________________
કર્મનું વિજ્ઞાન
એટલે જો ‘તું શુદ્ધાત્મા’ તો સાચી વાત છે. અને જો ‘જીવ છું’, તો ઉપર કર્તા હિર છે. અને જો ‘તું શીવ છું’ તો વસ્તુ ખરી છે. ઉપર હિર નામનું કોઈ છે જ નહીં. એટલે જીવ-શીવનો ભેદ ગયો. એ પરમાત્મા થવાની તૈયારી થઈ. આ બધા ય ભગવાનને ભજે, એ જીવશીવનો ભેદ છે અને આપણે અહીં આ જ્ઞાન મળ્યા પછી જીવ-શિવનો ભેદ ગયો.
કર્તા છૂટે તો છૂટે કર્મ; એ છે મહાભજનનો મર્મ!
6
૭
ચાર્જ ક્યારે થાય કે ‘હું ચંદુભાઈ છું અને આ મેં કર્યું.' એટલે જે ઊંધી માન્યતા છે તેનાથી કર્મ બંધાયું. હવે આત્માનું જ્ઞાન મળે તો ‘તમે’ ચંદુભાઈ નથી. ચંદુભાઈ તો વ્યવહારથી, નિશ્ચયથી ખરેખર નહીં અને આ ‘મેં કર્યું’ તે વ્યવહારથી. એટલે કર્તાપણું મટી જાય તો કર્મ પછી છૂટે, કર્મ બંધાય નહીં.
‘હું કર્તા નથી’ એ ભાન થયું, એ શ્રદ્ધા બેઠી, ત્યારથી કર્મ છૂટયા,
કર્મ બંધાતા અટક્યા. એટલે ચાર્જ થતાં બંધ થઈ ગયા. એ છે મહાભજનનો મર્મ. મહાભજન શેને કહેવાય ? સર્વશાસ્ત્રોનાં સારને મહાભજન કહેવાય. એ મહાભજનનો ય સાર છે.
કરે તે જ ભોગવે !
પ્રશ્નકર્તા : આપણા શાસ્ત્રો એમ કહે છે કે દરેકને કર્મ પ્રમાણે ફળ મળે છે !
દાદાશ્રી : એ તો પોતે પોતાનો જ જવાબદાર છે. ભગવાને આમાં હાથ ઘાલ્યો જ નથી. બાકી, આ જગતમાં તમે સ્વતંત્ર જ છો. ઉપરી કોણ છે? તમારે અન્ડરહેન્ડની ટેવ છે એટલે તમારે ઉપરી મળે છે, નહિ તો તમારો કોઈ ઉપરી નથી ને તમારો કોઈ અન્ડરહેન્ડ નથી, એવું આ વર્લ્ડ (જગત) છે ! આ તો સમજવાની જરૂર છે, બીજું કશું છે નહિ.
કર્મનું વિજ્ઞાન
આખા વર્લ્ડમાં બધે ફરી આવ્યો, એવી કોઈ જગ્યા નથી કે જ્યાં આગળ ઉપરીપણું હોય. ભગવાન નામનો કોઈ તમારો ઉપરી છે નહિ. તમારા જોખમદાર તમે પોતે જ છો. આખા વર્લ્ડના લોકો માને છે કે જગત ભગવાને બનાવ્યું. પણ જે પુનર્જન્મનો સિદ્ધાંત સમજે છે એણે એવું ન માની શકાય કે ભગવાને બનાવ્યું છે. પુનર્જન્મ એટલે શું કે ‘હું કરું છું અને હું ભોગવું છું. અને મારાં જ કર્મનાં ફળ ભોગવું છું. આમાં ભગવાનની આડખીલી જ નથી.' પોતે જે કરે છે, પોતાની જવાબદારી પર જ આ બધું કરવામાં આવે છે. કોની જવાબદારી પર છે આ, સમજાયું ને ?
પ્રશ્નકર્તા ઃ આજ સુધી એમ સમજતો હતો કે ભગવાનની જવાબદારી
८
છે.
દાદાશ્રી : ના. પોતાની જ જવાબદારી છે ! હૉલ એન્ડ સોલ રીસ્પોન્સીબીલિટી પોતાની છે, પણ પેલા માણસને ગોળી કેમ મારી ? એ રિસ્પોન્સીબલ હતા. તેનું આ ફળ મળ્યું અને એ મારનાર રિસ્પોન્સીબલ થશે, ત્યારે એનું ફળ મળશે. એ ટાઈમ થશે ત્યારે પાકશે.
જેમ કેરી આજે થઈ, તે આજ ને આજ કેરી લાવીને પછી એનો રસ ના નીકળે. એ તો ટાઈમ થાય, મોટી થાય, પાકે, ત્યારે એ રસ નીકળે. એવી રીતે આ ગોળી વાગીને, તે પહેલાં પાકીને તૈયાર થાય
ત્યારે વાગે. એમ ને એમ ના વાગે. અને પેલાએ ગોળી મારી તેને જ આવડી નાની કેરી થયેલી છે, એ મોટી થયા પછી પાકશે. ત્યાર પછી એનો રસ નીકળશે.
કર્મબંધત, આત્માતે કે દેહને ?
પ્રશ્નકર્તા : હવે તો પછી કર્મબંધન કોને હોય છે, આત્માને કે દેહને ?
દાદાશ્રી : દેહ તો એ પોતે જ કર્મ છે. પછી બીજુ બંધન એને હોય ક્યાંથી ? આ તો જેને બંધન લાગતું હોય, જે જેલમાં બેઠો હોય