________________
કર્મનું વિજ્ઞાન
૧૭
12
કર્મનું વિજ્ઞાન
હોય. આ તમે જે “હું ચંદુભાઈ છું' એવું જાણો છો. તેથી આ ઉભું થયું છે બધું !
કર્મો એક કે અનેક ભવતા ? પ્રશ્નકર્તા : આ બધાં કર્મો છે તે આ એક જ જન્મમાં ભોગવાતાં નથી. એટલે અનેક જન્મો લેવાં પડે છેને એને ભોગવવા માટે ? જ્યાં સુધી કર્મો પૂરાં ના થાય ત્યાં સુધી મોક્ષ ક્યાં છે ?
દાદાશ્રી : મોક્ષની તો વાત ક્યાં ગઈ ! એ ભવનાં કર્મ જયારે પૂરાં થાય ત્યારે દેહ છૂટે. અને ત્યારે મહીં બીજા નવાં કર્મ બંધાઈ જ ગયેલાં હોય. એટલે મોક્ષની તો વાત જ ક્યાં કરવી રહી ? જૂનાં, બીજાં કંઈ પાછલાં કર્મો નથી આવતા. તમે અત્યારે હલ કર્મો બાંધી રહ્યાં છો. અત્યારે તમે આ વાત કરો છો ને તે ઘડીએ પણ પુણ્યકર્મ બાંધી રહ્યા છો. પુણ્યાનુબંધી પુણ્યકર્મ બાંધી રહ્યા છો.
કરે કોણ તે ભોગવે કોણ ? પ્રશ્નકર્તા : દાદા, ગયા ભવમાં જે કર્મ કર્યા એ આ ભવમાં ભોગવવાં પડે, તો ગયા ભવની અંદર જે દેહે ભોગવેલા એ તો લાકડામાં ગયો, આત્મા તો નિર્વિકાર સ્વરૂપ છે, એ આત્મા બીજો દેહ લઈને આવે છે. પણ આ દેહને ગયા દેહનું કરેલું કર્મ શા માટે ભોગવવાનું ?
દાદાશ્રી : એ દેહના કરેલાં કર્મો તો એ દેહ ભોગવીને જ જાય. પ્રશ્નકર્તા : તો ?
દાદાશ્રી : આ તો ચિતરેલાં, એ માનસિક કર્મ. સૂક્ષ્મ કર્મો. એટલે જેને આપણે કોકલ બોડી કહીએ છીએને, કૉઝીઝ.
પ્રશ્નકર્તા : બરોબર છે, પણ એ દેહ ભાવ કરેલાં ને ? દાદાશ્રી : દેહે ભાવ નથી કર્યા.
પ્રશ્નકર્તા : તો ?
દાદાશ્રી : દેહે તો એનું પોતે ફળ ભોગવ્યું ને ! બે ધોલો મારી એટલે દેહને ફળ મળી જ જાય. પણ એને યોજનામાં હતું, તે આ રૂપકમાં આવ્યું.
પ્રશ્નકર્તા : હા, પણ યોજના કરી કોણે ? પેલા દેહે યોજના કરીને !
દાદાશ્રી : દેહને તો લેવા-દેવા નહીં ને ! બસ, અહંકાર જ કરે છે આ બધું.
આ જન્મતું આ જન્મમાં ? પ્રશ્નકર્તા : આ બધા કર્મોનાં ફળ આપણા આ જીવનમાં જ ભોગવવાના કે પછી આવતા જન્મમાં પણ ભોગવવા પડે છે ?
દાદાશ્રી : ગયા અવતારે જે કર્મ કરેલાં, તે યોજના રૂપે હતા. એટલે કાગળ ઉપર લખેલી યોજના. હવે એ રૂપક રૂપે અત્યારે આવે તે ફળ આપવા સન્મુખ થાય ત્યારે એ પ્રારબ્ધ કહેવાય. કેટલા કાળે પાકે, તે પચાસ, પોણોસો, સો વર્ષે પાકવા આવે, તો ફળ આપવા સન્મુખ થાય.
એટલે ગયા અવતારે કર્મ બાંધ્યા, તે કેટલે વર્ષે પાકે ત્યારે અહીં ફળ આપે અને એ ફળ આપતી વખતે જગતના લોકો શું કહે કે આમણે કર્મ બાંધ્યું. આણે આ માણસને બે ધોલ મારી દીધી, એને જગતના લોક શું કહે ? કર્મ બાંધ્યું એણે. કયું કર્મ બાંધ્યું ? ત્યારે કહે, બે ધોલ મારી દીધી. એને એનું ફળ ભોગવવું પડશે. તે અહીં પાછું મળે જ. કારણ કે ધોલો મારી, પણ આજે પેલો ઢીલો પડી ગયો, પણ ફરી તાલ આવે એટલે વેર વાળ્યા વગર રહે નહીં ને ! ત્યારે લોકો કહે કે જો કર્મનું ફળ ભોગવ્યુંને છેવટે ! તે આનું નામ અહીં ને અહીં ફળ ભોગવ્યું. પણ આપણે એને કહીએ કે તારી વાત સાચી છે. આનું ફળ ભોગવવાનું,