Book Title: Karma Nu Vigyan
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 40
________________ કર્મનું વિજ્ઞાન કર્મનું વિજ્ઞાન પ્રશ્નકર્તા : જેને ભોગવવાનો છે એનો ઉદય ? દાદાશ્રી : મનુષ્યોનો ઉદય, જાનવરો ને બધાને. હા, સામુહિક ઉદય આવે. જુઓને, આ હીરોશીમા ને નાગાસાકીને ઉદય આવ્યો હતો લોકોએ ગુના કરેલાં, એ કોઈ પણ નિમિત્ત મળી આવ્યું તે એમણે ખલાસ કરી નાખ્યા. આ બધાનું કર્મ એ વ્યક્તિગત નહીં. આ વ્યક્તિગત તો ક્યારે કહેવાય ? આમ તમે અમથાં વાતચીત ના કરો અને તમને જોઉં અને મને મહીં ઉકળાટ થાય એ વ્યક્તિગત. છેટાં રહીને કામ થાય એ વ્યક્તિગત ના કહેવાય. એ કહેવાય સામુહિક કર્મોય ! પ્રશ્નકર્તા ઃ હવે આ જગતમાં જે ધરતીકંપ થાય અને જ્વાળામુખી ફાટે, એ બધું કઈ શક્તિ કરે છે ? દાદાશ્રી : બધું વ્યવસ્થિત શક્તિ. વ્યવસ્થિત શક્તિ દરેક ચીજ કરે. એવિડન્સ ઊભો થવો જોઈએ. બધી ભેગી થઈ કે જરાક કંઈ કાચું રહ્યું હોયને થોડુંક ભેગું થયું કે ફૂટ્યું હડહડાટ. પ્રશ્નકર્તા : આ વાવાઝોડું વ્યવસ્થિત મોકલે ? દાદાશ્રી : તો બીજું કોણ મોકલે ? એ તો વાવાઝોડું આખા મુંબઈ પર હોય, પણ કેટલાંય માણસને, વાવાઝોડું આવ્યું છે કે નહીં ? એમ કરીને પૂછે. “અલ્યા મૂઆ, પૂછો છો ?” ત્યારે કહે, ‘અમે જોયેલું નથી હજુ તો ! અહીં આવ્યું નથી અમારે ત્યાં.” એવું બધું આ તો. વાવાઝોડું મુંબઈમાં બધાને ના સ્પર્શે. કોઈને અમુક જાતનું સ્પર્શ, કોઈને આખું મકાન ઊડાડી દે હડહડાટ અને કોઈની સાદડીઓ પડી રહેલી નામ ના દે. બધું પદ્ધતિસર કામ કરી રહ્યું છે. વાવાઝોડું આવે તેથી ભો રાખવાનો નથી. બધું વ્યવસ્થિત મોકલે છે. પ્રશ્નકર્તા : આ બધા ધરતીકંપ થાય, સાયક્લોન (વાવાઝોડા) થાય, લડાઈ થાય, એ બધું હાનિ-વૃદ્ધિના આધારે નહીં ? દાદાશ્રી : ના. કર્મના ઉદયને આધારે એ બધાં. બધાં ઉદય ભોગવી રહ્યાં છે. મનુષ્યોની વૃદ્ધિ થતી હોય ને તો ય ધરતીકંપ થયા કરે. જો હાનિ-વૃદ્ધિનાં આધીન હોય તો ના થાયને ? પ્રશ્નકર્તા : જેવી રીતે એક જણે પાપ કર્યું, એવી રીતે સામુહિક પાપ કરે, એનો બદલો સામુહિક રીતે મળે ? એક જણ એ પોતે ચોરી કરવા ગયો અને દસ જણાં સાથે ધાડ પાડવા ગયા. તો એનો દંડ સામુહિક મળતો હશે ? દાદાશ્રી : હા. ફળ સંપૂર્ણ ય મળવાનું, પણ દસેયને ઓછું-વધતું. એના કેવાં ભાવ છે તે ઉપર. કોઈક માણસ તો એમ કહેતો હોય કે આ મારા કાકાની જગ્યાએ મારે પરાણે જવું પડ્યું. એવાં ભાવ હોય. એટલે જેવો સ્ટ્રોંગ ભાવ છે, એ ઉપર હિસાબ બધા ચૂકવવાના. બિલકુલ કરેક્ટ. ધર્મના કાંટા જેવું. પ્રશ્નકર્તા : પણ જે આ કુદરતી કોપ થતાં હશે, આ કોઈ જગ્યાએ પ્લેન પડ્યું ને આટલાં મરી ગયા ને કોઈ જગ્યાએ કોઈ પેલો જવાળામુખી ફાટ્યો ને બે હજાર જણ મરી ગયા, એ બધા એક સાથેના એ સામુહિક દંડનું પરિણામ હશે એ ? દાદાશ્રી : એ બધાનો હિસાબ બધો. એટલાં હિસાબવાળા જ પકડાઈ જાય એમાં, કોઈ બીજો પકડાય નહીં. આજ મુંબઈ ગયો હોયને ત્યાર પછી કાલે ધરતીકંપ અહીં થાય અને મુંબઈવાળા અહીં આવ્યા હોય. તે મુંબઈવાળા અહીં મૂઆ હોય, એટલે બધો હિસાબ. પ્રશ્નકર્તા : એટલે અત્યારે જે આટલું બધું જ્યાં ત્યાં બધા મરે છે, તે કોઈ પાંચસો-બસો ને બધી સંખ્યાઓ. જે પહેલાં કોઈ દહાડો આટલાં બધાં, સમૂહમાં મરતા જોવામાં હોતા આવતાં. તો આટલું બધું સમૂહ પાપ થતું હશે ? દાદાશ્રી : પહેલાં સમૂહ હતાં ય નહીં ને ! અત્યારે તો લાલ

Loading...

Page Navigation
1 ... 38 39 40 41 42 43 44 45 46