Book Title: Karma Nu Vigyan
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 14
________________ કર્મનું વિજ્ઞાન ૧૫ કર્મનું વિજ્ઞાન તમારો કૉઝ. જો ભાવ ન કરો તો બધું ઈફેક્ટ જ છે. સાંભળી શકાય, દેખી શકાય, એ બધી ઈફેક્ટ. કૉઝીઝ દેખી ના શકાય. પ્રશ્નકર્તા : તો પાંચ ઈન્દ્રિયથી જે બધું થાય એ ઈફેક્ટ. દાદાશ્રી : હા, આ બધી ઈફેક્ટ છે. આખી લાઈફ જ ઈફેક્ટ છે. એની મહીં જે ભાવ થાય છે એ ભાવ કૉઝ છે અને ભાવનો કર્તા હોવો જોઈએ. એ તો કર્તા છે જગતના લોકો ! કર્મ બંધાતા અટકી ગયાં એટલે થઈ ગયું. એવું તમને સમજાય ખરું ! તમને કર્મ બંધાતા અટકતાં હશે ? કોઈ દહાડો જોયું છે એ ? શુભમાં પડો તો શુભ બંધાય, નહીં તો અશુભ તો હોય છે જ. કર્મ છોડે જ નહીં ! અને “પોતે કોણ છે, આ બધું કોણ કરે છે તે બધું જાણે, પછી કર્મ બંધાય જ નહીં ને ! પહેલું કર્મ કેવી રીતે આવ્યું ? પ્રશ્નકર્તા કર્મની થીયરી મુજબ કર્મ બંધાય અને એનો ભોગવટો કરવો પડે. હવે એ રીતે આપણે કૉઝ અને ઈફેક્ટ કહ્યા તો એ પહેલું કૉઝ પછી એની ઈફેક્ટ, તો આપણે તર્કની દ્રષ્ટિએ વિચાર કરીએ અને પાછાં જતાં જઈએ તો સહુ પ્રથમ કૉઝ કેવી રીતે આવ્યું હશે ? દાદાશ્રી : અનાદિમાં પહેલું ના હોય ને ! આ માળા તમે જોયેલી ગોળ ? આ સૂર્યનારાયણ ફરે તો એની બિગિનિંગ ક્યાંથી કરતાં હશે ? પ્રશ્નકર્તા એને બિગિનિંગ હોય જ નહીં. દાદાશ્રી : એટલે આ દુનિયાની બિગિનિંગ કોઈ જગ્યાએ છે નહીં. બધી જ ગોળ છે, રાઉન્ડ જ છે. આમાં છૂટકારો છે પણ. બિગિનિંગ નથી આનું ! આત્મા છે એટલે છૂટકારો થઈ શકે છે. પણ એની બિગિનિંગ નથી, રાઉન્ડ છે બધું ય, હરેક ચીજ રાઉન્ડ. કોઈ ચીજ ચોરસ નથી. ચોરસ હોય તો આપણે એને કહીએ કે આ ખૂણેથી શરૂ થયું છે અને આ ખૂણે ભેગું થયું. રાઉન્ડમાં ક્યો ખુણો ? આખું જગત જ રાઉન્ડ છે એમાં બુદ્ધિ કામ કરી શકે એમ નથી. માટે બુદ્ધિને કહીએ, બેસ છેટી ! બુદ્ધિ પહોંચી વળે એમ નથી. જ્ઞાનથી સમજાય એવું છે. ઈડું પહેલું કે મુરઘી પહેલી. મૂઆ મેલને પૂળો. અહીંથી એ બાજુએ મૂકીને બીજી આગળની વાત કરને ! નહીં તો ઈડા ને મરઘુ થવું પડશે વારેઘડીએ અને છોડે નહીં મૂઓ. જેનું સમાધાન ના હોય એ બધું ગોળ. તે આપણાં લોક નહીં કહેતાં, ગોળ ગોળ વાત કરે છે આ ભઈ ! પ્રશ્નકર્તા : છતાં આ પ્રશ્ન રહ્યા જ કરે કે જન્મ પહેલા કર્મ ક્યાંથી ? ચોરાસી લાખ ફેરા શરૂ થયા. આ પાપ-પુણ્ય ક્યાંથી ક્યારથી શરૂ થયું ? દાદાશ્રી : અનાદિથી. પ્રશ્નકર્તા એની શરૂઆત તો કંઈક હોય ને ? દાદાશ્રી : જ્યારથી બુદ્ધિ શરૂ થઈને ત્યાંથી શરૂઆત અને બુદ્ધિ એન્ડ થાય ત્યાં પૂરું થઈ જાય. સમજ પડીને ? બાકી છે અનાદિથી ! પ્રશ્નકર્તા : આ જે બુદ્ધિ છે તે કોણે આપી ? દાદાશ્રી : આપનારું જ કોણ છે ? કોઈ જ ઉપરી જ નથી ને ! કોઈ છે નહીંને બીજો કોઈ. કોઈ આપનાર હોય તો તો ઉપરી ઠર્યો. ઉપરી ઠર્યો એટલે કાયમ એ આપણે માથે રહ્યો. પછી મોક્ષ હોય જ નહીં, દુનિયામાં. ઉપરી હોય ત્યાં મોક્ષ હોતો હશે ? પ્રશ્નકર્તા : પણ સૌથી પહેલું કર્મ કર્યું થયું ? જેને લીધે આ શરીર મળ્યું ? દાદાશ્રી : આ શરીર તો કોઈએ આપ્યું નથી. આ છ તત્ત્વો બધા ભેગા થવાથી, એ આમ સામસામે જોઈન્ટ થવાથી ‘એને’ આ બધી અવસ્થા ઉત્પન્ન થઈ છે. તે શરીર મળ્યું ય નથી. આ તો તમને દેખાય છે તે જ ભૂલ છે. ભ્રાંતિથી દેખાય છે. આ ભ્રાંતિ જાયને, તો કશું ય નહીં

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46