Book Title: Karm Prakruti Part 03 Author(s): Abhayshekharsuri Publisher: Jain Shwetambar Murtipujak Sangh Mumbai View full book textPage 7
________________ જિનવચનની આરાધના કરી રહ્યો નથી.” શંકા:- જ્યારે પ્રકૃતિ જ તર્કને વરેલી છે ત્યારે, પૂર્વે કહ્યા પ્રમાણે એમાં ઘટનારી પ્રત્યેક ઘટના અને એનું નિરૂપણ કરનાર પ્રત્યેક વચન તો જ વિષય બની રહે છે. શ્રી સર્વજ્ઞો દુન્યવી ઘટનાઓ સિવાય તો કશું વર્ણવતા નથી. એટલે એમનું દરેક વચન અને તેનાથી પ્રતિપાદિત પદાથો તર્કનો જ વિષય બની રહેવાથી હેતુ માહ્ય જ હોય છે. તો પછી, આજ્ઞામ્રાહ્ય અને હેતુ માહ્ય' આવા બે વિભાગ શા કારણે? સમાધાન :- આમાં કારણ, છદ્મસ્થની પોતપોતાની ભૂમિકા છે. આને જરા વ્યવસ્થિત સમજીએ. એક બાળક સ્વપિતાને કુતૂહલતા પૂર્વક પ્રશ્ન પૂછે છે. Father ! why the trees are green ? (પિતાજી ! વૃક્ષો શા માટે લીલાં હોય છે ને એના પિતાજીએ જવાબ આપ્યો: The trees are green because they are green. (વૃક્ષો લીલાં હોય છે કારણ કે તે લીલાં હોય છે.) ને એ બાળકે આનંદપૂર્વક એ ઉત્તરને સ્વીકારી લીધો. આમાં એ પિતાએ વૃક્ષોની લીલાશને આજ્ઞાસાહ્ય બનાવી, કારણકે એમાં, કારણ કે.' ઇત્યાદિ કહેવાયું હોવા છતાં કોઈ જ વાસ્તવિક કારણ દર્શાવાયું નથી. જો એ બાળક વિજ્ઞાનનો વિદ્યાર્થી હોત ને એના પિતાજી કોઇ વનસ્પતિશાસ્ત્રી હોત તો જરૂર એને સૂર્યકિરણો-ફોટો સીન્થસીસની પ્રક્રિયા-ક્લોરોફીલ વગેરેનાં નિરૂપણ પૂર્વક લીલાશનું કારણ દર્શાવ્યું હોત. અને તો એ લીલાશ હેતુઝાહ્ય બનાવી હેવાત. એક આદમી બિમાર પડ્યો. પોતાના ફેમિલી ડૉકટરની દવા લીધી. પણ ૮-૧૦ દિવસ સુધી કાંઈ ફેર ન પડ્યો એટલે ફેમિલી ડૉકટર મોટા ડૉકટરને બોલાવી લાવ્યો. એણે આખું શરીર તપાસ્યું, બધા રિપોર્ટો લીધા, રોગનું નિદાન કર્યું અને દવાનો આખો કોર્સ લખી આપ્યો. પેલો દર્દી મોટા ડૉ.ને પૂછે છે કે આ ઇજેકશન શા માટે ને આ ગીફ્ટર શા માટે? આ ગોળીઓ શા માટે ને આ કેસ્યુલ્સ શા માટે? એટલે મોટા ડૉ. કહે છે, એ બધું તમારે પૂછવાનું નહીં, માત્ર “હું કહું છું ને.' તમે દવા લેવા માંડો ને બધું સારું થઈ જશે. મારા પર વિશ્વાસ રાખો. આ, તે તે દવાને આજ્ઞામ્રાહ્ય કરી કહેવાય. પણ જ્યારે ફેમિલી ડૉ. પોતાના દર્દીનો કેસ સમજવા માગે છેને બધી દવાઓનું કારણ V . . Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 210