Book Title: Karm Prakruti Part 03
Author(s): Abhayshekharsuri
Publisher: Jain Shwetambar Murtipujak Sangh Mumbai

View full book text
Previous | Next

Page 10
________________ " તેમ આ કારણો આપણાં ક્ષેત્રની બહારની વસ્તુ હોઇ આપણે ભરચક પ્રયાસો કરવા છતાં પામી શક્તા નથી. તેથી પછી શંકા ઊભી થાય છે, ભગવાને આવું શા માટે કહ્યું હશે? શું આ સાચું હશે ? આપણા મગજમાં તો કાંઇ બેસતું નથી- આ રીતે ઊઠાવાતી શંકા ગર્ભિત રીતે ભગવાનની સર્વજ્ઞતા પ્રત્યેની શંકા સ્વરૂપ હોય છે. અને એ સમ્યક ત્વના દૂષણરૂપ છે, ત્યાજ્ય છે. આવી શંકા ઊઠે તો એના ઉપાયરૂપે તમેવ સચ્ચ નિસંક જે જિણેહિં પવેઇચં ' એનો વારંવાર જાપ કરવો જોઇએ શ્રીજિનેશ્વરદેવોએ જે પ્રરૂપેલું છે તે જ નિ: શંક સત્ય છે. કુવાના દેડકા જેવું મારું જ્ઞાન અત્યંત અલ્પ છે, માટે મને સમજાતું નથી. બાકી ભગવાને વ્હેલું હોય તેમાં અસત્યતા સંભવે નહીં. " પણ, આપણી જેટલી ભૂમિકા ઘડાયેલી હોય એટલી મર્યાદામાં આવતા તત્ત્વો માટે જિજ્ઞાસા ઊઠાવવી એ, તે તે બાબતોનું પરીક્ષણ કરવા બરાબર બની રહે છે, એનાથી ઘણાં રહસ્યો જાણવાં મળે છે. જેમ મરજીવો સમુદમાં રત્નો પામવા માટે ઊંડે ઊંડે સુધી ડૂબકીઓ લગાવે છે છતાં બહારના ઓક્સીજન સાથે નળી વાટે ક્નેકશન ઊભું જ રાખે છે. એમ, ‘શ્રી જિનેશ્વરદેવે કહેલી વાતો નિ:સન્દિગ્ધપણે સત્ય જ છે · એવી સચોટ શ્રદ્ધા સાથેનું જોડાણ ઊભું રાખીને શાસ્ત્રસમુદમાં ઊંડે ઊંડે સુધી ડુબકી મારવાથી અનેક અદ્ભુત રહસ્યો સ્વરૂપ રત્નોની પ્રાપ્તિ થાય છે. “સર્વજ્ઞવીતરાગ પ્રભુએ આમ કહ્યું છે તો જરૂર એની પાછળ કારણ હશે... આ કારણ શું હશે ? આવું હશે માટે આમ કહ્યું હશે . 99 66 ? અથવા આવું હશે માટે આમ કહ્યું હશે ?” અહીં આમ કહ્યું છે ને અન્યત્ર આમ કહ્યું છે. આ બેમાં પરસ્પર વિરોધ ભાસે છે. પણ વીતરાગનાં વચનોમાં પૂર્વાપર વિરોધ તો હોય નહીં. તો અહીં કઇ અપેક્ષાએ આમ કહ્યું હશે ? ને ત્યાં કઇ અપેક્ષાએ જુદી રીતે કહ્યું હશે ?” આવા પ્રશ્નો જિજ્ઞાસાના ઘરના હોય છે ને એ નિષિદ્ધ નથી, પણ ઉપરથી વિહિત છે. સમુદ્રમાં ઊંડે ઊંડે સુધી ડૂબકી લગાવવામાં મરજીવો એક કાળજી રાખતો હોય છે. ઉપરથી પ્રાણવાયુનું સ્નેકશન કટ થઇ જવાની શક્યતા એને જો લાગે તો એ તૂર્ત ડૂબકી દેવાનું અટકાવી દે, પણ પ્રાણવાયુ સાથેનો સંબંધ કપાઇ જવા દેતો નથી. એ જાણે છે કે પ્રાણવાયુનો પૂરવઠો જો કપાઇ ગયો તો રત્નો તો નહીં જ મળે પણ જીવનથી પણ જઇશ. જિજ્ઞાસુ સાધકે પણ આ કાળજી રાખવાની હોય છે. શાસ્ત્રોના ગહન વિસ્તારમાં પ્રશ્નો દ્વારા ડૂબકી લગાવતાં લગાવતાં ( સ્વક્ષયોપશમની ઓછાશના કારણે સમાધાન મળતું ન દેખાય કે એવા કોઇ કારણે) શ્રદ્ધાના પ્રાણ ઊડી જવાની દહેશત ઊભી થાય તો એ Dangerous zone બની રહે છે. તમેવ સચ્ચ નિસંકં...’ કરીને એ પ્રશ્નને ત્યાં જ છોડી દેવો જોઇએ. રહસ્યનું રત્ન પામવા માટે આ ડેન્જરસ ઝોનમાં પ્રવેશવાનો કરાતો Jain Education International VIII For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 210