________________
કર્મનું વિજ્ઞાન
અને ગુસ્સો આવ્યો તેની મહીં આજનો તારો ભાવ શું છે કે ગુસ્સો કરવો જ જોઈએ. તે આવતાં ભવનો ફરી ગુસ્સાનો હિસાબ છે અને તારો આજનો ભાવ છે કે ગુસ્સો ના કરવો જોઈએ. તારા મનમાં નક્કી હોય કે ગુસ્સો નથી જ કરવો, છતાં પણ થઈ જાય છે તો તને આવતાં ભવ માટે બંધન ના રહ્યું.
૩૧
આ સ્થૂળકર્મમાં તને ગુસ્સો થયો, તો તેનો તારે આ ભવમાં માર ખાવો પડશે. તેમ છતાં પણ તને બંધન નહીં થાય. કારણ સૂક્ષ્મકર્મમાં તારો નિશ્ચય છે કે ગુસ્સો ના જ કરવો જોઈએ અને કોઈ માણસ કોઈની ઉપરે ય ગુસ્સે નથી થતો. છતાં મનમાં કહેશે કે આ લોકોની ઉપર ગુસ્સો
કરીએ તો જ એ સીધા થાય એવાં છે. તે આનાથી આવતા ભવે પાછો ગુસ્સાવાળો થઈ જાય ! એટલે બહાર જે ગુસ્સો થાય છે, તે સ્થૂળકર્મ છે ને તે વખતે મહીં જે ભાવ થાય છે, તે સૂક્ષ્મકર્મ છે. સ્થૂળકર્મને બિલકુલ બંધન નથી, જો આ સમજે તો ! તેથી આ સાયન્સ મેં નવી રીતે મૂક્યું છે. અત્યાર સુધી સ્થૂળકર્મથી બંધન છે એવું જગતને ઠસાવી દીધું છે અને તેથી લોકો ભડક ભડક થાય છે.
આ જ્ઞાતે સંસાર સાથે મોક્ષ !
હવે ઘરમાં સ્ત્રી હોય, પૈણ્યા હોય અને મોક્ષે જવું છે, તે મનમાં થયા કરે કે હું પૈણ્યો છું, તે હવે શી રીતે મોક્ષે જવાય ? અલ્યા, સ્ત્રી નથી નડતી, તારા સૂક્ષ્મકર્મ નડે છે. આ તારા સ્થૂળકર્મ કોઈ નડતા નથી. એ મેં ઓપન કર્યું છે અને આ સાયન્સ ઓપન ના કરું તો મહીં ભડકાટ, ભડકાટ, ભડકાટ રહે. મહીં અજંપો, અજંપો, અજંપો રહે. પેલા સાધુઓ કહે કે અમે મોક્ષે જઈશું. અલ્યા, તમે શી રીતે મોક્ષે જવાના છો તે ? શું છોડવાનું છે, તે તો તમે જાણતાં નથી. તમે તો સ્થૂળને છોડયું. આંખે દેખાય, કાને સંભળાય એ છોડ્યું. એનું ફળ તો આ ભવમાં જ મળી જશે. આ સાયન્સ નવી જ જાતનું છે ! આ તો અક્રમ વિજ્ઞાન છે. જેનાથી આ લોકોને બધી રીતે ફેસીલિટી થઈ પડે. કંઈ બૈરી છોડીને નાસી જવાય ? અને બૈરી છોડીને નાસી જઈએ અને આપણો મોક્ષ થાય એ બન્ને
કર્મનું વિજ્ઞાન
ખરું ? કો'કને દુઃખ દઈને આપણો મોક્ષ થાય એ બને ખરું ?
એટલે બૈરી-છોકરાંની ફરજો બધી જ બજાવો અને સ્ત્રી જે ‘જમવા’નું આપે, તે નિરાંતે ખાવ એ બધું સ્થૂળ છે. એ સમજી જજો. સ્થૂળની પાછળ તમારો અભિપ્રાય એવો ના રહેવો જોઈએ કે જેથી કરીને સૂક્ષ્મમાં ચાર્જ થાય. એટલા માટે મેં તમને પાંચ વાક્યો આજ્ઞા રૂપે આપ્યાં છે. મહીં અભિપ્રાય એવો ના રહેવો જોઈએ કે આ કરેક્ટ છે, હું જે કરું છું, જે ભોગવું છું, એ કરેક્ટ છે. એવો અભિપ્રાય ના હોવો જોઈએ. બસ આટલો જ તમારો અભિપ્રાય ફર્યો કે બધું ફેરફાર થઈ ગયું. આ રીતે ફેરવો બાળકોને !
૩૨
છોકરામાં ખરાબ ગુણો હોય તો મા-બાપ તેને ટૈડકાવે છે અને કહેતા ફરે કે ‘મારો છોકરો તો આવો છે, નાલાયક છે, ચોર છે.’ અલ્યા, એ એવું કરે છે, તે કરેલાને મેલને પૂળો. પણ અત્યારે એનાં ભાવ ફેરવને ! એનાં મહીંના અભિપ્રાય ફેરવને ! એનાં ભાવ કેમ ફેરવવા, તે મા-બાપને આવડતું નથી. કારણ કે સર્ટિફાઈડ મા-બાપ નથી અને મા-બાપ થઈ ગયા છે ! છોકરાને ચોરીની કુટેવ પડી ગઈ હોય તો માબાપ તેને ટૈડકાવ ટૈડકાવ કરે. માર માર કરે. આમ મા-બાપ એક્સેસ બોલે હંમેશા એકસેસ બોલેલું હેલ્પ ના કરે. એટલે છોકરો શું કરે ? મનમાં નક્કી કરે કે ‘છો ને બોલ્યાં કરે. આપણે તો એવું કરવાનાં જ.’ તે આ છોકરાને મા-બાપ વધારે ચોર બનાવે છે. દ્વાપર ને ત્રેતા ને સત્યુગમાં જે હથિયારો હતાં, તે આજે કળિયુગમાં લોકોએ વાપરવા માંડ્યા. છોકરાને ફેરવવાની રીત જુદી છે. એના ભાવ ફેરવવાના. એના પર પ્રેમથી હાથ ફેરવીને કહેવું કે ‘આવ બેટા, છો તારી બા બૂમાબૂમ કરતી. એ બૂમાબૂમ કરે, પણ તે આવી રીતે કોઈની ચોરી કરી તેમ કોઈ તારા ગજવામાંથી ચોરી કરે તો તને સુખ લાગે ? તે વખતે તને મહીં કેવું દુઃખ થાય ? એમ સામાને ય દુઃખ ના થાય ?! તેવી આખી થિયરી છોકરાને સમજાવવી પડે. એક વખત તેને ઠસી જવું જોઈએ કે આ ખોટું છે, તમે એને મારમાર કરો છો, એનાથી તો છોકરા હઠે ચડે છે. ખાલી