________________
પ્રયાસ એ શ્રદ્ધાના પ્રાણનો જોખમી જુગાર ખેલવા સમાન બની રહે છે.
કથિત કાળજી રાખવા સાથે કરવામાં આવતા “નનુ નચ' સમાધાન મેળવવાની આતુરતા ઊભી કરે છે જે પૂર્વાપર શાસ્ત્રવચનોની ઉપસ્થિતિ, પુન: અધ્યયન, ગહન વિચારણા, અનુપ્રેક્ષા વગેરેની તક પૂરી પાડે છે. એનાથી પૂર્વાપર શાસ્ત્રવચનોનું અનુસંધાન થાય છે અને અનેક નહીં ખૂલેલાં રહો છતાં થાય છે. તેમ જ શાસ્ત્રવચનોના પદાર્થને વાક્યર્થથી પણ આગળ વધીને મહાવાક્યર્થ ને દમ્પર્ધાર્થ સુધી પહોંચવાનું થાય છે. માટે આ રીતે “શંકા કરવી" પ્રશ્ન ઊઠાવવા એ ખૂબ જ લાભપ્રદ હોવાથી એ વિહિત છે જ.
જ્યારે એક જ બાબત અંગે અચાન્ય શાસ્ત્રવચન દ્વારા થયેલું પ્રતિપાદન જુદા જુદા પ્રકારનું જોવા મળતું હોય ત્યારે તે બે વચ્ચેનો સમન્વય સાધવા પ્રામાણિક પ્રયાસ કરવો જોઇએ. જુદા જુદા પ્રતિપાદન પાછળ રહેલી અપેક્ષા શોધવી જોઇએ. કદાચ એમાં સફળ તા ન મળે તો તત્ત્વ કેવલિનો વિદન્તિ એ મંત્રાલરોનો સહારો લઇ સર્વજ્ઞ ભગવંતો પર છોડી દેવું જોઈએ. પણ આપણું ડહાપણ ડહોળવું નહીં. કારણ કે, કયારેક એવું પણ બનતું હોય છે કે આપણા જ્ઞાનનો વિષય બનનાર ક્ષેત્રમાં જે નિયમ લાગુ થતો હોય છે એના કરતાં, આપણા જ્ઞાનનો વિષય ન બનનાર ક્ષેત્રમાં સાવવિપરીત નિયમ હોયને આપણે તો આપણા જ્ઞાનનો વિષય બનનાર ક્ષેત્રમાં લાગુ પડનાર નિયમને અનુસરીને જ વિચાર્યા કરીએ, વિપરીતનિયમની લ્પના પણ ન આવે, તો સમન્વય શી રીતે સધાય ?.....
એક દાખલો આપું. વિશ્વના તમામ પદાર્થો માટે એક નિયમ છે કે જેમ ઉષણતામાન ઘટે એમ એનું કદ ઘટે ને ઘનતા વધે. અને જેમ ઉષ્ણતામાન વધે તેમ એનું કદ વધે અને ઘનતા ઘટે. ૪ સેન્ટીગ્રેડ ઉષ્ણતામાન સુધી પાણી પણ આ જ નિયમને અનુસરે છે. પણ એનાથી પણ ઓછું ઉષ્ણતામાન થાય તો પાણી માટે આ નિયમ સાવ વિપરીત થઈ જાય છે. પછી જેમ ઉષ્ણતામાન ઘટે છે તેમ તેમ પાણીનું કદ ઘટવાના બદલે વધવા માંડે છે ને ઘનતા ઘટવા માંડે છે. આ તો ૪ સે.ની નીચેના ઉષણતામાનની અવસ્થા પણ આપણો વિષય છે, માટે ત્યારથી નિયમ વિપરીત છે એ જાણી શકાયું. ધારો કે એ આપણા ક્ષેત્રની બહાર હોતને તેથી એ વિપરીતનિયમ જાણી શકાયો ન હોત તથા બરફ તેમજ બરફ પાણી પર તરે છે વગેરે વાતો આપણી જાણકારીમાં ન હોત ને કયાંક ખાલી એટલું જ પ્રતિપાદન મળતું હોય કે, “ પાણીને ખૂબ ઠંડું કરવામાં આવે ત્યારે એ ઘન અવસ્થાને પામે છે જે બરફ કહેવાય છે. ને આ બરફ પાણી પર તરે છે” તો આપણે તો આપણા વિષયભૂત નિયમ કે “વસ્તુ ઠંડી થાય તેમ એનું કદ ઘટે, ને એ વધુ સઘન થાય ” એ નિયમને અનુસરીને આ પ્રતિપાદનનું રહસ્ય મેળવવા પ્રયાસ કર્યા કરીએ
IX
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org