Book Title: Karm Prakruti Part 03
Author(s): Abhayshekharsuri
Publisher: Jain Shwetambar Murtipujak Sangh Mumbai

Previous | Next

Page 8
________________ પૂછે છે ત્યારે મોટો ડૉ. “હું કહું છું ને...” એમ જવાબ ન આપતાં એની સાથે બધું ડીસ્કશન કરશે, ને બધાનાં કારણો સમજાવવા પ્રયાસ કરશે. આ તે તે દવાને હેતુઝાહ્ય કરી કહેવાય. મોટા ડૉકટરે એક પણ દવા નિરર્થક નથી આપી, દર્દીના શરીરમાં એવા કોઈ કોઈ વિકારો જોયા છે ને એના ઉપશમન માટે તેને દવાઓ આપી છે. એટલે કે દરેક દવા પાછળ કારણ તો છે જ. છતાં, દર્દી, શરીરનું બંધારણ, એની નિરોગી અવસ્થા. એમાં પેદા થતા વિકારો, એ વિકારોનાં કારણો, એ વિકારોને સૂચિત કરનારી બાહ્ય અસરો, કયું તત્વ ઉમેરવાથી એ વિકારો શાન્ત થાય, કઇદવામાંથી એ તત્વ મળી રહે... વગેરે કોઇ મેડિક્લ ટર્મ્સ જાણતો નથી કે જાણવાની ભૂમિકામાં નથી. એટલે કદાચ મોટા ડે. આ બધું એને, એની પથારી પાસે ઊભા ઊભા સમજાવવાનો પ્રયાસ કરે તો પણ એ ભેંસ આગળ ભાગવત જ થાય, બીજું કશું નહીં. માટે એના માટે દવા આજ્ઞામાહ્ય બની રહે છે. પણ ફેમિલી ડૉકટર મેડિક્લ ટર્મ્સનો જાણકાર છે. મોટા ડૉકટર ઝીણવટથી બધી વાતો સમજાવે તો એ સમજવાની એની ભૂમિકા છે. એટલે મોટા ડૉ. એને બધું સમજાવે છે, એના માટે તે તે દવા હેતુગ્રાહ્ય છે. દર્દી પણ જો આ સમજણની ભૂમિકા ધરાવતો હોત, તો, એના માટે પણ દવા હેતુ માહ્ય બનત જ. વળી, એને જો તે તે દરેક દવા પાછળનું કારણ જાણવા મળી જાય તો એનો ડૉકટર પર વધુ આદર-બહુમાન પેદા થાય તેમજ એ વધુ ખંતપૂર્વક નિયમિત રીતે દવા લઈ વહેલો નિરોગી બનવાનો જ. માટે, એવા દર્દીનિ તો, તે તે દરેક દવા કારણ દર્શાવવા પૂર્વક આપવી-હેતુઝાહ્ય બનાવવી એ જ હિતાવહ કહેવાય. એવી ભૂમિકા નહીં પામેલા દર્દીને જો બધાં કારણો સમજાવવાનો પ્રયાસ થાય તો એ, એ કારણોને સમજી ન શકે અને તેથી તેને દવાઓ એને નિષ્કારણ લાગી જવાની પણ શક્યતા ઊભી થાય, અથવા કારણ સમજવાની માથાકૂટમાં પડી જાય તો દવા લેવાની બાબતમાં બેકાળજી બની જવાની શક્યતા... ડૉ. કારણ સમજાવવામાં નિષ્ફળ જવાથી એને ડૉ. પર એટલા આદર-બહુમાન ન જાગે. આવાં બધાં કારણોએ એ જલ્દીથી નિરોગી ન બને. એટલે એને માટે દવાને હેતુ ગ્રાહ્ય બનાવવી એ નુકશાનí અને આજ્ઞામાહ્ય બનાવવી એ લાભકર્તા- આ સમજી શકાય એવી વાત છે. આ જ રીતે સર્વ કથિત પદાર્થો હેતુ ગ્રાહ્ય કે આશાગ્રાહ્ય બને છે. જેના માટે જે હેતુઝાહ્ય હોય, એને એ હેતુપૂર્વક સમજાવવાથી હિતાવહ બને છે કે જેના માટે જે આજ્ઞાસાહ્ય હોય, એને એ શ્રદ્ધાદ્વારા સમજાવવાથી હિતાવહ બને છે. વળી, પ્રજ્ઞાપકે-પ્રજ્ઞાપકે અને શ્રોતાએ-શ્રોતાએ ભૂમિકા જુદી જુદી હોવાથી હેતુઝાહ્ય અને આશામાહ્ય પદાર્થો વચ્ચેની લક્ષમણરેખા નિશ્ચિત સ્થિર હોતી નથી. એના એ જ ... VI Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 210