Book Title: Karma Nu Vigyan
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 19
________________ કર્મનું વિજ્ઞાન કર્મનું વિજ્ઞાન પ્રશ્નકર્તા : ગયા ભવમાં જે આપણે કર્મો કર્યા, આ ભવમાં એનું ફળ આવ્યું, તો આ બધા કર્મોનો હિસાબ કોણ રાખે છે ? એનો ચોપડો કોણ રાખે છે ? દાદાશ્રી : ઠંડી પડે છે, ત્યારે પાઈપની અંદર પાણી હોય છે તે બરફ કોણ કરી નાખે છે ? એ ઠંડું વાતાવરણ થયું એટલે. ઓન્લી સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ. આ બધું કર્મો-બર્મો કરે છે તે. તેનું ફળ આવે છે તે ય એવિડન્સ છે. તને ભૂખ કોણ લગાડે છે ? બધું સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ છે. એનાથી બધું ચાલે છે ! કર્મફળમાં “ઓર્ડર'નો આધાર ! પ્રશ્નકર્તા : કયા ઓર્ડરમાં કર્મોનું ફળ આવે છે ? જેવાં ઓર્ડરમાં એ એનું બંધાયું હોય, એવાં જ ઓર્ડરમાં એનું ફળ આવે ? એટલે પહેલાં આ કર્મ બાંધ્યું, પછી આ કર્મ બાંધ્યું, પછી આ કર્મ બાંધ્યું. એક નંબરનું કર્મ આ બાંધ્યું, તો એનું ડિસ્ચાર્જ પણ પછી પહેલું એ જ આવે. પછી બે નંબરનું બાંધ્યું, એનું ડિસ્ચાર્જ બીજા નંબરે આવે, એવું છે ? દાદાશ્રી : ના, એવું નહીં. પ્રશ્નકર્તા : હં, તો કેવું છે એ જરા સમજાવો. દાદાશ્રી : ના, એવું નહીં. એ બધા એના સ્વભાવ પ્રમાણે બધું ગોઠવાઈ જાય કે દિવસે ભોગવવાનાં ક, આ રાત્રે ભોગવવાનાં કર્મો, આ બધાં..... એમ ગોઠવાઈ જાય. આ છે તે દુ:ખમાં ભોગવવાનાં કર્મો, આ સુખમાં ભોગવવાનાં કર્મ, એ ગોઠવાઈ જાય. એ બધું ગોઠવણી થઈ જાય એની ! પ્રશ્નકર્તા : આ કર્મ નવું છે કે જૂનું છે, એ શી રીતે દેખાય ? દાદાશ્રી : કર્મ કર્યું કે ના કર્યું, એ તો કોઈનાથી ના દેખાય. એ તો ભગવાન કે જેમને કેવળજ્ઞાન છે તે જ જાણી શકે. આ જગતમાં જે તમને કર્મો દેખાય છે, તેમાં એક રાઈ જેટલું પણ કર્મ નવું નથી. આ કર્મોના જ્ઞાતા-દ્રષ્ટા રહો તો નવું કર્મ ના થાય ને તન્મયાકાર રહો તો નવું કર્મ બંધાય. આત્મજ્ઞાની થાય ત્યાર પછી જ કર્મ ના બંધાય. આ જગતમાં આત્મા દેખાતો નથી, કર્મ ય દેખાતા નથી પણ કર્મફળ દેખાય છે. લોકોને કર્મફળ આવે તેમાં ‘ટેસ્ટ’ પડે એટલે તેમાં તન્મયાકાર થઈ જાય, તેનાથી ભોગવવું પડે. અત્યારે મૂઆ ક્યાંથી ?' પ્રશ્નકર્તા : ઘણી વખતે એમ થાય કે આપણે અશુભ કર્મ બાંધતા હોઈએ અને તે વખતે ઉદય છે તો બહાર શુભ કર્મોનો હોય ! દાદાશ્રી : હા. એવું બને. અત્યારે તમારે શુભ કર્મનો ઉદય હોય પણ મહીં અશુભ કર્મ બાંધતા હો. તમે બહારગામથી અહીં સીટીમાં આવ્યા હોય ને રાતે મોડું થઈ ગયું હોય તો મહીં થાય કે આપણે ક્યાં સૂઈ જઈશું ? તે પછી તમે કહો કે અહીંયા મારા એક મિત્ર રહે છે, ત્યાં આપણે જઈએ. એટલે ચાર જણ એ ને તમે પાંચમાં, સાડા અગિયાર વાગે પેલાં મિત્રને ત્યાં જઈને બારણું ઠોક્યું. એ કોણ ? ત્યારે કહે, ‘હું.’ ત્યારે કહે, ‘ઉઘાડું.” એ બારણું ઉઘાડે પછી શું કહે આપણને ? પાંચ જણ દેખે. આપણને એકલાને ના દેખે, ચાર-પાંચ જણને દેખે એટલે આપણને શું કહે ? ‘પાછા જાવ' એવું કહે ? શું કહે ? ‘આવો, પધારો!! આપણાં તો ખાનદાન લોકો ‘આવો, પધારો’ કહીને બેસાડે. પ્રશ્નકર્તા : એ ગોઠવણી કયા આધાર પર થાય ? દાદાશ્રી : સ્વભાવના આધારે. આપણે બધા ભેગાં થાય, તો બધાં સ્વભાવને મળતાં આવતાં હોય તો જ ભેગું થાય. નહીં તો થાય નહીં. કેવળજ્ઞાતમાં જ એ દેખાય !

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46