________________
કર્મનું વિજ્ઞાન
કર્મનું વિજ્ઞાન
તેને બંધન. જેલને બંધન હોય કે જેલમાં બેઠો હોય એને બંધન ? એટલે આ દેહ તો જેલ છે અને તેની મહીં બેઠો છે ને તેને બંધન છે. “હું બંધાયો છું, હું દેહ છું, હું ચંદુભાઈ છું.” માને છે, તેને બંધન છે.
પ્રશ્નકર્તા : એટલે આપ કહેવા માંગો છો કે આત્મા દેહ થકી કર્મ બાંધે છે, ને દેહ થકી કર્મ છોડે છે ?
દાદાશ્રી : ના, એવું નથી. આત્મા તો આમાં હાથ ઘાલતો જ નથી. ખરી રીતે તો આત્મા છુટ્ટો જ છે, સ્વતંત્ર છે. વિશેષભાવથી જ આ અહંકાર ઊભો થાય છે ને તે કર્મ બાંધે છે ને તે જ કર્મ ભોગવે છે. ‘તમે છો શુદ્ધાત્મા’ પણ બોલો છો કે “હું ચંદુભાઈ છું.' જ્યાં પોતે નથી,
ત્યાં આરોપ કરવો કે “હું છું.’ તે અહંકાર કહેવાય છે. પારકાંના સ્થાનને પોતાનું સ્થાન માને છે, એ ઈગોઈઝમ છે. આ અહંકાર છૂટે એટલે પોતાના સ્થાનમાં અવાય. ત્યાં બંધન છે જ નહીં !
કર્મ અતાદિથી આત્માસંગે પ્રશ્નકર્તા : તો કર્મ વગરની આત્માની સ્થિતિ થતી હશે ને? તે ક્યારે થાય ?
દાદાશ્રી : એક પણ સંજોગોની વળગણાં ના હોય ને, એને કર્મ વળગે જ નહિ કોઈ દહાડો ય ! જેને વળગણાં કોઈ પણ પ્રકારની હોય નહિ, તેને કોઈ પણ પ્રકારનો એવો કર્મોનો હિસાબ નથી કે એને કર્મ વળગે ! અત્યારે સિદ્ધગતિમાં જે સિદ્ધ ભગવંતો છે એમને કોઈ જાતનાં કર્મ વળગે નહિ. વળગણાં ખલાસ થઈ ગઈ કે વળગે નહિ.
આ તો સંસારમાં વળગણાં ઊભી થઈ છે અને તે અનાદિ કાળની કર્મની વળગણાં છે. અને તે સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સથી છે એ બધું. બધાં તત્ત્વો ગતિમાન થયા કરે છે ને તત્ત્વો ગતિમાન થવાથી જ આ બધું ઊભું થયું છે. આ બધી ભ્રાંતિ ઉત્પન્ન થઈ છે. એનાથી આ બધાં વિશેષ ભાવ ઉત્પન્ન થયા છે. ભ્રાંતિ એટલે જ વિશેષભાવ. એનો મૂળ જે સ્વભાવ હતો, તેનાં કરતાં વિશેષભાવ ઉત્પન્ન થયો અને
તેને લઈને આ બધો ફેરફાર થયો છે. એટલે પહેલાં કંઈ આત્મા કર્મ વગરનો હતો, એવું ક્યારેય બન્યું નથી. એટલે એ જ્યારે જ્ઞાની પુરુષની પાસે આવે છે ત્યારે ઘણો ખરો કર્મનો બોજો હલકો થયો હોય છે અને હળુકર્મી થયેલો હોય છે. હળુકર્મી છે ત્યારે તો જ્ઞાની પુરુષ ભેગા થાય. ભગા થાય તે ય સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ છે. પોતાનાં પ્રયત્નથી જ કરવા જાય તો એવું થાય જ નહિ, સહજ પ્રયત્નો, સહેજા સહેજ મળી જાય, ત્યારે કામ થઈ જાય ! કર્મ એ સંયોગ છે, ને વિયોગી એનો સ્વભાવ છે.
સંબંધ આત્મા તે કર્મ તણાં. પ્રશ્નકર્તા: તો આત્મા અને કર્મ, એની વચ્ચે સંબંધ શું છે ?
દાદાશ્રી : બેઉની વચ્ચે કર્તારૂપી આંકડો ના હોય તો બેઉ છૂટા પડી જાય. આત્મા, આત્માની જગ્યાએ અને કર્મ, કર્મની જગ્યાએ છૂટાં પડી જાય.
પ્રશ્નકર્તા : સમજાયું નહીં બરોબર.
દાદાશ્રી : કર્તા ના બને, તો કર્મ છે નહિ. કર્તા છે, તો કર્મ છે. કર્તા ના હોય ને, તમે આ કાર્ય કરતાં હોય ને, તો ય તમને કર્મ બંધાય નહીં. આ તો કર્તાપદ છે તમને, “કર્યું.” તેથી બંધાયું.
પ્રશ્નકર્તા: તો કર્મ જ કર્તા છે ?
દાદાશ્રી : ‘ક’ એ કર્તા છે. ‘કર્મ એ કર્તા નથી. તમે મેં કર્યું કહો છો કે ‘કર્મ કર્યું” કહો છો ?
પ્રશ્નકર્તા : ‘હું કરું છું’ એવું તો મહીં રહે છે જ ને ! “મેં કર્યું એમ જ કહીએ છીએ.
દાદાશ્રી : હા, એ “કર્તા’ ‘હું કરું છું” એમ કહે છે. આ તમે કર્તા