મ ભોગવાઈ ગયા તેથી થાય છે. એક આ પડ ગયું ને બીજું
પડ આવ્યું, બીજું પડી ગયું ને ત્રીજું પડ આવ્યું, એવું બધા પડ ભોગવાઈ જાય એટલે બધા આઠ અવતાર પૂરા થાય ને અહીં મનુષ્યમાં આવતો રહે. વધુમાં વધુ આઠ અવતાર બીજી ગતિમાં ભટકીને પાછો મનુષ્યમાં આવી જ જાય. એવો કર્મનો નિયમ છે !
મનુષ્યોને લાયકનું કર્મ તો એની પાસે સિલ્લક રહે છે જ. જ્યાં જાય, દેવગતિમાં જાય તો ય. એટલે સિલ્લકના આધારે પાછો ફરે છે. એટલે આ સિલ્લક રાખીને બીજા બધા કર્મ ભોગવાઈ જાય છે.
પ્રશ્નકર્તા: મનુષ્યમાં આવે છે, પછી એનું જીવન કઈ રીતે ચાલે ? એ એનાં ભાવ પર જ ચાલે ને ? એના કયા કર્મના આધારે એનું જીવન ચાલે ?
દાદાશ્રી : એની પાસે મનુષ્યના કર્મ તો સિલ્લક છે જ આ તો. આ સિલ્લક તો આપણી પાસે છે જ, પણ દેવું થઈ ગયું હોય તો દેવું ભોગવી આવો ને પછી પાછા આવો, કહે છે. ક્રેડિટ થઈ ગઈ હોય ત્યારે ક્રેડિટ ભોગવી પાછા અહીં આવો. આ તો સિલ્લક છે જ આપણી પાસે. આ સિલ્લક તો ખટે એવી નથી. આ સિલ્લક ક્યારે ખટે ? કે જ્યારે કર્તાપદ છૂટે ત્યારે છૂટે. ત્યારે મોક્ષે ચાલ્યો જાય. નહીં તો કર્તાપદ છૂટે જ નહીં ને ! અહંકાર ખલાસ થાય એટલે છૂટે. અહંકાર હોય એટલે પેલાં ભોગવીને પાછો અહીં ને અહીં મૂઓ હોય.
પ્રશ્નકર્તા : બીજી બધી યોનિઓમાંથી પાછો મનુષ્યમાં આવે, તો આવે તો ક્યાં આગળ જન્મ લે ? માછીમારમાં લે કે રાજામાં લે ?
દાદાશ્રી : અહીં મનુષ્યમાં એની પાસે જે સામાન તૈયાર મૂકી ગયો છે ને તે બીજું આ દેવું ઉભું થયું છે તે દેવું વાળી આવે અને પછી ત્યાં નો ત્યાં જ આવે અને એ સામાનમાં (પાછું) ચાલુ કરે. એટલે આપણે જે બજારમાં જઈએ છીએ, તે બધા કામ પતાવીને પાછા ઘેરનાં ઘેર આવીએ છીએ. એવી રીતે આ ઘર છે. અહીંનું અહીં પાછું આવવાનું. અહીં આ ઘર છે. અહીં જ્યારે અહંકાર ખલાસ થઈ જશે ત્યારે અહીં પણ નહીં રહેવાનું. મોક્ષમાં જતું રહેવાનું બસ. હવે બીજા અવતારમાં