________________
કર્મનું વિજ્ઞાન
કર્મનું વિજ્ઞાન
આપી દીધી. અને પેલાને ફળ એવું આવ્યું તે બે ધોલો ખાધી. હવે એ ક્રિયમાણનું પાછુ ફળ આવે. તો પેલી ધોલ મારી એટલે પછી મનમાં રીસ રાખે કે મારા લાગમાં આવે તે ઘડીએ જોઈ લઈશ. એટલે પછી પાછું એ એનો બદલો આપે ! અને પછી નવા પાછાં બીજ પડતા જ જાય. નવા બીજ તો નાખતો જ જાય મહીં. બાકી સંચિત એકલા તો એમ ને એમ પડી રહેલો, સ્ટોકમાં રહેલો માલ. પુરુષાર્થ એ વસ્તુ જુદી છે. ક્રિયમાણ તો પ્રારબ્ધનું રિઝલ્ટ છે, પ્રારબ્ધનું ફળ છે.
પ્રશ્નકર્તા : આ પુરુષાર્થને આપ કર્મયોગ કહો છો?
દાદાશ્રી : કર્મયોગ સમજવો જોઈએ. કર્મયોગ જે ભગવાને લખ્યો અને લોકો જેને કર્મયોગ કહે છે એ બેમાં આકાશ-પાતાળ જેટલો ફેર
છે.
પુરુષાર્થ એટલે કર્મયોગ ખરો, પણ કર્મયોગ કેવો ? ઓન પેપર. યોજના, એ કર્મયોગ કહેવાય. એ કર્મયોગ જે થયો, એ પછી હિસાબ પડયો એનું ફળ એ સંચિત કહેવાય અને સંચિત એ ય છે તે યોજનામાં જ છે, પણ જ્યારે ફળ આપવા સન્મુખ થાય ત્યારે પ્રારબ્ધ કહેવાય અને પ્રારબ્ધ ફળ આપે ત્યારે ક્રિયમાણ ઊભા થાય. પુષ્ય હોય તો ક્રિયમાણ સારું થાય, પાપ આવે ત્યારે ક્રિયમાણ અવળા થાય.
અજાણ્યે કરેલાં કર્મોનું ફળ ખરું? પ્રશ્નકર્તા : જાણીને કરેલો ગુનાનો દોષ કેટલો લાગે ? અને અજાણ્યા કરેલી ભૂલોનો કેટલો દોષ લાગતો હશે ? અજાણમાં કરેલી ભૂલોને માફી થતી હશે ને ?
દાદાશ્રી : કોઈ કંઈ એવા ગાંડા નથી કે આવું માફ કરે. તમારા અજાણપણાથી કોઈ માણસ મરી ગયો. કોઈ કંઈ નવરો નથી કે માફ કરવા આવે. હવે અજાણતાથી દેવતામાં હાથ પડે તો શું થાય ?
પ્રશ્નકર્તા : દાઝી જવાય.
દાદાશ્રી : તરત ફળ ! અજાણથી કરો કે જાણીને કરો.
પ્રશ્નકર્તા : અજાણમાં કરેલી ભૂલોને આ રીતે ભોગવવી પડે, તો જાણ્યા પછી કેટલું ભોગવવું પડે ?
દાદાશ્રી : હા, એટલે એ જ હું તમને સમજાયું કે અજાણથી કરેલા કર્મ, એ કેવી રીતે ભોગવવાના ? ત્યારે કહે, એક માણસે બહુ પુણ્યકર્મ કર્યા હોય. રાજા થવાના પુણ્યકર્મ કર્યા પણ અજાણમાં કર્યા હોય, સમજીને નહીં. લોકોને જોઈ જોઈને એવાય કર્મ પોતે કર્યા. તે પછી સમજયા વગર રાજા થાય એવા કર્મો બાંધે છે. હવે એ પાંચ વર્ષની ઉંમરે રાજા ગાદી પર આવ્યો હોય. ફાધર ઓફ થઈ ગયા એટલે અને ૧૧મે વર્ષે એને છે તે છ વર્ષ રાજ કરવાનું હતું, તે ૧૧ વર્ષ છૂટો કર્યો. હવે બીજા માણસને ૨૮ વર્ષે જ રાજા થયો અને ૩૪ વર્ષ છૂટો થયો. એમાં કોણે વધારે સુખ ભોગવ્યું ? છ વર્ષ બેઉને રાજ મળ્યું.
પ્રશ્નકર્તા : ૨૮ વર્ષે આવ્યો ને એ ૩૪ વર્ષે ગયો એ.
દાદાશ્રી : એણે જાણીને પુણ્ય બાંધેલું, તેથી આ જાણીને ભોગવ્યું. પેલાએ અજાણ્યા પુણ્ય કરેલું, તે અજાણે ભોગવ્યું. એવું અજાણ્યા પાપ બાંધો તો અજાણથી ભોગવાઈ જાય અને અજાણ્યું પુણ્ય કરો તો અજાણે ભોગવાઈ જાય. મજા ના આવે. સમજમાં આવે છે ને ?
અજાણે કરેલા પાપ હું તમને સમજાવું. આ બાજુ બે વંદા જતા હતા, મોટા-મોટા વંદા અને આ બાજુ આ બે ભઈબંધો જતા હતા. તે એક ભઈબંધનો પગ છે તે વંદા ઉપર પડ્યો, તે વંદો કચડાઈ ગયો અને બીજા ભઈબંધે વંદો જોયો કે ઘસી ઘસીને માર્યો. બેઉ જણે શું કામ કર્યું?
પ્રશ્નકર્તા : વંદાને માર્યો.
દાદાશ્રી : બંને ખૂની ગણાય, કુદરતને ત્યાં. તે વંદાના ઘરના માણસોએ કરી ફરિયાદ કે અમારા બંનેના ધણીને આ છોકરાઓએ મારી નાખ્યા છે. બન્નેનો ગુનો સરખો છે. બંને ગુનેગાર ખૂની તરીકે જ પકડાયા. ખૂન કરવાની રીત જુદી જુદી છે. પણ હવે એનું ફળ આપતી