Book Title: Karm Prakruti Part 03
Author(s): Abhayshekharsuri
Publisher: Jain Shwetambar Murtipujak Sangh Mumbai

View full book text
Previous | Next

Page 13
________________ શાસ્ત્રપરિશીલનની કંઇક ઝાંખી થાય, તેઓ શ્રીમદ્દ ની આગવી પ્રતિભાનો પરિચય મળ વાથી દિલ ઝુકી જાય, પૂર્વાપર શાસ્ત્રવચનોનું અનુસંધાન કરવાની કલા પ્રાપ્ત થાય ને એના પ્રભાવે કેટલાંય અદ ભુતઅજ્ઞાત રહસ્યોની જાણકારી મળવાથી દિલમાં અનેરી હોર્મિઓ અનુભવાય, સર્વજ્ઞશાસનનાં શાસ્ત્રો માટે ‘અદ્ભુત' ‘અદ્ભુત’ એવા શબ્દો સહજ રીતે મુખમાંથી-દિલમાંથી સરી પડે. જીવંત મોબાઇલ લાઇબ્રેરી જેવા વિશાળ જ્ઞાનની સાથે અનુપમ પરિણતિના તેઓશ્રીમાં થયેલ સુભગ મિલને, ‘મારી આ પ્રવૃત્તિ આત્માને નુકશાનકર્તા નહીં જ નીવડે' એવા નિસન્દ્રિય નિર્ણય મેળવવાના સ્થાન તરીકે તેઓશ્રીનો નિર્ણય કરાવ્યો છે. આઠ પ્રભાવકોમાંના પ્રથમ પ્રભાવક પ્રાવચનિનો સાધકો ઉપર આ એક અજોડ ઉપકાર હોય છે. તેમજ દાદા ગુરુદેવ સ્વ. પૂજ્યપાદ આ.ભગ. શ્રીમદ્દ વિજ્ય ધર્મજિત સૂરીશ્વરજી મ.સાહેબનું પણ કર્મસાહિત્યમાં ખૂબ ઊંડું પરિશીલન-ખેડાણ હતું. પ્રશ્નો ઊઠાવવાની અને સમાધાન મેળવવાની આગવી પ્રતિભા હતી. તેઓ શ્રીમદ્દ નાં બહોળા જ્ઞાનનો પણ મને લાભ થયો છે. આ બન્ને બહુશ્રુત મહાત્માઓએ ‘કમ્મપયડી ' મહાન ગ્રંથનું મને અધ્યયન કરાવ્યું છે. તેમજ આ બન્ને મહાપુરુષોએ તૈયાર કરેલી પ્રશ્નોત્તરીનું મે અધ્યયન ર્યું એનાથી મારો પણ પ્રશ્નો શી રીતે ઊઠાવવા-સમાધાન કઇ રીતે મેળવવા એનો કંઇક તોપશમ ખીલ્યો. એ પ્રશ્નોત્તરીમાંથી પણ થોડા પ્રશ્નોત્તરો લીધા છે. તથા.. વર્ધમાનતપોનિધિ ગચ્છાધિપતિ પ્રદાદાગુરુદેવ પૂજ્યપાદ આ. ભગ.શ્રીમદ્ વિજ્ય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજાની મહતી કૃપાથી થોડી ઘણી તર્કશક્તિ પણ પ્રાપ્ત થયેલી છે એણે પણ આ પ્રશ્નોત્તરીમાં સારો ભાગ ભજવ્યો છે. વળી વર્તમાનકાળે કર્મસાહિત્ય અંગે જે કાંઇ અધ્યયન-અધ્યાપન-પ્રકાશન વગેરે થાય એમાં સાક્ષાત કે પરંપરાએ કર્મસાહિત્ય નિષ્ણાત-નૈષ્ઠિબ્રહ્મચારી- સિદ્ધાન્તમહોદધિ સ્વ.પૂજ્યપાદ આ. ભગ. શ્રીમદ્ વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજા નો પ્રભાવ તો રહેલો જ છે. શ્રી સૂરિમન્ત્ર પંચપ્રસ્થાનની ચાર વાર સંપૂર્ણ આરાધના કરી ચૂકેલા પૂજ્યપાદ ગુરુદેવ આ.ભગ. શ્રીમદ્ વિજ્યજયશેખરસૂરીશ્વરજી મહારજાની સતત હુંફ મળતી રહી છે. આ બધા પૂજ્યોના ઉપકાર સ્મરણપૂર્વક સહવર્તી પ્રત્યેક મહાત્માઓએ પણ કરેલી અનેકવિધ સહાયનું સ્મરણ કરી લઉં છું. કમ્મપયડી મહાગ્રન્થનું અધ્યયન કરાવવાનો લાભ આપીને પણ અનેક મહાત્માઓએ ઉપકાર કર્યો છે, કારણ કે એના કારણે જ મારું આ ગ્રન્થનું પરિશીલન પુન: પુન: થયું છે. ને કંઇક ને કંઇક પ્રશ્નો-સમાધાનો મેળવાતા રહ્યા છે. મેં પ્રશ્નો ઊઠાવી ઉત્તરો લખ્યા છે. એમાં તકો આપ્યા છે. ને સિદ્ધાન્તદિવાકર પૂ.આ.શ્રી જયઘોષ સૂ.મ. પાસે સંશોધન કરાવ્યા છે. તેઓશ્રીએ સૂચવેલા સુધારા કર્યા XI Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 210