Book Title: Karm Prakruti Part 03
Author(s): Abhayshekharsuri
Publisher: Jain Shwetambar Murtipujak Sangh Mumbai

View full book text
Previous | Next

Page 4
________________ ચો.વારનો પ્લોટ લઇ લીધેલો. નૂતન ઉપાશ્રયમાં વિ.સં. ૨૦૩૬ માં પ્રથમ ચાતુર્માસ પૂ.આ. શ્રી જયાનંદ સુ.મ.સા.નું થયું. ચાતુર્માસ બાદ ઉપધાન થયા જેમાં ૪૭૫ આરાધકો હતા. દેરાસરજીના શિખરની ઉચાઇમાં ફેરફાર હોવાથી ઉપરના ગભારાના પાંચે પ્રતિમાજીઓનું ઉત્થાપન કરી શિખર ઉતારી નવું શિખર તૈયાર કરાવાયેલું. એ પાંચેય જિનબિંબોની પ્રતિષ્ઠા, અન્ય ચાર જિનબિમ્બોની અંજનશલાકા-પ્રતિષ્ઠા, પૂ. કનકવિજય મ.ને આચાર્યપદ પ્રદાન તથા ઉપધાનની માળારોપણ. આ બધા પ્રસંગો વિ.સં.૨૦૩૭, મહાવદ બીજના ધામધૂમથી ઉજવાયા. અમારા શ્રી સંઘના અનન્ય ઉપકારી પૂ. આ.દેવ શ્રી ધર્મસૂરીશ્વરજી મ. સા. પોતાના કાળધર્મના પંદર દિવસ પૂર્વે જ બોરીવલી પધારેલા ને અમારા શ્રાવિકા ઉપાશ્રયનું ઉદ્ઘાટન કરાવીને તે માટેનું આવશ્યક ફંડ કરાવી આપેલું. વિ.સં.૨૦૪૧માં પૂ.આ.શ્રી જયાનંદ સુ.મ.સા. ની પાવન નિશ્રામાં ઉપધાનતપ થયા જેમાં ૨૭૫ આરાધકો હતા. માળારોપણ પ્રસંગે શ્રી જિનમંદીરમાં ૧૦ અન્ય જિનબિંબોની પ્રતિષ્ઠા, દીક્ષા વગેરે પણ ભવ્ય રીતે થયા. વિ.સં.૨૦૪૮ ના ચાતુર્માસ માટે ગચ્છાધિપતિ સકળસંઘહિતૈષી પૂ.આ.શ્રીમદ્ વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મ.સા.ને આગ્રહપૂર્ણ વિનંતી કરતાં તેઓશ્રીએ વિનંતીનો સ્વીકાર કર્યો. જેઠ સુદ ચોથના પૂ.આ.શ્રી જયશેખર સૂ.મ.સા. પ્રવેશ કરી શ્રી સૂરિઅન્ટની પાંચમા પ્રસ્થાનની ભવ્ય આરાધના કરી.ત્યારબાદચાતુર્માસમાં પૂજ્ય મુનિરાજશ્રી અભયશેખર વિ.મ.ની પાવનનિશ્રામાં સામુદાયિક શત્રુજ્યતા, શની-રવિવારની શિબિરો વગેરે ભવ્ય આરાધનાઓ થઈ. પૂ.મુનિરાજશ્રીની પાવન પ્રેરણાથી,પૂજ્ય સાધુ-સાધ્વીજી ભગવંતોતથા જિજ્ઞાસુ શ્રાવક-શ્રાવિકાઓ માટે અત્યંત ઉપકારક આ મન્થ, અમે અમારા જ્ઞાનખાતામાંથી પ્રકાશિત કરતાં અનેરો હર્ષ અનુભવીએ છીએ. આ ગ્રન્થના થનારા સ્વાધ્યાયાદિમાં નિમિત્ત બનવા દ્વારા પેદા થયેલો પુણ્ય પ્રાક્ષાર અમને વધુને વધુ શાસનપ્રભાવનાના કાર્યોમાં પ્રેરક બને એવી પરમકૃપાળુ પરમાત્માને પ્રાર્થના લિ બોરિવલી- જામલીગલી જનસંઘ-ટ્રીઓ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 210