Book Title: Karm Prakruti Part 03 Author(s): Abhayshekharsuri Publisher: Jain Shwetambar Murtipujak Sangh Mumbai View full book textPage 9
________________ શ્રોતા માટે જે પદાર્થો પ્રાથમિક ભૂમિકામાં આજ્ઞામાહ્ય હતા, તે જ પદાર્થો, જેમ જેમ એની ભૂમિકા આગળ વધતી જાય છે, એનો બાયોપશમ ખીલતો જાય છે, બુદ્ધિની સૂક્ષ્મતા થતી જાય છે, સર્વજ્ઞકથિત તત્વોનો પરિચય વધતો જાય છે... તેમ તેમ હેતુ માહ્ય બનતા જાય છે. હું હું છું માટે કરી લેવાનું એમ આજ્ઞા દ્વારા, બાલ્યવયમાં રહેલા પુત્ર પાસે જે કરાવ્યું હતું તેને જ, તે પિતા, પુત્ર યુવાન થયે, કારણ સમજાવવા પૂર્વક કરાવે છે ને નીચલા ધોરણમાં, બે હાઇડ્રોજનને એક ઓકસીજનનો પરમાણુ ભેગા થઈ પાણી (H2O) બને છે એ શીખવાડાય છે. તે ઉપલા ધોરણમાં આ જ વાત હાઈડ્રોજન-ઓક્સીજનના પરમાણુભારાંક, ઇલેકટ્રોનની સંખ્યા વગેરે દ્વારા સકારણ સમજાવવામાં આવે છે. એટલે, શ્રી સર્વ કહેલ દરેક બાબત એકદમ તપૂર્ણ જ છે, પણ આપણી તે તે દરેક તર્કને સમજી શકવાની ભૂમિકા નથી. જે જે તર્ક આપણી બુદ્ધિનાક્ષેત્રની બહાર છે એને સમજવાનો-સમજાવવાનો પ્રયાસ કરવો એ અંધારામાં આથડવાનું છે, માત્ર લેશ સિવાય એનું બીજું કશું પરિણામ નીપજતું નથી. જન્મથી અંધ પુરુષ પૂછે છે. દૂધ કેવું હોય છે? કો કે જવાબ આપ્યો- “સફેદ. સફેદ એટલે કેવું?” “સફેદ એટલે હંસ જેવું સફેદ.-' હંસ કે (સફેદ) હોય? હંસ ? હંસ બગલાની પાંખ જેવો સફેદ હોય...બગલાની પાંખ કેવી હોય ?" બગલાની પાંખ સફેદ હોય...પણ સફેદ એટલે કેવી ?..સફેદ એટલે સફેદ. ધોળી.શ્વેત.-' પણ આ સફેદ, ધોળી, શ્વેત એટલે કેવું?' જન્માંધને આ સમજાવવાનો પ્રયાસ નાહકનો ક્લેશ જ છે કે બીજું કાંઇ ? આવી આપણી અલ્પશની ભૂમિકા હોય છે. કેટલાય અતીન્દ્રિય વગેરે તો આપણી બુદ્ધિની પહોંચથી પર હોય છે. એટલે તેને પદાર્થો સંપૂર્ણતયા તર્કપૂર્ણ હોવા છતાં, આપણા માટે આજ્ઞાશાહ્ય બની રહે છે. આવા આજ્ઞાસાહ્ય પદાર્થો અંગે પણ જો આપણે આવું શા માટે કહ્યું હશે? વગેરે મથામણમાં પડીએ તો, જન્માંધ વ્યક્તિ જેમ સફેદ રંગનો પરિચય પામી શકતી નથી, VII Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 210