Book Title: Karma Nu Vigyan Author(s): Dada Bhagwan Publisher: Dada Bhagwan Foundation View full book textPage 6
________________ ‘હું માને છે, શરીરને ‘હું માને છે, હું ધણી છું, આ બધી રોંગ બિલીફો છે. ખરેખર તો પોતે આત્મા જ છે, શુદ્ધાત્મા જ છે પણ એનું ભાન નથી, જ્ઞાન નથી તેથી હું ચંદુલાલ, હું જ દેહ છું એવું માને છે. એ જ અજ્ઞાનતા છે ! અને એનાથી જ કર્મ બંધાય છે. છૂટે દેહાધ્યાસ તો નહીં કત તું કર્મ નહીં ભોક્તા તું તેહનો એ છે ધર્મનો મર્મ. - શ્રીમદ્ રાજચંદ્ર જો તું જીવ તો કર્તા હરિ, જો તું શીવ તો વસ્તુ ખરી. - અખા ભગત હું ચંદુલાલ છું” એવું ભાન છે તેને જીવદશા કહી અને હું ચંદુલાલ નથી પણ ખરેખર હું તો શુદ્ધાત્મા છું એનું ભાન, જ્ઞાન વર્તે તેને શીવ પદ કહ્યું. પોતે જ શીવ છે, આત્મા એ જ પરમાત્મા છે અને એનો સ્વભાવ સંસારી કોઈ ચીજ કરવાનો નથી. સ્વભાવથી જ આત્મા અક્રિય છે, અસંગ છે. ‘આત્મા છું' ને હું કંઈ જ કરતો નથી એવો નિરંતર ખ્યાલ રહે તેને જ્ઞાની કહ્યા અને તે પછી એકુંય કર્મ નવું બંધાતું નથી. જૂનાં ડિસ્ચાર્જ કર્મ ફળ આપીને ખલાસ થયા કરે છે. ખાવાનાં કારણો બાંધીને લાવ્યો છે તેનું ફળ, તેની ઈફેક્ટ આવીને ઊભી રહે છે ત્યારે બીજા કેટલાંય દેખાતાં નિમિત્તો એમાં ભેગાં થવાં જોઈએ. એકલા બી થી જ ફળ ના પાક પણ બધું જ નિમિત્તો ભેગાં થાય તો બીજમાંથી વૃક્ષ થાય ને ફળ ચાખવા મળે. એટલે આ જે ફળ આવે છે તેમાં બીજા નિમિત્તો વિના ફળ શી રીતે આવે ? અપમાન ખાવાનું બીજ આપણે જ વાવેલું તેનું ફળ આવે, અપમાન મળે તે માટે બીજા નિમિત્તો ભેગાં થવાં જ જોઈએ. હવે એ નિમિત્તોને દોષિત દેખી કષાય કરી નવાં કર્મો બાંધે છે મનુષ્યો, અજ્ઞાનતાથી અને જ્ઞાન હાજર રહે કે સામો નિમિત્ત જ છે, નિર્દોષ છે અને આ અપમાન મળે છે તે મારા જ કર્મનું ફળ છે, તો નવું કર્મ ના બંધાય અને એટલું મુક્ત રહેવાય અને સામો દોષિત દેખાઈ જાય તો તુર્ત જ તેને નિર્દોષ જોવો અને દોષીત જોયાના પ્રતિક્રમણ શૂટ એટ સાઈટ કરી નાખવાં, જેથી બીજ શેકાઈ જાય ને ઉગે જ નહીં. બીજા બધા નિમિત્ત ભેગા થઈને પોતે નાખેલા બીજનું ફળ આવવું ને પોતાને ભોગવવું પડે, એ આખી પ્રોસેસ ઓન્લી સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ છે અને તેને જ દાદાશ્રીએ કહ્યું કે ‘વ્યવસ્થિત શક્તિ' ફળ આપે છે. આત્મજ્ઞાની પુરુષ પરમ પૂજ્ય શ્રી દાદા ભગવાને પોતાના જ્ઞાનમાં અવલોકન કરીને દુનિયાને ‘કર્મનું વિજ્ઞાન આપ્યું છે, જે દાદાશ્રીની વાણીમાં અત્રે સંક્ષિપ્તમાં પુસ્તક રૂપે મૂક્યું છે, જે વાચકને જીવનમાં મૂંઝવતા કોયડા સામે સમાધાની ઉકેલ બક્ષશે ! - ડૉ. નીરુબહેન અમીનના જય સચ્ચિદાનંદ. કર્મબીજ ગયા ભવમાં વાવે છે, તે કર્મનું ફળ આ ભવમાં આવે છે. ત્યારે એ ફળ કોણ આપે છે ? ભગવાન ? ના. એ કુદરત આપે છે. જેને પરમ પૂજ્ય દાદાશ્રી સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ‘વ્યવસ્થિત શક્તિ' કહે છે. જે ચાર્જનું ડિસ્ચાર્જ નેચરલી અને ઓટોમેટીકલી, થાય. એ ફળ ભોગવતી વખતે પાછો ગમો-અણગમો, રાગ-દ્વેષ અજ્ઞાનતાને કારણે કર્યા વગર રહેતો નથી. જે નવું બીજ નાખે છે. જેનું ફળ આવતા ભવે ભોગવવું પડે. જ્ઞાનીઓ નવું બીજ પડતું અટકાવે છે, જેથી પાછલાં ફળ પૂરા થઈ મોક્ષ પદને પમાય છે ! કોઈ આપણું અપમાન કરે, નુકસાન કરે, એ તો નિમિત્ત છે, નિર્દોષ છે. કારણ વગર કાર્યમાં કેવી રીતે આવે ? પોતે અપમાનPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46