Book Title: Karm Prakruti Part 03
Author(s): Abhayshekharsuri
Publisher: Jain Shwetambar Murtipujak Sangh Mumbai

Previous | Next

Page 6
________________ અસત્યવચનપ્રયોગ થવાનાં કારણો ત્રણ છે. રાગદ્વેષ અને અજ્ઞાન. એક વિદ્યાર્થી પાસે બીજો વિદ્યાર્થી પેનની યાચના કરે છે, ત્યારે પ્રથમ વિદ્યાર્થી પાસે પોતાની પેન હોવા છતાં, એના પરના મમત્વના (રાગના) કારણે, ( કદાચ એ મારી પેન બગાડી નાખશે તો ? એવી દહેશતથી) જૂઠ બોલવા પ્રેરાય છે કે “દોસ્ત ! હું પણ મારી પેન ભૂલી ગયો છું.” જેના પ્રત્યે દ્વેષ હોય એવી વ્યક્તિ કાંઇ પૂછવા આવે ત્યારે, એ વધુ હેરાન થાય એવી ગણતરીથી માનવી જાણવા છતાં અસત્યવચનપ્રયોગ કરે છે. જાણકારી ન હોય છતાં બોલવા જાય તો અસત્ય બોલાય એ તો સ્પષ્ટ જ છે . વીતરાગ સર્વજ્ઞ ભગવંતોને રાગ, દ્વેષ કે અજ્ઞાન આ ત્રણમાંથી એકેય કારણ વિદ્યમાન ન હોવાથી અસત્ય બોલવાને કોઇ કારણ હોતું નથી. માટે તેમનાં વચનો પરિપૂર્ણતયા શ્રદ્ધેય હોય છે ને શ્રદ્ધાળુ વર્ગ, શ્રદ્ધાપૂર્વક એ વચનો સાંભળી વિશ્વનું સ્વરૂપ-ઘટનાઓ વગેરેથી પરિચિત થતો જ રહે છે. તેમ છતાં, શ્રી સર્વજ્ઞભગવંતોને ક્થનીય જે વસ્તુ છે-વૈશ્વિક ઘટનાઓ તે જ જ્યારે અત્યંત તર્કબદ્ધ રીતે-પ્રાકૃતિક સિદ્ધાન્તોનું ઉલ્લંઘન કર્યા વિના અસ્તિત્વમાં આવે છે, ત્યારે સર્વજ્ઞનાં વચનોથી પ્રતિપાદિત તે તે ઘટનાઓને તર્કથી ચકાસવી એ અનુચિત ન લેખી શકાય. માટે, સૂરિપુરંદર શ્રી હરિભદસૂરિ મહારાજ કહે છે पक्षपातो न मे वीरं, न द्वेषः कपिलादिषु युक्तिमद्वचनं यस्य तस्य कार्यः परिग्रहः ।। જૈનદર્શનના પુરર્રા શ્રી વીર વિભુ પર મને પક્ષપાત નથી, કે સાંખ્યદર્શન વગેરના પ્રણેતા કપિલ વગેરે પર મને દ્વેષ નથી. ( તો પછી, તમે શ્રીવીરપ્રભુનાં વચનોનો સ્વીકાર કરો છો અને કપિલ વગેરેનાં વચનોનો ઇનકાર કરો છો, આવું શા માટે ? એટલા માટે કે) જેનું વચન યુક્તિસંગત હોય તેનો સ્વીકાર કરવો જોઇએ. ( શ્રી વીરપરમાત્માનાં ( વચનો તર્કસંગત છે, માટે હું તેનો સ્વીકાર કરું છું. ) શાસ્ત્રમાં પણ કહ્યું છે કે “ જે પદાથો આજ્ઞાગ્રાહ્ય હોય ( ભગવાને આમ કહ્યું છે, માટે આ આમ જ છે એ રીતે જ સ્વીકારી લેવાના હોય) એને- બાબાવાક્ય પ્રમાણ-શ્રદ્ધાથી સ્વીકારવા, એમાં જફ્ફ ૬ જથ નનુ ન ચ ન કરવાં; અને સર્વજ્ઞકથિત જે પદાર્થો હેતુગ્રાહ્ય હોય ( “ફ્લાણા ફલાણા કારણે આ આમ છે-આમ કહ્યું છે” એમ કારણ શોધવા પૂર્વક સ્વીકારવાના હોય) એને માત્ર શ્રદ્ધાથી સ્વીકારી ન લેતા હેતુવાદની (તર્કપરીક્ષણની) સોટી પર પણ ચઢાવી પરીક્ષણ કરીને સ્વીકારવા જોઇએ. આમાં વૈપરીત્ય કરનારો Jain Education International IV For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 210