Book Title: Karma Nu Vigyan
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 38
________________ કર્મનું વિજ્ઞાન કર્મનું વિજ્ઞાન અહંકાર વપરાતો નથી. જ્યાં ભોગવવાનું છે ત્યાં અહંકાર વપરાતો નથી. એટલે કર્મ જ બંધાતા નથી. આ પાડાને, ગાયને, કોઈને અહંકાર ના હોય. દેખાય ખરાં કે આ ઘોડો અહંકારી છે પણ એ ડિસ્ચાર્જ અહંકાર. સાચો અહંકાર નથી. સાચો અહંકાર હોય તો કર્મ બંધાય. એટલે અહંકારને લઈને પાછો અહીં આવ્યો છે. અહંકાર જો ખલાસ થઈ જાય તો મોક્ષે ચાલ્યો જાય. રીર્ટન ટિક્ટિ લીધેલી, જાતવરમાંથી ! પ્રશ્નકર્તા આપે કહ્યું કે કર્મોનું ફળ મળે છે, તો આ જે જાનવરો છે તે પછી મનુષ્યમાં આવી શકે ખરાં ? દાદાશ્રી : એ જ આવે છે. એ જ અત્યારે આવ્યા છે, તેની વસ્તી વધી છે ને ! અને તે જ ભેળસેળ કરે છે આ બધા. પ્રશ્નકર્તા : એમણે પેલા જાનવરોએ કયા સત્કર્મ કર્યા હશે કે એ માનવ થયા ? દાદાશ્રી : એને સત્કર્મ કરવાનું ના હોય. હું તમને સમજાવું. એક માણસ દેવાદાર થયો. દેવાદાર થયો એટલે નાદાર કહેવાય. લોકો નાદાર કહે એને, તો પછી એણે દેવું આપી દીધું એટલે એને ફરી નાદાર કહે ખરાં ? પ્રશ્નકર્તા : ના, પછી ના કહે. દાદાશ્રી : તેવી રીતે અહીંથી જાનવરમાં જાયને, દેવું પતાવવા પૂરતું જ. દેવું ભોગવીને અહીં પાછો આવતો રહે અને દેવગતિમાં જાય તો ક્રેડિટ (લેણું) ભોગવીને પાછો અહીં જ આવે. આમ તોંતરે અધોગતિ ! પ્રશ્નકર્તા મનુષ્યને જાનવરનો જ અવતાર મળે, એ કેવી રીતે ખબર પડે ? દાદાશ્રી : બધાં લક્ષણ જ કહી આપે એનાં. અત્યારે એનાં વિચાર છેને, તે વિચારો જ પાશવતાનાં આવે. કેવાં આવે ? કોનું ભોગવી લઉં, કોનું ખઈ જઉં, કોનું એ કરું ? મરણ થતી વખતે ફોટો પણ જાનવરનો પડે. પ્રશ્નકર્તા: આંબાની ગોટલી આપણે વાવીએ તો આંબો જ થાય, એવું મનુષ્ય મરે તો મનુષ્યમાંથી પછી મનુષ્ય જ થાય ? દાદાશ્રી : હા, મનુષ્યમાંથી પછી એટલે આ મેટરનિટી વોર્ડમાં મનુષ્યની સ્ત્રીનાં પેટે કતરું ના આવે. સમજાય છે ને ! પણ મનુષ્યમાં જેને સજજનતાનાં વિચાર હોય એટલે માનવતાનાં ગુણો હોય તો ફરી મનુષ્યમાં આવે અને પોતાનાં હક્કનું ભોગવવાં લોકોને આપી દે તો દેવગતિમાં જાય, સુપર હ્યુમન કહેવાય. અને પોતાની સ્ત્રી ભોગવવા માટે વાંધો નથી, એ હક્કનું કહેવાય, પણ અણહક્કનું ના ભોગવાય. એ ભોગવવાનાં વિચાર છે એ જ મનુષ્યમાંથી બીજે ભવે જાનવરમાં જવાની નિશાની છે એની એ વિઝા છે, આપણે એનો વિઝા જોઈ લઈએ ને, તે ખબર પડી જાય. પ્રશ્નકર્તા : કર્મનો સિદ્ધાંત એવો છે કે મનુષ્યને એનાં કર્મો મનુષ્યયોનિમાં જ ભોગવવા પડે છે. દાદાશ્રી : ના. કર્મો તો અહીં ને અહીં જ ભોગવવાનાં. પણ જે વિચારો કરેલાં હોય કે કોનું ભોગવી લઉં ને કોનું લઈ લઉં ને કોનું એ કરી લઉં, એવાં સંકલ્પ-વિકલ્પ કર્યા હોય, તે એને લઈ જાય ત્યાં. પેલાં તો અહીં ને અહીં જ ભોગવી લે. પાશવતાનું કર્મ કર્યું હોય, તે તો અહીંનું અહીં ભોગવી લે. એનો વાંધો નહીં. આંખે દેખાય એવા પાશવતાના કર્મ કર્યા હોય તે અહીંનાં અહીં જ ભોગવવાં પડે. એ ભોગવે કેવી રીતે ? લોકોમાં નિંદા થાય, લોકોમાં હડધૂત થાય. પણ જે પાશવતાનાં વિચારો કર્યા, સંકલ્પ-વિકલ્પ ખરાબ કર્યા કે આમ કરવું જોઈએ, આમ કરવું જોઈએ, આમ ભોગવવું જોઈએ. યોજનાઓ કરી. એ યોજના એને જાનવરગતિમાં લઈ જાય. યોજના ઘડે છેને મહીં ? નથી ઘડતાં ? એ

Loading...

Page Navigation
1 ... 36 37 38 39 40 41 42 43 44 45 46