Book Title: Karma Nu Vigyan
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 29
________________ કર્મનું વિજ્ઞાન ૪૫ કર્મનું વિજ્ઞાન દાદાશ્રી : હા. તમારી ભૂલ ના હોય તો કોઈ નામ ના લે. તમારી ભૂલના જ પરિણામ છે. પોતાનાં જ બાંધેલા અંતરાય કર્મ છે. કરેલાં કર્મના હિસાબ બધાં ભોગવવાના છે. પ્રશ્નકર્તા : એ ભૂલ આપણે ગયા જનમમાં કરેલી ? દાદાશ્રી : હા, ગયા જનમમાં. પ્રશ્નકર્તા: અત્યારનું મારું વર્તન એમની પ્રત્યે સારું છે. છતાં ય પેલાં બોલે, ખરાબ વર્તન કરે છે, તો ગયા જનમનું છે ? દાદાશ્રી : ગયા અવતારના કર્મ એટલે શું? યોજના રૂપે કરેલા હોય. એટલે મનના વિચારથી કર્મ કરેલાં હોય, તે અત્યારે રૂપકમાં આવે અને તે આપણે કાર્ય કરવું પડે. ન કરવું હોય તો ય કરવું જ પડે. આપણે છૂટકો જ ના થાય. એવાં કાર્ય કરીએ છીએ. તે પાછલાં યોજનારૂપના આધારે કરીએ છીએ અને પછી તેનું ફળ પાછું ભોગવવું પડે. પતિ-પત્નીતી અથડામણો... માકણ કૈડે છે, એ તો બિચારા બહુ સારા છે પણ આ ધણી બૈરીને કેડે છે, બૈરી ધણીને કેડે છે એ બહુ વસમું હોય છે. કૈડે કે ના કંડે ? પ્રશ્નકર્તા : કૈડે. દાદાશ્રી : તો એ કેડવાનું બંધ કરવાનું છે. માકણ કેડે છે, એ તો કેડીને જતાં રહે. બિચારો એ મહીં ધરાઈ ગયો એટલે જતો રહે. પણ બૈરી તો કાયમ કેડતી જ હોય. એક જણ તો મને કહે છે, મારી વાઈફ મને સાપણની પેઠ કેડે છે ! ત્યારે મૂઆ, પૈણ્યો તો શું કરવા તે સાપણની જોડે ?! તે એ સાપ નહીં હોય મૂઓ ?! એમ ને એમ સાપણ આવતી હશે ? સાપ હોય ત્યારે સાપણ આવે ને ! પ્રશ્નકર્તા : એનાં કર્મમાં લખ્યું હશે એટલે એને ભોગવવું જ રહ્યું, એટલે એ કરડે છે, એમાં વાઈફનો વાંક નથી ! દાદાશ્રી : બસ. એટલે આ કર્મના ભોગવટા છે બધા. તેથી એવી વાઈફ મળી આવે, એવો ધણી મળી આવે. સાસુ એવાં મળી આવે. નહીં તો આ દુનિયામાં કેવી કેવી સારી સાસુઓ હોય છે ! ધણી કેવા કેવા સારા હોય છે ! બૈરી કેવી કેવી સારી હોય છે ! ને આપણને જ આવાં વાંકા કેમ ભેગા થયા ?! આ તો બૈરી જોડે લઢવાડ કર્યા કરે. અલ્યા, તારા કર્મનો દોષ. એટલે આપણા લોકો નિમિત્તને બચકાં ભરે. બૈરી, તે નિમિત્ત છે. નિમિત્તને શું કરવા બચકાં ભરે છે ? નિમિત્તને બચકાં ભરે, તેમાં ભલીવાર આવે કોઈ દહાડો ? અવળી ગતિઓ થાય બધી. આ તો લોકોની શું ગતિ થવાની છે, એ કહેતાં નથી એટલે ભડકતાં નથી. જો કહી દે ને કે ચાર પગ ને પૂંછડું વધારાનું મળશે, તો હમણા ડાહ્યા થઈ જાય. પ્રશ્નકર્તા : એમાં કોનું કર્મ ખરાબ સમજવું ? બન્ને ધણીધણીયાણી લઢતા હોય તેમાં ? દાદાશ્રી : બેમાંથી જે કંટાળે એનું ? પ્રશ્નકર્તા : તે એમાં તો કોઈ કંટાળે જ નહીં, એ તો લડ્યા જ દાદાશ્રી : તો બન્નેનું ભેગું. અણસમજણથી બધું થાય છે. પ્રશ્નકર્તા અને એ સમજ આવી જાય તો દુ:ખ જ નથીને કંઈ ! દાદાશ્રી : એ સમજે તો કશું દુ:ખ જ નથી. આ તો એવું છે, એક છોકરો કાંકરો મારે, તો પછી એને મારવા ફરી વળે અને ગુસ્સે થઈ જાય એકદમ. ગુસ્સે થાય કે ના થાય ? અને ડુંગર ઉપરથી કાંકરો માથે પડે ને લોહી નીકળે તો ? કોની જોડે ગુસ્સો કરે ? પ્રશ્નકર્તા : કોઈ ઉપર નહીં. દાદાશ્રી : એવી રીતે આ છે. હંમેશાં જે મારનાર છેને એ નિમિત્ત

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46