Book Title: Karm Prakruti Part 03 Author(s): Abhayshekharsuri Publisher: Jain Shwetambar Murtipujak Sangh Mumbai View full book textPage 3
________________ પ્રકાશકીય.. બોરિવલી એ વર્તમાન ભારતદેશની આર્થિક રાજધાની મુંબઈ મહાનગરીનું પ્રવેશદ્ધારસમું એક મહત્વનું ઉપનગર છે. આજે તો અહીં હજારો ગુજરાતી, રાજસ્થાની, કચ્છી જૈનો વસે છે ને શ્રી સંભવનાથદાદાની કૃપાથી સ્થિતિસંપન્ન છે. પણ આજથી પચાસ વર્ષ પૂર્વે અહીં જેનોની વસ્તી ખૂબ પાંખી અને મધ્યમવર્ગી હતી. પૂ.મુનિરાજશ્રી ઋષિમુનિજીના સદુપદેશથી સાદડી (રાજ) નિવાસી શેઠ શ્રી જુહારમલજી ઉત્તમાજી બાફનાએ વિ.સં.૨૦૦માં ૧૬૦૦ ચો.વારનો એક વિશાળ પ્લોટ શ્રી સંઘને દેરાસર-ઉપાશ્રય માટે અર્પણ કર્યો. એના પર ચાર નાના રૂમો બાંધીને એક રૂમમાં પંચધાતુના પ્રતિમાજી પધરાવી અમે જિનભક્તિનો પ્રારંભ કર્યો. વિ.સં.૨૦૦૫ માં સંઘના ભાઇઓએ શિખરબંધી જિનમંદિરના નિર્માણનો નિર્ણય કર્યો ને કાર્યનો પ્રારંભ કર્યો. નાણાભીડ હોવા છતાં પૂ. ગુલાબમુનિજીની પ્રેરણા અને અચાન્ય સંઘોના સહકારથી નિર્માણકાર્ય પૂર્ણ થયું અને મૂળનાયક શ્રી સંભવનાથ દાદા વગેરે પાંચ જિનબિંબોની પ્રતિષ્ઠા વિ.સં. ૨૦૧૧ વૈશાખ સુદ સાતમના મંગળ દિવસે પૂ.મુનિશ્રી પૂર્ણાનંદવિ.મ. તથા પૂ.મુનિશ્રી ગુલાબમુનિજી આદિની નિશ્રામાં મહોત્સવ પૂર્વક થઈ. વિ.સં. ૨૦૨૭ પ્રથમ વાર જ જામલીગલી સંઘના ઉપાશ્રયે ભવ્ય ઉપધાનતપ યુગદિવાકર પૂ.આ. શ્રી ધર્મસૂરીશ્વરજી મ. ની પાવન નિશ્રામાં થયા જેમાં ૪૨૫ આરાધકો હતા. મહાસુદ તેરસના શુભદિને માળારોપણ ઉત્સવ થયો. ને એ જ વખતે શ્રી સીમંધર સ્વામી વગેરે ૬જિનબિઓની મૂળગભારામાં જ ડાબીજમણી બાજુ ગોખલામાં પ્રતિષ્ઠા થઈ. તથા વર્ધમાનતપ આયંબિલ ખાતાનો શુભારંભ થયો. વિ.સં.૨૦૩૪માં દેરાસરજીની આગળની ચોકી પર ચાર શાશ્વતા જિનબિઓની એક ચૌમુખદેરી તથા બાજુની બેચોકી પર એક શ્રી ગૌતમસ્વામી તથા એક શ્રી પદ્માવતદિવીની એમ ત્રણ દેરીઓ નિર્માણ કરાવી. તેમાં પૂ.આ. શ્રીધર્મસૂરીશ્વરજી મ.સા.ની શુભનિશ્રામાં અંજનશલાકા-પ્રતિષ્ઠા ખૂબઉલ્લાસપૂર્વક થઈ. ને વધતી જતી વસ્તીના કારણે નવા વિશાળ ઉપાશ્રય માટેનું ખનન પણ એજ વખતે થયું. આ માટે વિ.સં.૨૦૨૫ માં જ સંઘે જૂના ઉપાશ્રયની પાછળનો ૭૫૦ I. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 210