________________
કર્મનું વિજ્ઞાન
ખરાબી, એને લઈને બિચારો આવો હોય, તેમાં પછી એનો શો દોષ ?! એ ઢેખાળો મારી જાય તો ય આપણે એની સાથે વેર નહીં રાખતા, એની પર કરુણા રાખવી જોઈએ !
૫૫
ગરીબ-અમીર ક્યા કર્મે ?
જે બને છે તે જ ન્યાય માનવામાં આવે તો કલ્યાણ થઈ જાય.
પ્રશ્નકર્તા : તો દાદા, તમને નથી લાગતું કે, બે માણસ હોય, એક માણસ જોતો હોય કે આ માણસ આટલો બધો ખરાબ, છતાં પણ આટલી સારી સ્થિતિમાં છે અને હું આટલો ધર્મપારાયણ છું તો આવો દુ:ખી છું. તો એનું મન ધર્મમાંથી નહીં ફરી જાય ?
દાદાશ્રી : એવું છે ને આ જે દુઃખી છે એ કંઈ બધાંય ધર્મ પારાયણવાળા દુઃખી હોતા નથી. સેકડે પાંચ ટકા સુખી ય હોય છે.
આજે જે દુઃખ આવ્યું છે, તે આપણા જ કર્મનું પરિણામ છે. આજે એ જે સુખી થયેલો છે, આજે એની પાસે પૈસા છે ને એ સુખ ભોગવી રહ્યો છે, એ એના કર્મનું પરિણામ છે. અને હવે જે ખરાબ કરી રહ્યો છે એનું પરિણામ આવશે, ત્યારે એ ભોગવશે. આપણે જે હવે સારા કરી રહ્યા છે, તેનું પરિણામ આપણે આવશે ત્યારે ભોગવીશું.
પ્રશ્નકર્તા : દાદા, આ તમારી વાત સાચી છે. પણ એક વ્યવહારિક દ્રષ્ટિએ જોઈએ કે એક માણસ ઝૂંપડપટ્ટીમાં રહેતો હોય, ભૂખ્યો હોય, તરસ્યો હોય. સામે મહેલમાં એક માણસ રહેતો હોય. ઝૂંપડીવાળો જુએ છે કે મારી આમ દશા કેવી છે. હું તો આટલો બધો પ્રમાણિક છું. નોકરી કરું છું. તો મારા છોકરાંને ખાવા નથી મળતું. ત્યારે આ માણસ તો આટલું બધું ઊંધું કરે છે છતાં એ મહેલમાં રહે છે. તો એને ગુસ્સો ના થાય ? એ કેમ સ્થિરતા રાખી શકે ?
દાદાશ્રી : અત્યારે જે દુઃખ ભોગવી રહ્યો છે, તે પહેલાંની પરીક્ષા આપી છે તેનું પરિણામ આવી રહ્યું છે અને પેલાં એણે ય પરીક્ષા આપી છે, તેનું આ પરિણામ આવ્યું છે. પાસ થયો છે ને હવે ફરી નાપાસ
કર્મનું વિજ્ઞાન
થવાનાં પાછાં લક્ષણો ઊભા થયા છે એને. અને આને પાસ થવાના લક્ષણો ઊભા થયા છે.
૫૬
પ્રશ્નકર્તા : પણ પેલો ગરીબ માણસ, એની પોતાની માનસિક સ્થિતિ જ્યાં સુધી પરિપક્વ ન હોય ત્યાં સુધી ક્યાંથી સમજે એ ?
દાદાશ્રી : એ આવે જ નહીં માન્યામાં. એટલે આમાં ઉલટું છે તે વધારે પાપ બાંધે. એણે એ જાણવું જ જોઈએ કે મારા જ કર્મનું પરિણામ છે.
કરીએ સારું તે ફળ ખરાબ !
પ્રશ્નકર્તા : આપણે સારું કરીએ પણ એનું ફળ સારું ના મળે. એનો અર્થ એવો થયો કે પૂર્વજન્મનાં કંઈક ખરાબ કર્મ હશે. તે એને કેન્સલ કરી નાખે છે.
દાદાશ્રી : હા, કરી નાખે. આપણે છે તે જુવાર તો વાવી અને મોટી થઈ અને પૂર્વભવનું આપણું ખરાબ કર્મ ઉદય થાય, તે છેલ્લો વરસાદ ના પડે, તે સૂકાઈ જાય બધું ય અને પુણ્ય જોર કરે તો થઈ જાય તૈયાર. હાથમાં આવેલું ખૂંચવાઈ જાય. માટે સારા કર્મો કરો. નહીં તો મુક્તિ ખોળો. બેમાંથી એક રસ્તો લો ! આ દુનિયામાંથી છૂટી જવાનું ખોળો, કાં તો સારા કર્મ કરો, કાયમને માટે. પણ કાયમને માટે સારા કર્મ થાય નહીં માણસથી, ઊંધે રસ્તે ચઢી જ જવાનો. કુસંગ મળ્યા જ
કરે.
પ્રશ્નકર્તા : શુભ કર્મ ને અશુભ કર્મ ઓળખવાનું થર્મોમીટર ક્યું ? દાદાશ્રી : શુભ કર્મ આવે ત્યારે આપણને મીઠાશ લાગે, શાંતિ લાગે, વાતાવરણ શાંત લાગે અને અશુભ આવે ત્યારે કડવાટ ઉત્પન્ન થાય, મનને ચેન પડે નહીં. અયુક્ત કર્મ તપાવડાવે અને યુક્ત કર્મ
હૃદયને આનંદ આપે.
મૃત્યુ પછી જોડે શું જાય ?