Book Title: Karma Nu Vigyan
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 13
________________ કર્મનું વિજ્ઞાન દાદાશ્રી : આ દેહ છે તે આત્માની અજ્ઞાનતાથી ઊભું થયેલું પરિણામ છે. જે જે ‘કૉઝીઝ’ કર્યા, તેની આ ‘ઈફેક્ટ’ છે. કોઈ તમને ફૂલ ચઢાવે તો તમે ખુશ થઈ જાવ, અને તમને ગાળ દે એટલે તમે ચીઢાઈ જાવ. તે ચીઢાવામાં ને ખુશ થવામાં બાહ્ય દર્શનની કિંમત નથી, અંતર-ભાવથી કર્મ ચાર્જ થાય છે. તેનું પછી આવતે ભવે ડિસ્ચાર્જ થાય છે, તે વખતે તે ‘ઈફેક્ટિવ' છે. આ મન-વચન-કાયા ત્રણેય ‘ઈફેક્ટિવ’ છે. ‘ઈફેક્ટ' ભોગવતી વખતે બીજા નવાં કૉઝીઝ ઊભાં થાય છે. જે આવતા ભવે પાછાં ‘ઈફેક્ટિવ’ થાય છે. આમ ‘કૉઝીઝ’ એન્ડ ‘ઈફેક્ટ', ‘ઈફેક્ટ’ એન્ડ કૉઝીઝ એમ ઘટમાળ નિરંતર ચાલ્યા જ કરે છે.એટલે ફોરેનના સાયન્ટિસ્ટોને ય સમજાય કે ભઈ આ રીતે પુનર્જન્મ છે ! એટલે બહુ ખુશ થઈ જાય છે કે ઈફેક્ટ એન્ડ કૉઝીઝ છે આ ! ૧૩ તે આ બધી ઈફેક્ટ છે. તમે વકીલાત કરો, એ બધી ઈફેક્ટ છે. ઈફેક્ટમાં અહંકાર ના કરાય કે ‘મેં કર્યું !’ ઈફેક્ટ તો એની મેળે જ આવે ! આ પાણી નીચે જાય, એ પાણી એમ ના બોલે કે ‘હું જઉં છું’, તે દરિયા તરફ ચારસો માઈલ આમ તેમ ચાલીને જાય જ છે ને ! અને મનુષ્યો તો કોઈનો કેસ જીતાડી આપે તો ‘મેં કેવો જીતાડી આપ્યો’, બોલે. હવે એનો પોતે અહંકાર કર્યો, તે કર્મ બંધાયું, કૉઝ થયું. એનું ફળ પાછું ઈફેક્ટમાં આવશે. કારણ-કાર્ય તણા રહસ્યો ! ઈફેક્ટ તમે સમજી ગયા ? એની મેળે થયા જ કરે તે ઈફેક્ટ. આપણે પરીક્ષા આપીએ ને, એ કૉઝ કહેવાય. પછી પરિણામની ચિંતા આપણે કરવાની ન હોય. એ તો ઈફેક્ટ છે. તે જગત આખું ઈફેક્ટની ચિંતા કરે છે. ખરેખર તો કૉઝ માટે ચિંતા કરાય ! આ વિજ્ઞાન તને સમજાયું ? વિજ્ઞાન સૈદ્ધાંતિક હોય. અવિરોધાભાસ હોય. તેં બીઝનેસ કર્યો ને બે લાખ કમાયો, તે કૉઝ છે કે ઈફેક્ટ ? પ્રશ્નકર્તા : કૉઝીઝ છે. ૧૪ શકે ? કર્મનું વિજ્ઞાન દાદાશ્રી : કેવી રીતે કૉઝીઝ તે મને સમજાવ ? ધાર્યા પ્રમાણે કરી પ્રશ્નકર્તા : તમે બીઝનેસ કરો અને જે થવાનું છે એ થવાનું છે, એ ઈફેક્ટ થાય. પણ બીઝનેસ કરવા માટે કૉઝીઝ તો કરવાં પડે ને ? તો બીઝનેસ કરી શકીએને ? દાદાશ્રી : ના, કૉઝીઝમાં રિલેટિવ વસ્તુ ના વપરાય બીજી. બીઝનેસ તો શરીર સારું હોય, મગજ સારું હોય, બધું હોય ત્યારે થાય ને ! બધાના આધારે જે થતું હોય, એ ઈફેક્ટ અને જે માણસ સૂતો સૂતો આનું ખરાબ થશે, આમ થશે.’ એ કરે એ બધું કૉઝીઝ. કારણ કે એમાં આધાર કે કોઈ ચીજની જરૂર નથી. પ્રશ્નકર્તા : આપણે જે બીઝનેસ કરીએ છીએ, તો એ ઈફેક્ટ કહેવાય ? દાદાશ્રી : ઈફેક્ટ જ કહીએ છીએ ને ! બીઝનેસ એ ઈફેક્ટ જ છે. પરીક્ષાનું પરિણામ આવે, એમાં કશું કરવું પડે ? પરીક્ષામાં કરવું પડે, એ કૉઝીઝ કહેવાય. કંઈ કરવું પડે, તે પણ પરિણામમાં કંઈ કરવું પડે ? પ્રશ્નકર્તા : ના. દાદાશ્રી : એમ આમાં કંઈ કરવું ના પડે. એ બધું થયા જ કરે. આપણું શરીર બધું વપરાય અને થયા જ કરે, કૉઝમાં તો પોતાને કરવું પડે. કર્તાભાવ છે એ કૉઝ છે. બીજું બધું ઈફેક્ટ છે. ભોક્તાભાવ એ કૉઝ છે. પ્રશ્નકર્તા : જે ભાવ એ બધાં કૉઝીઝ, બરાબર. દાદાશ્રી : હું. જ્યાં બીજા કોઈની હેલ્પની જરૂર નહીં. તમે રસોઈ બનાવો ફર્સ્ટ કલાસ, તે બધી જ ઈફેક્ટ છે. અને એની મહીં તમે ભાવ કરો કે ‘કેવી સરસ રસોઈ મેં બનાવી, કેવી સરસ બનાવી.’ એ ભાવ

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46