________________
કર્મનું વિજ્ઞાન
વખતે બંનેને શું ફળ મળે છે ? ત્યારે કહે, બંનેને બે ધોલ અને ચાર ગાળો એવી સજા થઈ. હવે પેલો જેણે અજાણથી કરેલું આ બધું, તે માણસ બીજે જન્મે મજૂર તરીકે હતો. તે એને કો’કે બે ધોલ મારી દીધી
૩૯
અને ચાર ગાળો ચોપડી દીધી. તે થોડેક છેટે જઈને કે આમ આમ ખંખેરી દીધું ને પેલો બીજે જન્મે ગામમાં આગેવાન હતો, બહુ મોટો સારામાં સારો માણસ. એને કો’કે બે ધોલ મારી અને ચાર ગાળો દીધી, તે કેટલાંય દહાડા સુધી ઊંઘ્યો નથી એ. કેટલાં દા'ડા ભોગવ્યું ! આ તો જાણીને મારેલું, પેલાએ આ અજાણતા કરેલું. માટે સમજીને કરો આ બધું. જે કરોને એ જવાબદારી આપણી છે. યુ આર હોલ એન્ડ સોલ રિસ્પોન્સિબલ. ગોડ ઈઝ નોટ રિસ્પોન્સિબલ એટ ઓલ.
પ્રારબ્ધ ભોગવ્યે જ છૂટકો !
*
પ્રશ્નકર્તા : મુખ્ય તો આપણા જ કર્મ નડે.
દાદાશ્રી : બીજું કોણ ત્યારે ! બીજુ કોઈ કરતું નથી. બહારનું કોઈ કરતું નથી. તમારા જ કર્મ પજવે છે તમને. વાઈફ ડાહી લાવે અને પછી ગાંડી થઈ જાય. તે કંઈ કો’કે કરી ? એ આપણાં જ કર્મના ઉદયે એ ગાંડી થઈ જાય. એટલે આપણે એ મનમાં સમજી જવાનું કે મારા જ ભોગ છે, મારા જ હિસાબ છે ને મારે ચૂકવી દેવા છે જેને તેને. આઈ ફસાયા ભઈ, આઈ ફસાયા.
પોતાને ભોગવ્યા વગર છૂટકો નહીં. પ્રારબ્ધ અમારે ય ભોગવવું પડે, બધાંને, મહાવીર પ્રભુ હઉ ભોગવતા. ભગવાન મહાવીરને તો દેવલોકો હેરાન કરતાં, તે ય ભોગવતા’તા. મોટા મોટા દેવલોકો માંકણ નાખતાં હતાં.
પ્રશ્નકર્તા : એ એમને પ્રારબ્ધ ભોગવવાનું થયું ને ?
દાદાશ્રી : છૂટકો જ નહીં ને ! એ પોતે સમજતા હતા કે આ દેવલોકો કરે છે ત્યારે કહે, છતાં પ્રારબ્ધ મારું છે.
४०
કર્મનું વિજ્ઞાન
કયા કર્મોથી દેહને ભોગવટો ?
પ્રશ્નકર્તા : કયા કર્મના આધારે શરીરનાં રોગો થાય ?
દાદાશ્રી : લૂલો-લંગડો થઈ જાય છે ને ! હા, તે બધું શું થયું છે ? એ શેનું ફળ છે ? એ આપણે કાનનો દુરુપયોગ કરીએ તો કાનનું નુકસાન થઈ જાય. આંખનો દુરુપયોગ કરીએ તો આંખ જતી રહે, નાકનો દુરુપયોગ કરે તો નાક જતું રહે, જીભનો દુરુપયોગ કરે તો જીભ ખરાબ થાય, મગજનો દુરુપયોગ કરે તો મગજ ખરાબ થાય, પગનો દુરુપયોગ કરે તો પગ ભાંગી જાય, હાથનો દુરુપયોગ કરે તો હાથ તૂટી જાય. એટલે જેનો દુરુપયોગ કરે તે ફળ ભોગવવું પડે, અહીં આગળ. નિર્દોષ બાળકોને કેમ ભોગવવાનું ?
પ્રશ્નકર્તા : ઘણી વખત એવું જોવામાં આવે છે કે નાના બાળકો જન્મે છે ત્યાંથી જ અપંગ ને એવાં હોય છે. પાંગળા હોય છે. કેટલાંક નાના છોકરાંઓ કુતુબિમનાર ને હિમાલય દર્શનની દુર્ઘટનાઓમાં મરી જાય છે. તો કહે, આ નાના નાના બાળકોએ શું પાપ કરેલું હશે, તે એમને એવું થાય છે ?
દાદાશ્રી : પાપ કરેલું જ, એનો હિસાબ ચૂકતે થયો. એટલે દોઢ વર્ષનો થયો, મા-બાપ જોડે ને બધાનો હિસાબ પૂરો થયો એટલે જતો રહ્યો. હિસાબ ચૂકતે કરવો જોઈએ. આ હિસાબ ચૂકતે કરવા માટે આવે
છે.
પ્રશ્નકર્તા : મા-બાપે કરેલા દુષ્કૃત્યનું ફળ આપવા માટે પેલું બાળક આવેલું હતું ?
દાદાશ્રી : મા-બાપ જોડે જે હિસાબ ગોઠવાયેલો છે. જેટલું દુઃખ આપવાનું હોય તો દુઃખ આપી જાય અને સુખ આપવાનું હોય તો સુખ આપીને જાય અને એક-બે વર્ષનો મરી જાય, તે થોડુંક જ દુઃખ આપીને જાય અને એક બાવીસ વર્ષનો પરણીને મરી જાય તો વધારે દુઃખ આપે.