Book Title: Karma Nu Vigyan
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 7
________________ કર્મતું વિજ્ઞાન કરીએ છીએ કે કરવું પડે છે ? દાદાશ્રી : તારે કોઈ વસ્તુ એવી થાય છે કે તારી ઈચ્છા ના હોય છતાં ય તારે એવું કંઈ કરવું પડે ? એવું કંઈ થાય છે તારે કોઈ દહાડો ય ? એવું બને કે નહીં ? પ્રશ્નકર્તા : હા. એવું બને છે. દાદાશ્રી : લોકોને થતું હશે કે નહીં ? એનું શું કારણ ? કે ઈચ્છા ના હોય ને કરવું પડે છે. એ પૂર્વકર્મ કરેલું છે, તેની આ ઈફેક્ટ આવી. પરાણે કરીએ, તેનું શું કારણ ? જગતના લોકો આ ઈફેક્ટને જ કૉઝ કહે છે અને પેલી ઈફેક્ટ તો સમજતા જ નથી ને ! આ જગતના લોકો આને કૉઝ કહે, તો આપણે કહીએ નહીં કે મારી ઈચ્છા નથી તે શી રીતે આ કાર્ય કર્યું મેં ? હવે જે ઈચ્છા નથી એ કર્મ ‘મેં કર્યું,’ એ શી રીતે કહો છો ? કારણ કે જગત શાથી કહે છે એને, ‘તમે કર્મ કર્યું' એમ ? કારણ કે દેખીતી ક્રિયાને જ જગતના લોકો કર્મ કર્યું કહે છે. લોક કહેશે કે આ આણે જ કર્મ બાંધ્યું. જ્યારે જ્ઞાનીઓ એને સમજી જાય કે આ તો પરિણામ આવ્યું. કોણે મોકલ્યા પૃથ્વી પર ? પ્રશ્નકર્તા : આપણે આપણી મેળે જન્મ્યા છીએ કે આપણને કોઈ મોકલનાર છે ? કર્મનું વિજ્ઞાન દાદાશ્રી : કોઈ મોકલનાર છે નહીં. તમારા કર્મો જ તમને લઈ જાય છે. ને તરત જ ત્યાં અવતાર મળે છે. સારાં કર્મો હોય તો સારી જ જગ્યાએ જન્મ થાય, ખોટાં કર્યો હોય તો ખોટી જગ્યાએ થાય. કર્મતો સિદ્ધાંત શું ? પ્રશ્નકર્તા ઃ કર્મની વ્યાખ્યા શું ? દાદાશ્રી : કોઈ પણ કાર્ય કરો, એને ‘હું કરું છું’ એવો આધાર આપે એ કર્મની વ્યાખ્યા. ‘હું કરું છું’ એવો આધાર આપે, એનું નામ કર્મ બાંધ્યું કહેવાય. ‘હું કરતો નથી’ અને ‘કોણ કરે છે’ એ જાણો એટલે આને નિરાધાર કરે ને, તો કર્મ પડી જાય. પ્રશ્નકર્તા : કર્મનો સિદ્ધાંત એટલે શું ? દાદાશ્રી : તું વાવમાં અંદર ઉતરી જઈને બોલું કે ‘તું ચોર છે.’ એટલે વાવ શું બોલે ? પ્રશ્નકર્તા : ‘તું ચોર છે.’ એમ આપણે બોલેલાનો પડઘો પાડે છે. દાદાશ્રી : બસ, બસ. જો તને આ ના ગમતું હોય, તો આપણે કહીએ કે ‘તું બાદશાહ છે.’ એટલે એ તને ‘બાદશાહ' કહે. તને ગમે એ કહે, એ કર્મનો સિદ્ધાંત ! તને વકીલાત ગમે તો વકીલાત કર. ડૉકટરી ગમે તો ડૉક્ટરી કર. કર્મ એટલે એક્શન ! રિએક્શન એટલે શું ? એ પડઘો છે. રિએક્શન પડઘાવાળું છે. એનું ફળ આવ્યા વગર રહે નહીં. એ વાવ શું કહેશે ? તે આ જગત બધું પ્રોજેક્ટ આપણું જ છે. જે તમે કર્મ કહેતા'તાને, એ પ્રોજેક્ટ છે. પ્રશ્નકર્તા : કર્મનો સિદ્ધાંત ખરો કે નહીં ? દાદાશ્રી : આખું જગત કર્મનો સિદ્ધાંત જ છે, બીજું કશું છે જ નહીં. અને તમારી જ જોખમદારીથી બંધન છે. આ બધું પ્રોજેક્શન જ

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46