________________
કર્મનું વિજ્ઞાન
કર્મનું વિજ્ઞાન
હવે આણે પાંચ જ રૂપિયા આપ્યા, તે ડિસ્ચાર્જમાં કર્મફળ આવ્યું. પણ મહીં સૂક્ષ્મમાં શું ચાર્જ કર્યું ? પાંચ લાખ રૂપિયા આપવાના, તે આવતા ભવે પાંચ લાખ આપી શકશે, ડિસ્ચાર્જ થશે ત્યારે.
એક માણસ દાન આપ્યા કરતો હોય, ધર્મની ભક્તિ કર્યા કરે, મંદિરોમાં પૈસા આપે, બીજું બધું આખોય દહાડો ધર્મ કર્યા કરતો હોય, તેને જગતના લોક શું કહે કે આ ધર્મિષ્ઠ છે. હવે એ માણસનાં અંદરખાને શું વિચાર હોય કે કેમ કરીને ભેગું કરું ને કેમ કરીને ભોગવી લઉં ! અંદર તો એને અણહક્કની લક્ષ્મી પડાવી લેવાની ઈચ્છા બહુ હોય. અણહક્કનાં વિષય ભોગવી લેવામાં જ તૈયાર હોય !
એટલે ભગવાન એનો એક પૈસો ય જમે કરતાં નથી. એનું શું કારણ ? કારણ એ કે દાન-ધર્મ-ક્રિયા એ બધાં સ્થૂળકર્મ છે. એ સ્થૂળકર્મનું ફળ અહીંનું અહીં જ મળી જાય છે. લોકો આ સ્થૂળકર્મને જ આવતા ભવનાં કર્મ માને છે. પણ એનું ફળ તો અહીંનું અહીં જ મળી જાય છે અને સૂક્ષ્મકર્મ કે જે અંદર બંધાઈ રહ્યું છે, જેની લોકોને ખબર જ નથી. તેનું ફળ આવતા ભવે મળે છે !
આજે કોઈ માણસે ચોરી કરી, તે ચોરી એ સ્થૂળકર્મ છે. તેનું ફળ આ ભવમાં જ મળી જાય છે. જેમ કે એને અપજશ મળે, પોલીસવાળો મારે વિગેરે તે બધું ફળ, એને અહીનું અહીં મળી જ જવાનું.
એટલે આજે સ્થૂળકર્મ દેખાય છે, સ્થળ આચાર દેખાય છે તે ‘ત્યાં’ કામ લાગે નહીં. ‘ત્યાં’ તો સૂક્ષ્મ ભાવ શું છે ? સૂક્ષ્મકર્મ શું છે ? એટલું જ ‘ત્યાં’ કામ લાગે. હવે જગત આખું સ્થૂળકર્મ ઉપર જ એડજસ્ટ થઈ ગયું છે.
આ સાધુ-સન્યાસીઓ બધા ત્યાગ કરે, તપ કરે, જપ કરે, પણ એ તો બધું ધૂળકર્મ છે. એમાં સૂક્ષ્મકર્મ કયાં છે ? આ દેખાય છે એમાં આવતા ભવ માટેનું સૂક્ષ્મકર્મ નથી. આ કરે છે એ સ્થૂળકર્મના, એમને જશ અહીં જ મળી જાય.
ક્રિયા નહીં પણ ધ્યાનથી ચાર્જિંગ ! આચાર્ય મહારાજ પ્રતિક્રમણ કરે, સામાયિક કરે, વ્યાખ્યાન આપે, પ્રવચન કરે, પણ એ તો એમનો આચાર છે, એ સ્થૂળકર્મ છે. પણ મહીં શું એ જોવાનું છે. મહીં જે ચાર્જ થાય છે, તે ‘ત્યાં’ કામ લાગશે. અત્યારે જે આચાર પાળે છે, એ ડિસ્ચાર્જ છે. આખો બાહ્યાચાર જ ડિસ્ચાર્જ સ્વરૂપ છે. ત્યાં આ લોકો કહે કે “મેં સામાયિક કર્યું, ધ્યાન કર્યું, દાન કર્યું.’ તે એનો તને જશ અહીં મળશે. તેમાં આવતા ભવને શું લેવાદેવા ? ભગવાન એવી કંઈ કાચી માયા નથી કે તારા આવાં પોલને ચાલવા દે. બહાર સામાયિક કરતો હોય ને મહીં શું ય કરતો હોય.
એક શેઠ સામાયિક કરવા બેઠા હતા, તે બહાર કોઈએ બારણું ઠોક્યું. શેઠાણીએ જઈને બારણું ખોલ્યું. એક ભાઈ આવેલા. તેમણે પુછયું,
શેઠ ક્યાં ગયા છે ?” ત્યારે શેઠાણીએ જવાબ આપ્યો, ‘ઢેડવાડે.’ શેઠે મહીં રહ્યા રહ્યા આ સાંભળ્યું ને અંદર તપાસ કરી તો ખરેખર એ ઢેડવાડે જ ગયેલા હતા ! અંદર તો ખરાબ વિચારો જ ચાલતા હતા તે સૂર્યમકર્મ ને બહાર સામાયિક કરતા હતા, તે સ્થૂળકર્મ. ભગવાન આવાં પોલને ચાલવા ના દે, અંદર સામાયિક રહેતું હોય ને બહાર સામાયિક ના પણ હોય તો તેનું ‘ત્યાં’ ચાલે. આ બહારના ઠઠારા ‘ત્યાં ચાલે એવાં નથી.
મહીં ફેરવો ભાવ આમ ! સ્થૂળકર્મ એટલે તને એકદમ ગુસ્સો આવ્યો, ત્યારે ગુસ્સો નથી લાવવો છતાં તે આવે. એવું બને કે ના બને ?
પ્રશ્નકર્તા : બને.
દાદાશ્રી : એ ગુસ્સો આવ્યો, એનું ફળ અહીંનું અહીં તરત મળી જાય. લોકો કહે કે “જવા દો ને એને, એ તો છે જ બહુ ક્રોધી.’ કોઈ વળી એને સામી ધોલ પણ મારી દે. એટલે અપજશનું કે બીજી રીતે એને અહીંનું અહીં ફળ મળી જાય. એટલે ગુસ્સો થવો એ સ્થૂળકર્મ છે