________________
કર્મનું વિજ્ઞાન
રીત જ ફેરવવાની. જગત આખું સ્થૂળકર્મને જ સમજ્યું છે. સૂક્ષ્મકર્મને સમજ્યું જ નથી. સૂક્ષ્મને સમજ્યું હોત તો આ દશા ના હોત ! ચાર્જ અને ડિસ્ચાર્જ કર્મ !
૩૩
પ્રશ્નકર્તા : સ્થૂળકર્મ અને સૂક્ષ્મકર્મના કર્તા જુદા જુદા છે ? દાદાશ્રી : બંનેનાં કર્તા જુદા છે. આ જે સ્થૂળ કર્યો છે, તે ડિસ્ચાર્જ કર્યો છે. આ બેટરીઓ હોય ને, તેને ચાર્જ કર્યા પછી ડિસ્ચાર્જ થયા કરે ને ? આપણે ડિસ્ચાર્જ ના કરવી હોય તો ય તે થયા જ કરે ને ?
પ્રશ્નકર્તા : હા.
દાદાશ્રી : એવું આ સ્થૂળ કર્મો એ ડિસ્ચાર્જ કર્યો છે ને બીજા મહીં નવા ચાર્જ થઈ રહ્યાં છે તે સૂક્ષ્મ કર્યો છે. આ ભવમાં જે ચાર્જ થઈ રહ્યાં છે તે આવતા ભવમાં ડિસ્ચાર્જ થયા કરશે અને આ અવતારમાં ગયા અવતારની બેટરીઓ ડિસ્ચાર્જ થયા કરે છે, એક મનની બેટરી, એક વાણીની બેટરી અને એક દેહની બેટરી - આ ત્રણેય બેટરીઓ અત્યારે ડિસ્ચાર્જ થયાં જ કરે છે અને મહીં નવી ત્રણ બેટરીઓ ભરાઈ રહી છે. આ બોલું છું, તે તને એમ થાય કે ‘હું’ જ બોલું છું. પણ ના, આ તો રેકર્ડ બોલી રહી છે. આ તો વાણીની બેટરી ડિસ્ચાર્જ થઈ રહી છે. હું બોલતો જ નથી અને આ બધા જગતનાં લોકો શું કહે કે ‘મેં કેવી વાત કરી, કેવું હું બોલ્યો !’ એ બધા કલ્પિત ભાવો છે, ઈગોઈઝમ છે. ખાલી એ ઈગોઈઝમ (અહંકાર) જાય તો પછી બીજું કશું રહ્યું ? આ ઈગોઈઝમ એ જ અજ્ઞાનતા છે અને એ જ ભગવાનની માયા છે. કારણ કે કરે છે બીજા ને પોતાને એવું એડજસ્ટમેન્ટ થાય છે કે ‘હું જ કરું છું !'
આ સૂક્ષ્મકર્મો જે મહીં ચાર્જ થાય છે, તે પછી કોમ્પ્યુટરમાં જાય છે. એક વ્યષ્ટિ કોમ્પ્યુટર છે ને બીજુ સમષ્ટિ કોમ્પ્યુટર છે. તે વ્યષ્ટિમાં પહેલાં સૂક્ષ્મકર્મો જાય ને ત્યાંથી પછી સમષ્ટિ કોમ્પ્યુટરમાં જાય. પછી
કર્મનું વિજ્ઞાન
સમષ્ટિ કામ કર્યા કરે. ‘હું ચંદુભાઈ છું’ એમ રિયલી સ્પિકીંગ બોલવું એ જ કર્મ બંધાય છે. ‘હું કોણ છું' એટલું જ જો સમજ્યો તો ત્યારથી બધાં જ કર્મોથી છૂટ્યા. એટલે આ વિજ્ઞાન સરળ ને સીધું મૂક્યું છે, નહીં તો કરોડો ઉપાયે એબ્સોલ્યુટ થવાય એવું નથી અને આ તો તદન એબ્સોલ્યુટ થિયરમ છે.
કર્મ - કર્મફળ - કર્મફળ પરિણામ !
પ્રશ્નકર્તા : ગયા ભવનાં કર્મો જે છે ચાર્જ થયેલાં, એ ડિસ્ચાર્જરૂપે આ ભવમાં આવે છે. તો આ ભવનાં જે કર્મો છે, એ આ ભવમાં જ ડિસ્ચાર્જરૂપે આવે કે નહીં ?
દાદાશ્રી : ના.
પ્રશ્નકર્તા : તો ક્યારે આવે ?
દાદાશ્રી : ગયા અવતારનાં કૉઝીઝ છે ને તે આ અવતારની ઈફેક્ટ છે. આ અવતારના કૉઝીઝ આવતા અવતારની ઈફેક્ટ છે.
૩૪
પ્રશ્નકર્તા : પણ કેટલાંક કર્મો એવાં હોય છે ને કે અહીંયા ને અહીંયા ભોગવી લેવાનાં હોય છે ને, આપે એવું કહ્યું છે, એક વખત.
દાદાશ્રી : એ તો આ જગતનાં લોકોને એવું લાગે. જગતનાં લોકોને શું લાગે ‘........ જો, હોટલમાં બહુ ખાતો હતો ને તે મરડો થઈ ગયો.’ હોટલોમાં ખાતો હતો એ કર્મ બાંધ્યા, તેથી આ મરડો થઈ ગયો કહેશે. ત્યારે જ્ઞાનીઓ શું કહે, એ હોટલમાં શા માટે ખાતો હતો ? એ કોણે શીખવાડ્યું એને હોટલમાં ખાવાનું ? કેવી રીતે બન્યું ? સંજોગો ઊભા થઈ ગયા. પહેલાં જે યોજના કરેલી, તે આ યોજના આવી એટલે એ હોટલમાં ગયો. એ જવાનાં સંજોગો બધાં ભેગા થઈ જાય. એટલે
હવે છૂટવું હોય તો છૂટાય નહીં. એનાં મનમાં એમ થાય કે સાલું આવું કેમ થતું હશે ?!
તે અહીંના ભ્રાંતિવાળાને એમ લાગે કે આ કામ કર્યું એટલે આ