Book Title: Karma Nu Vigyan
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 27
________________ કર્મનું વિજ્ઞાન કર્મનું વિજ્ઞાન એવું બને કે ના બને ? પ્રશ્નકર્તા : એ તો બને, બરોબર છે. દાદાશ્રી : એટલે આ દુ:ખ આપવા માટે હોય છે ને કેટલાંક છે તે મોટી ઉંમરના થઈને સુખ આપે છે. છેક સુધી આખી જીંદગી સુખ આપે છે. એ દુઃખ ને સુખ આપવા માટે જ બધા સામસામી સંબંધ છે ! આ રિલેટિવ સંબંધ છે. આજતા કુકર્મોનું ફળ આ ભવમાં જ ? પ્રશ્નકર્તા: આ જે કર્મનું ફળ આવે છે. તો ધારો કે દાખલા તરીકે આપણે કો'કનાં વિવાહમાં ફાચર મારી. તો પછી પાછું એવું જ ફળ આપણને આવતા ભવમાં મળે ? આપણાં વિવાહમાં કોઈ એ જ માણસ ફાચર મારે ? એવી રીતનું બને ખરું, કર્મનું ફળ ? એવાં જ પ્રકારે અને એવી ડીગ્રી ? દાદાશ્રી : ના, આ ભવમાં મળે. વિવાહમાં ફાચર મારો, એ તો પ્રત્યક્ષ જેવું જ કહેવાય અને પ્રત્યક્ષનાં ફળ અહીં જ મળે. પ્રશ્નકર્તા: આપણે કોઈનાં વિવાહમાં ફાચર મારી, તે પહેલાં આપણે વિવાહ કરી લીધાં હોય તો ક્યાંથી મળે ? દાદાશ્રી : ના, એ એવું એ જ જાતનું ફળ મળે, એવું નહીં. એ તમે એનું જે મન દુખાડ્યું એવું તમારું મન દુખવાનો રસ્તો જડશે. એ તો કો'કને છોડીઓ ના હોય, શી રીતે ફળ આપે ? બીજા લોકોની છોડીઓને ફાચર મારે અને પોતાને છોડીઓ હોય નહીં ! અને આ ભવમાં જ કર્મનું ફળ મળે. આ ભવમાં જ ફળ મળ્યા વગર રહે નહીં. એવું છે ને, પરોક્ષ કર્મનું ફળ આવતા ભવમાં મળે અને પ્રત્યક્ષનું ફળ આ ભવમાં મળે. પ્રશ્નકર્તા : પરોક્ષ શબ્દનો અર્થ શું ? દાદાશ્રી : જે આપણને જણાતું નથી તે કર્મ. પ્રશ્નકર્તા : કોઈ માણસનું દસ લાખ રૂપિયાનું નુક્સાન કરવાનાં મેં ભાવ કર્યા હોય તો મને એવું જ નુકસાન પાછું મળે ? - દાદાશ્રી : ના, નુકસાન નહીં. એ તો બીજા રૂપમાં, તમારું એટલું જ દુ:ખ થાય. જેટલું દુઃખ એને તમે ધયું એટલું જ દુઃખ તમને થાય. પછી છોકરો રૂપિયા વાપરી નાખીને દુઃખી કરે કે ગમે તે રસ્તે, પણ એટલું જ દુઃખ થાય તમને. એ બધો આ હિસાબ નહીં, બહારનો હિસાબ નહીં. એટલે આ ભીખારાં બોલે છે ને બધાં અહીં, રસ્તામાં બોલતો'તો એક જણ, ‘એ તો અમે ભીખ માંગીએ છીએ, તે અમે આપેલું છે, તે તમે પાછું આપો છો.’ નાગું બોલે એ તો, ‘તમે આપો છો, તે અમે આપેલું છે તે આપો છો અને નહીં તો અમે તમને આપીશું” કહે છે. બેમાંથી એક તો થાય ! ના, એવું નથી. તમે કોઈની આંતરડી ઠારી, તમારી આંતરડી ઠારશે. તમે એની આંતરડી દુખાડી તો દુખાશે, બસ. આ બધાં કર્મ છેવટે રાગ-દ્વેષમાં જાય છે. રાગ-દ્વેષનું ફળ મળે છે. રાગનું ફળ સુખ અને દ્વેષનું ફળ દુઃખ મળશે. પ્રશ્નકર્તા : આ જે આપે કહ્યું ને કે રાગનું ફળ સુખ અને દ્વેષનું ફળ દુ:ખ તો આ છે તો પરોક્ષ ફળની વાત છે કે પ્રત્યક્ષ ફળની ? દાદાશ્રી : પ્રત્યક્ષ નર્યું ! એવું છે ને, રાગથી પુર્વે બંધાય અને પુણ્યથી લક્ષ્મી મળી. હવે લક્ષ્મી મળી, પણ વપરાતી વખતે પાછું દુ:ખ આપીને જાય એટલે આ બધાં સુખ જે તમે લો છો, એ લોન ઉપરનાં સુખ છે. માટે જો ફરી પેમેન્ટ કરવાનાં હોય તો જ લેજો આ સુખ. હા, તો જ સુખ ચાખજો, નહીં તો ચાખશો નહીં. હવે આપણે ભરવાની શક્તિ નથી, હવે પાછું પેમેન્ટ કરવાની, તો એ ચાખવાનું બંધ કરી દો. બાકી, આ લોન ઉપરનાં સુખ છે બધાં. કોઈ પણ પ્રકારનું સુખ એ લોન ઉપર લીધેલું છે. પુણ્યનું ફળ સુખ, પણ સુખે ય લોન ઉપરનું અને પાપનું ફળ દુઃખ, દુ:ખે ય લોન ઉપરનું. એટલે બધું લોન ઉપર છે આ બધું. તો

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46