________________
કર્મનું વિજ્ઞાન
કર્મનું વિજ્ઞાન
થાવ છો. બાકી ‘કર્મ” કર્તા નથી. ‘આત્મા’ ય કર્તા નથી.
પ્રશ્નકર્તા કર્મ એક બાજુ છે ને આત્મા એક બાજુ છે. તો આ બેને જુદાં કઈ રીતે પાડવાં ?
દાદાશ્રી : જુદાં જ છે. આ આંકડો નીકળી જાય ને તો, પણ આ તો કર્તાપદનો આંકડો જ છે. આ આંકડાને લીધે બંધાયેલું લાગે છે. કર્તાપદ ગયું, કર્તાપદ કરનારો ગયો, “મેં કર્યું” એવું બોલનારો ગયો તો થઈ રહ્યું, ખલાસ થઈ ગયું. બે છૂટ્ટા જ છે પછી તો !
કર્મ બંધાય એ તો અંતઃક્રિયા ! પ્રશ્નકર્તા : મનુષ્યને કર્મ લાગુ પડતાં હશે કે નહીં ?
દાદાશ્રી : નિરંતર કર્મ બાંધ્યા જ કરે છે. બીજું કશું કરતા જ નથી. મનુષ્યનો અહંકાર એવો છે કે ખાતો નથી, પીતો નથી, સંસાર કરતો નથી, વેપાર કરતો નથી. તો ય માત્ર અહમૂકાર જ કરે છે કે “હું કરું છું', તેથી બધા કર્મો બાંધ્યા કરે છે. એ ય અજાયબી છે ને ?! એ પ્રવા (સાબિત) થઈ શકે એમ છે ! ખાતો નથી, પીતો નથી એ મુવ થઈ શકે એમ છે. છતાં ય કર્મો કરે છે એ પણ ધ્રુવ થઈ શકે છે. તે મનુષ્ય એકલાં જ કર્મ બાંધે છે.
પ્રશ્નકર્તા શરીરને લીધે ખાતાં-પીતાં હોય, પણ છતાં પોતે કર્મ ના પણ કરતાં હોય ને ?
દાદાશ્રી : એવું છે ને, કોઈ માણસ કર્મ કરતો હોય ને તો આંખે દેખાય નહીં. દેખાય છે તમને ? આ જે આંખે દેખાય છે ને, એને આપણાં જગતના લોકો કર્મ કહે છે. આમણે આ કર્યું, આમણે આ કર્યું, આણે આને માર્યો, એવું કર્મ બાંધ્યું. હવે જગતના લોકો એવું જ કહે છે ને ?
પ્રશ્નકર્તા : હા, જેવું દેખાતું હોય તે એવું કહે.
દાદાશ્રી : કર્મ એટલે એમની હિલચાલ શું થઈ, એને ગાળ દીધી તો ય કર્મ બાંધ્યું, એને માર્યો તો ય કર્મ બાંધ્યું. ખાધું તો ય કર્મ બાંધ્યું.
સૂઈ ગયો તો ય કર્મ બાંધ્યું, હિલચાલ શું કરે છે, એને આપણાં લોકો કર્મ કહે છે. પણ હકીકતમાં દેખાય છે એ કર્મફળ છે, એ કર્મ નથી.
કર્મ બંધાય ત્યારે અંતરદાહ બળ્યા કરે. નાનાં છોકરાંને કડવી દવા પીવડાવો, ત્યારે શું કરે ? મોઢું બગાડે ને ! અને ગળી ખવડાવીએ તો ? ખુશ થાય. આ જગતમાં જીવમાત્ર રાગ-દ્વેષ કરે છે એ કૉઝ છે બધાં અને તેમાંથી આ કર્મો ઊભાં થયા છે. જે પોતાને ગમે છે એ અને ના ગમતાં, એ બેઉ કર્મ આવે છે. ના ગમતા કેડીને જાય. એટલે દુઃખ આપીને જાય અને ગમતા સુખ આપીને જાય. એટલે કૉઝીઝ ગયા અવતારે થયેલા છે, તે આ ભવમાં ફળ આપે છે.
કર્મબીજતા નિયમો! પ્રશ્નકર્તા : કર્મબીજની એવી કોઈ સમજણ છે કે આ બીજ પડશે ને આ નહીં પડે ?
દાદાશ્રી : હા, તમે કહો કે “આ નાસ્તો કેવો સરસ થયો છે, તે મેં ખાધું.’ તો બીજ પડ્યું. મેં ખાધું' બોલવામાં વાંધો નથી. ‘કોણ ખાય છે, તે તમારે જાણવું જોઈએ કે હું નથી ખાતો, ખાનારો ખાય છે. પણ આ તો પોતે કર્તા થાય અને કર્તા થાય તો જ બીજ પડે.
ગાળો ભાંડે તો એની પર દ્વેષ નહીં, ફૂલ ચઢાવે કે ઊંચકીને ફરે તો એની પર રાગ નહીં, તો કર્મ ના બંધાય એને.
પ્રશ્નકર્તા: રાગ-દ્વેષ થાય અને ખબર ના પડે, એનો ઉપાય શો?
દાદાશ્રી : આ ઈનામ મળે છે તે, આવતા ભવનું ભટકવાનું ચાલુ જ રહે એનું.
સંબંધ દેહ તે આત્માતો... પ્રશ્નકર્તા : દેહ ને આત્મા વચ્ચે સંબંધ વધુ વિગતથી સમજાવો
ને ?